Successful human books and stories free download online pdf in Gujarati

સફળ માનવી

"સફળ માનવી"


'સુખ ને સફળતા ગણવી'


જીવનમાં મોટા ભાગનાં મનુષ્ય એવું જ વિચારતાં હોય છે કે તે હમેશાં દુ:ખી રહે છે, હું કેમ સુખી નથી રહેતો. પરંતુ વાસ્તવમાં એવું હોતુ નથી પરંતુ તેના મનમાં એવા ખોટા ભ્રમ બેસી ગયેલા હોય છે કે હંમેશા તેજ દુઃખી રહે છે. આવા ભ્રમનું એકજ કારણ છે કે તેની આજુબાજુ ની દેખા દેખીતી દુનીયા, બીજા લોકો ની હાઈ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ. બીજાને જોઈને એવું વિચારે છે આ કેમ મારી પાસે નથી. તેની વારંવારની અસંતુષ્ટ ઈચ્છાઓ તેને સુખી નથી થવા દેતી.


મનુષ્યનું જીવન અદભૂત અને અમૂલ્ય છે. આ જીવનને સાચવવા માટે આપણે પોતે જ જાત મેહનત કરવી પડે છે. આજે જીવનમાં સુખ તો કાલે દુ:ખ પણ આવે છે. આજે સફળતા તો કાલે નિષ્ફળતા પણ છે. આથી મનુષ્યે હાર ના માનીને આગળ વધીને સફળતાની સીડી ચડવી જોઈએ.


આમ જોવા જઈએ તો સફળતાનાં ઘણા રસ્તાઓ અને અર્થો હોય છે.


જેવા કે, કોઈ યુદ્ધનાં મેદાનમાં સફળ થાય છે, કારણ કે જે શક્તિશાળી હોય છે તેની જીત થાય છે. કોઈ પરીક્ષામાં સફળ થાય છે, કારણ કે જે હોશીયાર હોય છે તે પહેલાં આગળ વધે છે. કોઈ ખોટી વાતુ કરીને અને બીજાને કાન ભંભેરણી કરીને આગળ વધે છે અને સફળ થાય છે, કારણ કે તે તેની સાચી શક્તિનાં દુરુપયોગથી સફળતાં તો મેળવે છે, પરંતુ અંતે તેના કર્મ તેને સુખી નથી થવા દેતા. કોઈ બીજાને ધકકા અને પછાડીને આગળ વધે છે અને સફળ થાય છે, ખરાબ કર્મના લીધે અત્યારે સફળ તો છે પણ પાછળના સમયમાં દુ:ખ વેઠવું પડે છે. કોઈ સખત મહેનતથી સફળ થાય છે, કારણ કે તે પોતાની જાત મહેનત અને કોઈને દુ:ખ પહોંચાડયા વગર મહેનતથી સફળ થાય છે. કોઈ સ્માર્ટ વર્ક કરીને સફળ થાય છે કારણ કે તે હોશીયાર છે.


પણ જીવનમાં સફળતા કોને કહેવી જોઈએ.


"જે મનુષ્ય હંમેશા સુખી રહે છે તેને જ સાચી સફળતા કહેવાય"


"જિંદગીમાં રોજ આવતા કઠિન સવાલો અને પરીસ્થિતિને પાર કરી લે તેજ મનુષ્યની સાચી સફળતા, સુખી મનુષ્ય એજ સફળ વ્યક્તિ કહેવાય"


બે મિત્રો હતા, એકનું નામ સ્વયંમ અને બીજાનું નામ વિનોદ હતુ. બંને મિત્રોએ એક જ સાથે કોલેજ નો અભ્યાસ પુરો કર્યો હતો અને બંન્ને ને જલ્દી નૌકરી પણ મળી ગઈ. કારણકે બંને ભણવામા ઘણા હોશીયાર હતા.


સ્વયંમ પોતાની નોકરીમાં અસંતોષનો અનુભવ કરતો હતો. તેથી તે નોકરીની સાથે પૈસા કઇ રીતે જલદીથી અને શોર્ટ કટમાં કમાવા તે શોધયા કરતો. આથી તેને શેર માર્કેટમાં રસ જાગ્યો અને તેનો ફાયદો ઉપાડયો. થોડા જ સમયમાં ઘણા પૈસા કમાયો અને તેને નૌકરી પણ છોડી દીધી. પરંતુ અંતે માર્કેટમાં મોટુ જોખમ રહેતું હોવાથી એક વાર બજાર ક્રેશ થયુ અને થોડા જ દિવસમાં પૈસાનું દેવુ થઈ ગયું અને ગરીબ બની ગયો.


"સંતોષ નથી તો સુખ નથી"


અને બીજો મિત્ર વિનોદને પૈસા કમાવવાની ઈચ્છા તો હતી પણ જલ્દી ના હતી. ફકત આવી બધી ખોટી લાલચ માં ના પડીને નોકરીની સાથે નાની દુકાન ખોલી. દુકાન પર એક માંણસ પણ રાખ્યો. જે બધું વિનોદનુ કામ કરી લેતો. વિનોદ પોતાની નૌકરી શરૂ અને પુરી કરે તે પેહલા અને પછીનો બધો સમય દુકાન માટે ફાળવતો. વિનોદ ધીરે ધીરે પૈસા કમાયો એને એક દિવસ મોટો ધનવાન માણસ બન્યો.


આમ બન્ને પૈસા કમાવાની ઇચ્છા તો હતી. પણ વિનોદને સંતોષ સાથે ધીરે ધીરે પૈસા કમાયો અને સ્વયંમને અસંતોષ અને એકદમ ફાસ્ટ પૈસા કમાવા હતા. જેનાથી તેને નિષ્ફળતા મળી.


આથી જોવા જઈએ તો સફળ માનવી કોને કહેવો. સ્વયંમ ને કે વિનોદને?


"જે મનુષ્યની ઈચ્છા નિયત્રણમાં છે અને સંતુષ્ટ સંતોષની ભાવના રહેલી છે તે જ સુખી અને સફળ માનવી છે"


પ્રેમ તો બધેજ છે,

પણ થોડી નજર બદલાશે તો તે દેખાશે..

કાલે તેની ના હતી,

પણ થોડી આદત બદલાશે તો તેમાં હા મળશે..

સફળતા તો ઘણી ઓછી છે,

પણ થોડા પ્રયત્ન બદલાશે તો તે જરુર મળશે..

મન તો સુંદર છે,

પણ થોડા વિચારો બદલાશે તો તે ધોળા થશે..

વાણી તો મીઠી છે,

પણ થોડા વિવેક બદલાશે તો તે મુલ્યવાન બનશે..



મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com