Love Fine, Online - 4 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 4 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 4

વાતો કરી કરીને હવે પ્રાચીને ઊંઘ આવવા લાગી હતી.

"ઓકે... બાય... ગુડ નાઈટ!" પ્રાચી એ મેસેજ કર્યો તો સામે રાજેશ એ પણ "ઓકે... બાય... ગુડ નાઈટ... એન્ડ ટેક કેર!" ના મેસેજો કર્યા પણ છેલ્લે પ્રાચી એ જ મેસેજ ફરી લખ્યો -

"આઈ લવ યુ!" પણ આ વખતે એ ડિલીટ કરે એ પહેલાં જ રાજેશે એણે રાઇટ સ્લાઇડ કરી ને એના મેસેજ સાથે અટેચ કરી ને એક પ્રકારે સેવ જ કરી દીધો હતો! મેસેજિંગ માં એને રિપ્લાય આપવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે કે જેથી ખબર પડે કે આપને સામેવાળાના કયા મેસેજનો પ્રત્યુત્તર (રિપ્લાય) આપીએ છીએ. એ મેસેજની એક કોપી આપને ત્યાં અટેચ થયેલી જોઈ શકીએ છીએ.

"આઈ લવ યુ ટુ!" એ મેસેજ સાથે રાજેશે એના મેસેજ ને અટેચ કરતા લખ્યું તો પ્રાચી ના માથે ચિંતા ની રેખાઓ ઘેરાઈ આવી!

"મેસેજ ડિલીટ કર યાર પ્લીઝ જલ્દી!" પ્રાચી એ તુરંત જ મેસેજ કર્યો! એ ગભરાઈ તો ગઈ જ હતી, પણ એક રીતે તો એને પણ ખબર જ હતી જે જો મેસેજ સેવ પણ રહી જશે તો પણ રાજેશ તો એનો મિસયુઝ કરશે જ નહિ. આપણને આપણી ગમતી વ્યક્તિ પર બહુ જ ભરોસો હોય છે, આખી દુનિયામાં જાણે કે બસ એક એ જ ચહેરો આપણને વિશ્વાસપાત્ર લાગતો હોય છે.

"હા... કરી દિધો, પણ જલ્દી જલ્દી માં "ડિલીટ ફોર મી" થઈ ગયું! તું એ બાજુ થી ક્લીર કરી દે, અહીં થી તો થઈ ગયો!" રાજેશ એ મેસેજ કર્યો પણ એને ખરેખર તો એ મેસેજ ડિલીટ જ નહોતો કર્યો! આટલા પ્યારા મેસેજને ડીલીટ કરવાની હિંમત કોણ કરી શકે?!

"હા... ઓકે... ગુડ નાઈટ!" એણે કહ્યું અને બંને ફોન ને બાજુના ટેબલ પર મૂકી ને એકમેકની વાતો યાદ કરતા ઊંઘવા પડ્યાં. પ્રાચી ને પણ ખબર તો હતી જ કે રાજેશ મેસેજને ડીલીટ નહિ કરે તો પણ એ કઈ કહેવા જ નહોતી માગતી. એક રીતે કહીએ તો એને જાણી જોઈને જ એણે મેસેજ સેવ કરવા ની પરમિશન આપી હતી!

રાજેશને હજી યાદ હતું જ્યારે એ લોકો પહેલી વાર એનાં ભાઈ સાથે એનાં ઘરે એની ભાભી ને પહેલી વાર જ જોવા ગયા હતા! ભાઈ ત્યારે ભાભી ને અને બાજુમાં જ ચા લઇ ને આવેલી એની બહેન ને રાજેશ બસ જોઈ જ રહ્યાં હતાં!

રાજેશ એ અનાયાસે જ એક સ્માઇલ પ્રાચી ને આપી હતી અને એવી જ રીતે પ્રાચી થી પણ હસાઈ જ જવાયું હતું!

ઠીક એ જ સમયે આ બાજુ પ્રાચી પણ એની પથારી પર જાગી રહી હતી અને એ જ પહેલી મુલાકાત ને યાદ કરી રહી હતી, જ્યારે એ બંને મળ્યા હતા! કેટલું આસાન હોય છે ને આમ સરળતાથી મળી જવું, પણ જ્યારે દૂર જવાનું થાય ત્યારે?! એકમેકને ગમી જવું બહુ જ આસાન હોય છે. એમાં થોડો પણ સમય નહિ લાગતો, પણ વાત જ્યારે એને ભૂલવાની આવે છે તો તો એમ જ લાગે છે કે આખી ઝીંદગી કેમ ના નીકળી જાય, પણ એ વ્યક્તિને નહિ ભૂલી શકાય!

રાત્રે અચાનક જ બાર વાગ્યે કોઈ ડરાવનું સપનું જોયું હોય એમ પ્રાચી જાગી ગઈ... એણે બાજું નો ફોન લીધો અને સીધો જ રાજેશ નો નંબર ડાયલ કરી દીધો!

"હેલો... બોલ પ્રાચી, કેમ અત્યારે કોલ કર્યો?! કાલે તો મળવાના જ હતા ને?!" જાણે કે ખુદને પ્રાચીએ જ એના મીઠા સપનાં જોતા અટકાવ્યો હોય એમ એણે કહ્યું!

"સારું તો ના કર કોલ!" પ્રાચી એ રોષ વ્યક્ત કરતા કહ્યું!

"અરે એવું નહિ બાબા... કર વાત!" રાજેશ એ કહ્યું.

એ પછી પ્રાચી એ કંઇક એવું કર્યું જેનાથી રાજેશ ને વધારે આશ્ચર્ય થયું અને બહુ જ નવાઈ લાગી!

વધુ આવતા અંકે..

***

Share

NEW REALESED