Love Fine, Online - 7 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 7 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 7

"ફેમિલી?! એ જો હોત તો..." આગળ ની વાતો એનાં આંસુઓની એ ધારે કરી! કારણ કે બોલી શકાવાય એવી હાલતમાં જ પ્રાચી નહોતી!

"અરે યાર, હા... હું બધું જ જાણું છું! આઈ એમ સો સોરી! પ્લીઝ તું યાર આમ ના રડીશ! જો હું છું ને તારો, હંમેશાં! બધી પ્રોબ્લેમ ની જેમ આ પ્રોબ્લેમ માં થી પણ હું જ છોડાવીશ! તું જરાય ચિંતા ના કર!" રાજેશ થી એના આંસુ જોવા બહુ જ મુશ્કેલ લાગતું હતું. એ એને સમજાવી રહ્યો હતો, પણ જ્યારે દિલ દુઃખોને યાદ કરે છે એને થોડી ખબર હોય છે કે કયું દુઃખ કેટલા આંસુ માંગે છે, એ તો બસ મન મૂકીને રડી જ લેવા માગે છે. આંસુ પણ તો બધાં સામે નહિ આવતા ને! જ્યારે લાગે છે કે કોઈ છે જે આપણને સમજશે અને આપણને જજ નહિ કરે, પોતાનું છે એટલે જ તો આંસુ નીકળી જતાં હોય છે. સૌ કોઈ પણ તો આપના આંસુઓને કાબિલ નહિ હોતાં ને! બધાં સાથે હસી શકાય છે, પણ રડવા માટે તો કોઈ ખાસની જ જરૂર પડતી હોય છે.

"હા... એટલે જ તો યાર! હું મરી પણ જઈશ, પણ ત્યાં તો મેરેજ નહીં જ કરું! યાર એ મને જાણે જ ક્યાં છે! રાજીવ રાજીવ છે અને રાજેશ રાજેશ! તું મારા મનની વાત જાણી જાય છે!" એણે ભારપૂર્વક કહ્યું. લાઇફમાં આપણને દરેક રીતે સમજે એવી વ્યક્તિ મળવું ખરેખર બહુ જ મુશ્કેલ હોય છે એટલે જ તો એવા વ્યક્તિથી દૂર જવામાં પણ બહુ જ ડર લાગતો હોય છે! લાગે જ ને, કારણ કે દુનિયાની આ ભીડમાં સમજાવવા બધાં જ તૈયાર છે, પણ આપણને સમજવા કોણ તૈયાર છે?!

"જો તું જરાય ચિંતા ના કર... હજી આપની પાસે એક વર્ષનો સમય છે! હું તને મારી કરી ને જ રહીશ! તું બસ યાર, મારા પર ભરોસો રાખ અને આપના પ્યાર પર પણ વિશ્વાસ રાખ!" રાજેશે એણે વિશ્વાસ અપાવતા કહ્યું. ખુદ રાજેશને પણ નહોતી ખબર કે ખુદ કેવી રીતે આ કઠિન કામ કરવાનો છે, પણ એને એના પ્યાર પર એક વિશ્વાસ હતો, એક આશા હતી. વધુમાં વ્યક્તિ એના પ્યારને મેળવવા માટે ગમે એ કરવા તૈયાર હોય છે. રાજેશ પણ પ્રાચીની ખુશી માટે ગમે એ કરવા તૈયાર જ હતો.

"તું યાર... મારા દિલની બધી જ વાત તો જાણી જાઉં છું, તો કેમ ના જાણી શક્યો કે હું તને જ પ્યાર કરું છું એમ! નાનામાં નાની પ્રોબ્લેમ હોય કે મોટામાં મોટી આફત, તું દરેક વાત બસ એક ઈશારામાં જ તો જાણી લે છે તો!" પ્રાચીએ રોષ વ્યક્ત કરતા પૂછ્યું.

"ખબર તો હતી જ કે તું મને લવ કરે છે... બસ મારી જ કહેવાની હિંમત ના ચાલી!" રાજેશે સાવ રડમસ રીતે જ કબૂલ્યું. એણે એ વાતનો અફસોસ હતો.

"જો બાપા... તું જરાય ના રડીશ... આપણે બંને એક છીએ... એક હતા અને આગળ પણ એક જ રહીશું... આપણને કોઈ રાજીવ જુદા નહિ કરી શકે! પ્યાર તો પ્યાર જ છે ને! એક જ વાર થાય અને એક જ વ્યક્તિ સાથે થાય! એવો પ્યાર બીજા વ્યક્તિને કરવો બહુ જ મુશ્કેલ છે!" રાજેશે એનાં બંને હાથને પોતાના બંને હાથથી પકડી રાખતાં કહ્યું.

પ્રાચીએ બિલકુલ નહોતું ધાર્યું, કઈક એવું રાજેશે કર્યું તો એનો મૂડ બિલકુલ ઠીક થઈ ગયો અને એ ખડખડાટ હસવા પણ લાગી!

રાજેશે ટેબલની બીજે બાજુ બેઠેલી પ્રાચીના કપાળે એક કિસ કરતા "ચિંતા ના કર તું... અને ખબરદાર જો હવે રડી છું તો!" કહ્યું.

વધુ આવતા અંકે...

***