Love Fine, Online - 6 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 6 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 6

"તો અત્યાર સુધી મને કહ્યું કેમ નહિ?!" પ્રાચી એ આંખોને વધારે પહોળી કરતા પૂછ્યું.

"ડર લાગતો હતો યાર... તું ના ફિલ કરતી હોય તો!" રાજેશે નરમાશથી કહ્યું. એણે એ જ કહ્યું જે સચ્ચાઈ હતી. પ્યારમાં પ્રામાણિકતા જોઈતી હોય છે. આપને જેને આટલો બધો પ્યાર કરીએ, એનાથી જ વાતો છુપાવીએ એ તો ઠીક નહિ ને!

"ઓ તારી બધી જ છોકરી ફ્રેન્ડ ને હું છોકરો બની ને વેરિફાય કરતી કે તને કોઈ લવ ના કરી લે... અને તને ખબર જ નહિ આનું કારણ?!" પ્રાચી એ વધારે ગુસ્સે થતાં કહ્યું.

"અરે પણ બબ્બા... તું પણ તો એક હિન્ટ આપી શકતી હતી ને?!" રાજેશે સાવ રડમસ રીતે જ કહ્યું. એણે લાગતું હતું કે પોતે હારી રહ્યો છે!

એટલામાં જ પ્રાચી નો ફોન રણક્યો, એણે કોલ રીસિવ કર્યો, એ વ્યક્તિ એ જે શબ્દો કહ્યાં એ સાંભળી ને રાજેશનું મન એ જ કોફીમાં ઝેર નાંખી ને પી જઈ ને મરી જવાનું થઈ ગયું! એ શબ્દો એને બહુ જ કડવા લાગી રહ્યાં હતાં!

"હાય! મેરી બાબુ ને કોફી પી?!" એ શબ્દો કોલ પરથી આવી રહ્યા હતા... જે રાજેશ પણ સાંભળી રહ્યો હતો!

"હા..." પ્રાચી સાવ ધીમેથી બોલી.

"રાજેશ... લવ હતો તો કહ્યું કેમ નહિ?! બહુ જ મોડું કરી દીધું યાર તુએ તો!" પ્રાચી બોલી તો એની આંખો કોરી ના જ રહી શકી! પણ એની સાથે જ રાજેશ ની આંખો પણ છલકાઈ ગઈ! રાજેશે પણ આવી કલ્પના તો નહોતી જ કરી. એના માટે પણ આ નવી વસ્તુ હતી.

"મારા મેરેજ નક્કી થઈ ગયા છે... એક જ વર્ષ છે! એ પછી તો મારું કઈ જ નહીં ચાલે!" પ્રાચી એ રડતાં રડતાં જ ઉમેર્યું. એણે બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. થાય પણ કેમ નહિ, કારણ કે આપણને એ વ્યક્તિ પાસે રહેવું નહિ ગમતું કે જેને આપણે પ્યાર જ નહિ કરતાં! એના જ લીધે બધું જ બહુ જ મુશ્કેલ થઈ જાય છે!

"હા... એટલે જ તું મેસેજ ડિલીટ ફોર એવરી વન કરી દેતી હતી ને... અરે પણ તું જેને લવ જ નહિ કરતી, કેમ એની સાથે લગ્ન કરું છું?!" રડતાં રડતાં જ રાજેશે પૂછ્યું.

"નહિ કરવા... આઈ લવ યુ! એટલે જ હું તને બધું જ કહી દેવા માંગુ છું!" પ્રાચી એ રડતાં રડતાં કહ્યું.

"એક વાત કહું... સિરિયસલી, હું મરી જઈશ, પણ હું જેને લવ નહિ કરતી એની સાથે તો મેરેજ ક્યારેય નહિ કરું!" પ્રાચી એ ભારોભાર કહ્યું. એના શબ્દોમાં બહુ જ દુઃખ સાફ જાહેર થઈ રહ્યું હતું.

"જો તું કંઈ જ નહિ કરું!" આંખો બંધ કરી પાણી ને બહાર લાવ્યા બાદ રાજેશે કહ્યું.

"ઓ, આ મારી લાઇફ છે! હું જેને લવ કરું, જો એની નહિ તો હું કોઇની પણ નહિ!" પ્રાચી એ એટલા જ ભારોભાર રીતે કહ્યું.

"જો બાપા... તારી ફેમિલી નું તો વિચાર..." રાજેશે બચાવ કરવાના આશયથી કહી તો દીધું, પણ હજી એણે નહોતી ખબર કે એના આ એક વાક્યે પ્રાચી ને દુઃખી દુઃખી બનાવવા માટે કાફી હતું!!! અમુક શબ્દો શબ્દો જ નહિ હોતાં પણ જાણે કે કોઈ દરવાજા હોય છે, અમુક દરવાજાની પેલે પાર બહુ જ શાંતિ અને સુકુન મળતું હોય છે તો અમુક દરવાજાની પાછળ બહુ બધું દુઃખ. એટલું બધું દુઃખ કે જાણે કે જેનો કોઈ હિસાબ જ નહિ. અણજાણતાં જ પણ રાજેશે પ્રાચી માટે એવા જ દુઃખનાં દરવાજા જેવા શબ્દો કહી દીધાં હતાં!

વધુ આવતા અંકે..

***