Koobo Sneh no - 63 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 63

🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 63

ખુશીથી પાગલ થઈ ગયેલી નતાશાને જોઈને એની કહેલી વાતથી વિરાજને સાબિત થઈ ગયું હતું કે અત્યાર સુધી એના દ્વારા બોલાયેલી એકેએક વાત જુઠ્ઠી હતી. સઘડી સંઘર્ષની.....


❣️કૂબો સ્નેહનો❣️


"હમને સબકુછ પા લિયા વિરાજ. આજ હમને સબકુછ પા લિયા....

ઔર..

બર્થ ડે કી એસી ગીફ્ટ કે સાથ આજ હમારા નયા જનમ હૂઆ હૈ."

પલંગ પર આખી ઊભી થઈને નૃત્ય કરીને નતાશા પોતાની ખુશીઓ પ્રગટ કરવા લાગી. આશ્ચર્ય પ્રગટ કરતો વિરાજ નતાશાના ચહેરા સામે જોઈ રહ્યો. એ ખેદયુક્ત સ્વરે બોલ્યો,

"અબ કોઈ નયા નાટક તો નહિ કર રહી હોના નતાશા? કૅન્સર..." બોલતા બોલતા અટકી જઈને વિરાજ વાત ફેરવી તોળતા બોલ્યો.

"ઈશ્વર સિર્ફ લકીરે દેતા હૈ, રંગ હમે હી ભરના પડતા હૈ."

પણ નતાશાના કાન સુધી ક્યાં વિરાજની વાત પહોંચતી જ હતી! એની મસ્તીમાં મસ્ત હતી. એ તો બસ ક્ષણે ક્ષણ જીવી લેવા માંગતી હતી.

મોતના આગોશમાંથી છટકીને બેઠો થયેલો વિરાજને હવે એક નવી જ વેદનામાંથી પસાર થવાનો વખત આવ્યો હતો. પરંતુ આજે એણે જાણીને કરેલી ભૂલ હોવા છતાંય એને કોઈ રંજ ન હતો. નતાશાએ વિરાજને ફસાવવા માટે દાવપેચ કર્યા હતાં. ખોવાયેલી યાદ શક્તિમાં પણ એણે એક પણ ખોટું કામ નહોતું કર્યુ. એટલે હવે એ ટેન્શન ફ્રી હતો. પરંતુ કૅન્સરને બહાને હવે તો એ પોતાને ફસાવી નથી રહીને એ જાણવું ખૂબ જરૂરી હતું. અમ્મા અને દિક્ષાથી દૂર રહીને એની સાથે સમય બરબાદ કરવાનો કોઈ જ મતલબ ન હતો.

લિવર કૅન્સર નતાશાના શરીરને ઓગાળી રહ્યું હતું. હૉસ્પિટલ રૂમમાંથી છેલ્લે કોઈની સાથે ફોનમાં વાત કરતી કરતી નતાશા નીકળી એ વખતે એને લોહીની ઉલ્ટી થઈ હોવાથી એના રિપોર્ટમાં લાસ્ટ સ્ટેજ પર લિવર કૅન્સર ડિટેક્ટ થયું હતું. ત્યારથી જ એણે કૅમો થેરાપી લેવાની શરું કરાવી દેવાની ડોક્ટરે તાકીદ કરી હતી. પરંતુ શરૂઆતના કૅન્સરના ચિન્હો પર નતાશાએ ધ્યાન ન આપ્યું અને લોહીની ઉલ્ટીઓ થયા પછીના નિદાનમાં પણ એણે ઈલાજ પ્રરત્વે બેદરકારી દર્શાવી હતી. નતાશા પાસે હવે સમય ખૂબ ઓછો હતો. કાળ ભરખી ના લે ત્યાં સુધી

નોળિયાને સાપ ભીંસમાં લઈને વીંટળાઈ વળે એમ કુદરતે પોતાનું એક નવું જ સ્વરૂપ દેખાડ્યું હતું. છેલ્લા બચેલા દિવસો વિરાજ સાથે વિતાવવા માટે જ એણે એનાથી વાત છુપાવી રાખી હતી.

સાંભળ.. ચાલને આજે આપણે કૅન્ડલ લાઇટ ડિનર કરીએ.. રૂમને સુંદર સજાવી, સુગંધિત સ્પ્રે છાંટીને, ટેબલને ફ્લાવર પૉટથી સજાવીએ.. બારીઓ ખુલ્લી છોડી દઈને, પડદાને ઊડાઊડ થવા દઈએ.. હાથમાં હાથ પરોવીને દિલની વાતો વહેંચીએ.. સાવ એકાંકી થઈ ગયું છે એવાં આ જીવનનું સઘળુંય ભૂલીને, રમમાણ કરતું નાનકડું એક કોડિયું મુકીને, અંધારાને અકળાવીએ.. સ્હેજ અમથી એ રોશનીમાં ન્હાવું મને ગમે છે.. ચાલને !! -આરતીસોની©

સાંજ તો કેમેય કરીને એમની તરફ ફરકતી ન હતી. પરંતુ ભૂખેય જાણે આખો દિવસ એમની પાસે ફરકવાનું ભૂલી ગઈ હતી. વેદનામાં તન્મય બંનેનો આખો દિવસ એમ જ પસાર થયો. રાત્રે ડીનરમાં પીત્ઝા હટમાં પીત્ઝા ખાવા એવું નક્કી થયું.©

નતાશાએ આજે દિલ ઉપર પ્રફુલ્લિત ખુશનુમા વાળું કૅન્સરનું પહેરણ અને વિરાજે ચહેરા ઉપર સ્મિતનું પહેરણ પહેરી બેઉં જણ તૈયાર થઈને રેસ્ટોરન્ટમાં પહોંચ્યાં ત્યારે બહાર રાત ઘેરી બનતી જતી હતી. ધોળોધબ્બ ચંદ્ર ચાળણીમાંથી ચાળી ચાળીને ઉજાસ વેરી રહ્યો હતો. પાઈનના વૃક્ષો શીતળતાને માણતાં ધીરા ધીરા ઝૂલતા હતા. ધીમે ધીમે એક પછી એક વાહનો, હોટેલો, વાતચીતના અવાજો પણ આછા થઈને જગત આખુંયે ઊંઘમાં સરી રહ્યું હતું.

નતાશાને આછડતી નજરે જોઈ રહેતો હતો એ વિરાજ આજે એને ભરપૂર નજરે માણી રહ્યો હતો. જાણે કે એના સૌદર્યને પી રહ્યો હતો. નતાશાએ બેબી પિંક શોર્ટ કુર્તી, ડાર્ક પિંક પતિયાલા અને કાનમાં એજ કલરની મોતી લટકતી ઝુમખી પહેરી હતી. ગોરી ત્વચા ઉપર ત્વરિત નજરે પડતાં આંખના કાળાભમ્મ કુંડાળા અને નબળાઈ છતાંય ભારોભાર નજાકતતા અને ઇન્ડિયન વેરમાં બીજા કોઈ શણગાર વગર પણ એ સુંદર મનમોહક દેખાઈ રહી હતી.

કૅન્સરનું જીવડું નતાશાને આઠ પગવાળો કરોળિયો બનીને ધીરેધીરે નસ નસમાં પીડી રહ્યું હતું. પિત્ઝાની પહેલી સ્લાઇઝ પુરી થતાં પહેલાં તો નાતાશાના પેટમાં આફરો શરું થયો. ટેબલ પર જ પિત્ઝા ઓકી દીધો અને પાછળ રક્ત પ્રવાહીએ એનો રંગ દેખાડવાનો શરું કર્યો. સેકન્ડના પલકારામાં વિરાજે એમ્બ્યુલન્સ માટે ફોન કરી દીધો અને મિનીટોમાં તો એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. એમ્બ્યુલન્સ વેનમાં જ નતાશાની સારવાર શરું થઈ ગઈ હતી.

એમ્બ્યુલન્સમાં હાથ પકડીને બેઠેલા વિરાજને નતાશાએ કહ્યું,

"આઈ લાઈક યોર નેચર વિરાજ. હમને આપકો ઔર દિક્ષા કો ઈતના પરેશાન કિયા ફિર ભી હમારે લિયે ઈતના કુછ કર રહે હો. સો ડિસન્ટ પરશન યુ આર. ઔર મેં કિતની..." આગળના શબ્દો ગળી જઈને ડોક બીજી તરફ ફેરવી લીધી હતી. આજે એ અણિયાળી આંખોમાં ખારો દરિયો ઉમટી પડ્યો હતો.

"આઇ લાઇક યુ નતાશા. ઔર આપકી જગહ કોઈ ઔર હોતા તો હમ યહી કરતે. ખુશીયાં ફેલાના હમારે સંસ્કાર હૈ. બગિયન મે ખિલખિલાતે ફૂલે અપની નિયતિ કો જગાહ દેખકે નહિ બદલતે. ફૂલો કો કહાં પતા હોતા હૈ કિ મંદિર મે સુગંધ ફેલાકે શોભા બઢાની હૈ યા કબર કી મઝાર પર ખુશીયાં બાટની હૈ.."

"અંગ્રેજી લેખક, શાર્લેટ બ્રોન્ટીને એક નવલકથા મે લિખા હૈ, ‘સમસ્યા યહ નહીં હૈ કિ મેં સિંગલ હૂં ઔર સિંગલ રહૂંગી.. સમસ્યા યહ હૈ કિ મેં અકેલી હૂં ઔર મેં અકેલી હી રહૂંગી..' વિરાજ યહી હમારી સજા હૈ."

હૉસ્પિટલમાં નતાશાની સારવાર શરું થઈ ગઈ. સવારે દિક્ષા અને અમ્માને નતાશાની વિરાજે જાણ કરી દીધી હતી. એ બેઉં જણ ત્યાં હૉસ્પિટલ દોડી આવ્યાં હતાં. મોંઢા પરથી ઑક્સિજન માસ્ક દૂર કરીને નતાશા પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરીને અમ્માને કહ્યું,

"માફી માંગને કે કાબિલ નહિ હૈ હમ ક્યુંકિ કામ હી એસા કિયા હૈ હમને. હમારી વજહ સે હી આપકો સ્ટ્રોક આયા. ઔર આપકો વિરાજ સે દૂર રહેના પડા. સબ હમારી વજહ સે હુઆ હૈ. હો શકે તો માફ કર દેના.."

"અરે ગાંડી છોકરી કોઈ સ્ટ્રોક બ્રોક આવ્યો ન હતો.. આ તો તું કંટાળીને એનો જાન છોડી દે એના માટે તરકટ રચ્યું હતું." અમ્માએ ઑક્સિજન માસ્ક પહેરાવીને માથે હાથ ફેરવ્યો અને એની વાતને હળવાશમાં લઈને સાચી હકીકત બતાવી. પછી તો આંખોમાં આંસુ તોયે નતાશા ખડખડાટ હસી પડી હતી.

"થેંક ગોડ.. અબ હમેં ચેન કી નિંદ આયેગી.. અમ્મા મુજે મેરે કર્મો કી સજા મિલ ગયી હૈ.."

"શુભ શુભ બોલ નતાશા. તને કંઈ જ થવાનું નથી. મારો વ્હાલો કાન્હો સૌ સારા વાના કરશે." આવી ઘડીએ દિક્ષાને કંઈજ બોલવા જેવું યોગ્ય લાગતું ન હતું. એ તો ચૂપચાપ એક બાજુ ઊભી જ રહી હતી.®

ક્રમશઃવધુ આવતા પ્રકરણ : 64 માં હોસ્પિટલ રૂમ આખામાં ગુમસુમ મૃત્યુનો ઓછાયો છવાઈ રહ્યો.©

-આરતી સોની©