THE GUJJU AND GUNS - 2 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 2 (બે પંખી ઘાયલ)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 2 (બે પંખી ઘાયલ)

જ્યારે બીજા માણસો ટોમીના રૂમનો દરવાજો તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે જ બાબા બારીમાંથી કૂદીને પેલી નીચે ઉભેલી કારમાં બેસી નીકળી ગયો.

પેલી બાજુ ટોમીની વાઇફ પોતાની કાર લઇને પેલેસ આવતી હતી ત્યારે બે કાર તેની કારનો પીછો કરવા લાગી.

પાછળ રહેલી બે કાર વારંવાર જેનેલિયાની કાર ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

આ જોતા જ જેનેલિયા એ ચાલુ કારે બાજુમાંથી ડિક્કી ખોલી તેની પિસ્તોલ કાઢી.

જેનેલિયાનો પરસેવા છૂટવા લાગ્યો. ગભરામણ વધવાની સાથે તેણે કારની ગતિ એકાએક વધારી દીધી.

થોડી વાર પછી જ્યારે અચાનક તેની નજર સાઇડ કાંચ પર પડી ત્યારે પેલી બંને કાર ગાયબ થઈ ગઈ હતી જાણે તેમણે કોઈ બીજો વળાંક લઈ લીધો હોય.

જેનેલિયાને હાશકારો થયો અને તેના મોંઢે એક ખુશી ની હસી દેખાઈ. તેણે પિસ્તોલ પાછી ડિક્કીમાં મુકી અને ઉપર જોઈને જમણી બાજુના સાઇડ કાંચમાં જોઈને જેવો જ જમણી બાજુ વળાંક લીધો....કે

ડાબી બાજુ થી મોટા ખટારાએ જોરથી હોર્ન વગાડતા જેનેલિયા ની કારને ગમખ્વાર અકસ્માત રીતે ટક્કર મારી. જેનેલિયાની કાર બે ગુલાટી ખાઈ ઊંઘી પડી ગઈ જ્યારે ખટારાનો ડ્રાઇવર ઉતરીને તરત ભાગી નીકળ્યો.

*********************

આ બાજુ ટોમી એવી રીતે જેનેલિયા સાથેની પળો યાદ કરતો હતો જાણે તે આજે છેલ્લો શ્વાસ લેવાનો હોય.

પેલી બાજુ જેનેલિયાનો ગમખ્વાર અકસ્માત છતાં તેનો શ્વાસ ચાલુ હતો એ પણ એક હળવી હસી સાથે ટોમી સાથેની પહેલી મુલાકાત યાદ કરી રહી હતી.

રાહુલ અને બાકી માણસોએ દરવાજો તોડ્યો અને અંદર ગયા.

'ઓહ...શીટ..! ટોમી...ટોમી...!' રાહુલે તે રૂમમાં પડેલા લોહીના છાંટા જોતા ટોમીને બૂમ પાડતા કહ્યું.

ટોમીએ પણ તે લોખંડવાળા કબાટનો દરવાજો ધીરે ધીરે હલાવતા ઈશારો કર્યો.

રાહુલે તે કબાટ ખોલ્યું અને ટોમીને બહાર નીકાળ્યો.

'બાબા...બાબા...!' રાહુલે ફરીથી બૂમ પાડતા બાબાને બોલાવતા કહ્યું પણ તેને શું ખબર બાબા જ ટોમી ને ઠોકીને ગયો.

'એ..આહ..! બાબા જ મારીને ગયો અહહ્વ...! ' ટોમી એ દર્દ ની સાથે સાથે બોલતાં કહ્યું.

'વૉટ?.. ગદ્દાર ' રાહુલે ટોમી ને ખોળામાં લઈને આશ્ચર્ય સાથે કીધું.

'સાંભળ... આહ..હવે તું આગળ લઈ જજે T.J કંપની ને અને બાબાને મારી મારો બદલો પૂરો કરજે... !' ટોમી એ ફરીથી અસહ્ય વેદના સાથે રાહુલ ને કીધું.

'હેય ડૉક્ટરને બોલાવ જલ્દી. નઈ... ટોમી આટલું વહેલું નહીં હજુ તો ખાસુ આગળ જવાનું બાકી છે ' રાહુલે ટોમીને એક આશા સાથે કહ્યું.

ડૉક્ટર ફટાફટ નીચે થી આવી ગયા કારણ કે ટોમી એ આખી એક ડોક્ટર ની ટીમ તેના ઘરમાં વસાવેલી હતી.

તરત જ બીજા 2 માણસોએ ટોમીને સ્ટ્રેચેર પર સુવડાવ્યો અને પેલેસમાં બનાવેલ ઓપરેશન રૂમમાં લઈ ગયા.

'જેનેલિયાને કહેજે કે તેનાથી હજુ પણ ઓછા મીઠાવાળી રોટલી બને છે પણ તે પણ ખાવાની મજા આવી અને કહેજે કે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું ...' ટોમી એ સ્ટ્રેચર પર જતા જતા રાહુલનો હાથ પકડતા કહ્યું.

પેલી બાજુ પણ પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ટ્રાફિક પણ ખાસો લાંબો એવો જામ થઈ ગયો હતો.

'અરે આ તો... ટોમી સાહેબ ની વાઇફ છે ' પી.આઈ રાજને તરત જ સ્ટ્રેચેર પર સુવડાવી એમ્બ્યુલન્સમાં
લઈ જતા જેનેલિયાના ઘાયલ મોઢાં તરફ જોતા કહ્યું.

જેનેલિયાને તરત જ R.R હોસ્પિટલમાં દાખલ કરી.

T.J પેલેસમાં એક રૂમમાં ટોમી નું ઓપરેશન શરૂ થઈ ગયું હતું.

ટોમી અંદર ઓપરેશન રૂમમાં હતો જ્યારે રાહુલ બહાર રાહ જોઈને આંટાફેરા મારી રહ્યો હતો ત્યાંજ લેન લાઈન ઉપર રીંગ વાગી.

' શું? અત્યારે તો જેનેલિયા હોશમાં છેને? ' પી.આઈ રાજન ની વાત સાંભળતા રાહુલે સવાલ કરતા કહ્યું.

રાજન સાહેબ : હાલ તો હું કશુજ કહી ના શકું પરંતુ તેમને R.R હોસ્પિટલ તરત જ લઈ ગયા છે એટલે એમના બચી જવાના ચાન્સ વધારે છે.

આ સાંભળતા રાહુલ ને એકાએક હાશકારો તો થયો પરંતુ તેને ટેન્શન પણ વધારે થવા લાગ્યું કે ટોમીને કેવી રીતે આ ઘટનાની જાણ કરશે કારણ કે જેનેલિયા માટે તે આખા શહેર ને સળગાવી શકે છે.

********************

બીજા દિવસે સવારે 6 વાગ્યાની આસપાસ

હોસ્પિટલ થી ફરી ફોન આવ્યો કે જેનેલિયાને હોશ આવી ગયો છે.

રાહુલ વિચારમાં પડ્યો કે કેવી રીતે ટોમી ને આ વાત ની જાણ કરે?

ટોમીને સવારે 5:30 વાગે હોશ આવી ગયો હતો.

રાહુલ દરવાજો ખોલી ટોમી પાસે જઈને ઉભો રહ્યો.

' જેનેલિયાને ખબર નથી કે હું અહીંયાં છું?' ટોમી એ ધીમા અવાજે રાહુલ ને પૂછ્યું.

'અઅઅઅ.... ટોમી કાલે રાતે જેનેલિયા નો..' રાહુલે ગભરાતા ગભરાતા ટોમી ને ગઈકાલની ઘટના ની જાણ કરતા કહ્યું.

( ક્રમશ : )

- Urvil Gor
પ્રતિભાવ જરૂર આપશો.


Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

jayshree

jayshree 2 years ago

Amritlal Patel

Amritlal Patel 2 years ago

Vijay

Vijay 2 years ago

Keval

Keval 2 years ago