THE GUJJU AND GUNS - 1 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - ૧ (ગદ્દાર)

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - ૧ (ગદ્દાર)

આ નવલકથાના અમુક દ્રશ્ય, પાત્રો અને ઘટના સત્ય પર આધારિત છે. ગોપનીયતા રાખવા માટે નામ અને જગ્યા બદલી નાખવામાં આવી છે.જેની નોંધ લેવી.

નોંધ :- આ નવલકથા કોઈ પણ જાતની હિંસા કે જાતીય હિંસા ને પ્રોત્સાહન આપતી નથી.

15જૂન,1995
T.J પેલેસ, અહમદાબાદ

રાત ના લગભગ 9:40 થતા હશે.

"એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું.

રમણ કાકા :- ટોમી 30% રકમ વેચાણમાંથી થોડી વધારે છે. હું તમારી પાસેથી જ લઈ જાઉં છું. કંઇક તો ઓછું કરો.

'તો દેશી પોટલીઓ આપો તમારા ગ્રાહકો ને. અહમદાબાદ સિવાય T.J BLACK ની બોટલો આજુબાજુના બીજા 4 શહેરમાં જાય છે. કંઇક તો હશે ને મારી બોટલોમાં?'ટોમીએ રમણ કાકા ને ચોખ્ખા શબ્દમાં કહી દીધું.

' પણ જો પોલીસ પકડશે તો મારા હાથમાં તો કશું જ નઈ આવે ' રમણ કાકા એ પોતાના ઢીલા મોંઢે થી હલકા અવાજે ટોમી ને કહ્યું.

' એની ચિંતા ના કરો ફોન કરાવજો .... ' ટોમીએ પોતાના આગવા અંદાજમાં કીધું.

"ઠીક છે ..!"
રમણ કાકા જે અહમદાબાદમાં છૂટક રીતે શરાબ નું વેચાણ કરતા હતા. તે છેવટે હા.. કહી T.J BLACK ના શરાબ ના ખોખા લઈને જતા રહ્યા.

******************************************

બીજી બાજુ ટોમી ની વાઇફ જેનેલિયા જે તેની 2 ફ્રેન્ડ સાથે ગોલ્ડન ફૂડ નામની એક રોયલ હોટલમાંથી ડિનર કરી ને નીકળી.

' બાય...લીના ... બાય અદિતિ... ' જેનેલિયા તેની બંને ફ્રેન્ડ ને બાય કહીને પોતાની બ્લેક કલર ની BMW 7 માં બેઠી.

જેનેલિયા એ કાર ચાલુ કરી અને ડાબી બાજુ ની ડિક્કી ખોલીને અંદર પિસ્તોલ છે કે નહીં તે જોયું.

' હું ભૂલી જાઉં પણ ટોમી યાદ કરીને પિસ્તોલ મુકી દે છે ' જેનેલિયા એ એક શરમાળ હસી સાથે પોતાની જાતને ને કીધું અને ડીક્કી બંધ કરી કાર પહેલી ગિયરમાં નાંખી ઉપાડી.

જેનેલિયા તેની કાર લઇ T.J પેલેસ જવા નીકળી.
T.J પેલેસ એટલે તેનું અને ટોમી નું સ્વર્ગ તેમનું મોટું હવેલી જેવું પેલેસ.

કાર ઘોર અંધકારમાં પર પૂરઝડપે જઈ રહી હતી. આજુબાજુ થોડીક જંગલ જેવી જગ્યા હતી.

જેનેલિયા વારંવાર સાઇડ કાંચમાં જોઈ રહી હતી જાણે તેની કાર નો કોઈ પીછો કરતું હોય.

******************************************

ત્યાં T.J પેલેસમાં ટોમી તેના રૂમમાં ચા પીતો પીતો એક નવલકથા વાંચતો હતો.

ત્યાંજ કોઈએ તેના રૂમ નો દરવાજો ખખડાવ્યો.ટોમી એ તરત જ બાજુમાં બનાવેલ ટેબલના ડ્રોવરમાંથી એક પિસ્તોલ હાથમાં લઈ દરવાજા પાસે પહોંચ્યો અને પીપહોલ એટલે દરવાજા પર જે ગોળ છિદ્ર... દરવાજાની પેલી બાજુ કોણ ઉભુ છે તે જોવા માટે લગાવેલું ... તેમાંથી ટોમીએ જોયું અને તરત જ પિસ્તોલ પાછળ પેન્ટમાં ખોસી દરવાજો ખોલ્યો.

'આવ...આવ... બાબા ! ' ટોમી દરવાજો ખોલી પીઠ દેખાડી રૂમમાં પાછો વળી બાબા ને અંદર બોલાવતા કહ્યું.

બાબા બંને હાથ પાછળ કરી અંદર આવ્યો અને દરવાજો બંધ કરી ટોમી ના રૂમ ની બારી આગળની જગ્યાએ ટેકો દઈને ઉભો રહ્યો.

' ચા પીશ? ' ટોમી એ પોતાનો ચાનો કપ હાથમાં લઈ ફરીથી નવલકથા હાથમાં લઈ બાબા ને પૂછતા કહ્યું.

' આપણે કેટલા સમય થી આમજ ભાગતા ભાગતા જીવી રહ્યા છીએ ટોમી ? ' બાબા એ પાછળ હાથમાં પકડેલી પિસ્તોલ હાથ છૂટા કરી આગળ લાવતા કહ્યું.

' હા...હા...હા... બાબા એટલે તો તને કાર આપી કે તું ભાગતા ભાગતા કામ ના કરે ' ટોમી જે નવલકથામાં મશગુલ હતો તેણે રમૂજી રીતે જવાબ આપતા કહ્યું.

'આઈ એમ નોટ જોકિંગ!' બાબાએ ટોમી ને ગંભીર અવાજે કહેતા કહ્યું.

'દસ...દસ... વર્ષ થી આપણે આમ ભાગતા ભાગતા જીવી રહ્યા છીએ ' ટોમી એ ઊભા થઈને નવલકથા તેના રૂમના દરવાજા ની બાજુમાં બુક મૂકવાના કબાટમાં મુકતા મુકતા કહ્યું.

'આપણે નહિ ખાલી હું!'

બાબા ના આ જવાબ થી ટોમી એ બુક મુકી તેના તરફ ફર્યો.

ટોમી જેવો ફર્યો ત્યાં બાબા ટોમીથી લગભગ 10-11 ફૂટ દૂર હાથમાં તેની પિસ્તોલ લઈ સીધો ઊભો હતો જાણે તેને કાળ ચઢ્યો હોય.

બાબા ના આવા જવાબો થી ટોમી ને શંકા તો ગઈ હતી પરંતુ બાબા ના હાથમાં અામ પિસ્તોલ જોવાથી તેની શંકા હકીકતમાં ફેરવાઈ કારણ કે બાબા ક્યારેય કામ વગર હાથમાં પિસ્તોલ રાખતો ન હતો.

ટોમી ખાલી હાથે તેની ભૂરી આંખે બાબા ને જોઈ રહ્યો હતો તો પણ હાથમાં પિસ્તોલ હોવા છતાં બાબા ના હાથ કાંપી રહ્યા હતા કારણ કે ટોમી નું વ્યક્તિત્વ જ એવું ભારેભરખમ હતું કે તેને જોઈને ભલભલાના પરસેવા છૂટી જાય.

એટલામાં કોઈએ નીચે થી બૂમ પાડી "ચલાય...વાર ના કરે માર ગોળી..."!

બંને એ આ અવાજ સંભાળ્યો.

ટોમી હજુ પાછળ ખોસેલી પિસ્તોલ કાઢે એ પહેલાં બાબા એ કાંપતા હાથે એક ગોળી મારી.

ગોળી સીધી ટોમી ના હાથ ને અડીને જતી રહી ત્યાંજ ટોમી નો હાથ ઘાયલ થયો.

ટોમી તરત જ બુક ના કબાટ ની બાજુમાં બનાવેલા એક લોખંડ ના કબાટ તરફ પીઠ બતાવીને ફર્યો અને તેનો દરવાજો ખોલતા ખોલતા બાબા એ બીજી 3 ગોળી તેના પીઠ પર મારી દીધી.

3 ગોળી વાગતાં વાગતાં પણ ટોમીએ ઝડપથી તે લોખંડના કબાટ નો દરવાજો ખોલી અંદર ઘૂસીને દરવાજો વાખી દીધો.

બારી આગળ ઉભેલો બાબા તરત જ કબાટ જોડે ગયો અને તેને ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યો જ્યારે ના ખુલ્યો તો પિસ્તોલ ની બાકી વધેલી બધી ગોળી કબાટ ના દરવાજા પર મારી પણ એકપણ ગોળી છેદીને અંદર ના ગઈ.

આટલી બધી ગોળીઓ નો અવાજ સાંભળતા પેલેસ માં ભાગદોડ થઈ ગઈ.

બારી નીચે કોઈ અજાણી ગાડી ઉભી હતી. જેમાંથી કોઈએ બૂમ પાડી હતી.

તે અજાણી કાર જોતા જ બહાર થી કારમાં આવતો રાહુલે શંકા કરતા કાર ઊભી રાખી ત્યાંજ લોકોની બૂમાબૂમ સંભળાતા રાહુલે કાર સીધી પેલેસ ના અંદર ના દરવાજા આગળ ઊભી રાખી સીધો દૌડતો દૌડતો ટોમી ના રૂમ તરફ જવા લાગ્યો.

જ્યારે બીજા માણસો ટોમી ના રૂમનો દરવાજો તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે જ બાબા બારીમાંથી કૂદીને પેલી નીચે ઉભેલી કારમાં બેસી નીકળી ગયો.

પ્રતિભાવ જરૂરથી આપશો.🙏

( ક્રમશ: )

- Urvil Gor