Pure mind, holy speech, error books and stories free download online pdf in Gujarati

નિર્મળ મન, પવિત્ર વાણી, ભૂલ



મન, વાણી અને હાથ કરાવે સત્કાર્ય અને ભૂલો જીવનને સંવારે છેં

મન હૈયામાં હિંમત આપે, વાણીમાં વિશ્વાસ ભળે અને હાથમાં ઉત્સાહનો સંચાર થાય તો સમજવું કે સફળતા હાથ વેંત માં છે. જયાં હું મા થી અમે...અને અમે માંથી આપણે સૌ નો સુભગ સમન્વય થાય ત્યારે પારકા પણ આપણાં થઈ જાય છે. સાથોસાથ દુઃખનું નિર્મૂલન થાય છે અને સ્મિત સહ સુખનું આગમન થાય છે. સેવા, સમર્પણ અને સંતોષનું પ્રાગટ્ય થાય છે.
મિત્રો, રસ્તા ઉપર સ્પીડ લિમિટ હોય છે અને પરીક્ષા માં સમયની સીમા હોય છે પરંતુ વિચાર ની કોઈ સીમા હોતી નથી, વિચારોનું તુમુલ યુધ્ધ સતત દરેકની જીવનયાત્રા મા ચાલતું જ હોય છે. ફક્ત વિચારો શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોવા જોઈએ. પરિવારમાં સાથે રહેવું એટલે bપરિવાર નથી બની જતો, પરંતુ પરિવાર ત્યારે બને છે જ્યારે એકબીજા સમજવાની તેમજ એકબીજાની સંભાળ લેવાની સક્રિયતા તથા સમજણ કેળવાય.
સરિતાની જેમ સડસડાટ વહેતા આવડવું જોઈએ સાથોસાથ સમસ્યા રૂપી વળાંક આવે ત્યાં adjust થવું આવશ્યક છે. કારણકે જિંદગીનું ગણિત અટપટું છે, સુખનું સોગાંધનામુ હોય કે દુઃખનો દસ્તાવેજ હોય તેમાં જો ધ્યાનથી જોશો તો સહી તમારીજ હશે.
પરિવર્તન કે નવી શરૂઆત કરવામાં કદી ગભરાવું નહીં, કારણકે હવે શરૂઆત શૂન્યથી નહી અનુભવથી થશે. જિંદગી અઘરી નથી એટલીજ આસાન પણ નથી, પરંતુ સહનશક્તિ અને સમજશક્તિ કેળવી સરળ તથા સહજ બનાવવી પડે છે.
જો સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચાહતા હો તો કોઈ ને બદલવાની અપેક્ષા ન રાખશો પરંતુ સ્વયં ને બદલવાની હંમેશા તૈયારી રાખો. કાંકરા થી બચવા જાજમ ના પથરાય પણ યોગ્ય જૂતાં પહેરાય.
ખુલી ને જીવો તે દિવસ જીવ્યા બરાબર છે બાકીના દિવસો કેલેન્ડર મા દર્શાવેલા દિવસો છે, એવું પ્રબુદ્ધ ઓશો કહે છે.

મિત્રો, સત્સંગ અને સારી સંગતથી વિવેક, વિવેકથી સદવિચાર, સદવિચાર થી એકાગ્રતા આવે, એકાગ્રતાથી આત્મચિંતન અને આત્મચિંતન થી આત્મ પરિચય કે આત્મ દર્શન થાય છે. સૂરજ ની રોશની અંધકારને મિટાવે છે તેમ આશાનું કિરણ ઉજ્જવળ ભવિષ્ય નો નિર્દેશ કરે છે.
સફરનો આનંદ લેવો હોયતો સમાન ઓછો રાખવો પડે તેમ જીવન આનંદ લેવો હોયતો અરમાન ઓછા કરવા પડે. બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ ભ્રમ છે, પરંતુ મન પ્રસન્ન રાખો તો બધા દુઃખ દૂર થશે એ હકીકત છે. મુશ્કેલી વગર ના જીવન કરતા દરેક મુશ્કેલી ને પહોંચી વળવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરો.
આપ સૌને નિર્મળ મન, પવિત્ર વાણી અને હોંશ ભર્યા હાથનો સાથ સદૈવ અવિરત મળ્યા કરે.

ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના’ એવી પ્રાર્થના આપણે ઈશ્વર પાસે જરૂર કરતાં રહીએ છીએ, પણ કોઈનીય ભૂલ થઈ જવી એ સ્વાભાવિક વાત છે , માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવતનો ખ્યાલ હશે. તરૂણાઈ, તારી પાસે ચંચળતા, દેખાદેખી, કોઈ પર ઝટવિશ્વાસ મૂકી દેનારું હૈયું છે. એ સમયે નાની-મોટી ભૂલો થઈ જવી સ્વાભાવિક છે. પછી તે અભ્યાસ, ઈતર પ્રવૃત્તિ કે
ખુદ તારા જીવનને અંગત રીતે સ્પર્શી જતી ભૂલો
હોય એટલું જ જરૂર યાદ રાખજો કે તમારી નાની-
મોટી ભૂલો તમારા સ્વજનો-સંબંધીઓને જરૂર અસર
કરતી હોય છે. માટે ભૂલો પ્રત્યે સજાગ રહો તેમ છતાં
ભૂલો થઈ ગઈ છે એ જાણ્યા પછી તેનું પુનરાવર્તન
છે કોઈ હિસાબે ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. ભૂલ
નાની હોય કે મોટી તે અંગે માતા-પિતાને જરૂર
જણાવો તેમનો વિસ્વાસ મેળવો. ગભરાટમાં ભૂલો
છુપાવી એતો બીજી મોટી ભૂલ કરી કહેવાય. છુપાવેલી
ભૂલો પાછળથી અનેક ગંભીર સમસ્યા તમારા માટે
ઉભી કરે છે. તેમ ભૂલો જ તમારૂ વળતર પણ કરે છે.
સંવારે છે, મઠારે છે તમારા જીવનને, એ થકી તમે
ઘણું ઘણું શીખો છો. જાણો છો. યોગ્ય શું ? અયોગ્ય
શું? એનું દિશા-જ્ઞાન ભુલો થયા પછી મળે છે.


તરુણાઈએ સમય જતાં પુખ્ત થવાનું છે.
ભૂલો સામે નાસીપાસ થઈ હારી જવાની જરૂર નથી.
ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે શું? જીવન ખલાસ..
ધી એન્ડ... એ પ્રકારની માનસિકતા તરુણાઈએ
કેળવવી જોઈએ નહી. મોટા મોટા જ્ઞાની, મહારથીથી
માંડીને તમારા સ્વજનો, મિત્રો, શિક્ષકો કે કોઈ કદી
એમ નહીં કહી શકે કે અમે ભૂલો કર્યા વગર જીવના
પસાર કરી દીધું છે. કારણ ભૂલ માણસની માણસ
હોવાની ઓળખાણ છે. જયાં વિચાર, આચાર
જીવનની ગતિ છે ત્યાં ભૂલો થતી રહેવાની.
પણ એને અર્થ એ નથી કે ભૂલો પ્રત્યે
બેદરકાર રહેવું ક્યારેક ભૂલો એવી હોય છે જે તમારુ
જીવન નર્કાગાર બનાવી શકે છે. ડ્રગ, ચોરી, વ્યસન
જેવી ભૂલો તમારા જીવનને મઠાર્યા વગર માત્ર
પારાવાર નુકશાન આપી શકે છે.
ભૂલો.... સામાન્ય ભૂલો તમારી રીતભાત, ટેવ, સ્વસ્થતા વૈચારિક શક્તિ, અભ્યાસ, કલા માટે નવું જોમ પુરુ પાડે છે. ભૂલો થી નવું શીખો, જાણો આચરણ કરો, પણ એવી ઘાતક ભૂલો પ્રત્યે જાગૃત રહો, જયાંથી પાછા વળવાના તમામ રસ્તા તમારા માટે બંધ જ થઈ જતા હોય...

માટે જ જરૂરી છેં જીવન માં નિર્મલ મન, પવિત્ર વાની અને ભૂલો જીવનને સંવારે છેં
આશિષ શાહ
9825219458