Ascent Descent - 2 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 2

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 2

પ્રકરણ – ૨

એ યુવાને આધ્યાનો હાથ પકડીને કહ્યું, " ચિંતા ન કરો તમે આરામ કરો. તમારું શરીર તાવથી ધગધગી રહ્યું છે. શરીર આખું ધ્રુજી રહ્યું છે. આ દવા આપું એ લઈ લો. બધું સારું થઈ જશે."

એ યુવાને જ ઉભાં થઈને એક ગ્લાસમાં પાણી લઈને આધ્યાને દવા આપીને પાણી પીવડાવી દીધું. પછી કહ્યું," કે તમે સૂઈ જાવ. આરામ કરો હું બેઠો જ છું."

એક સમય માટે આધ્યાને થયું કે આ દવા શેની હશે? તાવની જ હશે કે પછી બીજી કંઈ? પછી બીજી જ પળે આધ્યાને વિચાર આવ્યો કે હું આટલી મારી જાતને અશક્ત અનુભવી રહી છું. એ વ્યક્તિ કંઈ પણ કર્યાં વિના મારી સામે શાંતિથી બેઠો છે‌. કદાચ દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકીને પીવે એવી મારી સ્થિતિ થઈ ગઈ છે‌. આધ્યાનું મગજ બહું વિચારી શકવાની સ્થિતિમાં ન હોવાથી વારેવારે બહું મથામણ કરવાં છતાં એની આંખો મીંચાઈ જવા લાગી છે.

આધ્યાની આંખો પરનો ભાર તો હજું ઉતર્યો નથી પણ એ પરાણે આંખો ખોલતાં બોલી," પણ તમે કોણ છો? હું અહીં કેવી રીતે આવી? "...અનેક સવાલોનાં ઉતર આપ્યાં વિના જ એ વ્યક્તિએ ફક્ત કહ્યું," હું મલ્હાર...તમે આરામ કરો. હું તમને બધું જણાવીશ. કોઈની ચિંતા ન કરો..." એ સાથે આધ્યાને એ વ્યક્તિની આંખોમાં એક નીખાલસતા અને આત્મીયતા દેખાઈ કે પછી આધ્યાનું શરીર એને સાથ ન આપી શક્યું કે તરત જ એ ફરી આંખોનાં પોપચાં ઢાળીને સૂઈ ગઈ...!

*********

એક ઓરડામાં શકીરા પોતાની મસ્ત અદામાં બેસીને બારીમાં

ઉભી ઉભી સિગારેટનો કશ મારી રહી છે. એની એ લાલ રંગની નાઈટીમાંથી એ નેણોનાં નાચ નચાવતી જાણે બહારનાં એ રમણીય અને અદભૂત વાતાવરણને પણ લલચાવી રહી છે.

ત્યાં જ બારીમાં જોતાં બબડાટ કરતી બોલી, " બસ, અબ યે કામ હો જાયે...તો ફિર તો મેરા સબ સેટલ હોય હો જાયેગા. પર યે આધ્યા ઈસ લડકી મેં કુછ તો ખાસ હૈ....બાકી ઈસસે ખૂબસૂરત લડકિયા તો મેરે પાસ હે ફિર ફી પતા નહીં જ્યાદાતર સારે મર્દ ઈસકી ડિમાન્ડ ક્યું કરતે હે? સાલા પતા નહીં ચલતા મેં ખુશ હોઉં કી ના...સાલી વો હી એક હે જો મુજે જલન કરને પે મજબૂર કર દેતી હૈ. ચલો જો ભી હો મેરા ધંધા તો તગડા હો રહા હે ના..." કરતાં જ ખડખડાટ હસવા લાગી.

એટલામાં જ એને રૂમમાં કોઈનો પ્રવેશવાનો અવાજ આવતાં એણે પાછળ જોયાં વિના જ કહ્યું, " આ જાઓ અંદર. ક્યા ખબર હૈ?"

અકીલા : " મેમ થોડી ચિંતા હો રહી થી તો આપકે પાસ આઈ "

શકીરા : " કિસ ચીજ કી ચિંતા? યહાં તો સિર્ફ લોગ ખુશ હોને કે લિયે આતે હે‌..એકબાર જો આતા હેં બાર બાર આને કે લિયે મજબૂર હો જાતા હે."

અકીલા : "વો તો બહાર કે લોગ ના? પર અંદર કે લોગો કા ક્યા? આધ્યા દીદી કી ચિંતા હો રહી હેં."

" અરે ક્યા હુઆ અબ ઉસે?"

અકીલા : " આજ ઉનકી તબિયત ઠીક નહીં લગ રહી હે સુબહ સે. આજ જો નયા આદમી ઉસકે સાથ અંદર ગયા હે ઉસને બોલા કી જો પૈસા લગેગા પુરી રાત કા વો દે દેગા."

શકીરા સિગારેટને બારીની બહાર ઉડાડતા બોલી," હા તો અચ્છા હૈ ના? હમકો તો પૈસા મિલેગા ના."

" પર ઉનકી તબિયત ઠીક નહીં હે ઓર પૂરી રાત...? પતા હેં ના થોડી દેર પહેલે ક્યા હુઆ થા."

શકીરા થોડી ગુસ્સામાં બોલી, " પતા હેં ના ધંધે કા હુસુલ હોતા હે વો સબ ઈમોશનલ વાલી બાતે ભૂલ જાના પડતા હૈ પૈસે કમાને કે લિયે."

અકીલાને મનમાં થયું કે આ એક પથ્થર જેવી સ્ત્રીને કહેવાનો કોઈ મતલબ જ નથી. એ નિરાશ બનીને મોં મચકોડતી રૂમની બહાર નીકળી ગઈ...!

**********

લગભગ થોડાં સમય પછી આધ્યાની આંખો ખૂલી. એને જરાક પહેલાં કરતાં સારું લાગી રહ્યું છે‌. થોડો શરીરનો દુખાવો પણ ઓછો થયો હોય એવું લાગ્યું. એણે જોયું તો મલ્હાર કે જેણે એને દવા આપીને સૂવાનું કહ્યું હતું એ એની સામે જ બેઠાં બેઠાં સૂઈ ગયો છે.

આધ્યા મલ્હારને જોવા લાગી કે આખરે એનું આટલું ધ્યાન રાખનાર આ યુવાન છે કોણ?

એનું ધ્યાન ગયું કે એને બ્લેન્કેટ ઓઢાડાયેલો છે. પછી એણે પોતાનાં પરનું બ્લેન્કેટનુ આવરણ દૂર કરીને પોતાનાં કપડાં સરખાં કર્યાં. પછી ધીમેથી ઉભી થવા ગઈ પણ અનાયાસે જ ત્યાં સાઈડમાં રહેલો એક નાનકડો પોટ પડી જતાં મલ્હાર ઝબકીને ઉઠી ગયો.

મલ્હાર સહેજ દીવાલને ટેકે સૂતાં એનાં થોડાં વિખરાયેલા વાળમાં એ વધારે હેન્ડસમ લાગી રહ્યો છે. આધ્યા મલ્હારને જોઈ જ રહી.

મલ્હાર : " કેવું છે તમને હવે? તમારાં ચહેરા પરથી લાગે છે કે હવે તમે કદાચ હળવાશ અનુભવી રહ્યાં છો."

આધ્યા : " હમમમ..." બોલીને અટકી ગઈ. આટલાં વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે એ આજે કોઈ તરફ આકર્ષાઈ છે બાકી તો આવનાર એ લોકો જ આધ્યાની નજીક આવવાં તલપાપડ હોય અને એ પોતે કોઈ પુતળાની માફક દોરવાઈ રહી હોય."

મલ્હાર શાંતિથી બોલ્યો, "લાગે છે દેહને કદાચ થોડો આરામ મળ્યો છે પણ મનને નહીં..."

આધ્યા : " એ તો કદાચ મારાં જીવનમાં શક્ય જ નથી."

મલ્હાર : " કેમ?"

"તમે કદાચ અહીં પહેલીવાર આવ્યાં છો પણ મારાં માટે તો આ રોજનું છે."

મલ્હાર : " હમમમ. આજે તમે આરામ કરો. હજું તો રાતનાં દોઢ વાગ્યો છે. સવાર સુધી આરામ કરો. છતાં પણ સારું ન લાગે તો કંઈ વિચારીએ."

આધ્યા વિચારવા લાગી કે આ બધું શું બની રહ્યું છે. બે કલાકથી વધારે કોઈ પુરુષ મારી સાથે રહેશે. અને એ પણ આખી રાત? એ બોલી, " તમે પરમિશન લીધી છે?"

મલ્હાર હસીને બોલ્યો, " ચિંતા ન કરો જરાં પણ. હું છું ને?"

આધ્યા : " મને પહેલાં મારાં સવાલોનાં જવાબ આપો. પછી જ કદાચ હું સૂઈ શકીશ."

"એ જ ને કે હું અહીં કેવી રીતે આવી તો સાંભળો.

જે સમયે તમે સામે રૂમમાંથી બહાર આવ્યાં કે મેં તમને જોયાં. કદાચ તમારું ધ્યાન પણ મારી તરફ ગયું હશે. એ સમયે આ રૂમ તરફ આવતાં ચક્કર કે કોઈ કારણસર ફસડાઈને જમીન પર પડ્યાં. એ સાથે હું દોડીને તમારી નજીક આવ્યો. સામે ઉભેલી એ વ્યક્તિ કોણ હતી એ તો નથી ખબર પણ એ રેડ નાઈટીવાળી એ સ્ત્રી બોલી હતી કે ઈસકો ક્યા હુઆ? લાસ્ટ મોમેન્ટ ને લગતાં હૈ સબ બિગાડ દેગી. નયા કસ્ટમર હે ઓર..? સાલી કી આજ ખેર નહીં. સંભાલના પડેગા."

એનો ધીમો ધીમો બબડાટ મને સંભળાયો. પછી એક છોકરી આવી એને કહ્યું,"ઈસકો જરા ઠીક કર ઓર ઈસ આદમી સોના કે પાસ ભેજ દે. જાના નહીં ચાહીયે." મારાં બહું જ તીક્ષ્ણ કાનમાં કોઈનો ધીમો અવાજ પણ કાને અથડાતા વિના ન રહે.

હું એ છોકરી પાસે ગયો. મને કંઈ અજૂગતુ લાગ્યું કે આ છોકરીની આ સ્થિતિ છે અને આની કોઈને પડી નથી. એટલે પછી હું તમારી પાસે બેઠો મેં તમારા કપાળ પર હાથ અનાયાસે મૂકીને જોયું તો તમારું શરીર ધખધખી રહ્યું હતું. મેં એ છોકરીને કહ્યું, " મુજે તો ઈસકે સાથ હી જાના હૈ."

એ છોકરી ચિંતીત સ્વરે બોલી, " પર સાબ આજ ઈસકી હાલત શાયદ આપકો..." એની જીભ થોથવાઈ.

મેં કહ્યું, " મેં ઉસકો સંભાલ લુગા. વો મેરે પર છોડ દો. કિસી ઓર કે પાસ નહીં જાના હૈ." પછી મેં તમને એ બેભાન જેવી અવસ્થામાં ઉંચકી લીધાં. અહીં લાવી દીધાં. એ છોકરી બહું તમારાં માટે ચિંતામાં હોય એવું લાગ્યું.

આધ્યા : " પણ તમે તો અહીં? "

બે કલાક પછી એ છોકરીએ દરવાજો ખખડાવ્યો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો કે જેથી તમારી ઉંઘ ખરાબ ન થાય. એણે મને જવાં માટે કહ્યું કે તમારો સમય પૂરો થયો છે. પણ મેં જે બહાર જોયું હતું એ પછી મને તમને આવી સ્થિતિમાં મૂકીને જવાની ઈચ્છા ન થઈ.

મેં કહ્યું, " અહીં વધારે રોકાવું હોય તો? મેં એની નજર તમારાં પર ન પડવા દીધી કે તમે સૂઈ ગયાં છો."

એ બોલી, " યહાં અભી તક તો એસા કોઈ સિસ્ટમ નહીં હૈ પર ફિર ભી એકબાર બાત કરકે બોલતી હું. હા બોલેગે તો સહી. ફિર ભી પૈસા જ્યાદા લેંગે."

મેં સહમતિ દર્શાવતા હા પાડી એટલે એ ફટાફટ ગઈ. થોડીવારમાં એ પાછી આવી અને પેમેન્ટની ચીટ લઈ આવી. મેં એને ત્યારે જ પેમેન્ટ કરી દીધું કે તરત જ એ ચાલી ગઈ....! ને હું એક વિચાર સાથે ફરી તમારી પાસે આવીને બેસી ગયો.

કોણ હશે આખરે મલ્હાર ? આધ્યા હવે શું કરશે? શકીરા હાઉસમાં આખરે શું ચાલી રહ્યું છે? મલ્હાર આખરે એમ જ આવ્યો હશે કે પછી કોઈ મકસદ સાથે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩