Ascent Descent - 7 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 7

પ્રકરણ - ૭

આખો દિવસ પસાર થઈ ગયો પણ શકીરા હાઉસમાં સતત ચાલું રહેતી કંઈ ને કંઈ ચહલપહલ અને વળી શકીરાની દરેક પ્રત્યેની બાજનજર વચ્ચે આધ્યાને અકીલા સાથે વાત કરવાનો કંઈ મોકો ન મળ્યો. આખરે સાંજે છ વાગ્યાનો સમય થયો. એ સમય કે જ્યારે શકીરા એક મોટા રૂમમાં સ્વતંત્ર બનાવેલા બાથમાં બાથ માટે જાય લગભગ એને અડધો પોણો કલાક આરામથી નીકળી જાય આ સમયે ત્યાંના દરેક લોકો થોડો આરામ, વાતચીત વગેરે માટે સમય નીકાળી દે. આ નિયમ હજું સુધી તૂટ્યો નથી. કોણ જાણે એ રૂમમાં શું છે કે હજું સુધી એકાદ બે વ્યક્તિઓ સિવાય કોઈએ જોયો પણ નથી. પણ એ છે કે એ ત્યાંથી નીકળે એટલે બહું સારાં મૂડમાં હોય. કોઈને એની સાથે કંઈ વાત કરવાની હોય કે કામ કઢાવવાનું હોય તો આ સમયનો લાભ લઈ લે. મોટે ભાગે બધાનું કામ થઈ જાય.

આધ્યાને કદાચ આજે અકીલાની વાત જાણવામાં વધારે રસ હોવાથી એ સામેથી જ ફટાફટ અકીલાને એનાં મેકઅપ રૂમમાં આવવાં ઈશારો કરીને ત્યાંથી પહોંચી ગઈ.

અકીલા અંદર આવતાં જ આધ્યાએ ધીમેથી રૂમનો દરવાજો આડો કરી દીધો. અકીલા થોડી રિલેક્સ થતાં બોલી," મેમ આપકો અભી કેસા હે? ઠીક તો હો ના? મુજે આપકી ચિંતા હો રહી થી. "

આધ્યા: " હા ઠીક હું. જલ્દી સે બોલ, તુજે ક્યા બાત કરની થી?"

અકીલા : " યે શકીરા પતા નહીં જાનવર હે કિ ક્યા આપ ગિર કે બેહોશ હો ગયે ફિર ભી ઉસકા પેટ કા પાની ભી નહીં હીલા. અચ્છા હુઆ કિ વો નયા લડકા આ ગયા. લેકિન વો સોના કે પાસ નહીં ગયા આપકે પાસ હી આયા મુજે કુછ સમજ નહીં આયા. ઉસને આપકે પાસ આને કે લિયે હી બોલા, મુજે કુછ સમજ નહીં આયા. મુજે ચિંતા હો રહી થી કી આપ ઈસ હાલત મેં...."

આધ્યા: " હમમમ..લેકિન ઉસને કિતને પેસે દિયે તુજે?"

"મેમ ઈસી લિયે તો મેને આપકો બુલાયા હે. મુજે લગા દો ઘંટે તો નહીં , પૂરી રાત આપકે સાથ રહા. ઈતના પેમેન્ટ કરને કે બાદ મુજે વો યે પેસે દે કે ગયા ઓર બોલા કી આપકો અગર ઠીક ના લગે તો ડૉક્ટર સે અચ્છી ટ્રીટમેન્ટ કરાના.યે પૈસે આપકે પાસ હી રખના. પર મુજે યે ચિંતા હો રહી હેં કી કોઈ એસા ક્યું કરેગા?" કહીને એણે પૂરા પાંચ હજાર આધ્યાના હાથમાં મૂક્યાં.

આધ્યા તો જોઈ જ રહી કે કોણ હોઈ શકે આવું વ્યક્તિ. આજ સુધી એનાં હાથમાં કદી કોઈએ પાંચ હજાર જેટલી રકમ મૂકી નથી. હા, એનાંથી તગડી કમાણી થતી પણ એને તો કંઈ ક્યારેય મળ્યું જ નથી.

આધ્યા મનમાં વિચારવા લાગી કે આવું કેમ બની રહ્યું છે. કોઈને મારાં વિશે કેમ ખબર પડે બાકી તો દરેક જણાં આવે ને જાય વળી અહીંના શકીરાએ બનાવેલા નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ રૂમમાં મોબાઇલ કે કેમેરા લઈને આવી શકતી નથી. વળી, અહીં કામ કરનાર કોઈનાં પર્સનલ નંબર તો છે નહીં પણ અહીંનો નંબર પણ આપવામાં આવતો નથી‌.

કદાચ બધાં વાત કરે છે એ મુજબ બીજાં સેન્ટરોમાં આવનાર દરેકની એન્ટ્રી કરાય છે કે એ કોણ વ્યક્તિ છે પણ અહીં કરવાની શકીરાની સખ્ત શબ્દોમાં મનાઈ છે. એટલે મલ્હાર વિશે કંઈ પણ જાણવું હાલ મુજબ તો અશક્ય છે... ફક્ત જે આવે એનું કલાક પહેલા નામ લખાવે તો પણ ઠીક નહીંતર એ નામ ઠામ સાચું છે કે નહીં એ પણ ક્યાં કોઈને હજું સુધી ખબર છે? વળી કેટલાંય લોકો અહીં આવતાં જતાં હોય છે કોઈને કંઈ પણ પૂછવામાં આવતું નથી દરેક જણ પોતાની ભૂખ સંતોષાય કે રૂપિયા આપીને ચાલ્યા જાય...પણ મલ્હાર?

અકીલા : " મેમ કહા ખો ગયે? સોરી મુજે આપકો યે રાત કી બાત નહીં પૂછની ચાહિયે પર વો લડકા કુછ ખાસ મકસદ સે આયા હો ઐસા લગતા થા. ઉસને આપકે સાથ કુછ જબરદસ્તી તો નહીં કી ના? આપકી એસી તબિયત થી ઓર....?"

એકવાર તો આધ્યાને થયું કે અકીલાને કહી દે કે મલ્હારે એની સાથે કંઈ જ કર્યું નથી પણ પછી અત્યારે કંઈ પણ ઉતાવળ કરવી યોગ્ય ન લાગતાં એ ચૂપ રહી.

આધ્યા: " અગર કરતા તો ભી ક્યા કર લેતે? ઉસકે લિયે તો હમ યહાં પે હે. પર એસા મત કહે. પર યે હે કી વો જો ભી હે શાયદ હમારે લિયે ફરિસ્તા બનકે આયા હો ઐસા લગતા હે."

અકીલા : " ધેટ્સ રાઈટ. લેકિન ઈસકા પતા અગર શકીરા કો ચલા તો...?"

આધ્યા કંઈ બોલી નહીં પણ એણે એમાંથી અડધાં પૈસા જે મલ્હારે આપ્યાં છે એ અકીલાને આપી દીધાં. ને આગળ કંઈ બોલવા જાય એ પહેલાં જ કોઈએ જોરજોરથી દરવાજો ખટખટાવ્યો.

બેય થોડાં ગભરાયા. આમ તો હજું શકીરાને આવવાનો સમય તો નથી થયો પણ અત્યારે કોણ હશે?

દરવાજો ખોલતાં જ જોયું તો સામે ધૂંઆપૂંઆ થઈને આવેલી શકીરા દેખાઈ. એનાં હજું ભીના છૂટા વાળમાંથી પાણી પણ પૂરું નીતરેલુ નથી એ પાણીનાં ટીપાં એનાં એ વનપીસ પરથી નીતરીને એનાં દેહને આરપાર બનાવી રહ્યું છે. એને આવી સ્થિતિમાં જોઈને બંને જણાં ડઘાઈ ગયાં કે આજે આપણી આવી બનશે પણ આજે સવારથી કેમ આ એની પાછળ પડી છે સમજાતું નથી.

આધ્યા વિચારવા લાગી કે આજે તો વધારે રૂપિયા મળ્યાં બાદ પણ એ કેમ આમ ગુસ્સામાં છે નક્કી કંઈ તો વાત છે જ.

શકીરા : " મુજે આજ લગી રહા હે કિ આપ દોનોં કે બીચ મેં કુછ ખીચડી પક રહી હે. અભી મેં ગઈ કી તુરન્ત આપ લોગ યે રૂમમાં આ ગયે‌. એસી ક્યા બાત થી કી એસે બંધ કરકે બાત કરની પડ રહી હે?"

આધ્યા થોડી ખચકાઈ પછી હિંમત કરીને બોલી, " માઈ, વો તો એસે હી. કુછ ખાસ નહીં. અભી તો મેરા તૈયાર હોને કા સમય હો જાયેગા ના? "

" તુ અપને આપકો કો ઓવરસ્માર્ટ મત સમજ. યહાં તું નહીં તેરે જેસી પૂરી પચ્ચાસ લડકિયા હે. સબ પર મેરી નજર રહેતી હે. તેરે પાસ ક્યા મર્દ સામને સે સોને કે લિયે તૈયાર હે ઈસ લિયે ઈતની આસમાન મેં ઉડ રહી હે? તેરી પંખ મેરે હાથ મેં અગર વો હી કાટ દી તો ફિર પતા હે ના...?" કહેતી એ રૂમનો દરવાજો પછાડતી બહાર નીકળી ગઈ.

આધ્યા અને અકીલાને સમજાયું નહીં કે શકીરા શું કહેવા ઈચ્છે છે કેમ આમ કહીને નીકળી ગઈ. અકીલા આધ્યાને કહેવા લાગી, " સોરી મેમ મેરી ગલતી કી વજહ સે આપ કો સુનના પડા. પર કુછ તો ચલ રહા હે શકીરા હાઉસમાં આજ સુબહ સે..હમે સંભાલકે રહેવા પડેગા." ને અકીલા આધ્યાને એક હિંમત આપીને નીકળી ગઈ.

આધ્યાને ફરીવાર ગઈ કાલની જેમ જ હવે અશક્તિ જેવો અનુભવ થવાની શરુઆત થઈ ગઈ. મલ્હારને કારણે એનામાં એક હિંમત આવેલી એ પણ શકીરાનાં શબ્દોના પ્રહારથી તૂટી ગઈ. એ ચિંતામાં આવી ગઈ કે કાલે તો મલ્હારે મને બચાવી લીધી પણ આજે? હવે હું કેવી રીતે કોઈની ઈચ્છા પૂર્ણ કરીશ? વિચારોમાં અટવાયેલી એ જમીન પર ફસડાઈ પડી...!

*************

આજે ફરી એ જ ગઈ કાલનાં કે એનાં રોજનાં સમય મુજબ આધ્યા પોતાની જાતને એ રીતે નિખારવા લાગી કે કોઈ પણ પુરુષ એનાં દેહનાં વમળમાં અટવાઈ જાય. પણ એનો તન કે મન ફરી આજે પણ એને સાથ નથી આપી રહ્યું. આમ તો એ મેકઅપ વિના પણ એટલી મોહક અને સેક્સી લાગે છે છતાં પણ પોતાના ધંધા વિના બસ સહેજ ટચ આપી જરૂરી છે એ કમને પણ કરી દીધો.

લગભગ તૈયાર થઈને ઉભી ઉભી પોતાની જાતને નીહાળતી એ એક નિસાસો નાખવા લાગી કે કાશ! હું પણ સામાન્ય લોકોની જેમ જીવતી હોત કે પછી ભગવાને આ દેહ આવો સુંદર આપ્યો જ ના હોત તો? ખબર નહીં કુદરત પણ શું ઈચ્છે છે એ સમજાતું નથી. એટલામાં જ એક છોકરી ઝડપથી આવીને બોલી, " દીદી આજે તૈયાર રહેજો. પાંચ અપોઈન્ટમેન્ટ છે તમારાં માટે‌. આજ કાલ બધે મંદી ચાલે છે ફક્ત તમારાં જ મારફાડ ગ્રાહકો હોય છે. શું જાદૂ કરો છો તમે? "

ન્યુસી એકમાત્ર અહીં રહેલી ગુજરાતી છોકરી એની વાતો સાંભળીને આધ્યાને પોતાનું કોઈ હોય એવું લાગતું. આજની પાંચ જણાંનો આંકડો સાંભળીને જ આધ્યા મનમાં હચમચી ગઈ કે આજે શું થશે? એ કંઈ બોલી જ ન શકી.

ન્યુસી ફરીથી હસતાં બોલી, " દીદી તમારો કંઈ તો જાદું છે બાકી બીજાં પાસે ગયેલાં તમારી પાસે આવે છે પણ તમારી પાસે આવેલા કદી બીજાં કોઈનાં પાસે ગયાં હોય એવું મને હજું સુધી યાદ નથી."

આધ્યા: " ન્યુસી એક વાત કહું? તને હવે આ બધું રોજનું એકની એક વસ્તુથી ઉબ નથી આવતી? આપણી તો કોઈ મરજી જેવું જ ન હોય. મને તો એવું થાય છે કે ક્યાંક ભાગી જાઉં કે પછી જીવનનો અંત જ લાવી દઉં...!

આધ્યાનાં મોંઢે પહેલીવાર આટલી નકારાત્મક વાત સાંભળીને ન્યુસીના પગ નીચેથી ધરતી ખસી ગઈ કે ક્યાંક આધ્યા...?

સાચે આધ્યા શકીરા હાઉસમાંથી બહાર નીકળવાની હિંમત કરશે કે પછી જીવનનો અંત લાવવાનું નક્કી કરશે? મલ્હારને ફરીવાર કદી મળી શકશે? કર્તવ્ય પોતાનાં મિશનમાં સફળ થશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૮