Vatoma tari yaad books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - ૧૨...

હવે આગળ...

નવી સવાર અને નવી શરુઆત કરવા જઇ રહેલા લવના મનમાં હજી આ તેની સાથે જે થયું તેના પર વિશ્વાસ નથી થઈ રહ્યો.
લવ આજે અરીસા સામે ઊભો રહીને પોતાને જોઈ શક્તો નહોતો.
લવને જોઈ રવિ કહે છે,
"ભાઈ જલ્દી તૈયાર થઈ જાવ,નીચે ચાલ આજે નવી કોલેજ જવામાં પણ મોડું થશે અને નીચે લોકો સમજશે તુ હજી દુખી છો અને બધાને ખોટા ટેન્શનમાં આવી જશે."
ત્યાં જીગર આવે છે.
જીગર:- અરે તમે બંને હજી તૈયાર નથી થયા,ચાલો જલ્દી કરો.મારે હજી બીજા ઘણા કામો છે.
રવિ:- ઓકે,અમે આવીએ છીએ પણ આ જાનકીના મજનુને કહો વર્તમાનમાં આવે.(રવિ હસતા હસતા કહે છે.)
જીગર:- લવ તુ હજી જાનકીને યાદ કરે છો,પણ તુ જેટલું બને તેને ભુલીશ તેમાં જ તારો ફાયદો છે.આથી વધારે હુ કંઈ નહીં કહી શકુ તને
લવ:- ના ભાઈ એવું કંઈ નથી.(લવ શાંતિથી કહી ત્યાંથી નીકળી જાય છે.)



જીગર લવ,રવિ અને સ્હેનાને લઈ સીકે-પીઠાવાલા કોલેજ લઈને જાય છે.
કોલેજની અંદર જઈ જીગર ડીનની ઓફિસ વિશે પુછે.
કેમકે કોલેજના ડીન જીગરના કોલેજના ફ્રેન્ડ વિશાલ હતા.તેને મળી એડમીશન લેવાનું હતુ.
ઓફિસમાં પહેલા એકલો જાય છે અને આ ત્રણેયને બહાર બેસવા કહે છે.
લવ હજી પોતાના વિચારોમાં ખોવાયેલો હતો અને રવિ અને સ્નેહા એકબીજામાં ખોવાયેલા હતા.
જીગર ઓફિસમાં જાય છે અને વાતચીત કરે છે.
જીગર:- તો હવે કંઈ રીતે એડમીશનની પ્રોસેસ કરવાની છે જલ્દી કહો.
વિશાલ:- કેમ ભાઈ બોવ જલ્દી છે,પહેલા શાંતિથી બેસ તો ખરા કેટલાય સમય પછી મળ્યા છીએ.
જીગર:- ભાઈ મારે તારી જેમ નથી,મારે હજી કંપનીએ પણ જવાનું છે અહીં કામ પતાવી.
વિશાલ:- ઓકે ભાઈ.(વિશાલ આટલું કહી પ્યુનને પહેલા ત્રણેયને બોલાવા મોકલે છે.)
ત્રણેય અંદર આવે છે અને વિશાલ લવને જોઈ આશ્ચર્ય થઈ જાય છે.
વિશાલ:- જીગર આ લવ તારે શું રીલેટીવ થાય છે.
વિશાલને આ રીતના હાવભાવ જીગર સમજી શકતો નથી.
જીગર:- મારા ફુઈનો છોકરો છે,કેમ શું થયું?
વિશાલ:- કાંઈ નહીં વર્ષેથી અમે કોલેજમાં કોમ્પીટીશન રાખીએ છીએ જેમાં સુરતની ઘણી બધી કોલેજના સ્ટુડન્ટ પાર્ટીસિપેટ કરે છે,અને તેમા કમ્પ્યુટર-કોડીગની પણ કોમ્પીટીશન રાખી છીએ જેમાં આજ સુધી બીજી કોલેજના સ્ટુડન્ટ જીતી નથી શક્યા પણ આ ભાઈએ અમારો રેકોર્ડ તોડી નાખ્યો હતો.મે આને આ કોલેજમાં સ્ટડી કરવા આવવા પણ કહ્યું હતુ ત્યારે ના પાડી હતી.કેમ લવ સાચું કહું છું ને.
લવ:- તમને હજી યાદ છે,તો હવે એડમીશન આપશો કેમકે હું હવે સામે ચાલીને માંગી રહ્યો છુ.
વિશાલ:- લવ હું ના પાડીશ તો પણ તને બીજી કોલેજમાં એડમીશન મળી જશે અને હું ના પાડીશ પણ નહી અને જીગર તારે મોડું થતું હતુને તો તુ નીકળ હું બધું કરી લઈશ.
જીગર:- ઓકે અને આ બંનેનું પણ કરવાનું છે.
વિશાલ:- ઓકે થઈ જશે.
જીગર ઓફિસ જવા નીકળી જાય છે.


વિશાલ:- તમે ત્રણેય આ ફોર્મ ભરી દયો અને આ લિસ્ટ આપું તે ડોક્યુમેન્ટ ફોર્મ સાથે એડમીશન ઓફીસમાં આપી દેજો અને ત્યાંની એક લેટર આપશે તેમાં તમારી જુની કોલેજના ડીનની સહી કરાવી મને આપી જજો,સોમવારથી કોલેજ જોઈન કરી લેજો.
લવ:- ઓકે,થેન્કસ સર.
વિશાલ:- ઓકે અને અહીં ઓન્લી સ્ટડીમાં જ ધ્યાન આપજે લવ અને તમે બંને પણ.
ત્રણેય ઓકે કહી નીકળી જાય છે.
ફોર્મ સબમીટ કરી લેટર લઈ જુની કોલેજ આવે છે.
લવને હજી ટેન્શન હતુ કે ડીન સહી કરશે કે નહી કેમકે લવ કોલેજમાં ટોપર હતો.
ડીનની ઓફિસ તરફ જતા જાનકી મળે છે.
જાનકી:- શું વાત છે મહાશય કોલેજ પણ આવ્યા છે?
રવિ કંઈક બોલવા જાય તે પહેલા બોલે છે.
લવ:- મારાથી આટલી પ્રોબ્લેમ હતી તો સામેથી એકવાર કહી દેત તો પણ તારાથી દુર જતો રહ્યો હોત પણ કાંઈ નહી આમપણ આજે છેલ્લીવાર જોઈલે આજ પછી ક્યારેય નહી મળું અને જીદંગીમાં એવો પણ સમય આવશે જ્યારે તારે મારી ખુબ જરૂર હશે પણ હુ તારી સાથે નહીં હોઉં.
જાનકી:- લવ તારી આ ફિલોસોફરની વાતો બીજાને કહેજે જે તારા પાલતુ છે.
રવિ:- જાનકી તુ હવે હદ પાર કરી રહી છે,શાંતિથી અહીં નીકળી જા નહી તો સારું નહી રહે તારી માટે.
જાનકી:- તુ શું મારું બગાડી લઈશ અને આમપણ તમારે મોઢા જોવા પણ નથી.
સ્નેહા:- તો નીકળને અને અમારી ઉપર ઘણો ઉપકાર કર્યો હવે આટલો ઉપકાર કરી દે તો સારું.
જાનકી મોઢું બગાડીને ચાલી જાય છે.
ત્રણેય ડીનની ઓફિસમાં જાય છે ત્યારે ડીન કહે છે,
"કંઈ કોલેજમાં એડમીશન લીધું?"
ડીનના આવા પ્રશ્નથી ત્રણેયને આશ્રર્ય થાય છે.
લવ:- તમને કેવી રીતે ખબર પડી સર?
ડીન:- લવ તારી સાથે શુ થયુ તે પણ ખબર છે પણ હુ કંઈપણ કરી શકું તેમ નથી કેમકે હુ ખાલી નામનો જ ડીન છુ અને આ કોલેજ કેમ ચલાવવી તેનો વહીવટ રોકીના પપ્પા જ કરે છે.
લવ:- કંઈ વાંધો નહીં સર અમે સીકે-પીઠાવાલા માં જવાનું નક્કી કર્યું છે.
ડીન:- ત્યાં એડમીશન પણ મળી ગયુ?શું વાત છે ત્યા આટલી જલ્દી એડમીશન પણ નથી આપતા.
લવ:- સર તમને યાદ છે આગલા વર્ષમવર્ષમાં ત્યાં કોમ્પીટીશન હતું.
ડીન:- હા બરોબર યાદ છે જેમાં તુ એક માં ફસ્ટ પણ આવ્યો હતો.
લવ:- હા પણ ત્યા કોમ્પીટીશન પછી ત્યારે ત્યાંના ડીને મને ત્યા સ્ટડી કરવાની ઓફર આપી હતી પણ મે ના પાડી હતી પણ અત્યારે મારી હાલતને જોઈ એડમીશન આપી દીધું અને તે ડીન મારા ભાઈના ફ્રેન્ડ પણ છે એટલે પ્રોબ્લેમ પણ નથી આવી અને આ લેટરમાં તમારી સહી જોઈએ છે અને સોમવારથી કોલેજ જોઈન કરવાની છે.
ડીન:- ઓકે લાવો લેટર અને હું ભગવાનને તમારા સારા ભવિષ્યની પ્રાર્થના કરું છે.
લવ:- થેન્કસ સર.
ડીન:- તમારે બંનેને પણ જવું છે.
રવિ:- હા સર સાથે રહેવી તો સારું રહેશે.
ડીન:- ઓકે.
ત્રણેય લેટરમાં સહી કરાવી જીગરને ફોન કરી એડમીશન થઈ ગયું જણાવી જીગરના ઘરે જાય છે.
ત્રણેયને ઘરમાં એન્ટ્રી કરે છે.
ત્યા લવના મામા અને ત્રણેયના પપ્પા બેઠા હતા.
લવના મામા લવને બોલાવે છે,
"લવ એડમીશનનુ શુ થયું?"
લવ:- થઈ ગયુ અને મામા સોમવારથી કોલેજ જવાનું છે.
લવનામામા:- સારું જાવ જલસા કરો અને લવ તુ હવે કંઈ કાંડ નઈ કરતો(લવના મામા લવની ખેંચતા કહે છે)
ત્યાં શ્રૈયા આવે છે.
શ્રૈયા:- શું પપ્પા તમે પણ? હવે જલ્દી જમવા ચાલો નહીંતર તમારી બધા સાથે કાંડ થઈ જશે.
લવના પપ્પા:- કેમ?
શ્રૈયા:- કેમકે રોહિત અને કાવ્યા જમવા બેસી ગયા છે અને તમને પણ ખબર છે કંઈ નહીં વધે પછી.
લવના પપ્પા:- હા ચાલો જલ્દી.
રોહિત અને કાવ્યાને જમતા જોઈ રવિ કહે છે,
"બીજા માટે વધવા દેજો બંને"
કાવ્યા:- ઓકે
ત્યારે રોહિત જોરથી બોલે છે,
"મમ્મી રવિભાઈને ભુખ નથી લાગી તો તેના ભાગનો કેરીનો રસ મને અને કાવ્યાને આપી દેજો."
લવ:- લે હજી કર મસ્તી.
રવિ:- એલાવ તમારી તો.
ત્યાં લવના મમ્મી આવે છે.
લવના મમ્મી:- રવિ તુ મસ્તી પણ કોની કરે છો? ચલો તમે બધા બેસી જાવ અમારે શું કામ જ કર્યા કરવાનું છે.
લવના મામા:- ઓકે બહેન તુ જેમ કહીશ તેમ જ કરીશુ, આમપણ તુ મારી એકની એક જ બહેન છો એટલે તારુ માનવુ પડશે જ.
આ બધુ સાંભળી કાવ્યા કહે છે,
" તો લવભાઈ મારું કેમ નથી માનતા હું પણ તેમની એકની એક જ બહેન છુ"
લવ:- મેડમ તમે શાંતિ રાખો તમે મારુ કહ્યું કરે છો તો તારુ વાતચીત માનું.
કાવ્યા:- લવભાઈ આમપણ મારે તમને કોઈ વાત માટે મનાવવા હોય તો મારી માટે એક ચપટી જેટલું આસન છે.
લવ:- હવે વાત હુ પણ જોવા.
લવના મમ્મી:- હવે તમે બંને બકબક બંધ કરો,લવ અને રવિ જમી લીધા પછી જીગર માટે ટીફીન લઈને જવાનું છે.
કૃતિ:- તમે ચિંતા નય કરો તેની કેમ તેને આજે હાફ-ડે છે અને હમણાં જ આવતા હશે.
સ્નેહા:- શુ વાત છે માસી બોવ વધારે ધ્યાન રાખતા લાગે છે,આટલું ધ્યાનતો હુ આ વાંદરાનું પણ નથી રાખતી.
લવ:- રવિ લાગે છે તારી વાત કરે છે એવુ મને લાગે છે.(લવ હસતાં હસતાં કહે છે.)
રવિ:- લવ તુ પણ આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરે છે.
ત્યા જીગર આવી જાય છે.
જીગર:- કેમ બધા રવિને હેરાન કરો છો? કોઈ બીજું નથી મળ્યું ન હોય તેમ લાગે છે.
કાવ્યા:- જીગરભાઈ આ કાગડાને હેરાન કરવાની બહુ મજા આવે છે.
રવિ:- તમે નક્કી કરી લ્યો હુ વાંદરો છુ કે કાગડો?
લવ:- સ્નેહા માટે વાંદરો અને અમારા માટે કાગડો.
આમજ મોજમસ્તી કરતા કરતા રવિવાર પણ પુરો થાય છે અને રોજના રૂટીન પ્રમાણે રવિ અને સ્નેહા સવાર સવારમાં લવના ઘરે આવે છે અને લવ હજી તૈયાર નથી થયો.
રવિ:- લવ હવે તો આજે તો વહેલો તૈયાર થઈ જાત.આજે તો નવી કોલેજમાં પહેલો દિવસ છે અને આજે પણ મોડું કરાવીશ.
લવ:- તે બધુ તો થીક છે પણ તુ નાસ્તો કરીને આવ્યો કે કર્યા વગર નો જ આવ્યો છે.
સ્નેહા:- કેમ નાસ્તાનુ પુછે?
લવ:- કેમ કે ભાઈ ઘરેથી ભુખ્યા જ નીકળી જાય અને અહી આવીને જ કરે એટલે.
સ્નેહા:- અચ્છા માસીના હાથનું વધારે ભાવતું લાગે છે.
રવિ:- કેમ તને કહી પ્રોબ્લેમ છે?
સ્નેહા:- ના પણ મારા ઘરે મારી મમ્મીએ નાસ્તાનુ પુછ્યું તો કરીને આવ્યો તેમાં કહ્યુ તે પ્રોબ્લેમ છે.
લવના મમ્મી આવે છે.
લવના મમ્મી:- સ્નેહા મને પણ ખબર નથી પણ બાળપણથી હું બંનેને ગમે તે કામ હોય તે સાથે જ કરતા જોતી આવી છું.
અને હવે જલ્દી કરો નહીતર કોલેજ જવામાં મોડું થશે.
લવ:- હા મમ્મી તુ જા જલ્દી નાસ્તો તૈયાર કરી અમે આવીએ છીએ.
લવના મમ્મી:- તૈયાર જ છે બોલાવા જ આવી છું.
લવ:- ઓકે.
લવના મમ્મી:- હવે તુ બધુ ભુલી નવેસરથી શરુ કરીશ તો મને વધારે ખુશી થશે.
લવ:- તમે બધા એકની એક વાત કહી મારી હાલત શા માટે બગાડો છો?
રવિ:- ભાઈ હવે કોઈ કાંઈ નહી કહે બસ.
ત્રણેય કોલેજ આવે અને ડીનને લેટર આપે છે અને ડીન લેકચર અને લેબના ટાઈમીંગ વિશે સમજાવી દે છે.
લવ હવે એક નવી શરુઆત કરવા જઈ રહ્યો હતો પણ તેની સાથે પણ આ કોલેજમાં એક ઘટના ઘટવાની છે તેનાથી અજાણ હતો.
ત્રણેય મસ્તી કરતા કરતા ક્લાસમાં એન્ટર થાય છે.
હજી પ્રોફેસર નહોતા આવ્યા એટલે ક્લાસ એક સરકસ જેવો લાગતો હતો.
ત્રણેયને આખો ક્લાસ વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો.
ત્યારે ત્રણ-ચાર છોકરા-છોકરીનું ગ્રુપ તેમની પાસે આવ્યું અને તેમની સાથે વાત કરવા લાગ્યું.
આ ગ્રુપની લીડર જે હજી આવી નહોતો,જે તુફાન લવની લાઈફ માં આવવાનું હતું તે.









ક્રમાંશ...