CANIS the dog - 24 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 24

CANIS the dog - 24

ટ્રેનરે તે ડૉગ ના માથા પર બહુ બધી વાર હાથ ફેરવ્યો અને જનમેદની થી થોડો શરમિંદો પણ થયો.પરંતુ કદાચ હવે બહુ મોડું થઈ ગયું છે એ dog એ ટ્રેનર ઉપર જ હુમલો કરી નાખ્યો અને તેને ડિસ્ક ઉપર જ પાડી દીધો.અને ભયંકર રીતે ઉછળકૂદ કરી ને તે જંજીરો ને ડીસ્ક માંથી ઉખાવાના પ્રયત્નો કરવા લાગ્યો.
જોકે આ જ હિંસા બાકીના તેરે તેર ડૉગસ માં પણ ફેલાઈ જ ગઈ હતી‌. અને તેમણેેેે પણ જંજીરોને ઉખાડવાનું ચાલુુ કરી જ દીધું હતું.
જેવી રીતે ડોગ્સ પોત પોતાના શિકાર નું ચયન કરી ચૂક્યા હતા તેવી જ રીતે ડોગ્સ ને એકબીજા ના શિકારની પણ જાણ હતી જ. એટલે એ સંભાવનાને પણ નકારી નાજ શકાય કે ડોગ્સ જેની પાછળ પડે તે વાસ્તવ મા બીજાના જ શિકાર હોય.અને તેને બીજા શ્ર્વાન માટે જ ધકેલવામાં આવતો હોય. અનેેે આખરે થાય છે એ જ કેેે જેનો ડોક્ટર બૉરીસ ક્લાર્ક નેે ભય હતો.
ડોગ્સ ભયંકર બનીને ભસી રહ્યા છે અને જોર જોરથી જંજીરો ને ખેંચી રહ્યા છે. અને આખરે ભયંકર બર્કિંગ સાથે ડોગસે જંજીરોને ઉખેડી નાખી અને જન મેદની તરફ ભયંકર બની ને દોડવાા લાગ્યા. એક ડોગ વીવીઆઈપી રૉ ને કુદી ગયો અને એક વૃદ્ધ મહિલા નો પગ બહુુુુુુ જ લહુ લોહાન રીતે પકડી લીધો અને છોડી પણ લીધો.
પરંતુ અફસોસ થોડી જ વારમાં બીજા ડૉગે આવીને તેેે વૃદ્ધાને રહેંસી નાખી હતી. આ સાથે જ આર્નોલ્ડ અને સીતા બંને ઉભા થઈ જાય છે અને સમગ્ર હોલમાં ભગ દડ મચવા લાગે છે.
Crackers illumination બંધ થાય છે અનેેેે અંતે માઇક પણ ઑફ થાય છે.

અને હવે સમગ્ર હોલમાંં એક માત્ર માનવ જાત ની ચીચયારીઓ અને ભગદડ ના જ અવાજ સંભળાઈ રહ્યા છે.
સીતાએ કહ્યુંં જે વાતનો ડર હતો તે જ થયું એર્ની . આઈ એમ સોરી i was confused.
આર્નોલ્ડે કહ્યું રિલેક્સ સીતા તને ખબર પડી જતેે તો પણ કશું જ ના રોકી શકાતે.
આખરે સિક્યુરીટી સ્ટાફ ની 14 રાઈફલો એક સાથે લોડ થાય છે અનેેેે સિક્યુરીટી સ્ટાફ ડૉગસ ની પાછળ દોડે છે.
સિક્યુરીટી સ્ટાફ ડોગ્સ ને મોતને ઘાટ ઉતારી દે ત્યાં સુધીમાંં ડૉગસે ૩૦ જણાના ભોગ લઈ લીધા હતા.
અને એક ડોગ પાછળથી આવીને સીતા ના પગ ને ચાટવા લાગ્યો.
સીતાએ પાછળ વળીને જોયું તો સીતા જોરથી ચિલ્લાઈ ઉઠી અને આર્નોલ્ડે પણ ડોગ ને જોયો.
આર્નોલ્ડ નીચે બેસી ગયો અને તે ડૉગને વ્હાલથી વશમાં કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
સીતાએ કહ્યું એર્નિ જ્યાં સુધી તે હમલો ના કરે તુ કશુ જ ના કરીશ.
આર્નોલ્ડે કહ્યું રિલેક્સ સીતા આઈ નો.
અને ડોગ પણ નીચે બેસી જઈ ને ભયભીત રીતે પેટના બળે આર્નોલ્ડ બાજુ આગળ વધવા લાગ્યો.
આર્નોલ્ડે તે ડોગ ના માથે પ્રેમથી હાથ મુક્યો અને બીજી જ સેકન્ડે એક ધમાકો થયો.અને ડોગ ની ખોપડી ના ફુરચા ઊડી ગયા.
સિક્યુરિટી દોડીને સીતા પાસે આવ્યો અને બોલ્યો મેમ just run out fast, do fast. અને દોડીને ત્યાંથી નીકળી ગયો.
અનુવંશ વિજ્ઞાન ની ગરિમાં અને તેની માન મર્યાદા ના લીરેલીરા ઊડી રહ્યા છે. અને પરંતુ છતાંય પણ અનુવંશ વિજ્ઞાનના વાણિજ્યકો ની નફ્ફટાઈ માં ચૂંક જેટલી પણ હલચલ નથી ઉઠતી.

અનુવંશ વિજ્ઞાન કે જેના દ્વારા સાત પેઢીઓ થી ચાલતા આવતા રાજ રોગો ના ઉપચાર કરીને માનવજાત અને તેની પેઢીને સ્વસ્થ બનાવવાની હતી. તેની જગ્યાએ આવા વાહિયાત વ્યાપારો શરૂ કરીને વિજ્ઞાનની ગરિમાને ઠેસ પહોંચાડી હતી. હવે ઘોર બદનામીનો આ તખ્તો તો તેમણે ભોગવવો જ રહ્યો.

જે લોકોને આપણે પશુપ્રેમી જાતિ સમજીને તેમના અનુ કારણો અને અનુ સરણો કરી રહ્યા હતા તે વાસ્તવમાં જીનેટિક સાયન્સ હતું. એ સાયન્સ કે જેને અનુવંશ રોગીઓના હાથમાંથી છીનવી ને હાઈબ્રીડ માંધાતાઓને હવાલે કરી દીધું હતું.

Rate & Review

Hardas

Hardas 12 months ago