The mystery of skeleton lake - 17 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૧૭ )

મુખીએ પોતાની ઝોલી જેવી બેગ માંથી એક ટોર્ચ કાઢી અને આગળ ગર્ભગૃહ તરફ ચાલતા થયા . મુખીએ અંદર પ્રકાશ નાખી જોયું કે અંદર પરિસ્થિતિ શુ છે ...!!? અંદર બધું ઠીક હતું , અવાજનું ઉદગમ સ્થાન ક્યાંય મળતું નહોતું . તેથી છએ જણા અંદર પ્રવેશ્યા અને અંદરના ભાગો તપાસી રહ્યા હતા . ખંડેર થઈ ગયેલા મંદિરનો અંદરનો ભાગ પણ ખરાબ હાલતમાં હતો . ભેજ અને ચામાચીડિયાના મળના લીધે અસહ્ય માથું ફાડી નાખે એવી ગંધ આવી રહી હતી .હાલતો મૂર્તિની જગ્યાએ ખાલી પથ્થર હતો જેના પર એક સમયે મૂર્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણ એક બિરાજમાન હતા , મૂલ્યવાન મૂર્તિ તો ક્રૂર ખીલજી લઈ ગયો હતો . આજુબાજુ માં તપાસ કરતા ક્રિષ્ના ક્યાંક અથડાયો અને ભયંકર અવાજ કર્યો આ અવાજ ધીમેધીમે દૂર જવાથી ઓછો થવા લાગ્યો . અવાજની દિશામાં ટોર્ચ ફેંકતા કશુક નજરે ચડ્યું , એજ હતું જેને પેલો ' ખહરરરર 'અવાજ કરેલો .
નજીક જતા નીચે એક સીડી દેખાઈ રહી હતી જ્યાંથી ક્રિષ્ના નીચે ગબડી પડ્યો હતો . અંદર પ્રકાશ નાખતા એના સીધા સેરડા સિવાય કશું દેખાતું નહોતું એટલું અંધારું હતું અંદર .ઓમકાર રેડ્ડી ડઘાઈ ગયા હતા . ક્યારે રડવા માંડે એ કહી શકાય એમ નહોતું . હવે ક્રિષ્ના રેડ્ડી અંદર ફસડાઈ પડ્યો હતો તેથી અંદર ગયા વગર ચાલે એમ નહોતું . હિંમત જુટાવી એક પછી એક અંદર જવાનું ચાલુ કર્યું . ઓમકારની લાગણી અને ચિંતા જોઈને એમને પહેલા મોકલવામાં આવ્યા .વર્ષો પછી કોઈ ત્યાં પ્રવેશ્યું હોય એમ લાગતું હતું , ઢીંચણ સુધીનું સુકાઈ ગયેલુઘાસ, પ્રકાશનું કિરણ પણ ના પ્રવેશી શકે એટલું અંધારું ભોંયતળિયું હતું . અહીંયા કૈક અલગ જ પ્રકારની ગંધ આવી રહી હતી .એક પછી એક વધેલા પાંચે જણાં એ અવાવરું ભાગમાં પ્રવેશ્યા . મુખીની પાસે રહેલી ટોર્ચ મહેન્દ્રરાયે હાથમાં લીધી . સૌને દોરીને મહેન્દ્રરાય આગળ વધી રહ્યો હતો . એ ઘાસમાં ક્રિષ્ના ક્યાંક ફસડાઈ પડ્યો હતો , તેથી એના નામની બૂમ પડી રહી હતી , " ક્રિષ્ના....ઓ ક્રિષ્ના ...કહા હો તુમ.....!?? આવાજ આ રહી હૈ ક્યાં ...!? " એના જવાબમાં ક્રિષ્ના માત્ર બળબળી રહ્યો હતો . હવે બધા સીડીઓ પરથી નીચે આવી ગયા હતા . એટલી વારમાં 'ખહરરરર....' અવાજ ફરી આવ્યો .મુખી , ક્રિષ્ના અને ઓમકાર રેડ્ડી વિચારી રહ્યા હતા કે ફરી એવોજ અવાજ ક્યાંથી આવ્યો .. !? બીજો કોઈ દરવાજો ખુલ્યો કે શુ ...!?? બીજી તરફ સોમચંદ , સ્વાતિ અને મહેન્દ્રરાય આવનાર સંકટને ભાસી ગયા હતા , કારણ કે એ ત્રણ જ જાણતા હતા કે પેલો દરવાજો બંધ થઈ ગયો છે , અને જો એમની પાસે યોગ્ય આવડત નહિ હોય તો કદાચ અહીંયા જ ફસાઈ જશે .... કોઈને ગંધ પણ નહીં આવે કે આ મંદિર નીચે છ જણા જીવતા દફન થયેલા છે . વાતની ગંભીરતા જાણી સોમચંદ બોલ્યા
" હવે મારી વાત શાંતિથી સાંભળો , પેલો દરવાજો બંધ થઈ ગયો છે ... જો જીવતા બહાર નીકળવું હોય તો મારી વાત ધ્યાન થી સાંભળો ..." એમના અવાજમાં હવે થોડી ગંભીરતા અને કઠોરતા હતી
"ફ..ફ..ફસાઇ ગયા છી ...મતલબ શુ ...?! "
" ફસાઈ ગયાનો કદાચ એક જ મતલબ થાય છે કે આપડે ફસાઈ ગયા છીએ .... જો યોગ્ય પગલાં ના લીધા તો કદાચ ..."
" કદાચ શુ ....???"
"કદાચ મરવું પણ અહીંયા જ પડશે ....ભૂખ્યા અને તરસ્યા ..." પોતાની ઘડિયાળમાં દર્શાવતાં લાલ રંગને જોઈને ઉમેર્યું " અને તમને જણાવી દવ કે અહીંયા ઓક્સીજનનું પ્રમાણ ૫૦%થી પણ ઓછુ છે , તો તમને માથું ભારે લાગી શકે છે , ચક્કર આવી શકે છે અને કદાચ બેહોશ પણ થઈ શકો છો ...." બધા આ સાંભળી શૉકમાં હતા , ત્યાં " આઅઅઅ..કોઈ હૈ ....બચાઓ ....બચાઓ....." અવાજે સૌને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવા મજબૂર કર્યા .
" વો સબ બાદમેં દેખતે હૈ , અભી મેરે બેટે કો મદદ કરતે હૈન ......" રડમસ અવાજમાં દયામણા ચહેરે કહ્યું
" હા ..સહી હૈ ...." સોમચંદે કહ્યું અને ઉમેર્યું " મહેન્દ્રરાય , ત્યાં ક્રિષ્નાને પહેલા ગોતીએ ... "
અંધારામાં અવાજને અનુસરીને મહેન્દ્રરાય જઈ રહ્યો હતો અને પાછળ પાછળ બીજા ચાર ચહેરા એને અનુસરી રહ્યા હતા . ત્યાં મહેન્દ્રરાતનો પગ ક્યાંક ફસાયો અને જમીન પર પછડાઈ ગયો . ત્યાં અણીદાર છોડને ઘસાવાથી ગાલ પર થોડું છોલાઈ ગયું . સ્વાતિ એનો પગ કાઢવાનો પ્રયત્ન કરી રહી હતી . થોડું વધારે ખેંચીને કાઢવાથી લોખંડની કટાઈ ગયેલી એક રિંગ કે જે કોઈ કપડામાં ફસાઈ ગઈ હતી એ બહાર નીકળી . આ રીંગમાં જ મહેન્દ્રરાયનો પગ ફસાઈ ગયો હતો .એ રિંગ પર પણ સુકાઈ ગયેલો કાળાશ પડતો લાલ રંગ હતો , એવોજ કે જે પેલા સ્તંભ પર મહેન્દ્રરાયના ઘસવા છતાં ગયો નહતો . બધાને નવાઈ લાગી હતી 'અહીંયા પણ આ રંગ ...!?!" ત્યાં ફરી સ્વાતિની નજર કોઈ વસ્તુ પર પડતા હાથમાં ઉઠાવી " આઅઅઅ......" એક હાડકું હતું ... માણસના પગનું હાડકું .....!! ત્યાં ફરી એ કર્કશ અવાજ આવ્યો .
" બચાવો. બચાવો. ...." આ વખતે એકદમ નજીકથી અવાજ આવી રહ્યો હતો . એ દિશામાં મહેન્દ્રરાય આગળ વધી રહ્યા હતા , થોડું માંડ ચાલ્યા હશે ત્યાં એક વાળથી પણ પાતળી સુળ આવીને કાન પાસે ભટકાઈને આરપાર થઈ ગઈ . એની બીજી જ સેકન્ડે મહેન્દ્રરાય નીચે પડી ગયો અને બેહોશ થઈ ગયો . કોઈને ખબર નહોતી કે મહેન્દ્રરાયને સુળ વાગી છે . બધાને એમ હતું કે સોમચંદે કહ્યું એમ ઓક્સીજન લેવલ ઘટી જવાથી આમ થયું છે . હવે સોમચંદ આગળ ચાલી રહ્યા હતા ,ત્યાં ફરી સુળ આવીને સોમચંદના ખભા પર વાગી અને એ પણ પછડાઈ ગયા . સદનસીબે આ વખત સોમચંદનું ધ્યાન આખી ઘટના પર હતુ , તેથી નજીક આવી પેલી સુળ કાઢી અને ચેતાવતા કહ્યું ,
" ચેતીને ....બધા ઘૂંટણ પર ચાલીને આગળ વધો " હજારો વર્ષ પહેલા બનેલા આ મંદિરના છુપા ભાગની સુરક્ષા જોઈને સૌ દંગ રહી ગયા હતા . ત્યાં નજીક જ ક્રિષ્ના પડ્યો હતો એને નજીક જઈને જોતા માલુમ પડ્યું કે એને લોહીનું ટસીયું પણ નહોતું આવ્યું ....પણ સીડીઓ પર લપસવાના કારણે મૂઢમાર વાગ્યો હોય એવું લાગતું હતું . ઓમકારને અને સ્વાતિને ત્યાંજ છોડીને સોમચંદ અને મુખી બીજા ભાગોની તપાસ કરવા આગળ વધ્યા કે જેથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળી રહે .
સ્વાતિને પેલુ પગનું હાડકું યાદ આવ્યું , એ ફરી એ સ્થાને ગઈ જ્યાં મહેન્દ્રરાયનો પગ ફસાઈ ગયો હતો , ત્યાં આજુબાજુની જમીન સાફ કરી . એની નજરે એક માનવ કંકાલ આવ્યું....!!! એના હાથમાં એક તલવાર હતી જે વર્ષોથી આ જગ્યા પર પડી હોવાતી કટાઈ ગયેલી હોય એમ લાગતું હતું . એનું આખું શરીર કોહવાઈ ગયુ હતું , ક્યાંક ક્યાંક કપડાના અમુક ટુકડા ચોંટેલા હતા , અને હાથના કાંડામાં અને બીજા પગમાં પણ પેલું લોખંડનું કળું પહેરેલું હતું . એને આજુબાજુની જમીન પર પથરાયેલું ઘાસ સાફ કર્યું અને ત્યાંનું દ્રશ્ય જોઈને સ્વાતિ અવાચક બની ગઈ , એક શબ્દ પણ ઉચ્ચારી શકાય એવી એની હાલત નહોતી , કારણ કે ત્યાં એક નહીં પણ અનેક કંકાલો પડેલા હતાં . બધાના હાથ પગમાં એવા જ કળા હતા , અમૂકના ગળામાં પણ એવા કટાઈ ગયેલી રીંગો પહેરેલી હતી , કદાચ એ સમયે આજ ઘરેણાં એમને ભયંકર દેખાવ આપતા હશે . અમુક હાડપિંજરના ગળામાં સુંદર પીળા આભૂષણો હતા , હાથપગના ભાગમાં પણ એવા જ પીળાશ પડતા આભૂષણો હતા . આ જોઈને લાગતું હતું કે અહીંયા કોઈ બે જૂથના કંકાલો પડેલા છે , એક રાક્ષસો કે હેવાનો હતા અને બીજા દૈવી ભક્તો કે મંદિરના પૂજારી કે કોઈ ધનવાન માણસો હતા .
મુખી અને સોમચંદ ઘૂંટણિયે વળીને આગળ વધી રહ્યા હતા. ક્યાંય કોઈ માહિતી મળે કે જેનાથી બહાર નીકળી શકાય . કોઈ રસ્તો ગોતવા માટે પ્રયાસ કરી રહ્યા હતા . એમની નજર ઉપર લાગેલી મસાલ પર પડી , જે ત્યાં હરોળબંધ લગાવેલી હતી . સોમચંદે મુખીને જોઈને ઈશારો કર્યો અને મુખી સમજી ગયા . તેઓ દિવાલથી એકદમ નજીક પહોંચ્યા અને દિવાલને ઘસડાઈને ઉભા થયાં . પોતાની જોલીમાં હાથ નાખી દીવાસળી કાઢી મસાલ સળગાવવાનો પ્રયત્ન કર્યો . પછી જે ઘટના બની ખરેખર આશ્ચર્ય પમાડે એવી હતી ..... વર્ષો પહેલા મુકેલી એ મસાલ પહેલા જ પ્રયત્નમાં સળગી ગઈ .... અને એનાથી મોટું આશ્ચર્ય એ હતું કે માત્ર એક મસાલ સળગાવતા હરોળબંધ મસાલો આપમેળે સળગી ઉઠી .....!!
સ્વાતિ આ અજવાળું જોઈ રહી પણ કાઈ બોલી ના શકી ,બસ હજી એ હડકાઓને તાકી જ રહી હતી . મુખી અને સોમચંદ બરાબર એ ભાગ તરફ જઈ રહ્યા હતા જ્યાં ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી . દૂરથી કોઈ યંત્ર પડ્યું હોય એવું કૈક દેખાયું , જે પેલા દરવાજાને ખોલવા બંધ કરવાનું મિકેનિસમ હોઈ શકે છે એમ વિચારી બંને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા . સૂકા ઢીંચણ જેવડા ઘાસમાં માર્ગ કરીને આગળ વધવું ખૂબ અઘરું કામ હતું અને થોડા પણ ઉંચા થાય તો પેલી સુળ શરીરમાં ઘુસી જાય એમ હતું . મહામહેનતે બંને આગળ વધી રહ્યા હતા .પેલું મિકેનિસમ હવે સ્પષ્ટ દેખાતું જતું હતું . એ મશીનમાં વચ્ચે શ્રી કૃષ્ણની મૂર્તિ બિરાજમાન હતી . લોકવાયકા અનુસાર અહીંની મૂર્તિઓ ખીલજી લૂંટી ગયેલો .....તો પછી આ....!!??
" આ અશક્ય છે ..... આવું બની જ ના શકે ...." સોમચંદે કોઈ ગણતરી કરી જવાબ આપ્યો
" શુ ના બની શકે ....!!?" મુખીએ પૂછયુ
" જો મારો અંદાજો સાચો હોય તો આ મિકેનિસમ મૂર્તિની સુરક્ષા માટે છે , લૂંટારુના આક્રમણના સમયે કોઈક રીતે આ દરવાજો ખોલી શકાતો હશે અને આ મુત્તિની જગ્યાએ બીજી કોઈ હૂબહૂ મૂર્તિ બદલી નખાતી હોય શકે ..." મુખી બસ મોઢું ખુલ્લું કરી સાંભળી રહ્યા હતા .
"અને પેલું હાડકું યાદ છે....??! જે હમણાં સ્વાતિના હાથમાં આવેલું ...!!??"
"હમ્મ...હા....યાદ છે ....."
" એ કદાચ એજ માણસો માંથી કોઈ હશે જે અહિયાં આશ્રય લેવા આવ્યું હશે અને ફસાઈ...." આટલું જ બોલી શક્યા .
' સોમચંદ જી .....સોમચંદ જી ......" અત્યાર સુધી અવાચક બનીને બેઠેલી સ્વાતિએ બૂમ પાડી. સ્વાતિ કોઈ મુશ્કેલીમાં મુકાઈ છે એવું જાણીને સોમચંદ સ્વાતિ તરફ ચાલવા લાગ્યા . ત્યાંનું દ્રશ્ય જોતા સોમચંદ પોતે પણ સ્તબ્ધ રહી ગયા , પેલી મસાલોને કારણે આખા ભોંયતળિયમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો , અને એ પ્રકાશમાં પેલા હાડપિંજર જાણે પ્રેતાત્મા બનીને બદલો લેવા આવેલા ભૂતો જેવા લાગતા હતા .

(ક્રમશ )

ખરરર... દરવાજો બંધ થઈ ગયો....!!! ચિંતા ના કરો તમે સુરક્ષિત છો , પરંતુ હવે પેલા છ માણસો જે મંદિરના ભોંયતાળીયે ફસાયા છે એમનું શુ...!? શુ એ બહાર જીવિત આવી શકશે ...મહેન્દ્રરાય કે જે બેહોશ થઈ ગયો છે એનું શું થશે...!?? પેલા ઢગલાબંધ માનવ કંકાલ મંદિર જેવી પવિત્ર જગ્યાએ કેવી રીતે આવ્યા....!?? કોના હશે એ કંકાલ હશે...!??

અસંખ્ય પ્રશ્નો તમારા મગજમાં હશે જે કદાચ રાત્રે સપનામાં પણ તમને આવે ... તો બધા પ્રશ્નોના જવાબો તમને ટૂંક સમય માજ મળશે .... બસ થોડા ઇન્ટઝાર ઔર સહી..!!

તમારા અભિપ્રાય અવશ્ય આપશોજી , તમારા અભિપ્રાયો મને વધુ સારું લખવા પ્રેરિત કરે છે.