Mansvi - 1 in Gujarati Fiction Stories by Divya Jadav books and stories PDF | મનસ્વી (એક રહસ્ય) ભાગ - ૧

Featured Books
Categories
Share

મનસ્વી (એક રહસ્ય) ભાગ - ૧

મનસ્વી એક રહસ્ય .

નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.


નકુલ - એક અમીર બાપનું એકનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.

રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન બનવું છે. પણ પૈસા નથી એટલે દુઃખી છે.

રુચિ - મોક્ષની પડોસન અને મોક્ષના એકતરફી પ્રેમ માં ગળાડૂબ.પણ મોક્ષ માટે રુચિ એક સારી મિત્ર. મોક્ષ જાણતો હતો કે રુચિ ના મનમાં પોતાના માટે શું લાગણી ઓ છે. પણ હમેશા તે રુચિ ને નજર અંદાજ કરતો.

શ્યામ - શ્યામ મોટો વૈજ્ઞાનિક બનવા માગે છે.એના માટે તે રોજ નવા અખતરાઓ કરતો રહે છે. અને એના અખતરાઓ થી તેના મિત્રો હંમેશા પરેશાન રહે છે.

નેહા - સાવ ગરીબ પરિવાર માં જન્મેલ નેહા એર હોસ્ટ્સ બનવા માંગે છે. પરંતુ પોતાની તોતડી જીભ ના હિસાબે એનું સ્વપ્ન,, સ્વપ્ન માં જ પૂરું કરે છે.

અને હવે વારો છે મોક્ષ નો,આ નવલકથા નો નાયક મોક્ષ . કોલેજ,હોય કે રમત બધા માં અગ્રેસર. પોતાના ગ્રુપ નો લીડર , કોઈ થી ડરવા વાળો નહિ. મોક્ષ નાનો હતો ત્યારે જ તેના માતા -- પિતાનું અવસાન થઈ ગયું. એટલે પોતે સાવ એકલો હતો. પરિવાર નામે તેના મિત્રો જ હતા. મોક્ષ પોતાના મિત્રો પાછળ પોતાની જાન કુરબાન કરી દેતો.


પારિજાત રિવર ગાર્ડન. એટલે આ છ એય મિત્રો નો અડ્ડો. ગાર્ડન માં ભેગા મળી કલાકો સુધી ગપ્પા મારતા ,મોજ મસ્તી કરતા. રોજ ની જેમ આજે પણ બધા મિત્રો સાથે બેઠા હતા. પરંતુ આજે મસ્તી મજાક નહિ.પણ તેઓ વચ્ચે કોઈ વાત ને લઇ ને ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. અને એ ચર્ચા નું કારણ હતું. મોક્ષ

આજકાલ મોક્ષ કઈક વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. સતત કોઈ વિચારો માં ખોવાયેલ રહેતો હતો. તો ક્યારેક એકલો જોર જોર થી ત્રાડો પાડવા લાગતો.તો પછી ક્યારેક જાણે કોઈને ઓળખતો જ ન હોય તેમ એકલો ચાલવા લાગતો.
બધા મિત્રો મોક્ષ આમ કેમ કરી રહ્યો છે. એ જાણવા માટે જ ભેગા થયા હતા.

"મોક્ષ શું વાત છે?.શું થયું થયું છે તને ? કેમ હમણાં થી આમ વર્તન કરે છે? શું કોઈ ચિંતા જેવું છે તારે? શ્યામે મોક્ષને ઝંઝોળતા પૂછ્યું.


મોક્ષ એકીટશે શ્યામ સામુ જોઈ રહ્યો હતો.શ્યામ મોક્ષની આંખો માં આંખ નાખી જોઈ કહ્યું. "અમે તારા મિત્રો છીએ.શું તું અમને દિલ ખોલીને વાત નહિ કરે? કેમ હમણાં થી તું આમ કરેછે. શું તકલીફ છે તારે ? "

" મને એકલો છોડી દયો." બોલી મોક્ષ ફરીથી ચૂપ થઈ ગયો.

એકલો" તને નહિજ છોડીએ બોલ શું વાત છે.? "નકુલ ગુસ્સામાં બોલ્યો.

મોક્ષ જાણે કઈજ સંભાળતો ના હોય તેમ ત્યાં થી ઉભો થઇ ચાલવા લાગ્યો." ઉભો રે મોક્ષ ક્યાં જાય છે ." નકુલે મોક્ષ ને રોકતા પૂછ્યું. પણ મોક્ષ પોતાની ધૂન માં ત્યાં થી નીકળી ગયો.

" શું થયું છે આને કેમ આવું વર્તન કરે છે."શ્યામ અચરજતા થી બોલ્યો.

" ઘણા વખત થી તે આવું વર્તન કરી રહ્યો છે." મારી મમ્મી પણ મને પૂછતા હતા. રુચિ બોલી.

"યાર તમે તો પાડોશી છુઓ ,તને તો ખબર. હોવી જોઈએ." નકુલ ઝીણી આંખ કરતા બોલ્યો.

" આપણે તપાસ કરવી જોઈએ. આમ અચાનક મોક્ષ જેવો મોજીલો માણસ આવું વર્તન કરે તે કેમ હાલે. એને અત્યાર સુધી આપણું ધ્યાન રાખ્યું. હવે આપણો વારો છે. " નકુલે કહેતા હાથ ની હથેળી આગળ કરી.

બધા મિત્રો એ પોતાનો હાથ નકુલ ના હાથમાં આપ્યો.


( મોક્ષ કેમ આવું વર્તન કરી રહ્યો છે. ? શું હસે વાત શું ચાલી રહ્યું છે મોક્ષ ના મન માં.... શું બધા મિત્રો ભેગા મળી ને જાણવામાં સફળ થશે? વાંચો આવતા ભાગ માં.......)