Lucky day books and stories free download online pdf in Gujarati

ભાગ્યશાળી દિવસ



*"ભાગ્યશાળી દિવસ"*

એક દિવસ સવારથી જ સહેજ મોડું થઈ ગયું હતું. સમયનો બચાવ કરવા ઉતાવળમાં સવારનો નાસ્તો કરતી વખતે મારા પેન્ટ ઉપર દૂધનો ગ્લાસ ઢોળાઇ ગયો. મારે પેન્ટ બદલવું પડ્યું જેના બદલામાં વધારે સમય વપરાયો. ઉતાવળ માં ડ્રાઇવિંગ કરતા સિંગ્નલ નો ભંગ કર્યો અને પોલીસકર્મીએ મને પકડી લીધો અને રૂ.100 / - દંડ ભર્યો.

ઓફિસ પહોંચતા પહેલા લગભગ અડધો કિલોમીટર દૂર, મારા કારને પંચર થયું. બદલવા માટેનો કોઈ સમય કે સ્પેર વ્હીલ ન હતું . રોજ કરતા *હું લગભગ 45 મિનિટ મોડો મારી ઓફિસે પહોંચ્યો. હું માલિક છું અને કોઈને જવાબ આપવા જવાબદાર નથી, પણ કુતૂહલથી મને એક કર્મચારીએ પૂછ્યું - સાહેબ, તમે આજે મોડા પડ્યા … ? બધુ ઠીક છેને ?"

મેં જવાબ આપ્યો, *આજે મારો ભાગ્યશાળી દિવસ છે અને તેનાથી હું ખુશ છું.*
શા માટે? અમને કહો અને બીજા બધા કર્મચારીઓ મને સાંભળવા ભેગા થયા.

મેં કહ્યું -ઉતાવળ માં દૂધ ઢોળાવાથી પહેલા મારે મારુ પેન્ટ બદલવું પડયુ જેમાં થોડો વધારે સમય લાગ્યો - *પણ મને એક નવું પેન્ટ પહેરવાની તક મળી જે મેં એક મહિના પહેલા ખરીધ્યું હતું.*

ત્યારબાદ ઉતાવળ માં ડ્રાઇવિંગ કરતા સિંગ્નલ નો ભંગ કર્યો અને પોલીસકર્મીએ મને પકડી લીધો તેથી મારે રૂ. 100 / - દંડ ભર્યો નહીં તો *મારે રૂ. 500 /- ભરવા પડત. પોલીસે મને જવા દીધો કારણ કે તે પહેલીવારનો ગુનો હતો . હું શિસ્ત શીખયો.*

પછી ઓફિસ ની નજીક ટાયરને પંચર થયું . *મને તરત જ પાર્કિંગ મળી ગયું અને ઓફિસ તરફ ચાલતી વખતે મેકેનિકને તેને બદલવા માટે ફોન કરી શક્યો.* તેથી આજે મારો ભાગ્યશાળી દિવસ છે.

*તમારી પાસે દરરોજ એક પસંદગી છે દિવસ અને જીવનની ઘટનાઓથી ખુશ અથવા ઉદાસ થવું . જીવનની દરેક પરિસ્થિતિને રોજિંદી ઘટનાઓથી ખુશ થવાનું પસંદ કરો

સપ્તાહમાં સાત વાર હોય છે, પરંતુ આઠમો વાર એ પરિવાર છે. પરિવાર એ પ્રેમની પરાકાષ્ઠા છે. સત્કાર્ય કરતી વખતે બદલાની આશા કદી રાખવી નહીં કારણકે સત્કાર્ય નો બદલો માણસ નહી ઈશ્વર ખુદ આપે છે. મિત્ર અને પરિવાર એક બીજાના પૂરક છે તથા એક બીજાના પર્યાય છે.
સ્નેહ, સંપ અને સમર્પણ પરિવારમાં સમભાવ, સદભાવ અને શાંતિ નો કાયમ વાસ કરાવે છે. મિત્ર હંમેશા ઇત્ર નું કાર્ય કરે છે. સાચો મિત્રભાવ પરિવારના સભ્યોમાં નિખાલસતા, સહદયતા અને પ્રમાણિકતાના દર્શન કરાવે છે. પરિવારમાં સમજણથી સંમતિ, સાથ અને સહકાર ની ભાવના બળવત્તર બને છે. મિત્ર માનસિક પરિતાપ દૂર કરવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે.
માનવીએ વિકટ પરિસ્થિતિમાં ચિંતા કરવાનું અને મન ઉપર લેવાનું છોડી દેવું જોઈએ, આટલું કરવાથી લોકો તકલીફ આપવવાનું આપોઆપ બંધ કરશે. માણસ દુઃખથી ભાગી શકતો નથી અને સુખ ખરીદી શકતો નથી માટે આવી પરિસ્થિતિમાં મજબૂર થવા કરતા મજબૂત થવાની જરૂર છે.
મિત્રો, ખુશહાલ રહેવું હોય તો ઇગો, અહમ્ અને ઈર્ષા મનપ્રવેશ કદી આપવો નહી. ઉદારતા અને જતું કરવાની ભાવનાથી પરિવારમાં લાગણીના ફૂલ ઊગે છે. અને તેની સુવાસથી પરિવાર મહેંકી ઉઠે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે કરચલીઓ સ્વજનો અને ગમતાં લોકો પાછળ ખર્ચી નાંખેલા સમયનું રસીદ છે.
પરિવારમાં જીતવું હોય તો સ્વભાવ શૂન્ય જેવો રાખવો, ભલે ને કોઈ આપણને ગણતરીમાં ના લે, પરંતુ જેની બાજુમાં ઉભા હોય એની કિંમત વધી જાય....કેવું પરોપકાર અને ભલમનસાઈ નું કાર્ય. પૈસાથી મળેલી ખુશી થોડો સમય રહે છે જ્યારે આપણાં પોતાનાથી મળેલ ખુશી જીવનભર રહે છે. સરસ પંક્તિ માણીએ...
તું સંકટોથી શીદને ડરે છે,
ઉઠાવ ગાંડીવ તારું અને ટંકાર કર
લાગે કે સંકટ તારી સામે હસે છે
યાદ રાખજે તારામાં જ ક્રિષ્ના વસે છે.
જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે. પરિવારમાં નાની - નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થતો જશે. બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન રહેશે એ કેવળ ભ્રમ છે, અને મન પ્રસન્ન રહે તો દુઃખ દૂર થઈ જશે એ હકીકત છે. મન દુઃખ , ત્યાં થાય છે કે જ્યાં પુલ બાંધવાના હોય છે ત્યાં આપણે દીવાલ બાંધી દઈએ છીયે.
મિત્રતા એ કેવળ શબ્દ સંબંધ નથી,
એ તો શાંત છતાં મક્કમ વચન છે.
ગમે તેવા સંજોગોમાં હું તારી સાથે છું.
મિત્રતા મા મુશ્કેલી નહી પરંતુ માર્ગ હોય અને પરિવારમાં પ્રપંચ નહી પરંતુ પ્રેમ હોય. પ્રેમ નો રસ્તો પરિવારમાં પ્રકાશ પાથરે છે. મિત્રતા નો માર્ગ પરિવારમાં સંકટમોચક ની ભૂમિકા અદા કરે છે. પરિવાર પ્રેમ માટે સૂચક પંક્તિ
"જે કહી દીધું એ શબ્દો હતા,
જે ના કહી શક્યા એ લાગણી હતી,
અને જે કહેવું છે છતાં પણ નથી
કહી શક્યા એ મર્યાદા છે"..!!
આપ સૌ પરિવારજનો મિત્રો બની જાવ અને સૌ મિત્રો પરિવારજનો બની જાય તેવી શુભેચ્છા અને શુભકામનાઓ...
આશિષ શાહ
9825219458
ભાગ્યશાળી દિવસ દરરોજ હોય છે
તમે કયી રીતે ઉજવો છો એ મહત્વનું છે