bhaarelo agni - 2 books and stories free download online pdf in Gujarati

ભારેલો અગ્નિ - 2

ભારેલો અગ્નિ

કોઈ પણ નવલકથામાં વિચાર - ભાવનાને પ્રગટ થવાનું અનુકૂળતા હોય છે. છતાં એ સર્વ કલરૂપે - ઘટનારૂપે પ્રગટે એ વધારે ઈચ્છનીય હોય છે.

'ભારેલો અગ્નિ' નું મૂળવસ્તુ ઈ. સ. ૧૮૫૭ના બળવાનું છે, છતાં અહિંસાની ભાવના જ સમગ્ર નવલકથામાંથી ઉપસતી દેખાય આવે છે. જે નવલકથામાં બનતી ઘટનાઓમાંથી ઉપસ્થિત થતું જણાય છે. જો કે અહિંસાના હિમાયતી રુદ્રદત્તની સાથે સાથે જ એનાથી વિરોધી વલણ ધરાવતા એવા હિંસામાં માનનારા વ્યક્તિ તરીકે મંગળ પાંડે અને ગૌતમને મુકાયા છે. એટલે હિંસા-અહિંસા એમ એક સાથે મૂકી છે અને એથી અહિંસાની એ ભાવના ૧૮૫૭ના કાળની નહોતી, છતાંય એ માત્ર આગંતુક રહેતી નથી. એમાં ભળી જતી જોવા મળે છે અને એ રમનલાલની સિદ્ધિ છે.

વાર્તારચનાની દ્રષ્ટિએ તો આ કથાનો આરંભ સૌથી મહત્વનો છે. પ્રથમ ખંડ 'સર્જાતો વિપ્લવ' ના પ્રથમ પ્રકરણથી જ એના મુખ્ય પાત્ર રુદ્રદત્તનો પરિચય મળે છે. આ ખંડ માં કુલ અગિયાર પ્રકરણો આવરી લેવામાં આવ્યા છે. આ પ્રકરણ અનુસાર કમશ: જોતા રુદ્રદત્ત, મૃત્યુની ભેટ, પાદરી યુવાનસેન વગેરે શીર્ષક હેઠળ કથા આલેખાઈ છે. દરેક પ્રકરણની શરૂઆતમાં કવિઓની પંક્તિ ઉચિત રીતે મુકવામાં આવી છે. જે ટૂંકમાં પ્રકરણની કથાવસ્તુનો સંકેત સૂચવી જાય છે.

રુદ્રદત્ત બ્રાહ્નણ જ્ઞાતિના છે. રુદ્રદત્તની છાપ ગામમાં પ્રતિષ્ઠિત વિદ્વાન પંડિત તરીકે આદરપાત્ર હતી. તેમના સંસ્કૃત પાઠશાળામાં કેટલાક સૈનિકોની ટુકડી આવે છે અને ગૌતમની પૂછપરછ કરે છે. ગૌતમ ન મળતાં તે સૈનિકો રુદ્રદત્તને મારવા માટે પણ તૈયાર થાય છે. આ સમયે કોઈ જગ્યાએથી રુદરદત્તને બચાવવા કોઈ ગોળી છોડે છે. અને રુદ્રદત્ત પર બંદૂક ટાંકીને ઉભેલા સૈનિકને હણી નાખે છે. આમ, છતાં રુદ્રદત્ત મૃત્યુથી ડરતા નથી. એમની નિર્ભિકતા જોઈ એક ક્ષણ માટે અંગ્રેજ અમાલદારને પણ વિચારતો કરી મૂકે છે. આ પ્રસંગ બાદ ગૌતમ મળતાં રુદ્રદત્ત પોતે ગૌતમને એ અમાલદારને સોંપવા પાદરી યુવાસેના ઘરે જાય છે. જેના પરથી તેમની પ્રામાણિકતા જોઈ શકાય છે. કથા થોડી ફ્લેશબેકમાં ચાલે છે. કે ગૌતમની તલાશ એટલે થતી હતી કે તે મંગલ પાંડે સાથે કેદ હતો અને બંને ને ફાંસી થવાની હતી અને બંને ત્યાંથી ભાગીને આવ્યા હતા.

રશિયન સૈન્યને હરાવવા માત્ર ગૌતમ અને મંગલ પાંડે બે એકલા જ જાય છે અને આખી રશિયન ટુકડીને દારૂગોળથી ઉડાડી દે છે. આ વિજય મેળવ્યા બાદ જૅક્સન કૅપ્ટનની સૈન્ય ટુકડી વિજય જસ્ન મનાવતા હતા. ત્યારે મંગલ પાંડે ભાંગ બનાવતો હોય છે. અને જૅક્સન એ ભાંગને અભડાવે છે. આથી મંગલ પાંડે અને જૅક્સન વચ્ચે થોડી મારામારી થઈ અને મંગલપાંડેના સહકારમાં ગૌતમ હતો તેથી બંનેને કૅપ્ટનની હત્યા કરવાના કાવતરાની સજા માટે દરિયપાર વહાણમાં લઈ જવામાં આવતા હતા, ત્યારે બંને અઝીઝ ઉલ્લાની સલાહ મુજબ ત્યાંથી ભાગી જાય છે. ત્યારબાદ ગુરુજીના આશીર્વાદ લેવા રોકાય છે ત્યાં ફરી પકડાય છે. મંગલ પાંડેની દેશભક્તિ અહીં દર્શાવી છે. જેને હિંદમાતાનું સ્વમાન ન સચવાય ત્યાં સુધી શાંતિથી નહીં બેસે એવું કહ્યું હતું.

ત્યારબાદ ખંડ-૨ 'અપક્વ ભડકો' નાના નાના કુલ તેવીસ પ્રકરણોમાં વહેંચાયેલો ખંડ છે. જેમાં વિપ્લવની તૈયારી થાય છે. ગુપ્તમંત્રણામાં બધા મેળામાં આવી તરાપા મારફતે ગુપ્તમંત્રણા માટે નિશ્ચિત સ્થાને ભેગા થાય છે. જ્યાં રુદ્રદત્ત પણ જાય છે અને હિંસાનો વિરોધ કરે છે. અહીં સત્ય અને અહિંસાના હિમાયતી રુદ્રદત્તમાં ગાંધીજીની છબી દેખાય છે. કલ્યાણી પણ ત્ર્યમ્બકની જગ્યાએ જાય છે. અહીં બધા અલગ અલગ ભેગા થાય છે. વિવિધ ખેંચાણના શીર્ષક હેઠળ ગૌતમ, કલ્યાણી અને ત્ર્યમ્બક- આ ત્રણ પાત્રો વચ્ચે લાગણીનો ત્રિકોણ રચાય છે. આ ખંડના અંતે મંગલ પાંડેની પ્રથમ શહીદી નું વર્ણન છે. જે ભાવકને હચમચાવી દે છે.