Love Revenge -2 Spin Off - 5 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-5

લવ રિવેન્જ-2

Spin Off



પ્રકરણ-5



કોલેજનું બીજું વર્ષ...


“ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” HL કોલેજનાં કેમ્પસમાં ઉભેલાં આરવનો મોબાઈલ રણક્યો.

“હવે કોણ...!” વિચારોમાંથી જાગ્યો હોય એમ આરવ બબડયો અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી નંબર જોવાં લાગ્યો.

“ઓહ....ઝીલ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોઈને આરવ બબડયો અને સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી કૉલ રિસીવ કર્યો “હાં બોલ ઝીલ....!”

“આરવ...! તું અમદાવાદ આયો છે...!?” આરવે ફોન ઉઠાવતાંજ ઝીલ ઉત્સાહપૂર્વક બોલી.

“હાં... પણ તને કોણે કીધું...!?” આરવે પૂછ્યું પછી જાતેજ બોલ્યો “અચ્છા....! સિડે કીધું..! નઈ...!?”

“હાં...! પણ તે કેમ નાં કીધું....!?” ઝીલે નારાજ સૂરમાં પૂછ્યું “અને ક્યાં છે તું...!?”

“અમ્મ...!” મુઝાયેલો આરવ HL કેમ્પસમાં આમતેમ જોઈ રહ્યો પછી બોલ્યો “મામાની કોલેજમાં...!”

“તું HLમાં છે..!? અત્યારે...!?” ઝીલે એવાંજ સ્વરમાં પૂછ્યું “પપ્પાંને મલ્યો...!?”

“અમ્મ...નાં...! હું હજી જસ્ટ આયોજ છું....!”

“તો..તો...ઘરે તો આય...! મને તો કે’ બધુ....!?” ઝીલે બાળકો જેવી એકસાઈટમેંન્ટથી પૂછ્યું.

“શું બધું..!? શું કે’વાંનું છે...!?” જાણીજોઈને અજાણ બનતો હોય એમ આરવ બોલ્યો.

“એમ...!? ઝીલની ચાલાકી કરવાની એવું...!?” ઝીલ ટોંન્ટ મારતી હોય એમ બોલી.

“હાં...હાં...હાં.....! ઝીલ....! શું તું પણ...!”

“કે’ને યાર....! આવું શું કરે છે....!” ઝીલ નાનાં બાળકની જેમ જિદ્દ કરતી હોય એમ બોલી.

“ઓકે બાબા...! પણ ઘરે આવું પછી શાંતિથી વાત કરીએ....! હમ્મ..!”

“હાં....સારું...! જલ્દી આવ....! બાય....!”

“બાય...! સ્મિત કરતાં-કરતાં માથું ધૂણાવી આરવે ફોન કટ કર્યો.

“હવે આયો છું....! તો મામાંને ફોન કરીજ લવ...! મલી પણ લેવાય....!” HLનાં કેમ્પસ તરફ જોઈ રહેલાં આરવને યાદ આવતાં મોબાઈલમાં પોતાનાં મામાં સુરેશસિંઘનો નંબર ડાયલ કર્યો.

“હાં....! મામાં...! તમે કોલેજમાં છો...!?” સુરેશસિંઘે ફોન ઉપાડતાંજ આરવે પૂછ્યું.

“નાં બેટાં...! થોડાં કામથી બા’ર આયો છું...!” સામેથી સુરેશસિંઘે કહ્યું “શું હતું ભાણાં બોલને...!?”

“અમ્મ...!” આરવે કોલેજની બિલ્ડીંગ તરફ ફરીવાર એકનજર નાંખી પછી બોલ્યો “તમે કોલેજ ક્યારે આવાનાં...!?”

“લગભગ કાલે...! પણ શું છે એ તો કે’ બેટાં...!?”

“અને ઘરે કેટલાં વાગે આવાનાં....!?”

“તું અમદાવાદ આયો છે...!?” સુરેશસિંઘે નવાઈ પામીને પૂછ્યું.

“હાં....!” આરવે ટૂંકમાં જવાબ આપ્યો.

“કોણ કોણ આયાં છો...!?” સુરેશસિંઘે પૂછ્યું.

“અ...! મામા હું એકલોજ આયો છું...! થોડું કામ હતું એટ્લે...!” આરવ સંકોચપૂર્વક બોલ્યો.

“ઓહકે....! તો સાંજે હું ઘેર આવું.... પછી મલીએ....!”

“હાં...! સારું...! બાય...!” આરવે ફોન કટ કર્યો.

કેટલીક ક્ષણો સુધી આરવે કોલેજનાં બિલ્ડીંગ તરફ જોયે રાખ્યું પછી ખભે ભરાવેલાં ગિટારનો પટ્ટો રમાડતો-રમાડતો ગેટ આગળ મુકેલાં તેનાં બાઇક પાસે આવ્યો.

“વ્રુમ....વ્રુમ...!” બાઇકનો સેલ મારી આરવે બાઇકને રેસ કર્યું.

“સાંજ સુધીનો ટાઈમ છે...!” બાઇક ઉપર બેઠાં-બેઠાં આરવ બબડયો “આજુબાજુ ગિટારનાં ક્લાસીસ હોય તો જોઈ લવ....!”

મનમાં વિચારીને આરવે બાઇકનું ઇગ્નિશન બંધ કર્યું અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઇલ્ક કાઢી તેમાં ગૂગલ ઓપન કર્યું.

“બેસ્ટ ગિટાર લર્નિંગ ક્લાસીસ ઈન એહમદાબાદ....!” ગૂગલમાં ટાઈપ કરી આરવે સર્ચ કર્યું.

ગૂગલમાં આવેલાં સર્ચ રિઝલ્ટ્સમાંથી આરવે HL કોલેજની આજુબાજુ તેમજ તેનાં મામાં સુરેશસિંઘના ઘરની આજુબાજુ હોય એવાં બે-ત્રણ ગિટાર ક્લાસીસનું એડ્રેસ જોઈ લીધું.

“વ્ર્રુમ....વ્રુમ....!” ફરીવાર બાઇકનો સેલ મારી આરવે એક્સિલેટરને રેસ આપ્યું.

બાઇક ઉપર બેઠાં-બેઠાં આરવે ફરીવાર HL કોલેજનાં કેમ્પસ સામે જોયું અને તેને લાવણ્યાનો ચેહરો યાદ આવી ગયો. હળવું સ્મિત કરીને આરવે એક્સિલેટર ઘુમાવી દીધું.

***

“ઓકે તો હું આવતીકાલથી ક્લાસ જોઈન કરી શકુંને...!?”આરવે પોતાની સામે રિસેપ્શન ટેબલની બીજી બાજુ ચેયરમાં બેઠેલી રિસેપ્શનિસ્ટને પૂછ્યું.

ગૂગલમાં ગિટાર શિખવાનાં છ-સાત લર્નિંગ ક્લાસનાં એડ્રેસ ઉપર આરવે બપોર સુધીમાં ઈંન્ક્વાયરી માટે ફરી વળ્યો હતો. અને તેનાં મામાં સુરેશસિંઘનાં સેટેલાઈટ એરિયામાં આવેલાં ફ્લેટની નજીક સેટેલાઈટ રોડ ઉપર એક ગિટાર ક્લાસમાં તેણે ફી ચૂકવી એડમિશન લીધું હતું.

“તમે ઈચ્છો તો હમણાં ચાર વાગ્યાની બેચમાં પણ જોઈન કરી શકો છો...!” રિસેપ્શન પર બેઠેલી સુંદર યુવતી બોલી “તમે ફીસ પણ પે કરી દીધી છે અને તમારી પાસે ગિટાર પણ છે....! સો...! તમે આજથી જોઈન કરી શકો છો...!”

“અચ્છા...!” પોતાનાં મોબાઈલનાં સ્ક્રીન લોક ઉપર આરવે ટાઈમ જોયો “સાડા ત્રણ થઈ ગયાં છે...! એમપણ અંકલ સાંજે આવાનાં છે...! તો ક્લાસ જોઈન કરીજ લવ..!”

મનમાં વિચારી આરવે રિસેપ્શનિસ્ટને કહ્યું “ઓકે..! હું આજથીજ જોઈન કરી લવ છું...!”

“ફાઈન...! તમે વેઇટિંગ લોંજમાં બેસો...! હું બેચ ચાલુ થાય એટ્લે તમને બોલાવું છું..!”

માથું હલાવીને આરવ ચેયરમાંથી ઊભો થયો અને રિસેપ્શની આગળ પાર્ટીશન કરીને બનાવેલાં વેઇટિંગ લોંજનાં સોફામાં આવીને બેઠો. થોડીવાર બેઠાં પછી આરવે તેનો મોબાઈલ મંતરવાનો શરૂ કરી દીધો.

***

“તો...! એવું શું કારણ છે...! જેથી તમે અહિયાં છો...!?” ગિટાર ક્લાસમાં ગિટાર શીખવાડી રહેલી સુંદર મેડમ બોલી “ગિટાર શીખવા માટે...!?”

લગભગ ત્રિસેક વર્ષની એક ખૂબસૂરત ગિટાર ટ્યૂટર સ્વરા સામે ચેયરમાં બેઠેલાં સ્ટુડન્ટ્સને ગિટાર લેસન્સ આપી રહી હતી. બીજી રૉમાં બેઠેલો આરવ મલકાઈને સ્વરા મેડમને જોઈ રહ્યો હતો.

“તમે...!?” આરવની આગળની ચેયરમાં બેઠેલાં એક યુવાન તરફ આંગળી કરીને સ્વરા મેડમે પૂછ્યું “શું મોટીવેટ કરે છે તમને ગિટાર શીખવા માટે...!?”

“તમને જોઈને ગિટાર શીખવાનું મન થયું...!” આરવની આગળની ચેયરમાં બેઠેલાં એ યુવાને ખૂબસૂરત સ્વરાને જોઈને ફ્લર્ટ કરતાં કહ્યું અને સ્વરા સહિત આરવ અને અન્ય સ્ટુડન્ટ્સ હસી પડ્યાં.

“ફિસ ભરતી વખતે તમને ખબર હતી કે હું ગિટાર શીખવાડવાની છું...!?” સ્વરાએ પોતાની આઈબ્રો નચાવીને પૂછ્યું.

“નાં....!” લગભગ બધાજ સાથે બોલ્યાં.

આરવ પોતે પણ નહોતો જાણતો.

થોડીવાર મઝાક મસ્તી ચાલ્યાં પછી છેવટે સ્વરાએ ગિટાર લેસન્સ ચાલું કર્યા.

***

“ઝીલ નઈ દેખાતી...!?” ગિટાર ક્લાસ પૂરાં થયાં પછી આરવ સાંજના તેનાં મામાં સુરેશસિંઘનાં ઘરે આવી પહોંચ્યો હતો.

“એ ટ્યુશન ગઈ છે...!” ઝીલનાં મમ્મી-આરવનાં મામી સરગુનબેન બોલ્યાં “આવતીજ હશે...!”

“અને મામાં...!?” આરવે ડ્રૉઇંગરૂમમાં સોફાંમાં બેસતાં-બેસતાં કહ્યું.

ગિટાર અને પોતાનાં કપડાંની બેગ તેણે કોફી ટેબલ અને સોફાંની વચ્ચેની જગ્યામાં મૂકી.

“એ થોડાં લેટ આવશે..! બોપલ નવો બંગલો જોયો છે...! એનું થોડું કામ છે...!” મામી સરગુનબેન બોલ્યાં.

“અરે વાહ...! તો ક્યારે શિફ્ટ થવાનું છે...!?” આરવ ખુશ થઈને બોલ્યો.

“હજીતો વાર લાગશે બેટાં...! શું પીશ તું...!? ચ્હા કે કોફી...!?”

“અરે નાં...! હવે તો મામાં આવે એટ્લે સીધું જમવુંજ છે....!” આરવ સ્મિત કરીને બોલ્યો.

“ટિંગ ટોંગ....!” ત્યાંજ ઘરનો ડોરબેલ વાગ્યો.

“ઝીલ આઈ ગઈ લાગે છે...!” ફ્લેટના બંધ મેઈન ડોર સામે જોઈને સરગુનબેન બોલ્યાં અને તરતજ ડોર ઓપન કરવાં માટે જવાં લાગ્યાં.

“એક મિનિટ મામી...!” આરવ ધિમાં સ્વરમાં બોલ્યો અને સોફાંમાંથી ઊભો થઈને મેઈન ડોરની પાછળ સંતાવાં લાગ્યો.

“ઓહો...!” સરગુનબેન સમજી ગયાં હોય એમ મલકાયાં અને ધીરેથી દરવાજાની સ્ટોપર ખોલવા લાગ્યાં.

દરવાજો ખોલતાંજ સામે જીન્સ ટી-શર્ટ અને ખભે બેકપેક ભરાવેલી તેમની દીકરી ઝીલ ઊભેલી દેખાઈ.

“આવ...!” એટલું કહીને સરગુનબેન પોતાનું હસવું દબાવતાં-દબાવતાં દરવાજા આગળથી ખસ્યા જેથી ઝીલ અંદર આવી શકે.

“ભાઉ....!” ઝીલ અંદર આવતાં દરવાજા પાછળથી બહાર આવી આરવે પોતાનાં બંને હાથ ઊંચા કરીને જોરથી બૂમ પાડી.

“હાં....ભાઉ....!” ઝીલને જાણે ખબરજ હોય એમ આરવ સામે જોઈને તેને ચીડવતી હોય એમ બોલી.

“અરે તું ડરી નઈ....!? સરપ્રાઈઝ ના થઈ...1?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“એમાં ડરવાનું શું...!?” ઝીલ એજરીતે સ્વાભાવિક સ્વરમાં બોલી “બા’ર તારાં નાઈકીનાં રેડ શૂઝ પડ્યાં’તા....!અને અંદર આવતાં મેં સોફાંમાં તારું ગિટાર જોયું...! પણ તું નાં દેખાયો....! એટ્લે હું સમજી ગઈ...! કે ડોરની પાછળજ હોઈશ...! આઈ વોઝ એક્સ્પેક્ટિંગ...!”

“વાહ શેરલોક હોમ્સ...!” આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો અને સોફાંમાં પડતું મૂક્યું હોય એમ બેઠો.

“મમ્મી...અ...મારે ચ્હા પીવી છે...! બનાવને...!” ઝીલે કહ્યું અને પોતાની બેગપેક આરવની બાજુનાં સોફામાં ઘા કરી.

“મામી...! તો હું પણ પીશ...!” આરવે પણ કહ્યું.

“સારું....!” સરગુનબેન બોલ્યાં અને કિચન તરફ જવાં લાગ્યાં.

“હવે...બોલ....જલ્દી...!” સરગુનબેનને કિચનમાં જતાં જોઈ ઝીલ ઝડપથી સોફામાં આરવની નજીક બેસી ગઈ અને પોતાની આઈબ્રો નચાવી ઉત્સાહપૂર્વક બોલી.

“શું બોલું...!?” આરવે ફરીવાર જાણીજોઈને અજાણ બનતા કહ્યું.

“અરે શું યાર...! મેં ફોન પર કીધું ‘તુંને...! હવે નાટક નાં કર...!” ઝીલ સહેજ ચિડાઈ “બોલને જલ્દી..!”

“અરે...તું....ધીરે બોલને...! મામી સાંભળી જશે...!” આરવે કિચન તરફ જોઈને કહ્યું.

“અરે મમ્મીને નઈ સંભળાય...! તું બોલને હવે....! મને આખી સ્ટોરી કે....!”

“સ્ટોરી..!? યાર આ કઈં મૂવી કે વાર્તા થોડી છે...!” આરવ સહેજ ચિડાયો.

“અરે યાર બધાંની લાઈફ મૂવી જેવી કે સ્ટોરી જેવીજ હોય છે...! બસ તમે કઈ રીતે સ્ટોરી ટેલિંગ કરો છો એજ એને ઇંટ્રેસ્ટિંગ બનાવે છે....!”

“વાહ...! બટુકડી થઈને તું તો જબરી વાતો કરતી થઈ ગઈ...!” આરવે ઝીલની “ઉડાવી”.

“એ બટુકડી વાળા..! તું બોલને યાર....! ઉ...હું...!” ઝીલ રડવાનું નાટક કરતી હોય એમ બોલી પછી આરવનાં ખભે સહેજ જોરથી પંચ કરવાં લાગી.

“અચ્છા...અચ્છા...! ઠીક છે....! કવ છું....!” આરવ પોતાનાં ખભે હાથ ફેરવતો-ફેરવતો બોલ્યો “પણ આપડે ક્યાંક એવી જગ્યાએ બેસીએ જ્યાં આપડને કોઈ સાંભળે નઈ...!”

“તો એક કામ કરીએ...! ફ્લેટની અગાશી ઉપર જઈએ..!” ઝીલ આંખો મોટી કરીને બોલી અને ઊભી થઈને આરવનો હાથ ખેંચવાં લાગી “ચલ જલ્દી...!”

“અરે પણ મામી....!?”

“ઓફ ઓ...! તું પણ...! મમ્મી....! મમ્મી...! હું અને આરવ અગાશી પર જઈને આઈએ...!” ઝીલ સહેજ મોટેથી બૂમ પાડીને બોલી.

“અરે કેમ...!?” ઝીલનાં મમ્મીએ કિચનમાંથી બૂમ પાડીને પૂછ્યું.

“અરે મસ્ત વાદળછાયું એટમોસ્ફિયર છે ...! મારે DPમાં મૂકવા માટે ફોટાં પાડવાં છે...!” ઝીલ એજરીતે મોટેથી બોલી.

“જલ્દી આવજો...! ચ્હા બનાવુંજ છું....!”

“હાં....!” ઝીલ મોટેથી બોલી પછી આરવનો હાથ પકડીને ખેંચવાં લાગી “ચલ...ચલ...! જલ્દી....!”

***

“હમ્મ.... તો ટેક્નિકલી....તું ઘરથી ભાગી ગ્યો છું...! અને તારાં પપ્પાને કે મારાં પપ્પાને ખબર પણ નથી...! એમને...!?” આરવે આખી વાત કહી સંભળાવ્યા બાદ ઝીલ જાણે કોઈ વડીલની જેમ વિચારતી હોય એમ બોલી અને માથું ધૂણાવી રહી.

“એ ટેક્નિકલીવાળી....!” આરવથી હસાઈ ગયું “મારે ભાગવું જરૂરી હતું....!”

“તો તું ભાગ્યો છે એ સિક્રેટ હજીસુધી કોઈને નઈ ખબર એમને...!?”

“હવે તને ખબર છે....! એટ્લે આખા ગામને ખબર પડી જશે...!” આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “છોકરીઓથી ક્યાં વાત પચે...!”

“એ હેલ્લો....!” ઝીલ હથેળી કરીને બોલી “હું મરી જઈશ.....! તોય કોઈને નઈ કવ...ઓકે...!”

“આવું શું કામ બોલે છે તું...!?” આરવ તરતજ ચિડાઈ ગયો હોય એમ ગુસ્સે થઈને બોલ્યો “તને કેટલીવાર કીધું કે મરવા-બરવાની વાતો નઈ કરવાની....! સમજાતું નઈ તને...!”

“સ...સોરી....!” ઝીલ ઢીલું મોઢું કરીને બોલી પછી આરવને મનાવતી હોય એમ બોલી “અરે હું પાઇલટ બનવાની છું...! એટ્લે...! એમ થોડી મરી જાવ કઈં...!”

“જો છે...!” આરવ ફરીવાર ચિડાયો અને તેણી તરફ જોઈ રહ્યો.

“અરે ચીલ...!” ઝીલે આરવનાં ખભે પંચ કર્યો “આજે હું પાઈલટ હોત...! તો તને મારાં પ્લેનમાં બેસીને નાં ભગાડત....!”

“હાં અવે....નોટંકી....!”

“હાં..હાં....હાં...!” ઝીલ હસી પડી.

બંને થોડીવાર મૌન રહ્યાં અને ફ્લેટનાં ઊંચા ધાબા ઉપરથી દેખાઈ રહેલાં આજુબાજુનાં એરિયા તરફ જોઈ રહ્યાં. દૂર ક્ષિતિજ સુધી આકાશમાં કાળાં વાદળો ઘેરાયેલાં હતાં. અમદાવાદમાં હજી સત્તાવાર રીતે “મેઘરાજા”ની એન્ટ્રી થઈ નહોતી.

“તો ખાલી સિડભાઈએ તને સપોર્ટ કર્યો નઈ...!?” ઝીલે થોડીવાર પછી પૂછ્યું.

“હમ્મ...!” કાળાં વાદળો તરફ જોઈ રહીને આરવ બોલ્યો “એક એજ છે....! જે દરવખતે મારી બધી પ્રોબ્લેમમાં મને સપોર્ટ પણ કરે છે....! અને મારાં બદલે પપ્પાની ખરી-ખોટી પણ સાંભળે છે....!”

“હમ્મ...!” ઝીલ હોંઠ બનાવીને બોલી “તો સિડભાઈને ભાગવું હશે....! તો કોણ સપોર્ટ કરશે....!?”

“હી..હી..!” ઝીલની મજાક ઉપર આરવથી હસાઈ ગયું “ચલ અવે...! નીચે જઈએ...! ચ્હા થઈ ગઈ હશે...!”

બંને નીચે જવાં ફ્લેટની સ્ટેર કેબિન તરફ જવાં લાગ્યાં.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.

“સિડ....!?” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને આરવ સ્ટેર કેબિન પાસે અટક્યો અને પછી ઝીલને કહેવાં લાગ્યો “તું જા...! હું આવું...! વાત કરીને...!”

“હાં સારું...!” એટલું કહીને ઝીલ સ્ટેર કેબિનમાં પ્રવેશી નીચે જવાં સીડીઓ ઉતરી ગઈ.

“હાં....બોલ ભાઈ....!” સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરી આરવે કહ્યું.

“પાછું આવાનો પ્લાન ક્યારનો છે...!?” સામે છેડેથી સિદ્ધાર્થે પૂછ્યું “પપ્પા ક્યારના પૂછે...કે તારાં ગિટારના ક્લાસ હજી પૂરાં નઈ થયાં...!? સવારથી સાંજ થવા આઈ...!”

“હમણાં તો નઈ આવું...!” આરવ શાંતિથી બોલ્યો “તું સાચવીલેને...!”

“શું સાચવી લવ યાર...!”

“બે-ત્રણ કલ્લાક સાચવીલે...!” આરવ બોલ્યો “ખાલી મામાં જોડે વાત થઈ જાય ત્યાં સુધી....!”

“શું પ્લાન છે તારો કઈશ મને...!?” સિદ્ધાર્થે સહેજ અકળાઈને પૂછ્યું.

“અ...! હજી કઈં નઈ વિચાર્યું...!” આરવ ખચકાયો.

“તે કઈંક તો વિચારી લીધું છે....! નઈ....!?” આરવ ઉપર ડાઉટ થયો એમ સિદ્ધાર્થે સંદેહથી પૂછ્યું.

જવાબમાં આરવ મૌન રહ્યો અને ઉપર આકાશ તરફ થોડીવાર જોઈ રહ્યો.

“આરવ....!?” કઈં જવાબ ના મળતાં સિદ્ધાર્થે પૂછ્યું “સાંભળે છે...!?”

“મારે મેરેજ નઈ કરવાં ભાઈ..!” આરવે ખિન્ન સ્વરમાં કહ્યું.

બંને થોડીવાર મૌન થઈ ગયાં. સિદ્ધાર્થ પણ આ બાજુ વિચારી રહ્યો.

“મામાંને ખબર છે.....! તું ભાગીને ત્યાં ગયો છે..!?” થોડીવાર પછી સિદ્ધાર્થે પુછ્યું.

“એ હજી ઘરે નઈ આયાં...!” આરવ બોલ્યો અને અગાશીમાં પડેલી નાની કાંકરીને પગ વડે રમાડી રહ્યો.

“તો એમને શું કે’વાનો છું..!?”

જવાબમાં આરવ ફરીવાર મૌન રહ્યો.

“બે યાર તું કઈંક બોલને....!” સિદ્ધાર્થ ફરીવાર અકળાયો.

“મને હજી કઈં સૂઝતું નઈ.....!” આરવ બોલ્યો “તું ત્યાં જોઈ લેજે...! મેક શ્યોર કે પપ્પા હમણાં મામાંને ફોન નાં કરે....! ઓકે ચલ....! બાય....!”

“શું બાય...!? એ હેલ્લો...!” સિદ્ધાર્થ બોલતો રહ્યો અને આરવ ફોન કટ કરી દીધો.

એક ઊંડો શ્વાસ ભરી આરવ નીચે જવાં સ્ટેર કેબિનમાંની સીડીઓ ઉતરી ગયો.

***

“મામાં...!” જસ્ટ ઘરે આવી પહોંચેલાં સુરેશસિંઘને જોતાંજ સોફામાં બેઠાં-બેઠાં ગિટારનાં ટ્યુનર્સ સરખાં કરી રહેલો આરવ કૂદીને તેમને વળગી પડ્યો.

“અરે વાહ...! મારો ફેવરિટ ભાણો...!” સુરેશસિંઘે પણ એટલીજ ઉષ્માથી આરવને વળગીને તેની પીઠ ઉપર વ્હાલથી બે-ત્રણ ધબ્બા માર્યા.

“બવ લેટ આયાં તમે...!?” આરવે પૂછ્યું.

“અરે બેટાં...! બોપલમાં તો જબરો વરસાદ પડ્યો....!” સુરેશસિંઘ બોલ્યાં અને પાણીનો ગ્લાસ ધરીને ઉભેલાં તેમનાં પત્ની સરગુનબેનનાં હાથમાંથી ગ્લાસ લીધો.

“શું વાત છે...! અહિયાં તો હજી એક ટીપુંય નઈ પડ્યું....!” આરવ મોઢું બગાડીને બોલ્યો.

“અરે શું...! બા’ર જબરાં કડાકાં-ભડાકાં થાય છે....!” સરગુનબેન સુરેશસિંઘનાં હાથમાંથી પાણીનો ખાલી ગ્લાસ લેતાં બોલ્યાં.

“અત્યારે બા’ર થાય છે...! પછી હમણાં ઘરમાં કડાકાં-ભડાકાં થશે...!” આરવ મનમાં બબડયો.

“શું વિચારે છે ભાણાં...!? જમ્યો કે નઈ...!?” સુરેશસિંઘે વિચારોમાં ખોવાયેલાં આરવનાં ગાલે ટપલી મારી.

“નાં...નાં...જોડેજ જમીએ..!” આરવ ખુશ થતાં બોલ્યો પછી પૂછવા લાગ્યો “મામાં..! પ....પ્પાંનો ફોન આયો ‘તો...!?”

“નાં....! કેમ...!?”

“અરે એમજ પૂછું છું...!” મનમાં હાશકારો અનુભવ્યો હોય એમ આરવ ખુશ થઈને બોલ્યો “આ તો હું અમદાવાદ આયો ‘તો કદાચ એમણે પૂછવા કર્યો હોય....!એમ...!”

“કેમ...!? પૂછવા...!?” સુરેશસિંઘે મૂંઝાઈને પૂછ્યું “તું કીધાં વગર આયો છે કે શું...!?”

“અરે એ બધું છોડોને...!” આરવ સુરેશસિંઘનો હાથ પકડીને તેમને ડાયનિંગ ટેબલ તરફ ખેંચવાં લાગ્યો “તમે પે’લ્લાં જમવા બેસો....! મને ભયંકર ભૂખ લાગી છે...!”

“હાં....હાં....! જમીએ....!” સુરેશસિંઘ સસ્મિત બોલ્યાં પછી સહેજ મોટેથી ઝીલના બેડરૂમનાં બંધ દરવાજા તરફ જોઈને બૂમ મારી “અરે ઝીલ....! તારે જમવાનું નઈ...!?”

“એણે તો જમી લીધું ક્યારનું....!” આરવ બોલ્યો.

“હાં...! અને એ તો વાંચતી હશે...!” ડાયનિંગ ટેબલ ઉપર જમવાં માટેની થાળીઓ મૂકતાં-મૂકતાં સરગુનબેન બોલ્યાં “એણે સાયન્સ લીધું છે....!”

થોડાં ઘમંડ સાથે સરગુનબેને બોલેલા એ વાક્ય ઉપર આરવે હળવું સ્મિત કર્યું.

***

“મામાં....! આપડી HLનું કેમ્પસ બવ જોરદાર છે હોં....!” માખણ લગાવતો હોય એમ આરવ વખાણ કરતાં-કરતાં બોલ્યો “મને તો ગમી ગ્યું.....!”

“એમ...! તો તું અહિયાંજ એડમિશન લઈલેને....!” સુરેશસિંઘ જમવાનો કોળિયો મોઢામાં મૂકતાં પહેલાં બોલ્યાં.

“અરે વાહ....!” આરવ મનમાં બબડયો જોકે તેણે પોતાનાં ચેહરા ઉપરનાં એ ભાવ છુપાવ્યાં.

“પણ મારું એડમિશન...!?” આરવે પૂછ્યું.

“એ બધું તું છોડને...!” સુરેશસિંઘ બોલ્યાં “તું બસ એમ કે’ને....! તારે અહિયાં ભણવું છે કે નઈ...!?”

“હાસ્તો....!” આરવથી ઉત્સાહમાં આવી તરત બોલી જવાયું પછી તે વાત સંભાળતો હોય એમ બોલ્યો “અરે આપડાં મામાંની કોલેજ હોય તો...તો...આપડો વટ પડે....!”

જમતાં-જમતાં સુરેશસિંઘથી થોડું હસાઈ ગયું.

“પણ મામાં....! મારી એક શરત છે હોં....!” આરવ પણ જમવાનો કોળિયો મોઢામાં મૂકતાં-મૂકતાં બોલ્યો.

“શરત....!?”

“હાં....! કોલેજમાં કોઈને ખબર નાં પડવી જોઈએ કે કોલેજનાં ટ્રસ્ટી મારાં સગાં મામાં છે....!”

“કેમ...!?” સુરેશસિંઘે નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે પછી બધાં ફ્રેન્ડ્સ એક્ઝામ વખતે IMP માંગે કે પછી ઈમોશનલ બ્લેકમેલ કરી પેપર માંગે....!” આરવ સમજાવતો હોય બોલ્યો “મિસ યુઝ કરેને મામાં આટલી મોટી ઓળખાણનો...!”

“હમ્મ....વાત તો તારી એકસોને દસ ટકા સાચી હોં ભાણા....!” સુરેશસિંઘ વિચારતાં હોય બોલ્યાં.

“તો શું વળી...!” આરવ બોલ્યો “તો પાકકું પ્રોમિસ હાં...! તમારે ગમેતે થાય...! કોલેજમાં મને કશું નઈ કે’વાનું...! કે મને બોલાવાંનો પણ નઈ...! અને બોલાવો...તો કોઈ સ્ટુડન્ટને બોલાવતાં હોય એ રીતે...! સમજી ગ્યાંને…!?”

“ હાં પાકકું પ્રોમિસ...! પણ તું શ્યોર છેને અહિયાં ભણવા માટે...!?” સુરેશસિંઘે પૂછ્યું “તને અમદાવાદ ફાવશે...!?”

“હાં...હાં ફાવશેને....! હવે તો કારણ પણ મલી ગ્યું....!” સવારે લિફ્ટ આપેલી જે સુંદર અને અજાણી છોકરી લાવણ્યા તરફ આરવ આકર્ષાયો હતો તે યાદ આવી જતાં આરવથી અચાનકજ બોલી જવાયું.

“કારણ....!?”

“અરે અ...આઈ મીન....!અ...!” આરવની જીભ થોથવાઈ “હાં....! અહિયાં ગિટાર ક્લાસ બવ મસ્ત છે....! અને અને નજીક પણ...! સેટેલાઈટ રોડ ઉપર જ છે....! આપડા ઘરની નજીક....!”

“અચ્છા...! તું જઈ આયો...!?” સુરેશસિંઘે પૂછ્યું.

“નાં...નાં....કાલે જતાંઇશ...!” આરવ સ્વાભાવિક જુઠ્ઠું બોલી ગયો.

જમવાનો કોળિયો ચાવી રહેલાં સુરેશસિંઘ થોડીવાર સુધી કઈં બોલ્યાં.

“મારે થઈ ગ્યું…..!” પોતાની થાળી ખસેડતાં-ખસેડતાં આરવ બોલ્યો “કાલથી કોલેજ ચાલું હોં...!”

“હાં....ચોક્કસ....!” સુરેશસિંઘ બોલ્યાં

આરવ ચેયરમાંથી ઊભો થઈને ઝીલનાં બેડરૂમ તરફ ચાલ્યો ગયો.

***

“what….!? આરવ અમદાવાદ છે...!? તારાં ત્યાં....!?” ફોન ઉપર કરણસિંઘ ચોંકી ગયા હોય એમ મોટેથી બોલી પડયાં.

જમ્યા પછી રાત્રિનાં લગભગ દસેક વાગ્યે સુરેશસિંઘે અમસ્તુંજ ખબર પૂછવા તેમજ આરવનું HLમાં એડમિશન અંગે વાત કરવાં કરણસિંઘને ફોન કર્યો હતો. આરવ અમદાવાદ છે એ વાત જાણતાજ કરણસિંઘ આઘાત પામી ચોંકી ગયાં હતાં.

“સુરેશ....! આ બેય છોકરાંઓને… ખાસ કરીને આરવને તે અને રાગિણીએ બવ લાડ લડાવ્યા છે...! એટ્લે બેય પોતાનું ધાર્યું કરે છે હોં....!” ગુસ્સે થયેલાં કરણસિંઘે મોટેથી બોલવા માંડ્યુ.

“એક તો તારો એ લાડકો ભાણિયો...ગિટાર ક્લાસનાં બા’ને અમદાવાદ ભાગી ગ્યો...!” કરણસિંઘ અકળાયેલાં સ્વરમાં બોલ્યાં “અને તારો આ બીજો....! એણેય મારી ઈજ્જતનો ભવાડો કરી નાંખ્યો....!”

“કેમ....!? સિદ્ધાર્થે શું કર્યું....!?” સુરેશસિંઘે નવાઈ પામીને પૂછ્યું.

“અરે તું પે’લ્લાં તારાં લાડકાંનાં કારસ્તાન સાંભળ...! પછી સિદ્ધાર્થની વાત કરું તને...!” કરણસિંઘનો સ્વર વધુ ઉગ્ર બન્યો “તને ખબર છે...! મેં આરવનું સગું અજયની બેબલી વિદ્યા જોડે નક્કી કર્યું ‘તું....! ઓલાં અર્જુનનાં છોકરાંનાં મેરેજમાં અમે મલ્યા’તાને ત્યારે.....!

ચિડાયેલાં સ્વરમાં કરણસિંઘ બોલી રહ્યાં હતાં અને સુરેશસિંઘ સાંભળી રહ્યાં હતાં.

“એ લોકોને તો આરવ ગમતોજ તો....! અને વિદ્યાને તો તુંય ઓળખેજ છેને...!?”

“હમ્મ.....!” સુરેશસિંઘે હુંકારો ભર્યો અને કરણસિંઘ આગળ બોલ્યાં

“બેય બાજુથી બધું નક્કી જેવુંજ હતું એટ્લે...! મેં ગોળધાણા માટે આજે અજયને ફૂલ ફેમિલી બોલાયો તો....!”

“ઓહ...પછી...1?”

“પછી શું...!? ભાઈ આપડા ગિટાર ક્લાસનાં બા’ને ક્યારે ભાગી ગ્યાં ખબરજ નાં પડી...!” કરણસિંઘ ભારે ગુસ્સાંમાં ટોંન્ટ મારતાં હોય એમ બોલ્યાં “અને તારો આ બીજો શૂરવીર....! એણે તો હદ કરી નાંખી....!”

“એવું તો શું કર્યું...!?” સુરેશસિંઘ હવે વધુ આતુર બન્યાં.

“અરે ગોળધાણા માટે આવેલાં અજયસિંઘ અને વિદ્યાને એનાં જોડે આવેલાં બધાં સગાંનાં સાંભળતાં કઈ દીધું...! કે આરવને વિદ્યા નઈ ગમતી એટ્લે એણે સગાંઈ માટે નાં પાડી દીધી છે....! બોલ....!”

“અરે બાપરે....! આ તો ભારે કરી...!” સુરેશસિંઘ નવાઈ પામી ગયાં.

“અરે શું...!? અજયે અને એની છોકરી વિદ્યાએ પણ ના પાડી દીધી...! મારી આબરૂનો ભવાડો કરી દીધો...! અજય કેટલું સંભળાઈને ગ્યો મને.... ખબર છે....!?”

“બધો ગુસ્સો તો તો રાગુ ઉપરજ ઉતર્યો હશે...!” ઉગ્ર સ્વરમાં બોલી રહેલાં કરણસિંઘની વાત સાંભળીને સુરેશસિંઘ પોતાની બહેન રાગિણી યાદ આવી જતાં તે મનમાં બબડયાં.

“અને આરવ અમદાવાદ ભાગી ગ્યો છે....! એ વાત પણ એણે મને હજી સુધી નઈ કીધી...! ગિટાર ક્લાસનું બા’નું કાઢી-કાઢીને...! રવિવાર છે...એટ્લે ગિટાર ક્લાસનાં લેસન્સ વધારે ચાલે આમ તેમ...! શું કરવું મારે આ બેયનું...! બોલ..!?”

“શાંત થઈ જાવ ભાઉ...! આપડે કઈંક રસ્તો કાઢીએ છે....!” સુરેશસિંઘ સાંત્વનાં આપતાં હોય એમ બોલ્યાં.

સામેથી કરણસિંઘ ફરીવાર ઉગ્ર સ્વરમાં બોલવા લાગ્યાં.

“અરે શું રસ્તો કાઢવાનો...!? હવે અજયે સગું કરવાની ના પાડી...! માંડ કરીને સારી છોકરી મળી ‘તી...! પાછો મને કે’છે...! કે તમારે મને પૂછવું તો જોઈતું ‘તું...! જાણે એ બઉ મોટો ભા’ થઈ ગ્યો હોય એમ...!”

“સબંધોની બાબતમાં એ નાના છોકરાંઓને શું ખબર પડે ભાઉ...!” સુરેશસિંઘ પણ કરણસિંઘની વાત સાથે સહમત હોય એમ બોલ્યાં.

“તો શું વળી...! પાછાં સિંગર બનવાનું ભૂત સવાર થયું છે....! તંબૂરો ખભે ભરાઈને ફર્યા કરે છે...!” કરણસિંઘ હજીપણ ચિડાયેલાં હતાં “તું...તું...એ ડફોળને અહિયાં લઈને આયને....! વાત કરાય મારી ક્યાં છે એ...!? સિદ્ધાર્થની ખબર તો હું પછી લઉંછું...!”

કરણસિંઘે આરવ વિષે પૂછતાંજ ઝીલના બેડરૂમના બંધ દરવાજા સામે જોઈ રહી સુરેશસિંઘ કઈંક વિચારી રહ્યાં.

“ભાઉ પે’લ્લાં તમે શાંત થાવ...! અને મારી વાત સાંભળો....!” સુરેશસિંઘ બોલ્યાં “જે થઈ ગ્યું છે....! એનાં વિષે આપડે કઈં કરી શકવાનાં નથી...! પણ આગળ શું કરવું છે એ વિચારો....!”

“શું શું કરવાનું....!? તું એને અહિયાં લેતો આયને...!”

“નાં....! એને હમણાં અહિયાંજ રે’વાંદો...મારી જોડે...!” સુરેશસિંઘ શાંત સ્વરમાં બોલ્યાં.

“કેમ...!? ત્યાં..!?” કરણસિંઘે આશ્ચર્યથી પૂછ્યું.

“તમે સમજો ભાઉ......! જેવો એ ત્યાંનથી ભાગીને અહિયાં આયો....! એવો એ પાછો ત્યાં આયા પછી ક્યાંક બીજે ભાગી જશે....! પછી ક્યાં ગોતતા ફરશો એને....!?”

કરણસિંઘ આમતેમ આંટા મારતાં-મારતાં સાંભળી રહ્યાં.

“તમેજ કીધુંને ....! સિંગર બનવાનું ભૂત માથે ચડ્યું છે એને...! તો થોડો ટાઈમ અહિયાં મારી જોડે રે’વાંદો....! અને સિંગર બનવાનો ટ્રાય પણ મારી લેવાંદો....! જ્યારે ખબર પડશે...કે સિંગર-બિંગર બનવાનું કેટલું અઘરું છે કે એમાં કશું નથી મલતું...! તો ભાઈ ઓટોમેટિક લાઇન ઉપર આઈ જશે...! એટલું સે’લ્લું નઈને સિંગર બનવાનું...!?”

“હા...તો...! જમવાની થાળીતો આઘી ખસેડાતી નથી...! ને સિંગર બનવા નીકળી પડયાં છે...!” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં.

“એજ તો....! અહિયાં મારી સામે રે’શે...! તો હું ધીરે-ધીરે એને સમજાઈ લઈશ...!” સુરેશસિંઘ બોલ્યાં “અને એમ પણ...! એની જેમ કેટલાંય જુવાનિયાઓ સિંગર બનવા ગિટાર ખભે ભરાઈને રખડયાં કરે છે...! એ જોશે એટ્લે ઓટોમેટિક એ ભૂત એનાં માથેથી ઉતરી જશે....!”

“અને એનું ભણવાનું...!?” કરણસિંઘે પૂછ્યું.

“મારી કોલેજમાં ભણશે...! એ જાતેજ કે’તો’તો...!” સુરેશસિંઘ બોલ્યાં “પણ એ વખતે મને નો’તી ખબર કે ભાગીને આયો છે...!”

“માંડ-માંડ સારી છોકરી મલી’તી...!” કરણસિંઘ નિ:સાસો નાખતાં હોય એમ માથું ધૂણાવીને બોલ્યાં.

“તમે એ બધી ચિંતા છોડોને ભાઉ...! હું જોઈ લઇશ એ બધુ...! તમે બસ આ વાત અહિયાંજ પૂરી કરો...! હવે કોઈને કશું નાં કે’તાં....! આરવને પણ નઈ કે સિદ્ધાર્થને પણ નઈ...!”

કરણસિંઘે માથું ધૂણાવી એક ઊંડો શ્વાસ ભર્યો.

“ભરોસો રાખો...! નવરાત્રિમાં આપડે બધું ગોઠવી દઇશું...!” સુરેશસિંઘ બોલ્યાં.

“સારું....! હવે તું સંભાળ તારાંએ લાડકા ભાણાને...!” કરણસિંઘ વ્યંગમાં બોલ્યાં જોકે આ વખતે તેમનો સ્વર ધીમો હતો.

“ભાઉ...! હવે તમે નવરાત્રિ સુધી શાંતિ રાખો....!” સુરેશસિંઘ ફરી બોલ્યાં “હું મારી રીતે બધું જોઈ લઇશ...!”

“હાં....સારું...! મૂકું હવે ફોન...!”

“હાં...! પણ હવે કોઇની જોડે મગજમારી નાં કરતાં...! રાગુ કે સિદ્ધાર્થ જોડે પણ નઈ...!” સુરેશસિંઘે ફોન મૂકતાં-મૂકતાં ફરી યાદ દેવડાવ્યું.

“હાં....! સારું...! ચલ....!”

“હાં....!” બંનેએ કૉલ કટ કર્યો.

સોફામાં બેઠાં-બેઠાં વિચારી રહેલાં સુરેશસિંઘ ક્યાંય સુધી શૂન્યમનસ્ક થઈને જોઈ રહ્યાં.

***

“ક્યાં છે તું ભાણાં....!?” સવાર-સવારમાં સુરેશસિંઘે આરવને ફોન ઉપર પૂછ્યું “કોલેજ નઈ આવવું તારે...!?”

“હું તો કોલેજ પોં’ચી ગ્યો...!” કોલેજનાં પાર્કિંગમાં પોતાનું એનફિલ્ડ પાર્ક કરીને ઉભેલો આરવ ઉત્સાહપૂર્વક બોલ્યો.

“મને એમ કે હું જોડે લેતો જાત...! કારમાં….!” સુરેશસિંઘ બોલ્યાં.

“અરે કેમ આપડે નક્કી તો કર્યું’તું...! કોલેજમાં કોઈને ખબર નાં પડવી જોઈએ...!” આરવ યાદ અપાવતો હોય એમ બોલ્યો “કે તમે મારાં મામાં છો...!”

“અરે હાં નઈ....!” સુરેશસિંઘને યાદ આવતાં તે બોલ્યાં “સારું ચલતો....!”

“હા...બાય...!” કૉલ કરીને આરવે મોબાઈલ જીન્સનાં પોકેટમાં મૂક્યો અને ખભે ભરવેલા ગિટારનો પટ્ટો રમાડતો-રમાડતો કોલેજનાં બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો.

અનેક ઘટાદાર લીમડા અને આસોપાલવનાં વૃક્ષોથી ઘેરાયેલું HL કોલેજનું કેમ્પસ આરવને અત્યંત સોહામણું લાગી રહ્યું હતું. વહેલી સવારે પડેલાં ધોધમાર વરસાદને લીધે આવતી માટીની મહેકને ઊંડા શ્વાસ ભરીને માણતો-માણતો આરવ કોલેજ બિલ્ડીંગ તરફ જતી પેવમેંન્ટ ઉપર ચાલવા લાગ્યો.

કોલેજ બિલ્ડીંગનાં પહેલાં પગથિયે ઊભા રહીને આરવે કોલેજનાં મેઈન ગેટ તરફ જોયું. સવાર-સવારમાં આરવની જેમ કોલેજ બિલ્ડીંગ તરફ આવી રહેલાં સ્ટુડન્ટ્સમાં આરવ એક ખાસ ચેહરાને શોધી રહ્યો.

“આજે પણ એક્ટિવાં બગડી ગ્યું કે શું....!?” ગિટારનાં પટ્ટાને બેચેનીપૂર્વક રમાડતો-રમાડતો આરવ બબડયો.

લગભગ વીસેક મિનિટ જેટલું આરવ ત્યાંજ ઊભો રહયો.

“ચલ યાર.....!” છેવટે કંટાળેલો આરવ સ્વગત બબડયો “કેન્ટીનમાં જઈને કઈંક ખાવું પડશે...!”

પાછું ફરીને આરવ કેન્ટીન તરફ જતાં કોરિડોર તરફ ચાલવા લાગ્યો.

***

“અરે બાપરે....! કેન્ટીન તો ઓલમોસ્ટ ફૂલ છે....!” ખભે લટકાવેલા ગિટારનાં પટ્ટામાં હાથ ભરાવી કેન્ટીનનાં દરવાજે ઉભેલો આરવ બબડયો.

કેન્ટીન આખી સ્ટુડન્ટ્સથી ચિકાર ભરેલી હતી. સિઝનનો પહેલો વરસાદ પડતાંજ રોમેન્ટીક વાદળછાયા વાતાવરણમાં કેન્ટીનમાં ચ્હા-નાસ્તાની જ્યાફત ઉડાવાં કોલેજનાં સ્ટુડન્ટ્સની ભીડ બરાબર જામી હતી.

“જગ્યા મલવી ઇમ્પોસિબલ લાગે છે...!” કેન્ટીનમાં બેસવાં ટેબલની આજુબાજુ ખાલી ચેયર જોતો-જોતો આરવ કેન્ટીનમાં ચાલવા લાગ્યો.

“હાં...! ત્યાં એક-બેજ જણ બેઠાં લાગે છે....!” એક ટેબલની આજુબાજુ ચેયરમાં બેઠેલાં બે અજાણ્યાં સ્ટુડન્ટ્સ અને તેમની જોડેની બાકીની ચેયર ખાલી જોઈને આરવ એ ટેબલ તરફ ચાલવા લાગ્યો.

ખભે ગિટાર ભરાવીને કેન્ટીનમાં જઈ રહેલાં આરવને આજુબાજુ બેઠેલાં ઘણાં સ્ટુડન્ટ્સ જોઈ રહ્યાં. કોલેજમાં પણ આવ્યાં પછી કેન્ટીન સુધી આવતાં-આવતાં પણ ઘણાં સ્ટુડન્ટ્સ આરવને જોતાં હતાં. આરવે પોતે પણ આ વાત નોટિસ કરી હતી. જોકે કોલેજ પોતાનાં “મામા”ની હોવાથી આરવ પોતે બેફિકર થઈને ચાલતો હતો. પોતે ટ્રસ્ટીનો ભાણો છે એ વાત જાહેર નાં થવાં દેવાં માંગતા આરવે જોકે મનમાં નક્કી કરીજ રાખ્યું હતું કે જો કોઈ સ્ટુડન્ટ કારણ વગર તેની જોડે “પંગો” લેશે તો આરવ પોતાની એ ઓળખાણનો ઉપયોગ ચોક્કસ કરશે.

“અરે યાર....!” આરવ હજીતો એ ટેબલની નજીક પહોંચવાંજ આયો હતો ત્યાંજ તેની આજુબાજુની ખાલી ચેયર્સમાં બે-ત્રણ સ્ટુડન્ટ્સ આવીને બેસી ગયાં.

એક ચેયર હજુપણ ખાલી રહેતાં આરવ છેવટે તે ટેબલની જોડે જઈ પહોંચ્યો.

“હાય....!હું અહિયાં બેસું...!?” ટેબલની આજુબાજુ બેઠેલાં સ્ટુડન્ટ્સને ઉદ્દેશીને આરવ બોલ્યો “બીજે ક્યાંય જગ્યા નથી....!”

કેન્ટીનમાં આજુબાજુ એક નજર નાંખીને આરવે પાછું તેમની તરફ જોયું. સ્ટુડન્ટ્સમાં ત્રણ બોયઝ અને બે ગર્લ્સ પણ હતી.

“હાં શ્યોર...!” સામે બે બોયઝની વચ્ચે બેઠેલો છોકરો બોલ્યો.

“થેન્ક યુ....!” સ્મિત કરીને આરવે પોતાનાં ખભેથી ગિટાર ઉતાર્યું અને ચેયર ખેંચીને બેઠો. ગિટાર પોતાની એકબાજુ ટેકો દઈને મૂકતાં-મૂકતાં આરવે કેન્ટીનમાં આમ-તેમ જોયું.

“ન્યુ એડમિશન....!?” આરવને બેસવાં માટે હાં પાડનાર એજ છોકરાંએ આરવને પૂછ્યું પછી પોતાની આજુબાજુ બેઠેલાં પોતાનાં ફ્રેન્ડ્સ સામે જોયું.

“અ....હાં...હાં....!” આરવ બોલ્યો અને બધાંની સામે જોયું પછી બોલ્યો “આરવ....!”

“અક્ષય...!” એજ છોકરો બોલ્યો.

“આકાશ....!” અક્ષયની બાજુમાં બેઠેલો બીજો છોકરો બોલ્યો.

“અર્થ....! અર્થ પટેલ…!” અક્ષયની બીજી બાજુ બેઠેલો છોકરો બોલ્યો.

આરવે હવે ઈંન્ટ્રોડક્શન આપવામાં બાકી એવી બે ગર્લ્સ સામે જોયું.

“આકાંક્ષા...!” એક છોકરી બોલી.

“આકૃતિ....!” બીજી છોકરી બોલી.

“વેટ અ સેકન્ડ....! તામારાં બધાંનાં નામ “A”થી શરૂ થાય છે...!?” આરવે નવાઈ પામીને પૂછ્યું.

“અરે હાં....! એ તો અમે કોઈ દિવસ વિચાર્યું જ નઈ...?” આકૃતિ નવાઈ પામીને બોલી પછી પોતાનાં બીજાં ફ્રેન્ડ્સ સામે જોયું.

“હજી તો અજય અને અદિતિ બાકી છે...!” અક્ષય સ્મિત કરીને બોલ્યો.

“શું વાત છે યાર...!” આરવ બોલ્યો “તો તો તમારાં ગ્રૂપનું નામ “A” ગ્રૂપજ રાખીદો...!”

“હાં..યાર મસ્ત નામ છે...!” ખુશ થઈ ગયેલી આકૃતિ બોલી.

“તારું નામ પણ આરવ જ છે ને....! “A” ઉપરથી....!” આકૃતિ બોલી “તો તુંય અમારાં ગ્રૂપમાં આઈજા....! નઈ આકૃતિ....!?”

મોઢા ઉપરથી થોડી ખડડૂસ દેખાતી આકૃતિ તરફ આરવ સ્મિત કરીને જોઈ રહ્યો.

“રેગિંગ ટેસ્ટ આપવો પડશે....!” આકૃતિ ચઢેલા મોઢે બોલી.

“રેગિંગ તો ઈલલીગલ છે...!” આરવ બોલ્યો.

“હશે...! તોય..!” આકૃતિ એવાંજ ખડડૂસ સ્વરમાં બોલી “રેગિંગ તો થશેજ....!”

“ હું ટ્રસ્ટી સરને ઓળખું છું....!” આરવથી બોલાઈ ગયું.

“એ તો અમેય ઓળખીએ છે....!” આકૃતિ એટીટ્યુટથી બોલી “હું તો મોદીનેય ઓળખું છું બોલ...!”

“ઓહ... એ રીતે તું હુંય ઓળખું છું...!” આકૃતિની સ્માર્ટનેસ ઉપર આરવથી હસાઈ ગયું.

“તો પછી....! કીધુંને....! કોઈની ઓળખાણ નઈ ચાલે...!” આકૃતિ બોલી “રેગિંગ ટેસ્ટ મસ્ટ છે...!”

“ઓકેય...!” આરવે સ્મિત કરીને માથું ધીરેથી હલાવ્યું “બોલો...! શું કરવાનું...!?”

“આ ગિટાર ખાલી કલર કરવાં માટે જોડે રાખે છે....! કે પછી વગાડતાં પણ આવડે છે...!?” આકૃતિએ ટોંન્ટમાં પૂછ્યું.

“આવડે છે....!” આરવ સ્મિત કરીને બોલ્યો.

“ગ્રેટ...! તો પ્લે ધ ગિટાર એન્ડ સિંગ આ સોંગ.....!” આકૃતિ બોલી અને ટેબલ ઉપર પડેલાં ચ્હાના કપમાંથી એક સિપ લઈને કપ પાછો ટેબલ ઉપર મૂક્યો.

“અને હાં....! જો અમને તારો વોઈસ ગમ્યો તો એક વીક સુધી રોજે તારે ગ્રૂપનાં બધાંને ચ્હા-નાસ્તો કરાવાનો....!”

“હેં...!? આવું કેવું...!?” આરવે નવાઈ પામીને પૂછ્યું “હું સારું ગાવ...! તો પણ...!”

“હાં યાર...! આ તો વધારે પડતું થઈ ગ્યું હોં...!” આકૃતિની જોડે બેઠેલી આકાંક્ષા બોલી.

“રેગિંગમાં આવુંજ રે’શે ....!” આકૃતિ બોલી.

“ઈટ્સ ઓકે....! આઈ કેન અફોર્ડ ઈટ....!” આરવ સ્મિત કરીને બોલ્યો અને જોડે મૂકેલું ગિટાર ઉઠાવી પોતાનાં ખોળાંમાં મૂક્યું.

“બોલો....કયું સોંગ ગાવ...!?”

“અમ્મ....! જે તને આવડે એ...!” આકૃતિ બોલી.

સ્મિત કરીને આરવે ગિટાર ઉપર ટ્યુન વગાડવાની શરૂ કરી. ગિટારનો અવાજ સાંભળી આજુબાજુ બેઠેલાં ઘણાં સ્ટુડન્ટ્સે એ બાજુ જોવાં માંડ્યુ.

ગિટાર વગાડતાં-વગાડતાં આરવ આજુબાજુ બેઠેલી ગર્લ સ્ટુડન્ટ્સમાં એજ ચેહરાને શોધી રહ્યો.

“હજી નઈ આઈ લાગતી....!” આરવ મનમાં બબડયો પછી સ્મિત કરી ઊંચાં સ્વરમાં આકૃતિ સામે જોઈને ગાવાં લાગ્યો.

“શાયરો સે લબ્ઝ લેકે થોડે સે ઉધાર....!

બોલનાં યે ચાહતાં હું દિલસે તુમકો યાર....!

હો રહા થાં....હો રહા હૈ....હલ્કા સા ખુમાર...

કોઈના રહા હૈ દિલપે આપના ઝોર....!

Love me થોડાં ઓર...! Love me થોડાં ઓર...!”

ઊંચાં સ્વરમાં જે રીતે આરવે ગાયું, આકૃતિ સહિત એ તરફ જોઈ રહેલાં બધાંજ સ્ટુડન્ટ્સ આશ્ચર્યથી ચકિત થઈને જોઈ રહ્યાં.

Love me થોડાં ઓર...! હમ્મ … Love me થોડાં ઓર...!”

અરિજીત સિંઘના ફેમસ હોય એવાં બે-ત્રણ સોંગ્સનાં અમુક લીરિક્સને રિધમ સાથે આરવે વન બાય વન ગાયાં. કેન્ટીનમાં હવે લગભગ બધાંજ આરવ સામે જોઈ રહ્યાં.

“વૂઉઉઉઉઉ.....!” સોંન્ગ ગાયાં પછી કેન્ટીનમાં હાજર લગભગ બધાંએ આરવને તાળીઓથી વધાવી લીધો.

“બવ ગજબ ગાય છે યાર તું તો....!” સામે બેઠેલાં અક્ષયે સ્મિત કરીને કહ્યું.

આરવે પણ સ્મિત કર્યું અને તાળીઓ પાડી રહેલાં સ્ટુડન્ટ્સ સામે આજુબાજુ જોયું પછી આકાંક્ષા સામે જોઈને પોતાની આઈબ્રો નચાવી.

આકાંક્ષાથી પરાણે હસાઈ ગયું.

“બધાં માટે ચ્હા-નાસ્તો મંગાવ...!” આકાંક્ષાએ ફરીવાર એવાંજ એટીટ્યુડથી કહ્યું.

આરવે સ્મિત કર્યું અને કેન્ટીનમાં કામ કરતાં એક ઊંચા પાતળાં છોકરાંને હાથી ઈશારો કરીને જોડે બોલાવ્યો.

***

“હેય....! નાઈસ સિંગિંગ હાં....!” કોરિડોરમાં જઈ રહેલાં આરવને પાછળથી એક સ્ટુડન્ટે હળવેથી પીઠ ઉપર હાથ મૂકીને કહ્યું.

ચ્હા-નાસ્તો કર્યા પછી આરવ કેન્ટીનમાંથી નીકળી કોરિડોરમાં જઈ રહ્યો હતો. આરવે પ્રતીભાવમાં હળવું સ્મિત કર્યું અને માથું ધૂણાવ્યું. એ સ્ટુડન્ટ આગળ ચાલતો થયો.

“પણ જેના માટે ગાયું એ તો આઈજ નઈ....!” મનમાં લાવણ્યાનો ચેહરો કલ્પી આરવ બબડયો અને કોરિડોરમાં અટક્યો.

થોડીવાર સુધી ઊભાં રહ્યાં બાદ આરવ કોલેજના પાર્કિંગ તરફ ચાલ્યો ગયો.

પાર્કિંગમાં આવી ખાસ્સો સમય સુધી ટાઈમપાસ કર્યા બાદ આરવ પાછો કોલેજના બિલ્ડીંગમાં આવ્યો. આમતેમ આંટાફેરાં માર્યા પછી પણ જ્યારે ટાઈમ ના નીકળ્યો તો આરવ છેવટે લેકચર ભરવાં ક્લાસમાં બેઠો.

માંડ-માંડ બપોર સુધી લેકચર ભર્યા પછી પોતાનાં નવાં બનેલાં “A” ગ્રૂપ સાથે આરવ કેન્ટીનમાં આવીને બેઠો. નવાં બનેલાં મિત્રો સાથે ચ્હા-નાસ્તો અને મસ્તીમાં ઘણો સમય પસાર કર્યા પછી આરવ બપોર પછી છેવટે ઘરે આવવાં નીકળી ગયો.

આખાં દિવસ દરમ્યાન તે કોલેજના સ્ટુડન્ટ્સની ભીડમાં એ એકજ ચેહરાને શોધતો રહ્યો.

“ક્યાં સંતાઈ ગઈ એજ ખબર ના પડી...!” આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળો સામે જોઈને સિગ્નલ ઉપર બાઇક લઈને ઉભેલો આરવ બબડયો.

સિગ્નલ ખૂલતાંજ આરવે બાઇક સેટેલાઈટ રોડ તરફ મારી મૂક્યું.

***

“તો....કેવો ‘ર્યો આપડી કોલેજમાં ફર્સ્ટ ડે....!?” ડાયનિંગ ટેબલ ઉપર આરવની સામે બેસીને જમી રહેલાં તેનાં મામાં સુરેશસિંઘે પૂછ્યું.

“ફર્સ્ટ ક્લાસ મામા...!” લાવણ્યાના વિચારોમાં ખોવાયેલાં આરવે પરાણે સ્મિત કરીને કહ્યું.

“હમ્મ....! કોઈએ રેગિંગ કે એવું કઈં કરવાનો ટ્રાય તો નોતો કર્યો ને ...!?”

“ના..ના....! એવું કશું નો’તું થયું....!” આરવે વાત ટૂંકાવી અને જમવાનું પૂરું કરી થાળી ખસેડીને ઊભો થઈ ગયો.

ઝીલની બાજુનાં એક રૂમની બાલ્કનીમાં ચેયર નાંખીને બેઠાં-બેઠાં આરવ પોતાનું ગિટાર મંતરી રહ્યો હતો. છઠ્ઠા માળે આવેલાં તેનાં મામાંનાં એ પોર્શ ફ્લેટની બાલ્કનીમાંથી વરસાદી વાદળોથી ઘેરાયેલાં અમદાવાદ શહેરનો Awesome કહેવાય એવો વ્યૂ દેખાતો હતો.

મોડી રાત સુધી ગિટાર મંતર્યા પછી આરવ છેવટે રૂમમાં આવ્યો અને બેડની બાજુમાં ગિટાર મૂકીને બેડમાં પડતું મૂક્યું.

“કાલે આવે તો સારું...!” બેડ ઉપર પડયાં-પડ્યાં છતમાં લાગેલાં ગોળ ફરી રહેલાં ફેન તરફ તાકી રહી આરવ બબડ્યો.

પહેલીજ મુલાકાતમાં લાવણ્યાનાં રૂપથી ઘાયલ થયેલાં આરવને જોકે એ નહોતી ખબર કે તે જે લાવણ્યાની આટલી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે તેનાં મામાનાં એ સેટેલાઈટનાં ઘરથી માત્ર પંદરેક મીનીટ દૂર જોધપુરમાં રહેતી હતી.

ક્યાંય સુધી પડખાં ફેરવ્યાં બાદ છેવટે તેની આંખો ઘેરાવાં લાગી.

***

ત્યારપછીનાં બે-ત્રણ દિવસ સુધી આજ સિચ્યુએશન રહી. કેન્ટીનમાં આરવે ફરીવાર પોતાનાં ફેવરિટ સિંગર અરિજિત સિંઘનું સોંગ ગાયું. ફરીવાર બધાંએ તાળીઓથી તેને વધાવી લીધો. જોકે આરવ જેની રાહ જોતો એ લાવણ્યાનો કોઈ અત્તોપત્તો નહોતો.

આખો-આખો દિવસ રાહ જોવાં છતાં પણ જ્યારે લાવણ્યા કોલેજમાં જોવાં નાં મળતી તો કંટાળેલો આરવ ઘરે આવી જતો. ગિટાર ક્લાસમાં પણ તે મન વગરની હાજરી પુરાવતો.

***

“હું મને શોધ્યાં કરું....! પણ હું તને પામ્યાં કરું.....!

તું લઈને આવે લા...ગણીનો મેળોઓ.....રે......!”

કેન્ટીનમાં ગિટાર વગાડતાં-વગાડતાં આરવ સોંન્ગ ગાઈ રહ્યો હતો. આકૃતિની બર્થડે હોવાથી તેણીની ખાસ ડિમાન્ડ હતી કે આરવ ગિટાર પ્લે કરતાં-કરતાં એ સોંગ ગાય. આમતો કોલેજનાં ફર્સ્ટ ડેથી આજ સુધીઆરવ લગભગ રોજે સોંન્ગ ગાતો અને કેન્ટીનમાં મ્યૂઝિકલ માહોલ ઊભો કરી દેતો. આરવનો સાથ આપવાં કેન્ટીનમાં હાજર ઘણાંબધાં સ્ટુડન્ટ્સ પણ તેને ઘેરીવળી કોરસમાં ગાવાં લાગતાં.

ત્રણ-ચાર દિવસમાંજ આરવ આખી કોલેજમાં ફેમસ થઈ ગયો હતો.

“સાથ તું લાંબી મજલનો ઓ....સાર....તું મારી ગઝલનો ઓ....!

તું અધુરી...વારતાનો છેડો રે......!”

ત્યાંજ ટેબલ ઘેરીને ઉભેલાં કેટલાંક સ્ટુડન્ટસ ચેયરમાં બેસી જતાં આરવની નજર સામે ટેબલની જોડે ઉભેલી લાવણ્યા દેખાઈ.

આરવે જોયું કે એ દિવસની જેમજ લાવણ્યાએ આજેપણ બોડી એક્સપોઝ થાય એવાંજ મોડર્ન કપડાં પહેર્યા હતાં. બ્લ્યુ કલરનું સ્લીવલેસ હાલ્ફ ટોપ, ખુલ્લી કમર, જીન્સનું શોર્ટ. પોતાની ખુલ્લી નાજુક કમર ઉપર હાથ ટેકવીને ઊભેલી લાવણ્યા ઉપર કેન્ટીનમાં હાજર લગભગ મોટાભાગનાં બોયઝની નજર ચોંટી ગઈ હતી.

“આ તો એજ છોકરો છે....!?” આરવને ઓળખી ગઈ હોય એમ લાવણ્યાનાં ચેહરા ઉપર આરવે એ ભાવો વાંચી લીધા. આરવને જોઈને તેણીની નજર ચમકી ગઈ હતી અને તે જોઈને આરવ વધુ ઉત્સાહમાં આવી ગયો અને આગળ સોંન્ગ ગાવાં લાગ્યો.

“મીઠડી આ સજા છે.....! દરદોની મજા છે....”

“તારો વિરહ પણ લાગે વ્હાલો રે......!

કે વાલમ આવોને....આવોને....!

વાલમ આવોને....આ.....વોને....!

કેવી આ દિલની સગાઈ...! કે માંડી છે લવની ભવાઈ...ઓ....

તા થઈયા... થઈયા ...... તા થઈ...યા..... થઈ....!”

લાવણ્યા સહીત કેન્ટીનમાં લગભગ બધાંજ મંત્રમુગ્ધ બનીને તે આરવને સાંભળી રહ્યાં. સોંન્ગ ગાતાં-ગાતાં આરવ લાવણ્યા સામે મુગ્ધ નજરે જોઈ રહ્યો.

“તા થઈયા... થઈયા ...... તા થઈ...યા..... થઈ....!”

આરવ જ્યાં બેઠો હતો તે ટેબલની આજુબાજુ ચેયરમાં બેઠેલાં અને આજુબાજુ ઉભેલાં સ્ટુડન્ટસ પણ હવે તેની સાથે-સાથે તાલ મીલાવતાં ગાવાં લાગ્યાં. કેન્ટીનનું આખું વાતાવરણ કોઈ મોટાં સિંગરના મ્યુઝીક કોન્સર્ટની જેમ સંગીતમય થઈ ગયું.

“તા થઈયા... થઈયા ...... તા થઈ...યા..... થઈ....!”

“વુંઉઉઉઉ.......!”

છેવટે આરવવે ગાવાનું પૂરું કર્યું અને તેની સાથે ગાઈ રહેલાં અન્ય સ્ટુડન્ટસે તેમજ કેન્ટીનના અન્ય વિદ્યાર્થીઓએ તાળીઓ અને ચિચિયારીઓ પાડીને તેને વધાવી લીધો. તે ગાતો હતો ત્યાં સુધી લાવણ્યા આરવને જોઈ રહી હતી અને તેનાં મધુર અવાજમાં એ સોન્ગને સાંભળી પણ રહી હતી. આરવ પણ લાવણ્યા સામે જોતાં-જોતાં ગાતો રહ્યો હતો.

આરવ હજીપણ લાવણ્યા સામે જોઈ રહ્યો હતો. મનમાં મલકાઈ રહેલી લાવણ્યા પણ તેની સામેજ જોઈ રહી હતી. લાવણ્યાની જોડે બેઠેલી કોઈ સ્ટુડન્ટ ગર્લે લાવણ્યાને કોણી મારીને કઈંક પૂછ્યું.

“મસ્ત ગાય છેને ...!?” ક્યાંક જોઈ હોય એવી અને ઓળખીતી લાગતી એ છોકરીનાં બોલવા પરથી આરવે અંદાજો લગાવ્યો કે તેણીએ લાવણ્યાને એજ ક્વેશન પૂછ્યો હશે.

“હેં.....! અ...! હાં...હાં...ઠીક ઠીક....!” લાવણ્યા ઘમંડથી મોઢું બગાડીને તેણીને જવાબ આપ્યો “એટલું કંઈ સારું નો’તું....!”

કેન્ટીનમાં કોલાહલ થોડો ઓછો થતાં આરવને બે ટેબલ દૂર બેઠેલી લાવણ્યાનો તે તોછડો જવાબ સંભળાયો.

આરવ હજી પણ લાવણ્યા સામે જોઈ રહ્યો હતો અને તે પણ આરવ સામે જોઈ રહી હતી. આજુબાજુના કેટલાંક સ્ટુડન્ટસ હજીપણ તે આરવની પીઠ ઉપર હળવેથી ધબ્બા મારી તેને તેણે ગાયેલાં સોન્ગ માટે એપ્રીશીયેટ કરી રહ્યાં હતાં.

આરવે હવે લાવણ્યાને જોઇને બાળકો જેવુ માસૂમ સ્મિત કર્યું. લાવણ્યાએ ઘમંડથી પોતાનાં હોંઠ મચકોડ્યા અને પોતાની હેન્ડબેગ ખભે ભરાવતી-ભરાવતી ચેયરમાંથી ઉભી થઈ ગઈ.



“હું લેકચર ભરવાં જાવ છું.....!” કેન્ટીનમાંથી બહાર જતાં-જતાં લાવણ્યાએ ગ્રુપના ફ્રેન્ડસને સંબોધીને સહેજ મોટેથી કહી દીધું અને કેન્ટીનની બહાર નીકળી ગઈ.

“અરે તું ક્યાં ચાલ્યો...!?” ચેયરમાંથી ઝડપથી ઊભાં થવાં જઈ રહેલાં આરવનો હાથ ખેંચીને આકૃતિ બોલી.

“અ....!” આરવે કેન્ટીનની બહાર જઈ રહેલી લાવણ્યા તરફ નજર નાંખી.

પોતાની કમર લચકાવતી-લચકાવતી તે અદાથી ચાલતી-ચાલતી જઈ રહી હતી. પાછળથી દેખાઈ રહેલી તેની ખુલ્લી કમર તરફ અને જીન્સની શોર્ટીમાં દેખાતાં તેણીનાં ખુલ્લાં લીસ્સાં પગ તરફ જોઈને કેટલાંક બોય્ઝે એકબીજાને તાળી આપી ગંદુ સ્મિત કર્યું. એ જોઈને આરવનું મગજ ગુસ્સાંથી તપી ઉઠ્યું.

“મારી કેક નઈ કાપવાની....!?” આકૃતિ બોલી “અજય અને અદિતિ લઈને આવતાંજ હશે યાર...!”

“અ...! મારે ઈમરજન્સી છે યાર...! જવું પડશે...!” આરવે મોઢું બગાડીને કહ્યું

“ઓહ...! યુ મીન...! વોશરૂમ...!?” આકૃતિ પૂછ્યું.

આરવે એવુંજ મોઢું કર્યું અને હકારમાં ધૂણાવ્યું. આકૃતિએ હાથ છોડી દેતાં આરવ ઉતાવળા પગલે કેન્ટીનની બહાર ભાગ્યો.

***

કેન્ટીનમાંથી બહાર નીકળી આરવે તરતજ બંને બાજુ જોયું. જમણી બાજુ ક્લાસરૂમ તરફ જતાં કોરીડોરમાં જઈ રહેલી લાવણ્યાને જોઈ આરવ તેણીની પાછળ ઉતાવળાં પગલે ભાગ્યો.

“હેય...! મિસ...!” લાવણ્યાની નજીક પહોંચી પોતાની ચાલવાની સ્પીડ ધીમી કરી આરવે તેણી જોડે ચાલતાં-ચાલતાં પૂછ્યું “હાય....!”

એકાદ ક્ષણ માટે અટકીને લાવણ્યાએ આરવ સામે જોયું અને ઘમંડથી પોતાનાં વાળ ઝાટકી પછી ક્લાસરૂમ તરફ ચાલવાં લાગી.

“તમને સોન્ગ કેવું લાગ્યું...!?” આરવે લાવણ્યા જોડે ચાલતાં-ચાલતાં પૂછ્યું.

“તે કેન્ટીનમાં બધાંને આ ક્વેશ્ચન પૂછ્યો...!?” લાવણ્યાએ તોછડાઈપૂર્વક તેની સામે જોયાં વિના કહ્યું.

“હાં...હાં...હાં....” આરવથી હસાઈ ગયું “ના ખાલી તમને...!”

આરવ સામે જોઈ લાવણ્યાથી પણ પરાણે હળવું હસાઈ ગયું.

“તમે મારી જોડે કોફી પીવા આવશો....!?” આરવે નાનાં બાળક જેવો ચેહરો બનાવીને ભોળાં ભાવે પૂછ્યું.

“તો ...તારે લાઈનમાં ઉભું રહેવું પડશે...!?” લાવણ્યા ફરીવાર ઘમંડથી પોતાનાં વાળ ઝાટકીને બોલી.

“આધારકાર્ડ કઢાવાં...!?” આરવ મજાક કરતો હોય એમ બોલ્યો

“નાં હવે....!” પરાણે પોતાનું હસવું રોકી રહી હોય એમ લાવણ્યા બોલી “કોલેજના લગભગ બધાંજ હેન્ડસમ છોકરાઓ મારી જોડે કોફી પીવાં માંગે છે....!”

“ઓહ....! તો તો મારો નંબર આવતાં-આવતાં કોલેજ પૂરી થઈ જશે....!” આરવે ફરીવાર મઝાકીયાં સ્વરમાં કહ્યું.

“હાં કદાચ....!” દાંત દબાવીને હસવું રોકી રાખતાં લાવણ્યા બોલી.

ક્લાસરૂમ નજીક આવી જતાં લાવણ્યાએ પોતાની ચાલવાંની સ્પીડ ધીમી કરી.

“તો કોઈ રીતે આપડું સેટિંગ નથી થાય એવું...!?” જાણે કોઈ ટ્રાફિક પોલીસને લાંચ આપતો હોય એમ આરવ મોઢું બનાવીને બોલ્યો.

“ના...લાઈનમાં ઉભેલાં બીજાં યુવાન નારાજ થાય....!” લાવણ્યા ટીખળભર્યું સ્મિત કરીને બોલી.

“એક કામ કરીએ તો..!” આરવ હજીપણ એવાંજ ઇનોસન્ટ સ્વરમાં બોલી રહ્યો હતો “કોલેજ પતે પછી સાંજે તમે છુપાઈને કોલેજના ગેટથી થોડાંદુર ઉભાં રેહજો....! હું પછી બાઈક લઈને આઈ જઈશ અને તમને બેસાડી લઈશ....! કોઈનેય ખબર નઈ પડે....!”

“હા..હાં..હાં....!” લાવણ્યા હવે હસી પડી અને કોરીડોરમાં અટકી “આ બવ ક્યુટ પ્રપોઝલ હતું....હોં..!”

“તો કોફી પાક્કી....!?”

“હું તો તને ઓળખતી પણ નથી...!?” લાવણ્યા ઘમંડથી બોલી “અને કોલેજનાં એવાં બધાંજ અજાણ્યાં બોયઝ સાથે જો હું કોફી પીવાં માટે જાવ....! તો મારી આખી કોલેજ કોફી પીવામાં પતે અને મને ડાયાબિટીસ થઈ જાય એ અલગથી....!”

“અને વજન પણ વધી જાય...!” આરવ તેનાં હોંઠ દબાવી રાખીને હસવું રોકતાં બોલ્યો.

“ઓય વજન વાળાં...!” લાવણ્યા હસી પડી અને તે આરવનાં બાવડે હળવાં પંચ મારવાં લાગી.

“અરે...! હું તો ખાલી એમજ કવ છું....!” લાવણ્યાના એવાં બિહેવિયરથી સુખદ આશ્ચર્ય થયું હોય એમ આરવ સહેજ પાછો ખસી ગયો “અને હું અજાણ્યો નથી....! મેં જ તમને લીફ્ટ આપી હતી...! ત્રણેક દિવસ પે’લ્લાં....! તમારું એકટીવા બગડી ગ્યું’તું ત્યારે....!”

“ ઓહ....હાં....! યાદ આયું...!” લાવણ્યા જાણે યાદ કરતી હોય એમ નાટક કરતાં બોલી “એક્ચ્યુલી....! મને ઘણાં બધાં છોકરાઓ લીફ્ટ આપતાં હોય છે..યુ નો...!”

“હમ્મ....! એટલેજ તમે કોઈને “થેન્ક યુ” પણ નઈ કે’તા હોવ....! નઈ...!?”

“હાં...હાં...હાં.....! તો તારે થેન્ક યુનાં બદલાંમાં કોફી જોઈએ છે એમ...!?” લાવણ્યા અદબવાળીને ઉભી રહી અને આરવના ઇનોસન્ટ ચેહરા સામે જોઈ રહી.

“નાં ના...એવું કંઈ નઈ....!” આરવની જીભ થોથવાઈ જતાં તેણે નાનાં બાળકની જેમ માથું ધુણાવ્યું.

“મારે લેટ થાય છે...!” લાવણ્યા સ્માઈલ કરતી-કરતી ક્લાસરૂમ તરફ ચાલી.

“તો કોફી...!?” આરવે ત્યાંજ ઉભાં રહીને સહેજ ઊંચા સ્વરમાં પૂછ્યું.

­ઘમંડથી સ્માઈલ કરતી-કરતી લાવણ્યા કંઈપણ જવાબ આપ્યાં વિનાજ ક્લાસરૂમમાં એન્ટર થઈ ગઈ.

“શું કરું...!? હું પણ ક્લાસરૂમમાં જઉ....!?” ત્યાંજ ઊભા રહીને આરવ મનમાં બબડયો “ના..ના....એવીરીતે પાછળ-પાછળ જવું...! એ તો ચિપ લાગશે યાર...!”

“તો પછી ટાઈમ કેમનો કાઢવો...!?” પાછું ફરીને ચાલતાં-ચાલતાં આરવ મનમાં બબડયો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ આરવના મોબાઈલની રિંગ વાગી.

“આકૃતિ....!?” સ્ક્રીન ઉપર આકૃતિનો નંબર જોઈને આરવ બબડયો અને કૉલ રિસીવ કરી લીધો.

“હાં બોલ....!”

“ક્યાં છે તું....!? મારી કેક આઈ ગઈ છે...!” સામેથી આકૃતિ નારાજ સૂરમાં બોલી.

“અમ્મ.....!” ક્લાસરૂમ તરફ જોઈને આરવ મનમાં વિચારી રહ્યો “એમ પણ ટાઈમ કાઢવોજ છે...!”

“ઓય...! સાંભળે છે...!?” સામેથી આકૃતિ બોલી.

“હાં....! હાં....! આવું છું....! પાંચ મિનિટ...!” એટલું કહીને આરવે કૉલ કટ કર્યો અને પછી ઉતાવળા પગલે કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

***

“હેપ્પી બર્થડે ડિયર આકૃતિ....!” બર્થડે કેક કટ કરીને બધાંએ ચિચિયારીઓ પાડી.

કટ કરેલી કેકમાંથી બધાંએ વારાફરતી કેકનો પીસ લેવાં માંડ્યો.

“હવે સાંજનું શું પ્લાન છે...!?” અક્ષયે કેક ખાતાં-ખાતાં પૂછ્યું “ક્યાં પાર્ટી કરશું આકૃતિ...!?”

“અમ્મ...! મને એમ કે આરવ મને સરપ્રાઈઝ પાર્ટી આપશે....!” આંખો નચાવી આકૃતિએ આરવ સામે જોયું.

“ઓહ નઈ....!” કેક ખાતાં-ખાતાં આરવે માથું ધૂણાવ્યું “મ્મ...મારે સાંજે ગિટાર ક્લાસ છે....!”

આકૃતિ સામે એક અછડતી નજર નાંખી આરવે સપાટ સ્વરમાં કહી દેતાં આકૃતિનું મોઢું ઉતરી ગયું.

“અરે તો પાર્ટી થોડી લેટ કરશુંને....!” અજય બોલ્યો “તારાં ગિટાર ક્લાસ બવમાં બવ કેટલાં આઠ-નવ વાગે પતતા હશેને....!?”

“અમ્મ.....! હાં....અ...! જોઈએ...!”વિચારે ચઢી ગયેલો આરવ બોલ્યો “હું કૉલ કરીશ....!”

“શું વિચારોમાં ખોવાયેલો છે તું...!?”આકૃતિએ સહેજ ચિડાઈને પૂછ્યું.

“અરે કઈં નઈ...!” આરવ બોલ્યો પછી મનમાં બબડયો “અહિયાંથી નીકળવું પડશે...! નઈતો આ લોકો પકડી પાડશે તો બર્થડે પાર્ટી કર્યા વગર છોડશેજ નઈ....!”

“મારે થોડું કામ છે....!” કેકનો વધેલો ટુકડો પાછો ટેબલ પર પડેલી પેપર ડિસમાં મૂકી ટેબલના ટેકે મૂકેલું પોતાનું ગિટાર ખભે ભરાવતાં-ભરાવતાં આરવ બોલ્યો “હું કૉલ કરું પછી....! બાય....!”

“અરે પણ....!” એટલું કહીને આરવ પાછું ફરીને જતો રહ્યો અને આકૃતિએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો.

જોકે સાંભળ્યા વિના આરવ ત્યાંથી બહાર જતો રહ્યો.

***

સાંજ સુધીનો સમય આરવે કોલેજના પાર્કિંગમાં પસાર કર્યો. તે કોઈવાર પાર્કિંગ પાર્ક કરેલાં બાઇક ઉપર બેસતો તો કોઈવાર પાર્કિંગ શેડમાં આમ-તેમ આંટા મારતો તો કોઈવાર પોતાનું ગિટાર મંતરતો. દરેક વખતે તે પાર્કિંગમાંથી દેખાતાં કોલેજના બિલ્ડીંગ તરફ જોઈ લાવણ્યા જતી ના રહે એ ધ્યાન રાખતો. સાંજ ઢળતા સુધીનો સમય આરવે માંડ-માંડ પસાર કર્યો.

“ઘરર.....!” પાર્કિંગ ઉભેલા આરવે વાદળોનો ગડગડાટ સાંભળ્યો અને પાર્કિંગ શેડમાંથી બહાર આવીને ઉપર આકાશ તરફ જોયું.

“ટપ....ટપ....ટપ.....!” હળવાં છાંટાં પડવાની સાથે વરસાદ શરૂ થયો.

“વાહ શું વાત છે...!” આરવે સ્મિત કર્યું અને પાછું કોલેજના બિલ્ડીંગ તરફ જોઈ ચાલવા માંડ્યુ “ક્લાસ છૂટવાનો ટાઈમ પણ થઈ ગ્યો છે....!”

કોલેજ બિલ્ડીંગમાં આવીને આરવ કોરિડોરની દીવાલને સહેજ લપાઈને ઊભો રહ્યો. થોડીવાર પછી ધીરે-ધીરે સ્ટુડન્ટ્સ કોલેજમાંથી બહાર નીકળવાંનો કોરિડોરમાં કોલાહલ સંભળાયો. ઘણા સ્ટુડન્ટ્સ પાછાં કેન્ટીન તરફ જઈ રહ્યાં હતાં તો ઘણા ઉતાવળા પગલે પાર્કિંગ શેડ તરફ. થોડીવાર પછી લાવણ્યા પણ કોલેજ બિલ્ડીંગના પગથિયે આવીને ઊભી રહી.

તેણીને જોતાંજ આરવે સ્મિત કર્યું અને દબાતાં પગલે તેણીની પાછળ જઈને ઊભો રહ્યો.

કોલેજના બિલ્ડીંગના કોરીડોરમાં પગથીયાં પાસે ઉભી રહીને લાવણ્યા પોતાની હથેળી બહાર કાઢી વરસાદની સ્પીડ ચેક કરી રહી હતી.

“ગેટ સુધી પહોંચતાં-પહોંચતાં પલળી જવાશે...!” હથેળી પલળી જતાં લાવણ્યા મનમાં બબડી.

“હું તમને ઘરે ડ્રોપ કરી દઉં....!?” લાવણ્યા તેણીની હથેળી જીન્સના શોર્ટ ઉપર લુંછી રહી હતી ત્યાંજ એ આરવે સ્મિત કરતાં-કરતાં પૂછ્યું.

લાવણ્યાએ તેની તરફ સ્મિત કરીને જોયું. આરવે પોતાની પીઠ પાછળ ગીટાર ભરાવ્યું હતું.

“મેં કીધું’તું તો ખરાં....!” લાવણ્યા ફરીવાર એજરીતે ઘમંડી એટીટ્યુડથી બોલી “મને લીફ્ટ આપવાંવાળાં ઘણાં છે...!”

“અને એમ પણ....!” આરવ કંઈક બોલવાં માટે પોતાનું મ્હોં ખોલવાંજ જતો હતો ત્યાંજ લાવણ્યા ટોન્ટભર્યા સ્વરમાં બોલી પડી “હું બાઈકની જગ્યાએ ઓટોમાં જવાનું પસંદ કરીશ....! જેથી પલળાય નઈ....!”

“અરે પણ....!” આરવે પોતાનાં હાથમાં રહેલી કારની ચાવી તરફ જોયું અને એકલાજ ઊભા-ઊભા ટીખળભર્યું સ્મિત કર્યું. ઉતાવળાં પગલે આરવ કોલેજના ટ્રસ્ટી અને સ્ટાફ માટે બનેલાં અલગ રિઝર્વ પાર્કિંગ શેડ તરફ દોડ્યો.

રિઝર્વ પાર્કિંગમાં આવીને આરવે એક વ્હાઈટ કલરની BMWના ઓટોલોકને પોતાનાં હાથમાં રહેલાં કી-ચેઇનમાં કી દબાવી ખોલ્યું.

“બીપ..બીપ...!” લોક ખૂલતાંજ આરવે પહેલાં કારનો પાછલો દરવાજો ખોલીને ગિટાર પાછલી સીટમાં મૂક્યું અને પછી દરવાજો બંધ કરી આગળ ડ્રાઈવર સીટનો દરવાજો ખોલીને અંદર બેઠો. ચાવી ફેરવી કાર ચાલુ કરીને આરવે ઝડપથી રિવર્સ ગિયરમાં કારને પાછળ લીધી અને પછી ક્લચ દબાવી ફરીવાર ગિયર બદલી કારને પાર્કિંગ શેડમાંથી બહાર કાઢી ગેટ તરફ જવાં દીધી.

ગેટમાંથી કાર બહાર કાઢી આરવે તરતજ લેફ્ટ ટર્ન લીધો ત્યાંજ તેણે લાવણ્યાને બસસ્ટેન્ડમાં ઊભેલી જોઈ.

વરસાદની ઝડપ વધી ગઈ હોવાથી બસસ્ટેન્ડ સુધી પહોંચતાં-પહોંચતાં થોડું પલળેલી લાવણ્યા લગભગ આખી પલળી ગઈ હતી.

તેણીએ પહેરેલાં બ્લ્યુ કલરનાં સ્લીવલેસ હાલ્ફ ટોપ અને ઢીંચણથી ઊંચા જીન્સનાં શોર્ટમાં પલળતું તેનું કાતિલ રૂપ હવે વધુ મારકણું બની ગયું. કોલેજની બાઉન્ડરી વોલને અડીને બનેલી પેવમેન્ટ ઉપર બનેલાં બસસ્ટેન્ડમાં તે ઊભી હતી. તેણીની ખુલ્લી કમર, અને શરીરનાં અન્ય ખુલ્લાં ભાગો ઉપર અથડાતી વરસાદની વાછટોને આરવ મુગ્ધ નજરે જોઈ રહ્યો.

આરવ તેણી તરફજ કાર લઈ જઈ રહ્યો હતો ત્યાંજ કારમાં આરવ છે એ વાતથી અજાણ લાવણ્યા આરવની કારને જોઈ હાથ લાંબો કરીને લીફ્ટ માંગવા બસસ્ટેન્ડમાંથી બહાર આવી. ગાડીનાં કાંચ ઉપર ફરતા વાઈપરથી સાફ થતાં વરસાદી પાણીનાં છાંટાં માંથી વારેઘડીએ દેખાતાં તેણીના એ સુંદર રૂપને જોતાં-જોતાં આરવે કાર હવે બસસ્ટેન્ડમાં ઊભેલી લાવણ્યા આગળ લઈ જઈને ઊભી રાખી.

આરવે લાવણ્યા સાઈડની વિન્ડોનો કાંચનું બટન દબાવતાં કાંચ આપમેળે ખૂલવા લાગ્યો. લાવણ્યાએ સહેજ નીચાં નમીને જોયું.

“અરે....!? તું....!?” કાર ચાલક બીજું કોઈ નહિ પણ આરવ છે એ જોઈને લાવણ્યએ આશ્ચર્યથી પૂછ્યું “તારી જોડે કાર પણ છે...!?”

“તો......! હું બોલું એ પહેલાંજ તમે ગેટ બાજુ ભાગી ગયાં.....!” કારની ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠેલો આરવ ટીખળભર્યું સ્મિત કરતાં-કરતાં બોલ્યો.

“હાં...હાં....! ઠીક છે...!” લાવણ્યા કારનો દરવાજો ખોલીને ડ્રાઈવિંગ સીટની બાજુની સીટમાં ઝડપથી બેસી ગઈ અને સીટ બેલ્ટ બાંધવાં લાગી.

ધાકડ સ્વભાવની લાવણ્યા કોઈપણ અજાણી વ્યકિત પાસે લીફ્ટ માંગવામાં ક્યારેય ડરતી નહોતી આરવને એ વાતની ફરીવાર નવાઈ લાગી. તે લાવણ્યાને તેણીનાં ઉરજો ઉપર સીટ બેલ્ટ બાંધતાં મુગ્ધ નજરે જોઈ રહ્યો.

“શું જોવે છે તું....!?” પોતાની તરફ જોઈ રહેલાં તે આરવને જોઇને લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું.

“ક...કંઈ નઈ.....!” છોભીલાં પડીને આરવે તેનું મ્હોં ફેરવી લીધું અને લાવણ્યાથી નજર ચુરાવતો હોય એમ શરમાઈને બોલ્યો “ક...ક્યાં જવું છે તમારે.....!?”

“જોધપુર....!” લાવણ્યા તેની સામે જોઈ રહીને માંડ હસવું દબાવીને બોલી.

“કોફી પીશો....! ગરમ ગરમ...!”આરવને યાદ આવી જતાં અચાનકજ તેણે લાવણ્યા સામે જોઈ નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને પૂછ્યું “તમે પલળી ગ્યાં છોને ...! તો તમને સારું લાગશે...!”

“હું નાં પાડીશ....! તો તું મને કારમાંથી ઉતારી દઈશ....!? એમ...!?” લાવણ્યાએ આઈબ્રો ઉંચી કરીને પૂછ્યું.

“એવું થોડી હોય .....! મારે કંઈ તમારી ઉપર જોરજોરાઈ થોડી કરવી છે....!” આરવ ફરીવાર બાળકની જેમ મોઢું ઢીલું કરીને બોલ્યો “તમે ના પાડશો....! તો નઈ....! બીજું શું....!”

આરવ જાણે નારાજ થતો હોય એમ મોઢું મચકોડ્યું અને કારને ગીયરમાં નાંખીને એક્સીલેટરને રેસ આપી.

“હજી આપડે કોફી પીવાં જેટલાં ક્લોઝ નથી થયાં.....!” લાવણ્યા સહેજ ઘમંડથી કહ્યું “હું તો તારું નામ પણ નથી જાણતી....!”

આરવે પાછું લાવણ્યા સામે જોયું અને મોઢાં ઉપર એવુંજ ભોળું સ્મિત લાવીને કહ્યું.

“આરવ....!”

***



“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19