Love Revenge -2 Spin Off - 6 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-6

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-6


કોલેજનું બીજું વર્ષ…..



“તારાં બાઇકને શું થયું...!?” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પૂછ્યું.

“સર્વિસમાં આપ્યું છે....!” એક નજર લાવણ્યા સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં આરવે કહ્યું.

“તારી કારને પણ સર્વિસની જરૂર લાગે છે....!” લાવણ્યા ટોંન્ટ મારતી હોય એમ પોતાનું હસવું દબાવીને બોલી.

“અમ્મ....કેમ...!?”

“આટલી સ્લો ચાલે છે એટ્લે...!” લાવણ્યાએ એજરીતે કહ્યું.

“અ.....વરસાદ પડે છે એટ્લે....!” આરવે થોથવાતી જીભે બહાનું બનાવતાં કહ્યું.

“કાર છે.....! બાઇક નઈ કે ફાસ ચલાવીશ તો લપસી પડાશે....!” આરવને ચિડાવતી હોય એમ લાવણ્યા બોલી.

“પ...પણ ટ્રાફિક પણ બવ છેને.....!” આરવે ફરીવાર દલીલ કરી.

“હમ્મ...! એતો છે....!” આગળ કાંચમાંથી બહાર જોતાં-જોતાં લાવણ્યાએ માથું હલાવ્યું.

“એક કામ કર....!” લાવણ્યા બોલી “યુ ટર્ન માર....! એસજી હાઇવેથી લઈલે....! ટ્રાફિક ઓછો નડશે....!”

“અરે વાહ...સાચે...!” આરવ નાના બાળકની જેમ ખુશ થઈ ગયો “આઈ મીન...! તમને લેટ તો નઈ થાયને...!”

“હાં...હાં....હાં....!” લાવણ્યાથી હસાઈ ગયું.

આરવ પણ શમરાઈને હસ્યો.

“ના....નઈ થાય....! ત્યાં ટ્રાફિક ઓછો નડશે....!” લાવણ્યા બોલી.

ખુશ થઈ ગયેલાં આરવે કારને યુ-ટર્ન લઈ લીધો.

***

“બસ..બસ....અહિયાં....! આ ગેટ આગળ....!” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પોતાની સોસાયટી આગળ કાર થોભાવાં માટે કહ્યું.

સાઈડ લાઈટ બતાવી આરવે તેની BMW લાવણ્યાની સોસાયટીનાં નાકે ઊભી રાખી.

“તો....! સાચે કોફી નઈ પીવો તમે મારી જોડે...!?” નાનાં બાળકો જેવું મોઢું બનાવી લાવણ્યા સામે જોઈ આરવે પૂછ્યું.

“હાં...હાં...હાં....!” આરવનો ક્યૂટ ફેસ જોઈને લાવણ્યાથી હસાઈ ગયું.

“નાં...! નઈ પીવું...! અત્યારે તો નઈજ...!” એટલું કહીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી.

“બાય....!” આરવે કહ્યું “કાલે કોલેજ આવશો તો મળશોને....!?”

“કોલેજ તો આવીશ....! પણ તને મલીશ કે નઈ....! અમ્મ....!” પોતાની આદત મુજબ લાવણ્યા ઘમંડથી બોલી “એ નક્કી નઈ....! હોં....!”

કઈં પણ બોલ્યાં વગર પોતાની હથેળી હલાવી અદાથી ટાટા કરી પાછું ફરીને લાવણ્યા પોતાની સોસાયટીનાં ગેટ તરફ ચાલવાં લાગી.

“ગૂડ નાઈટ....!” લાવણ્યાને સંભળાય એ રીતે આરવ ઊંચા સ્વરમાં બોલ્યો.

કારમાં બેઠેલો આરવ સોસાયટીના ગેટ તરફ જતાં-જતાં લાવણ્યાને જોઈ રહ્યો. મલકાઈ રહેલાં આરવે છેવટે કારનો ગિયર બદલી કાર સેટેલાઈટ રોડ તરફ મારી મૂકી.

***

“શું કરું...શું કરુંઊઉ...!?” હાથમાં પોતાનો મોબાઈલ રમાડી રહેલો આરવ એકલો-એકલો બબડયો.

જમ્યા પછી રૂમની બાલ્કનીમાં ઉભેલો આરવ બેચેનીપૂર્વક આંટા મારી રહ્યો હતો.

“એને નંબર વગર કેવીરીતે કૉલ કે મેસેજ કરું....!?”લાવણ્યા વિષે વિચારી રહેલો આરવ એકલો-એકલો પોતાની સાથે વાત કરી રહ્યો હતો.

“અમ્મ......! કોની જોડે નંબર માંગુ....!?” આરવે પોતાનાં ફોનમાં કૉન્ટૅક્ટ લિસ્ટ જોઈને મનમાં વિચાર્યું.

“હાં....! અક્ષય....!” કઈંક યાદ આવી જતાં આરવે સ્મિત કર્યું અને અક્ષયનો નંબર ડાયલ કર્યો.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન.....!” ઘણો લાંબો સમય સુધી રિંગ વાગતી રહ્યાં પછી છેવટે અક્ષયે ફોન ઉપાડયો.

“હાં બોલ....!” સામેથી અક્ષય બોલ્યો.

“આટલી બધી વાર....!?” આરવે પૂછ્યું.

“મીટિંગમાં હતો...!” અક્ષયે કહ્યું..

“શેની મીટિંગ...!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“ટોઈલેટ મીટિંગ....!” અક્ષયે શાંતિથી મજાક કરતાં કહ્યું.

“હી....હી....!” આરવથી હસાઈ ગયું “હવે મને મીટિંગના મિનિટ્સ ના કે’તો...!”

“હી...હી...!” અક્ષય પણ હસ્યો “બોલ...બોલ....શું હતું....!?”

“અમ્મ...!” આરવ થોડું ખચકાયો પછી બોલો “ક...કોલેજનું કોઈ ગ્રૂપ નઈ બનાયું....!?”

“કોનું....! આપડું “A” ગ્રૂપનું ગ્રૂપ....!” અક્ષયે પૂછ્યું “કે પછી આખી કોલેજનું....!?”

“અમ્મ....! બેય....!”

“છે ને....! આપડું પણ છે અને કોલેજનું વાઈરલ ગ્રૂપ પણ....!” અક્ષયે કીધું

“કોલેજના ગ્રૂપમાં લાવણ્યાનો નંબર ચોક્કસ હશે....!” આરવ મનમાં બબડયો.

“તો મને એડ કરને...!” આરવ એકદમ ઉત્સાહમાં આવી ગ્યો અને પછી ધીરેથી બોલ્યો “આઈ મીન....! મને પણ બેય ગ્રૂપમાં એડ કરને....!”

“ હમ્મ...! હું આકૃતિને કઈને તને આપડા ગ્રૂપમાં એડ કરાઈ દવ છું...! એ એડમીન છે....!” અક્ષય બોલ્યો.

“ઓકે...! અને કોલેજ....ના....ગ્રૂપ..અ...માં....!” આરવ ફરીવાર ખચકાઈને બોલ્યો.

“કોલેજના ગ્રૂપમાં એડ થવાં માટે તારે લાવણ્યાને કે’વું પડશે....!”

“લાવણ્યા કોણ....!?” આરવ જાણી જોઈને અજાણ્યો બનતાં બોલ્યો.

“અરે તું હજી લાવણ્યાને નઈ ઓળખતો યાર....!?”

“અમ્મ....! મારે હજી માંડ ત્રણ-ચાર દિવસ થયાં છે....! કોલેજ આયે ડૂડ...!” આરવ બોલ્યો.

“અરે તો શું ભાઈ....! આટલી હોટ છોકરીને તે હજી સુધી નઈ જોઈ...!” અક્ષય વાતે વળગ્યો હોય એમ બોલ્યો.

“બસ....બસ....! મારે નઈ સાંભળવું આગળ...!” આરવ ચિડાયો હોય એમ બોલ્યો.

“અરે શું યાર....! હું તારી જગ્યાએ હોત....! તો મેં ક્યારની એને પટાઈ લીધી હોત....!” અક્ષય ડંફાશ મારતો હોય એમ બોલ્યો.

આરવ વધુ ચિડાયો હોય એમ મોઢું બગાડીને કઈંક બોલવાજ જતો હતો ત્યાંજ અક્ષય વચ્ચે બોલી પડ્યો-

“યુ નો....! એને મ્યુઝિક બવ ગમે છે...! એસ્પેશિયલી....! સિંગિંગ....! અને ગિટાર....!”

“એક મિનિટ....સાચે....!” આરવ ખુશ થઈ ગયો હોય એમ બોલી પડ્યો પછી વાત વાળતા બોલ્યો “આઈ મીન...! છોડને યાર...! મેં તો એને જોઈ પણ નઈ...!”

“અરે તું કાલે આયને...! હું બતાડું....! યાર...કઈં ફિગર છે એનું....!” અક્ષય હવે ટીપીકલ બોયઝની જેમ બોલવા લાગ્યો “એના બ્રે...!”

“બસ યાર બંધ કર અવે...!” આરવ અકળાયો “શું માંડ્યુ છે આ બધું....! કોઈ છોકરી વિષે આવી ફાલતુ વાતો શું કરવાની...!?”

“અરે યાર તું એને ઓળખ....!”

“તું મુકને યાર...! તું કોલેજના ગ્રૂપમાં મને એડ કરાય...! બાકી બંધથા.....!” આરવ બગડ્યો.

અકળાઈને આરવે ફોન કટ કરી દીધો. ચિડાયેલો આરવ હવે બાલ્કનીમાં આમતેમ આંટા મારવાં લાગ્યો.

“ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” ત્યાંજ સામેથી અક્ષયનો કૉલ આવ્યો.

“શું....!?” ફોન ઉપાડતાંજ આરવે મોઢું બગાડીને પૂછ્યું.

“શું શું....!? તે એને જોઈ પણ નઈ તો આટલું શું કામ ચિડાય છે....!” અક્ષયે પૂછ્યું.

“જો ભાઈ...! મને કોઈ છોકરી વિષે આવી ફાલતુ વાતો પસંદ નઈ...!” આરવે એજ રીતે કહ્યું “તું એ બધું છોડ...! મને ગ્રૂપમાં એડ કરાયને યાર...!”

“હાં તો તું લાવણ્યાને કે’….! એજ એડ કરશે...!” અક્ષય બોલ્યો.

“મારી જોડે એનો નંબર નઈ....!”

“તો હું મોકલું છું....!” એટલું કહીને અક્ષયે ફોન કટ કરી દીધો.

“અરે વાહ....!” આરવ ખુશ થઈ ગયો અને મનમાં બબડ્યો.

બાલ્કનીમાં આંટા મારતાં-મારતાં આરવ હવે લાવણ્યાના નંબરનો વેટ કરી રહ્યો.

“બીપ...બીપ....!” થોડીવાર પછી આરવના મોબાઈલમાં whatsappની મેસેજ નોટિફિકેશન આવી.

નોટિફિકેશનમાં અક્ષયનું નામ જોઈને આરવ ખુશ થઈ ગયો અને ઝડપથી whatsapp ખોલીને જોવાં લાગ્યો.

“નંબર મલી ગ્યો.....યસ....!” અક્ષયે મેસેજમાં લાવણ્યાનો કૉન્ટૅક્ટ મોકલેલો જોઈને આરવ ખુશ થઈ ગયો.

લાવણ્યાનો નંબર આરવે ફટાફટ પોતાનાં મોબાઈલમાં સેવ કર્યો અને whatsapp ઓપન કરી લાવણ્યાનો “DP” ચેક કરવાં લાગ્યો.

“ઓહ માય....!” DPમાં લાવણ્યાએ તેણીની કમર ખુલ્લી દેખાંય એવો મસ્ત મજાનો પ્રિંન્ટેડ ટુ પીસ ડ્રેસ પહેર્યો હતો. માફકસરનો મેકઅપ, લિપસ્ટિક વગેરેથી તૈયાર થયેલી લાવણ્યા કોઈ ફેશન મોડલ જેવી લાગતી હતી.

“અમ્મ....! મેસેજ કરું કે કૉલ....!?” આમતેમ આડું જોઈ આરવ વિચારી રહ્યો.

“ઓહ... એ ઓનલાઇન જ છે...!” Whatsappમાં લાવણ્યા ઓનલાઈન દેખાતાં આરવ બબડ્યો.

“કૉલ કરુંકે....!? નઈ...નઈ...! શું ખબર....! એને ગમે કે નઈ....!?” આરવ હવે એકલો-એકલો બબડી રહ્યો.

“કઈં ખબર નઈ પડતી યાર....!”

માથું ધૂણાવી આરવ બેંચેનીપૂર્વક આમતેમ આંટા મારી રહ્યો.

“અરે હાં....! ઝીલ....!” ઝબકારો થતાંજ આરવ બાલ્કનીમાંથી બેડરૂમમાં ઉતાવળા પગલે ગયો અને પોતાનાં બેડરૂમમાંથી નીકળી સીધો ઝીલનાં રૂમનો દરવાજો ખોલીને અંદર દાખલ થઈ ગયો.

“ઓય...! જલ્દી હેલ્પ કરને....!” પોતાનાં બેડમાં બેઠાં-બેઠાં કઈંક વાંચી રહેલી ઝીલની જોડે કૂદીને આરવ બેડમાં બેસી ગયો.

“I’m સ્ઠડીઈંગ…..!” ઝીલ જાણે કોઈ અંગ્રેજ હોય એમ એટીટ્યુડથી એક્સેન્ટમાં અંગ્રેજી બોલી “remember...!? I wanna be a pilot…..!?”

“હાં તો તું આવતીકાલે સવારે ઊઠીને થોડી વિમાન ઉડાડવાની છે કઈં....!” આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

“હાં....હાં...હાં....!” ઝીલ હસી પડી અને બેડમાં એક ગલોટિયું ખાઈને પાછી સીધી બેઠી થઈ “Aww….! તું કેટલો ક્યૂટ લાગે છે આવું અકળાય છે ત્યારે....!”

“હવે સાંભળીશ તું....!?” આરવ ચિડાયો હોય એમ બોલ્યો.

“હાં...હાં..બોલ...શું હતું...!?” નાનાં બાળકની વાત સાંભળતી હોય ઝીલ મોઢું બનાવીને બોલી.

“ધારોકે તું એક સરસ મજાની સુંદર છોકરી છે.... અને હું...!”

“ઓયે...! હું સાયન્સ સ્ટુડન્ટ છું એટ્લે બધું ધારવાનું થોડી હોય કઈં....! હું છુંજ....!”

“હાં...બાપા....! મારી વાત પૂરી કરવાં દઇશ....!?”

“હી..હી...બોલ....બોલ...!”

“ઓકે...! તો તું એક સુંદર છોકરી છે...! અને હું એક....!”

“ડફોળ છોકરો...!” ઝીલ પાછી આરવને ચિડાવતી હોય એમ વચ્ચે બોલી “ગિટાર ખભે ભરાઈને કલર કરનારો....! હી...હી...!”

“જો છે...! પાછી બોલી...!” આરવે ચિડાઈને મોઢું બનાવ્યું.

“હાં...હાં....સોરી....સોરી....! બોલ..બોલ...બસ...!”

“હાં....તો...! અ...” આરવ મૂંઝાયો હોય એમ નાનાં બાળકો જેવુ મોઢું બનાવી હાથ કરીને બોલ્યો “હું ભૂલી ગ્યો....! છેલ્લે શું બોલ્યો ‘તો હું...!?”

“હાં...હાં..હાં...જોયું....! Aww….! તું...તું...આવીજ રીતે એની જોડે વાત કરજે....!” ઝીલ આરવનાં ગાલ ખેંચીને બોલી “I’m damn sure….! એ માની જશે...!”

“સાચે....!” આરવ ખુશ થઈ ગયો પછી તરતજ વાત વાળતા બોલ્યો “આઈ મીન...! એવું કઈં નઈ...! અને તું પે’લ્લાં મારી વાત પૂરી સાંભળીલે...!”

“હાં....બોલ...!”

“તો માનીલે તું મારી કોલેજમાં છે...! અને હું પણ તારી જોડેજ છું...!”

“Cut the boring part…..!” ઝીલ ફરીવાર એક્સસેંન્ટમાં અંગ્રેજી બોલી “હું સમજી ગઈ...! we have just started….!”

“હાં મિસ એલિઝાબેથ....!” આરવે ટોંન્ટ માર્યો “we have just started….! Now would you let me finish my talk…!?”

“યસ...યસ....શ્યોર.....!” ઝીલથી હસાઈ ગયું.

“હાં...! તો as you said….! we have just started….! અને જો હું તને આ ટાઈમે મેસેજ કે કૉલ કરું..તો તને ગમે...!?” આરવે પૂછ્યું.

“wait….! Did I already give you my nomber (number)….!?” ગોળ હોંઠ કરીને ઝીલ એજરીતે માથું હલાવીને બોલી.

“નો....!” મજાકમાં બોલી રહેલી ઝીલથી આરવ ચિડાયો છતાં શાંતિથી બોલ્યો.

“તો પછી મારો નંબર ક્યાંથી મલ્યો તને...!?” ઝીલે પૂછ્યું.

“એક ફ્રેન્ડને કઈને કોલેજના ગ્રૂપમાંથી લીધો....!”

“ગ્રેટ...! you lost me…!” ઝીલ જાણે પોતેજ એ છોકરી હોય જેનાં વિષે આરવ કહી રહ્યો હતો એમ નારાજ થઈને પોતાની બૂક હાથમાં પકડીને બેસી ગઈ.

“but why….!?” આરવ નાના બાળકની જેમ ઢીલું મોઢું કરીને બોલ્યો.

“યાર...! કોઈપણ ગર્લને એવું ના ગમે કે તું આ રીતે બીજાં કોઇની જોડેથી નંબર લઈને આ ટાઈમે રાત્રે કૉલ કે મેસેજ કરે...! why so desperate....!? તારે વેટ કરવી જોઈએ....હું તને મારો નંબર આપું એની...!”

“ઓ......કે....!” આરવનું મોઢું ઉતરી ગયું પછી તે મનમાં બબડ્યો “હવે કાલ સવાર સુધી વેટ કરવાની....! હુંહ..!”

“શું નામ છે એનું....!?” ઝીલે આંખો નચાવીને પૂછ્યું.

“લાવણ્યા....!” આરવથી બોલાઈ ગયું પછી તરતજ નાના બાળકની જેમ વાત વાળતો બોલ્યો “એ ના...! આઈ મીન...! હું તો...હું...તો....!”

“હાં...હાં....હાં....! Aww….! She is gonna love you….!” ઝીલે જાણે મસ્તી કરતી હોય એમ જોરથી આરવના વાળ ફેંદી નાંખતાં બોલી.

“નઈ...નઈ....વાળની મસ્તી નઈ.. ઝીલ સ્ટોપ ઈટ....!” આરવે માંડ-માંડ પોતાને છોડાવ્યો.

“હી...હી...હી...!” ઝીલ હજીપણ હસીજ રઈ હતી.

“હું તો મારાં ફ્રેન્ડ માટે પૂછું છું...! ઓકે....! હું તો ઓળખતો પણ નઈ લાવણ્યાને...!” આરવ લૂલો બચાવ કરતો હોય એમ હથેળી કરીને બોલ્યો.

“તારું મોઢું તો જોઈ આય પે’લ્લાં....!” ઝીલ સ્મિત કરતાં-કરતાં બોલી “કેટલું બ્લશ કરે છે તું....! પાછો મારી સામે જુઠ્ઠું બોલે છે...!”

“અરે એવું કઈં નઈ કીધુંને.....!” બેડમાં સરખું બેઠાં થતાં-થતાં આરવ બોલ્યો “હું મારાં ફ્રેન્ડ માટે પૂછતો ‘તો....!”

“કેવી લાગે છે એ...!?” આરવની વાતને ઇગનોર કરીને ઝીલ હવે તેને ચિડાવતી હોય એમ બોલવા લાગી “ફોટો છે તારી પાસે એનો..?”

“ના એવું...!”

“તારી પાસે એનો નંબર છેને...!?” ઝીલ આંખો મોટી કરીને બોલી પછી આરવના હાથમાં રહેલો તેનો મોબાઈલ ખેંચી લેતાં બોલી “લાવ....! એનાં whatsappમાં જોઈએ...!”

“એ ઝીલ...બસ કર યાર....! નઈ...!” પોતાનો મોબાઈલ આરવ ઝીલ પાસેથી લેવાં મથી રહ્યો.

“શાંતિ રાખ...શાંતિ રાખ....! કિધુને...!” થોડીવાર સુધી રકઝક કરવાં છતાં ઝીલે મોબાઈલ ના આપ્યો અને આરવને ખખડાવતી હોય એમ હાથ કરીને બોલી.

“યાર આવું થોડી ચાલે....!” આરવ દયામણું મોઢું કરીને બોલ્યો.

“હી...હી..હી....! હું ખાલી ફોટો જોઈને પાછો આપું છું અવે રડ નઈ....!” ઝીલ છણકો કરીને બોલી.

ફોનનું લોક ખોલવા ઝીલે હોમ બટન દબાવ્યું પછી મોઢું બનાવીને આરવ સામે જોયું.

“પાસવર્ડ શું છે...!?” ઝીલ ઝોમ્બી જેવાં સ્વરમાં બોલી.

“ઝીલ....પ્લીઝ રે’વાંદેને....!” આરવ આજીજીપૂર્વક બોલ્યો “ટાઈમ આયે હું સામેથી તને બતાઈશ બસ...!”

એટલું કહીને આરવે ફરીવાર એજરીતે દયામણું મોઢું કરીને ઝીલ સામે જોયું.

“ફાઇન....!” આરવ ઉપર દયા ખાતી હોય એમ ઝીલે મોબાઈલ પાછો પાયો પછી કહ્યું “now….! Help me…!”

“શું...!?”

“મારે કાલે ફિઝીક્સની એક્ઝામ છે....!” આરવ સામે પોતે વાંચી રહેલી બૂક ધરતાં ઝીલ બોલી “questions મોઢે લે ચલ..!”

“અરે યાર....! તું આવું બોરિંગ કામ શું કામ કે’ છે...!” ચોપડી હાથમાં લેતાં-લેતાં આરવે મોઢું બગાડ્યું.

“બોરિંગ....!? અરે હું હેલ્પ કરી રઈ છું તારી...!”

“મારી હેલ્પ...!?” આરવે મૂંઝાઇને પૂછ્યું.

“હાસ્તો...! હવે તું લાવણ્યાને કૉલ કે મેસેજ તો કરવાનો નઈ....! તો ટાઈમ કેમનો કાઢીશ...! હમ્મ....હમ્મ...!” ઝીલે પોતાની આઈબ્રો નચાવી.

“ઓકે....ધિસ ઈઝ યોર ફર્સ્ટ ક્વેશચન...!” પોતાનું હસવું માંડ દબાવી આરવ ઝીલની ગમ્મતને ઈગનોર કરતાં બોલ્યો “મિથાઈલ એસીટેટ....!”

“હુંહ...! ઈઝી વન.....!” ઝીલ એટીટ્યુડથી મોઢું મચકોડીને બોલી “CH3COOH….! ”

***

“બાપરે....! તે તો એકે એક વર્ડ પર્ફેક્ટ યાર કરી લીધો યાર....!” મોડે સુધી ઝીલને question-answer પૂછ્યા આરવ બોલ્યો “તને તો ક્યાં પેજ ઉપર શું છે એ પણ યાદ છે...!”

નવાઈ પામી ગયેલાં આરવને જોઈને ઝીલે ઘમંડથી પોતાનાં ખભાં ઉલાળ્યા.

“સિડ કે’તો ‘તો....! કે તારી મેમરી ફોટોજેનિક છે...! પણ મને ટ્રસ્ટજ ન’તો આવતો....!” આરવ એજરીતે બોલ્યો.

“હવે આઈ ગ્યોને...!? તો પછી...!” આરવના હાથમાંથી ચોપડી ખેંચતાં-ખેંચતાં ઝીલ બોલી.

“હમ્મ...! તું પાક્કું પાઈલટ બનીશ હોં...!” બેડમાંથી ઊભાં થતાં-થતાં આરવ બોલ્યો.

ઝીલે હસીને પ્રતીભાવ આપ્યો.

“જોજે....સપનામાં વિમાનના ઉડાડતી....!” ઝીલને ચિડાવતો હોય એમ આરવ બોલ્યો અને દરવાજા તરફ જવા લાગ્યો.

“એ હેલ્લો....!” ઝીલે પોતાની પાછળથી એક ઓશીકું લઈને આરવ તરફ ફેંકયું.

“ઓયે....!” ઓશીકું કેચ કરી લઈને આરવે પાછું ઝીલ તરફ ફેંકયું.

“એન્ડ રિમેમ્બર....!” દરવાજાનું હેન્ડલ પકડીને આરવ ઊભો રહ્યો “મામાને કઈં ના કે’તી...! પ્લીઝ...!”

“ઓકે બાબા....! but you remember….! તારે મને હજી એનો ફોટો બતાવવાંનો છે....! ઓકે...!”

હળવું સ્મિત કરીને આરવ છેવટે દરવાજાની બહાર નીકળવાં લાગ્યો.

“અને હાં....!” ઝીલે આરવને ટોક્યો “નો મેસેજ...નો કોલ્સ.....! remember…..!”

ઝીલના રૂમમાંથી ભાર નીકળીને આરવ છેવટે તેનાં બેડરૂમ આવ્યો.

બેડ પર પડ્યાં પડ્યાં આરવે ક્યાંય સુધી whatsappમાં લાવણ્યાનો ડીપી તાકે રાખ્યો. મોડી રાત સુધી પડખાં ફેરવવા છતાં આરવના ઊંઘ ના આવતાં તે બાલ્કનીમાં આવીને ચેયરમાં બેઠો. ફરીવાર whatsappમાં લાવણ્યાનાં ફોટાં સામે આરવે ક્યાંય સુધી જોઈએ રાખ્યું. છેક વહેલી પરોઢે આરવ ત્યાંજ ચેયરમાં બેઠાં-બેઠાં સૂઈ ગયો.

***

“અરે યાર....બવ લેટ થઈ ગ્યું....!” ચાઈનીઝ કોલરવાળો મરૂન શર્ટ, સ્કાય બ્લ્યુ જીન્સ અને પોતાની પીઠ ઉપર ગિટારનાં પટ્ટાને સરખો કરતો-કરતો આરવ ઉતાવળા પગલે કોલેજનાં પાર્કિંગથી કોલેજનાં બિલ્ડીંગ તરફ જઈ રહ્યો હતો.

મોડેથી સૂતેલાં આરવની આંખ સવારે મોડી ખૂલતાં કોલેજ પહોંચવાંમાં મોડુ થઈ ગયું હતું. પાર્કિંગમાંથી દોડતાં-દોડતાં જઈ રહેલાં આરવે લાવણ્યાને કોલેજનાં ગેટમાંથી એન્ટર થતાં જોતાંજ ઉતાવળા પગલે તેણી તરફ દોડવા માંડ્યુ.

“લાવણ્યા......! લાવણ્યા....!” કોલેજના બિલ્ડીંગ તરફ જઈ રહેલી લાવણ્યાને આરવે બૂમ પાડીને બોલાવી.

“આરવ....!”પેવમેંન્ટ ઉપર અટકીને લાવણ્યાએ એ તરફ જોયું.

“તમે કેમ આટલાં .....! ઓહ તેરી....!” આરવ આગળ બોલે એ પહેલાં તેનાં પગમાં પેવમેંન્ટનો નીકળીને સહેજ ઊંચો થઈ ગયેલો એક પથ્થર આવી ગયો.

ઉતાવળા પગલે જતાં હોવાને લીધે આરવને જોરથી પથ્થર વાગ્યો અને બૂમ પાડીને આરવ તરતજ પેવમેન્ટની પાળી ઉપર બેસી ગયો.

“ઓહ બાપરે....! આહ....! મમ્મી....!”

“આમ શું નાનાં બાળકની જેમ “મમ્મી...મમ્મી....”ની બૂમો પાડે છે...!” આરવની જોડે આવીને લાવણ્યા જાણે એને ધમકાવતી હોય એમ બોલી.

જોકે પીડાને લીધે નાનાં બાળક જેવો થઈ ગયેલો આરવનો ચેહરો જોઈને લાવણ્યા માંડ પોતાનું હસવું દબાવી રહી હતી.

“પથ્થર એટલો જોરથી પણ નહોતો વાગ્યો....!” લાવણ્યા બોલી.

“શું જોરથી નોતો વાગ્યો....!” આરવ એવુંજ મોઢું બનાવીને બોલ્યો અને પોતાનાં પગમાં પહેરેલું ચપ્પલ કાઢીને લાવણ્યાને પગનો અંગુઠો બતાવાં લાગ્યો “જોવો...જોવો...! અડધો નખ ઉખડી ગ્યો....! જોવો...!”

“હાં....હાં...હાં.....!” બોલાતી વખતે સાવ બાળક જેવો થઈ ગયેલો આરવનો ચેહરો જોઈને લાવણ્યાથી છેવટે હસાઈ ગયું.

“તારે સ્કૂલ જવું જોઈએ....! બાલમંદિરમાં....! તું અહિયાં શું લેવાં આવે છે....!?” લાવણ્યા આરવની ઉડાવતાં બોલી અને પછી હસવાં લાગી.

“તમારાં માટે....!” આરવ બોલ્યો.

“હેં....! શું...!?”

“મઝાક કરું છું અવે....!” આરવે તેનાં હોંઠ દબાવીને હસવું રોકી રાખતાં કહ્યું અને પોતાનો એક હાથ લાવણ્યા સામે લંબાવ્યો.

લાવણ્યાએ તેનો હાથ પકડીને ખેંચ્યો અને આરવ ઊભો થયો.

“તું મારી જોડે ફ્લર્ટ કરે છે એમ...!?” નકલી ગુસ્સો કરતી હોય એમ લાવણ્યા આંખો કાઢીને બોલી.

“નાં....નાં...! એવું કઈં નઈ....! ઓહો....!” આરવે ફરીવાર તેનું મોઢું બગાડ્યું અને તેનાં પગ તરફ જોયું “હજી દુ:ખે છે...!”

“તું બવ પોચો છે....રૂ જેવો....!” લાવણ્યા આરવનાં ક્યૂટ ચેહરા સામે જોઈને સ્મિત કરતાં બોલી કોલેજની બિલ્ડીંગ તરફ ચાલવા લાગી “અને ડરપોક પણ....!”

“ડરપોક....!? હું ક્યાં કોઈનાંથી ડરું છું...!?” આરવ પણ તેણી જોડે-જોડે ચાલવા લાગ્યો.

“તો પછી મેં તને આંખો મોટી કરીને કીધું કે તું મારી જોડે ફ્લર્ટ કેમ કરે છે....તો કેમ ડરી ગ્યો...!?”

“ઓહ...એ....! એમ કો’ને....! છોકરીઓથી કોણ નાં બિવે....! મારાં પપ્પાય મારી મમ્મીથી બિવે છે....!”

“હાં....હાં......હાં.....! Aww...!” લાવણ્યા હસી પડી.

બંને હવે કોલેજનાં કોરિડોરમાં આવી ગયાં. લેકચર શરૂ થવાની તૈયારીમાં હોવાથી કોરિડોરમાં સ્ટુડન્ટ્સની સારી એવી આવન-જાવન હતી.

“તો....! આજેતો કોફી પીવા આવશોને....!?” આરવે પહેલાંની જેમજ બાળકની જેવુ મોઢું બનાવીને પૂછ્યું.

“હી..હી....! તું તો કેવી રીતે પૂછે છે....! ચક્કીબેન...ચક્કીબેન....મારી સાથે રમવા આવશો કે નઈ.....! આવશો કે નઈ...!” લાવણ્યા આરવની ખેંચવાં લાગી.

“નાં...નાં....રમવાં નઈ....! કોફી પીવા....!” આરવ જાણે દલીલ કરતો હોય બોલ્યો.

“હાં...હાં..હાં....! તારે ખરેખર બાલમંદિરમાં હોવું જોઈતું’તું....!” લાવણ્યા બોલી અને કોરિડોરનાં ખૂણે અટકી.

“તો આવશો....!? કોફી પીવા....!?” આરવે એજરીતે પૂછ્યું અને આંખો મોટી કરી હોંઠ દબાવીને લાવણ્યાનાં જવાબની રાહ જોઈ રહ્યો.

લાવણ્યા આરવનાં માસૂમ ચેહરા સામે બે ઘડી જોઈ રહી. તે પોતાની પીઠ ઉપર ભરવેલા ગિટારનો પટ્ટો રમાડી રહ્યો હતો.

“વિચારીશ....!” લાવણ્યા એટલું બોલી અને ક્લાસરૂમ તરફ જતાં કોરિડોરમાં જમણીબાજુ વળી ગઈ.

“કેમ આજે કેન્ટીનમાં નઈ જાવ...!?” આરવે સહેજ ઊંચાં સ્વરમાં જઈ રહેલી લાવણ્યાને પૂછ્યું.

આરવને કઈં પણ જવાબ આપ્યાં વિના લાવણ્યા મલકાતી-મલકાતી બે-ત્રણ રૂમ પછી આવતાં તેનાં ક્લાસરૂમમાં વળી ગઈ.

“ઉફ્ફ....! બવ અઘરી છે યાર....!” આરવે નિરાશ થઈને માથું ધૂણાવ્યું અને પાછો ફરીને કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

***

“કેમ ચૂપચાપ બેઠો છે...!?” જોડે બેઠેલાં આરવને આકૃતિએ પૂછ્યું “આજે કોઈ સોંન્ગ નઈ ગાવું....!?”

કેન્ટીનમાં “A” ગ્રૂપનાં બધાં મિત્રો ટોળુંવળીને ટેબલની આજુબાજુ બેઠાં હતાં.

“મૂડ નથી...!” ચેયર ઊંધી કરીને તેનાં બેકરેસ્ટ ઉપર માથું ટેકવીને બેઠેલાં આરવે મૂડલેસ સ્વરમાં કહ્યું.

“કેમ....!?શું થ્યું....!?” સામેની ચેયરમાં બેઠેલાં અક્ષયે પૂછ્યું.

“કઈં નઈ....!” આરવે વાત ટાળી.

“અમ્મ...! મૂવી જોવાં જવું છે....!?” આકૃતિએ પૂછ્યું.

“નોટ ઇંન્ટરેસ્ટેડ.....!” આરવે માથું ધૂણાવ્યું અને ઊભો થઈને ગિટાર લઈને કેન્ટીનની બહાર નીકળી ગયો.

ઉદાસ ચેહરે આકૃતિ તેને બહાર નીકળતો જોઈ રહી.

***

“હાય....! કેવો’ર્યો લેકચર...!?” ક્લાસરૂમમાંથી બહાર નીકળી રહેલી લાવણ્યાને આંતરીને આરવે જોડે ચાલતાં-ચાલતાં પૂછ્યું.

“બોરિંગ....!” લાવણ્યા ચાલતાં-ચાલતાં આરવ સામે જોયાં વિના કહ્યું.

“તો પછી કોઈ મસ્ત જગ્યાએ કોફી પિશો...!?” આરવે ખુશ થઈને કહ્યું “મૂડ ફ્રેશ થઈ જશે....!?”

“હી...હી....! નાઈસ ટ્રાય હાં....!” લાવણ્યા સહેજ તોછડા સ્વરમાં બોલી “પણ મેં કીધું ‘તુંને....! લાઈન લાંબી છે...!”

“અ....પણ.....!”

“now….! Will you please excuse me….! મારે રેસ્ટરૂમ જવું છે....!” એટલું કહીને લાવણ્યા ગર્લ્સ રેસ્ટરૂમ તરફ જતાં કોરિડોરમાં વળી ગઈ.

નિરાશ થયેલો આરવ જઈ રહેલી લાવણ્યાની પીઠ તાકી રહ્યો.

***

“હાય....! હું ડ્રોપ કરી દવ તમને...!?” કોલેજની ગેટની બહાર બસસ્ટેન્ડ તરફ જઈ રહેલી લાવણ્યાની જોડે-જોડે ધીમી સ્પીડે બાઈક ચલાવતાં-ચલાવતાં આરવે પૂછ્યું.

“બાઈક આવી ગ્યું સર્વિસમાંથી તારું...!?” હળવું સ્મિત કરીને લાવણ્યાએ ઉતાવળા પગલે ચાલતાં-ચાલતાં પૂછ્યું.

“હાં....! અ....!”

“સોરી....! I have some other plan….!” આરવ ફરીવાર બોલે એ પહેલાંજ લાવણ્યાએ ખભાં ઉછાળીને કહ્યું અને સહેજ વધુ ઉતાવળે ચાલવા લાગી.

થોડું આગળ ચાલીને લાવણ્યા બસસ્ટેન્ડ પાસે ઉભેલા કોઈ યુવાનનાં બાઈક પાછળ બેસી ગઈ.

“ચલ વિશાલ..!” બાઈક ચાલકનું નામ લઈ લાવણ્યાએ તેની પીઠ ઉપર હળવેથી પોતાની હથેળી ટપારી અને બાઈક ચાલકે એક્સિલેટર ફેરવી દીધું.

જતાં-જતાં લાવણ્યાએ એક નજર સહેજ પાછળ બાઈક રોકીને ઉભેલા આરવ સામે જોયું અને ઘમંડથી પોતાના વાળ ઝાટક્યા.

બાળકો જેવુ ઢીલું મોઢું કરીને આરવ લાવણ્યાને બાઈક ઉપર બેઠેલી જતી જોઈ રહ્યો. થોડીવાર ત્યાંજ ઊભાં રહ્યાં આરવે છેવટે ગિટાર ક્લાસ જવાં માટે બાઈક સેટેલાઈટ રોડ તરફ મારી મૂક્યું.

***

“હેય....! હાય....!” બાલ્કનીમાં બેઠાં-બેઠાં ધોધમાર વરસી રહેલાં વરસાદને તાકી રહેલાં આરવની પીઠ ટપારી ઝીલે કહ્યું.

“તારે રીડિંગ નઈ કરવાનું...!?” નીરસ સ્વરમાં આરવ બોલ્યો.

“અરે રીડિંગ કરી કરીને બોર થઈ ગઈ....! એટ્લે મને થયું કે લાય....! જોઈ લવ...! મારી ફ્યુચર ભાભી જોડે તું શું ચેટ કરી રહ્યો છે.....!હમ્મ...હમ્મ...!” મજાકીયા સ્વરમાં બોલી ઝીલે પોતાની આઈબ્રો નચાવી.

“પ્લીઝ અવે...!” મોઢું બગાડીને આરવ બાલ્કનીમાંથી રૂમમાં તેનાં બેડ તરફ ચાલ્યો.

“let me guess…! તે હજી નંબર નઈ માંગ્યો એની જોડે...!? નઈ...!?” ઝીલે આરવની પાછળ-પાછળ ચાલતાં-ચાલતાં પૂછ્યું.

“હાં...! એવુંજ કઈંક...! એણે એનો નંબર માંગવાં માટેનો ચાન્સજ ના આપ્યો....!” બેડમાં પલાંઠી વાળી બેસતાં-બેસતાં આરવ ઢીલું મોઢું કરીને બોલ્યો.

“અરે તો તું એણે તારો નંબર સામેથી આપને પણ...!” બેડની ધારે બેસી આરવના માથે ટપલી મારતાં-મારતાં ઝીલ બોલી.

“પણ કઈ રીતે.....!?” આરવ હેલ્પલેસ ફેસ બનાવીને બોલ્યો “એમ થોડી કેવાય કે લે લાવણ્યા...! આ મારો નંબર...! એમતો આખી કોલેજના બોયઝ એને નંબર આપવાં પાછળ પડ્યાં હશે....!”

“અરે સિમ્પલ છે...! કોલેજના ગ્રૂપ મારો નંબર એડ કરીદેને....! એવું કેવાનું વળી...!” આરવની ઉડાવતી હોય એમ ઝીલ ફરીવાર આરવના માથે ટપલી મારીને બોલી.

“અરે હાં...!” આરવ ખુશ થઈ ગયો હોય એમ મનમાં બબડ્યો પછી ઝીલને કહેવાં લાગ્યો “આ આઇડિયા તો મારાં મગજમાં આયોજ નઈ....!”

“હાં....! કેમકે તું મારાં કરતાં ડફોળ છે....! એટ્લે...!” ઝીલ એજરીતે ઉડાવતી હોય એમ ટોંન્ટમાં બોલી.

“જા....મારાં આશીર્વાદ છે તને...!” ઝીલના માથે હાથ મૂકીને આરવ મજાક કરતો હોય એમ બોલ્યો “તું ચોક્કસ પાઈલટ બનીશ...! અને બે-ત્રણ પ્લેન પણ ક્રેશ કરીશ...!”

“એ ક્રેશવાળા....!” ઓશીકું લઈને ઝીલ હવે આરવને મારવાં લાગી.

“હાં...હાં...હાં....!”

***

“હાય...ગૂડ મોર્નિંગ....!” ક્લાસરૂમ તરફ જઈ રહેલી લાવણ્યાને આરવે આંતરી લીધી અને સ્માઈલ કરીને બોલ્યો.

“તું રોજે કેમ આવું કરે છે..!?” આરવની ક્યૂટ સ્માઈલ સામે જોઈને લાવણ્યાથી મલકાઈ જવાયું “હું જેવી કોલેજમાં આવું...! તું ક્યાંકથી ટપકીજ પડે છે....!”

“હી...હી...! ટપકી પડે એટ્લે...!?” આરવથી હસાઈ ગયું “તમે આવાં “words” કેમ યુઝ કરો છો...!?”

“આવાં એટ્લે તું શું કે’વાં માગે છે....!? હેં...!?” લાવણ્યા ચિડાઈ ગઈ.

“અમ્મ....! અમ્મ...! હું...તો....હું...તો...!” લાવણ્યાનો ગુસ્સો જોઈ આરવની જીભ થોથવાઈ ગઈ “સોરી....!”

આરવ સાવ ઢીલું દયામણું મોઢું કરીને ઊભો રહ્યો. લાવણ્યા પણ ઊભી રહીને પહેલાં આરવ સામે ચિડાઈને જોઈ રહી પછી આરવું નાનાં બાળકો જેવુ દયામણું મોઢું જોઈને લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

“હાં....હાં....હાં.....!”

ખડખડાટ હસી રહેલી લાવણ્યાના ગાલમાં પડતાં ડિમ્પલ્સ આરવ મલકાઈને મુગ્ધ નજરે જોઈ રહ્યો પછી બોલ્યો. લાલ-લાલ લિપસ્ટિક લગાવેલાં લાવણ્યાના ગુલાબ જેવાં હોંઠ પરથી ઇચ્છવા છતાં આરવથી નજર ના હટી.

“તમારાં હોંઠ કેટલાં મસ્ત છે.....!” આરવ જાણે ખોવાઈ ગયો હોય એમ લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો.

“હેં શું....શું....શું બોલ્યો....!?” આરવ બોલવા જતો હતો ત્યાંજ લાવણ્યા ધમકાવતી હોય એમ આરવની સામે આંગળી કરીને બોલી.

“એટલે...એટલે....તમારાં ડીમ્પલ....ડ....ડીમ્પલ મસ્ત છે એમ કવ છું....!” ડરી ગયેલો આરવ થોથવાઈને બોલ્યો.

“હાં....હાં....હાં.... તું તો ફ્લર્ટ પણ સરખું નઈ કરી શકતો યાર....!” હસી પડેલી લાવણ્યા માથું ધૂણાવતી-ધૂણાવતી ચાલવા લાગી.

“અરે તમે ક્યાં જાવ છો....!?” લાવણ્યાની પાછળ-પાછળ ચાલતાં-ચાલતાં આરવે પૂછ્યું.

“તું ગર્લ્સ રેસ્ટરૂમમાં પણ મારી પાછળ-પાછળ આઈશ...!?” લાવણ્યાએ ચાલતાં-ચાલતાં ટોંન્ટમાં પૂછ્યું.

“અરે ના...! હું તો ખાલી થોડાં કામ માટે આયો’તો....!” આરવે ચાલવાની સ્પીડ સહેજ ધીમી કરીને કહ્યું.

“કામ....!?” લાવણ્યાએ કોરિડોરમાં અટકીને નવાઈપૂર્વક પૂછ્યું.

“મારો નંબર કોલેજના ગ્રૂપમાં એડ કરોને....!?” આરવે કહ્યું.

“ઓહ...! તો તારે મને મેસેજ કરીને કઈ દેવુંતુંને...!? એમાં પાછળ-પાછળ આવાની શું જરૂર...!?”

“પણ તમારો નંબર ન’તો....! એટલે...!”

“અચ્છા....! તારો નંબર બોલ...!?” ખભે લટકાવેલા હેન્ડબેગમાંથી પોતાનો મોબાઈલ કાઢતાં-કાઢતાં લાવણ્યા બોલી.

આરવે પોતાનો મોબાઈલ હાથમાં ધરી રાખી પોતાનો નંબર બોલતાં લાવણ્યાએ તરતજ આરવનો નંબર ડાયલ કરી દીધો.

આરવન મોબાઈલમાં રિંગ વાગતાં લાવણ્યાએ આરવનાં મોબાઈલની સ્ક્રીન સામે જોયું. આરવને ધ્યાનજ નાં રહ્યું કે તેણે અક્ષય પાસેથી લાવણ્યાનો નંબર ઓલરેડી માંગીને પોતાનાં મોબાઈલમાં સેવ કરી રાખ્યો હતો. સ્ક્રીન ઉપર લાવણ્યા લખેલું જોઈને લાવણ્યા ચોંકીને આરવ સામે જોયું.

“ક્યાંથી મલ્યો તને મારો નંબર બોલ...! હમ્મ...!?” આંખો મોટી કરીને લાવણ્યાએ આરવ સામે જોયું.

“ફ્રેન્ડ જોડેથી...!” આરવ ખરેખર ડરી ગયો અને છોભીલો પડી ગયો હોય એમ નીચું મોઢું કરીને બોલ્યો.

“મને નાં ગમ્યું હોં આવું....!” લાવણ્યા માથું ધૂણાવીને બોલી.

“સોરી....!” બાળકો જેવુ મોઢું ફુલાવીને આરવ એજરીતે નીચું મોઢું રાખીને બોલ્યો.

લાવણ્યા થોડીવાર સુધી આરવનાં ઉતરી ગયેલાં ચેહરા સામે જોઈ રહી. પછી હળવું સ્મિત કરીને બોલી-

“તું બવ ડફોળ છે...!” સ્મિત કરતાં-કરતાં લાવણ્યાએ આરવનો નંબર કોલેજનાં વાઈરલ ગ્રૂપમાં એડ કર્યો.

“તો તમે નારાજ નઈ મારાથી...!?” મલકાઈ રહેલી લાવણ્યાને જોઈને આરવ ખુશ થઈને બોલ્યો.

“છું જ....! પણ એટલી નઈ....!” લાવણ્યા માથું ધૂણાવતા-ધૂણાવતા બોલી અને રેસ્ટરૂમ તરફ ચાલવા લાગી.

“તો હું પછી મેસેજ કરું તમને...!?” આરવ ત્યાંજ ઊભો રહ્યો અને જઈ રહેલી લાવણ્યાને સંભળાય એ રીતે સહેજ મોટેથી બોલ્યો.

“હાં....! પણ “જમ્યા”....”શું જમ્યા....!” એવાં ફાલતું મેસેજ નઈ....!” લાવણ્યા એટલું બોલીને રેસ્ટરૂમમાં એન્ટર થઈ ગઈ.

કઈંપણ બોલ્યાં વગર આરવ થોડીવાર ત્યાં ઊભો રહી વિચારી રહ્યો પછી પાછો ફરીને ચાલવા લાગ્યો.

***

“બવ લેટ થઈ ગ્યું..!?” પાર્કિંગ શેડમાં ઊભાં-ઊભાં કોલેજ બિલ્ડીંગ તરફથી લાવણ્યાનાં આવવાની રાહ જોઈ રહેલો આરવ બબડ્યો.

દિવસ પૂરો થયાં પછી કોલેજ છૂટી ચૂકી હતી. મોટાભાગનાં સ્ટુડન્ટ્સ કોલેજમાંથી નીકળી ચૂક્યા હતાં. આમછતાં લાવણ્યા હજીપણ દેખાઈ નહોતી.

“આરવ...!? તું પાર્કિંગમાં શું કરે છે....!?” પોતાનું એક્ટિવા પાર્કિંગ શેડમાં લેવાં આવેલી આકૃતિએ પૂછ્યું “આજેતો કેન્ટીનમાં પણ ન’તો આયો...!?”

“અમ્મ...! હું થોડાં કામમાં હતો....! એટલે લેટ આયો...!” આરવ જેમ-તેમ વાત ટાળતાં બોલ્યો.

“તું ફ્રી હોય તો...!”

“હું બસ ઘરેજ નીકળતો ‘તો...!” આકૃતિની વાત સાંભળ્યા વગર આરવ વચ્ચે બોલી પડ્યો અને પોતાની એનફિલ્ડ તરફ જઈને બાઇકમાં ચાવી ભરાવા લાગ્યો.

“એમ પણ...! અહિયાં ઊભો રઈશ...!” બાઇક ઉપર બેસતાં-બેસતાં આરવ મનમાં બબડ્યો “તો જે આવશે એ બધાં પંચાત કરશે....!”

બાઇક પાછું લઈને આરવે ગેટ તરફ ફેરવ્યું અને સેલ માર્યો.

“બાય...!” અછડતું પાર્કિંગમાં ઊભેલી આકૃતિ તરફ જોઈને આરવ નીરસ સ્વરમાં બોલ્યો અને બાઇક ગેટ તરફ મારી મૂક્યું.

ભીંજાયેલી આંખે આકૃતિ એક્ટિવા જોડે ઊભી રહી અને બાઇક ઉપર જઈ રહેલાં આરવની પીઠ તાકી રહી.

***

“where are you…!?” આરવે whatsappમાં લાવણ્યાને મેસેજ કર્યો.

કોલેજથી સહેજજ દૂર આવેલાં શભૂ કોફીશોપ પર આવીને આરવ બેઠો હતો. ખૂણાનાં એક ટેબલ ઉપર એકલાં બેઠેલાં આરવે લાવણ્યાને મેસેજ કર્યા પછી કોફી ઓર્ડર કરી.

ખાસું રાહ જોયાં પછી પણ લાવણ્યાએ મેસેજનો કોઈ રિપલાય નહોતો આપ્યો. મેસેજ લાવણ્યાને પહોંચીતો ગયો હતો.

એક પછી એક આરવે લગભગ છ-સાત કપ કોફીનાં પી નાંખ્યાં. લગભગ ત્રણેક કલ્લાક વીતી જવાં છતાં લાવણ્યાનો કોઈ રિપ્લાય ના આવ્યો. ઘણીવાર Online થવાં છતાં લાવણ્યાએ કોઈજ રિપ્લાય નાં કરતાં આરવ અધિર્યો થયો હતો. અનેકવાર લાવણ્યાને કૉલ કરવાની ઈચ્છા થઈ આવવાં છતાં લાવણ્યા નારાજ થશે એ બીકે આરવે લાવણ્યાને કૉલ કરવાનું ટાળ્યું.

રાતનાં લગભગ આઠેક વાગ્યે છેવટે જ્યારે ઘરેથી સુરેશસિંઘનો ફોન આવ્યો ત્યારે આરવ કંટાળીને ઘરે આવતો રહ્યો.

“બવ લેટ કર્યું બેટાં....!?” ફ્લેટમાં એન્ટર થતાંજ દરવાજો ખોલીને ઉભેલાં સુરેશસિંઘે આરવને પૂછ્યું,

“હાં....! ગિટાર ક્લાસમાં મોડું થઈ ગ્યું....!” આરવે ઢીલા સ્વરમાં કહ્યું અને પોતાનાં રૂમ તરફ જવાં લાગ્યો.

“ફટાફટ ફ્રેશ થઈને આય....! ઝીલ આજે સ્પેશલ તારાં માટે પ્રફુલની રસ મલાઈ લાઈ છે...!” સુરેશસિંઘ લાલચ આપતાં હોય એમ બોલ્યાં.

“હું ફ્રેન્ડ્સ જોડે જમીને આયો મામા...! ઈચ્છા નથી....!” એવાંજ નીરસ સ્વરમાં બોલીને આરવ પોતાનાં રૂમમાં જતો રહ્યો.

***

“ધડ....!” આરવનાં રૂમનો દરવાજો જોરથી ખોલીને ઝીલ અંદર દાખલ થઈ.

“હું તારાં માટે છેક મોટેરાં જઈને પ્રફુલની રસમલાઈ લઈ આઈ....!?” ગુસ્સો કરતી-કરતી ઝીલ હાથમાં કાંચનો બાઉલ પકડીને બેડમાં બેસી ગિટાર મંતરી રહેલાં આરવ જોડે ધસી ગઈ “અને તે ચાખી પણ નઈ....! how dare you હાં...!”

બેડમાં આરવ સામે બેસી આંખો મોટી કરીને ઝીલે આરવ સામે ગુસ્સાથી જોયું.

“ઓકે લાય...!” ઝીલના ગુસ્સાથી ડરી ગયો હોય એમ આરવે તરતજ તેનાં હાથમાંથી રસમલાઈનો બાઉલ લઈ લીધો અને ફટાફટ “ઝાપટવા” લાગ્યો.

“અરે આરામથી પણ....!”

“સરસ હતી....!” ખાલી બાઉલ ઝીલ સામે ધરીને આરવે નીરસ સ્વરમાં કહ્યું “થેન્ક યુ...!”

બાઉલ હાથમાં લઈને ઝીલ આરવે સામે આંખ ઝીણી કરીને જોઈ રહી.

“હવે આ નાટક બંધ કરવાનું છે...!?” થોડીવાર એજરીતે જોઈ રહીને ઝીલ આરવને ધમકાવતી હોય એરીતે બોલી “કે ચાલું રે’શે હજી બે-ત્રણ કલ્લાક...!?”

આરવે દયામણું મોઢું કરીને જોયું પછી પોતાની વાત કહેવાની શરૂ કરી.

***

“અરે તો તું એમાં મારી લાયેલી રસમલાઈ કેમ ન’તો ખાતો....!?” ઝીલે આરવના માથે ટપલી મારીને કહ્યું “એ એટલી સુંદર છોકરી હોય તો ભાવ ખાયજ ને...? you know…! સુંદર છોકરીઓનો હક છે...! ભાવ ખાવાનો...!”

“તો હું શું કરું અવે....!?” આરવ મોઢું બનાવીને બોલ્યો.

“keep trying….! બીજું કઈં નઈ...!” ઝીલ બોલી “ટાઈમ આયે બધું સેટ થઈ જશે.....!”

“એક મેસેજનો પણ રિપ્લાય નઈ આપ્યો....!” આરવ માથું ધૂણાવીને બોલ્યો.

“અત્યારે ભલે નઈ આપતી...! પણ જોજે...!” બેડમાંથી ઊભાં થતાં-થતાં ઝીલ બોલી “એક ટાઈમ એવો આવશે...! એને તારાં વગર રેવાશે પણ નઈ.....!”

“I’m sorry….! મને એમ તું મારાંથી નાની છે નઈ...!?” આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “remember....! તું હજી 12thમાં છે ....!”

“હાં...! બટ તારાં કરતાં વધારે ઈંન્ટેલીજેંન્ટ અને મેચ્યોર....!” આરવને ચીડવતી હોય એમ ઝીલ બોલી

આરવે પણ સામે ઝીલને ચિડાવા દાંત કાઢ્યાં.

“ચલ અવે...! ગૂડ નાઈટ....!” રૂમની બહાર જતાં-જતાં ઝીલ બોલી.

ઝીલના બહાર ગયા પછી આરવે ફરીવાર લાવણ્યાનો નંબર whatsappમાં ઓપન કર્યો. સવારે કરેલાં મેસેજનો કોઈજ રિપ્લાય તેણીએ ન’તો આપ્યો.

નિરાશ થઈને આરવે બેડ ઉપર પડતું મૂક્યું.

***

એકાદ મહિના પછી....!

“આરવ....! તું કોફીની પાછળ કેમ પડી ગ્યો છે....!” કોરિડોરમાં ચાલી રહેલી લાવણ્યા સહેજ અકળાઈને આરવને કહી રહી હતી “મેં તને કીધુંતુંને...! કે હું વિચારીશ....!”

છેલ્લાં લગભગ એક મહિનાથી આરવ લાવણ્યાને પોતાની સાથે કોફી પીવા આવાનું પૂછતો હતો. લાવણ્યા દર વખતે “હું વિચારીશ” કહીને વાત ટાળી દેતી હતી. લાવણ્યાને ઇમ્પ્રેસ કરવાં આરવ કોઈને કોઈ પ્રયત્ન કરતો રહતો. કેન્ટીનમાં સોંન્ગ ગાવું, તેણીને ઘરે ડ્રોપ કરવાં લિફ્ટ ઓફર કરવી વગેરે. લાવણ્યા મોટેભાગે આરવને એવોઈડ કરતી. જોકે આરવનાં ઇનોસંન્ટ બિહેવિયરને લીધે તે આરવને ક્યારેક-ક્યારેક પોતાને ઘરે ડ્રોપ કરવાનું “સૌભાગ્ય” આપી દેતી. આમ છતાં, આટલાં પ્રયત્ન પછી પણ આરવ લાવણ્યાની નજીક નહોતો આવી શક્યો. આરવનાં મેસેજનો લાવણ્યા ભાગ્યેજ રિપ્લાય આપતી. એ પણ ઔપચારિકતા પૂરતો. કોઈ-કોઈવાર લાવણ્યા આરવ ઉપર ચિડાઈ પણ જતી. આમ છતાં હજીપણ આરવે પોતાનાં પ્રયત્નો ચાલુજ રાખ્યાં હતાં.

“પણ આટલાં બધાં દિવસથી વિચારોજ છો...!?” આરવ નાનાં બાળકની જેમ ફરિયાદ કરતો હોય એમ લાવણ્યાની જોડે ચાલતાં-ચાલતાં બોલ્યો.

“તને કીધું’તુંને....! બવ બધાં બોયઝ લાઇનમાં છે....! મારી જોડે કોફી પીવા માટે...!” લાવણ્યા ઘમંડભર્યું સ્મિત કરીને બોલી.

“પણ હું...!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” આરવ કઈં આગળ બોલવાજ જતો હતો ત્યાંજ તેનાં મોબાઈલમાં રિંગ વાગી.

પોતાનાં પોકેટમાંથી અડધો ફોન બહાર કાઢીને આરવે મોબાઈલમાં નંબર જોયો. કૉલ સિદ્ધાર્થનો હતો.

“હાં ભાઈ બોલ....!” કોરિડોરમાં અટકીને આરવે સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરીને કહ્યું.

આરવને મોબાઈલ ઉપર વાત કરતો જોઈને લાવણ્યા ક્લાસરૂમ તરફ જવા લાગી.

“અરે...! ક્યાં જાવ છો....!?” વાત કરતાં-કરતાં આરવે જઈ રહેલી લાવણ્યાને ટોકતાં કહ્યું.

સામે છેડે સિદ્ધાર્થ ફોન ઉપર બંનેની વાત સાંભળી રહ્યો.

“તો તું વાત કરે ત્યાં સુધી હું ઊભી રઉ એમ...!?” લાવણ્યા સહેજ ચિડાઈને બોલી “અને એમ પણ રેસ્ટરૂમ જવું છે....! તારે ત્યાં પણ આવવું છે મારી જોડે...!”

“નાં...નાં...સોરી....! હોં....! તમે જાવ...!” આરવે કહ્યું અને પોતાનો ફોન કાને માંડી પાછો ફરી ચાલવા લાગ્યો.

કોરિડોરમાં વળી જઈને લાવણ્યા રેસ્ટરૂમ તરફ જવાં લાગી.

“શું હતું બોલ....!?” કોરિડોરમાં ચાલતાં-ચાલતાં આરવે સિદ્ધાર્થને પૂછ્યું.

“શું બોલું યાર...!?” સામેથી સિદ્ધાર્થ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “તું પાછું આવાનું કઈં કર ભાઈ....!”

“કેમ શું થ્યું....!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે ભાઈ....! ગામડે ખેતીનું કામ...! અહિયાં cityમાં ફર્નિચરના શૉરૂમનું અને ટિંમ્બર વૂડનું...! અને કોલેજ અલગથી....!” સિદ્ધાર્થ એવાંજ અકળાયેલાં સ્વરમાં બોલ્યો “બધુ હું એકલો નઈ પોં’ચી વળતો યાર....! તું પાછો આય....! થોડી હેલ્પ કર....કામમાં....!”

“પણ બ્રો...! મેં HLમાં એડમિશન લઈ લીધું અવે....!” આરવ બોલ્યો “હવે તો ભણવાનું પતાઈનેજ આઈશ....!”

“ભણવાનું પતાઈને એટ્લે...!?” સિદ્ધાર્થ ચોંકયો હોય એમ નવાઈપૂર્વક બોલ્યો “હજીતો સેકન્ડ યર સ્ટાર્ટ થયું છે...! તો તું સેકન્ડ યર પતે એ પછી કે ત્રીજું પતે એ પછી આવાની વાત કરે છે...!?”

“અમ્મ...! હજી કઈં વિચાર્યું નઈ....!” આરવે જવાબ ટાળ્યો.

“તો વિચાર ભાઈ....! મારાંથી બધુ એકલાં નઈ થતું અને પપ્પાંની કચકચ અને ટોંન્ટ અલગથી...!”

“ઓહ....તો પપ્પાંનું હજી ચાલેજ છે એમ...!?” આરવે પૂછ્યું “મહિના ઉપર થઈ ગ્યું તોય ભૂલ્યા નઈ...!?”

“તો શું યાર...! તું.. ગમે તે કર ભાઈ...! પાછો આય...! હું કંટાળી ગ્યો છું....!”

“અરે પણ મેં તો અહિયાં ગિટાર ક્લાસમાં પણ ફી ભરી દીધી છે....! હવે....!”

“તેલ લેવાં ગ્યાં ગિટાર ક્લાસ....!” સિદ્ધાર્થ વચ્ચે બોલી પડ્યો “અને કોલેજ તો મામાનીજ છેને....! તું એમને કે….એ બધુ જોઈ લેશે...!”

“ભાઈ....! તું સાચવીલેને....!” આરવ આજીજીપૂર્વક બોલ્યો “મારે થોડું અર્જન્ટ કામ છે...! ચલ...! બાય...!”

વાત ટાળવા બાહનું કાઢીને આરવે કૉલ કટ કરી દીધો. સામેથી સિદ્ધાર્થ “હેલ્લો...હેલ્લો” બોલતો રહ્યો.

“હાશ...!” કૉલ કટ કરીને આરવે હાશકારો અનુભવ્યો હોય એમ પોતાની ચેસ્ટ ઉપર હ્રદયના ભાગે હાથ મૂક્યો અને કોલેજ કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

***

“યાર...! તું ક્યાં સુધી આ રીતે મોઢું લટકાવીને બેસી રઈશ...!?” ટેબલની બીજી બાજુ આરવની સામે બેઠેલાં અક્ષયે પૂછ્યું.

આકૃતિ સિવાય આરવના “A” ગ્રૂપના લગભગ બધાંજ ફ્રેન્ડ્સ કેન્ટીનમાં બેઠાં હતાં.

“હાં...યાર....!” અજય પણ સૂર પુરાવીને બોલ્યો.

કેન્ટીનના દરવાજા તરફ મ્હોં રાખીને ચેયરમાં બેઠેલો આરવ બેચેનીપૂર્વક દરવાજા સામે જોઈ રહ્યો હતો.

થોડીવાર સુધી એમજ જોઈ રહ્યાં પછી આરવે દરવાજામાંથી લાવણ્યાને તેનાં ગ્રૂપની કોઈ ફ્રેન્ડ જોડે કેન્ટીનમાં પ્રવેશતી જોઈ. લાવણ્યાને જોતાંજ આરવે ટેબલના ટેકે મૂકેલું ગિટાર ઉઠાવવાં માંડ્યુ.

“you know what…!” ગિટાર ઉઠાવતાં-ઉઠાવતાં આરવ ટેબલની આજુબાજુ બેઠેલાં પોતાનાં ફ્રેન્ડ્સ સામે જોઈને બોલ્યો “એક સોંન્ગ તો ગાવુંજ જોઈએ....!”

ગિટારના લુઝ થઈ ગયેલાં ટ્યુનર્સ આરવ મચેડીને સરખાં કરવાં માંડ્યો.

આરવથી બે-ત્રણ ટેબલ દૂર બેઠેલાં પોતાનાં ફ્રેન્ડ્સના ટેબલ પાસે આવતાં-આવતાં લાવણ્યા ચિડાયેલાં ચેહરે મોટેથી બબડી રહી હતી. બબડાટ કરતાં-કરતાં આવી રહેલી લાવણ્યાને કેન્ટીનમાં બેઠેલાં બધાં જોઈ રહ્યાં. આરવને પણ લાવણ્યા જે વિષે બબડાટ કરી રહી હતી તે સંભળાતા તે થોડીવાર તેણી સામે જોઈ રહ્યો. ટ્રસ્ટી સાહેબની કેબિનમાં બોલાવી પ્રિન્સિપાલે લાવણ્યાને યૂથ ફેસ્ટિવલની તૈયારીઓ બધીજ જવાબદારીઓ સોંપી દીધી હતી. એકલાં બધીજ તૈયારીઓ કરવાની હોવાથી લાવણ્યા બે-ત્રણ દિવસથી આકળાયેલી રહેતી હતી.

“બધી તૈયારીઓ મારે એકલાંએ કરવાની...!” ફ્રેન્ડ્સના ટેબલ તરફ ઉતાવળા પગલે જતાં-જતાં લાવણ્યા બબડી રહી હતી.

આરવથી બે-ત્રણ ટેબલ દૂરજ બેઠેલાં પોતાનાં ફ્રેન્ડ્સનાં ગ્રૂપ તરફ લાવણ્યાને આવતી જોઈને આરવે ગિટારનાં તાર ઉપર હાથ ફેરવવા માંડ્યા અને સોંન્ગ ગાવાનું શરૂ કર્યું.

“મૈંને તો ધીરે સે....! નિંદો કે ધાગે સે....!

બાંધા હૈ ખ્વાબ કો તેરે.....!”

ગ્રૂપનાં મિત્રો જોડે આવીને ઊભેલી લાવણ્યાની અને તેણીની ફ્રેન્ડની નજર પણ હવે સોંન્ગ ગાઈ રહેલાં આરવ ઉપર પડી.

“મૈં ના જહાં ચાહું....! ના આસ....માં ચાહું....!

આજા હિસ્સે મેં તું મેરે....!”

“આ બસ ગીતો ગાવાંજ કોલેજ આવતો લાગે છે...!” લાવણ્યા હસીને બોલી.

આરવથી એક-બે ટેબલ છોડીને બંને જણાં અન્ય ટેબલની આજુબાજુ ચેયરમાં બેઠાં.

“તું ઢંગ ચાહતો કા...! મેં જૈસે કોઈ નાદાની....!

“તું ઢંગ ચાહતો કા..આ...! મેં જૈસે કોઈ નાદાની....!”

લાવણ્યાને જોતાંજ આરવ તેણી સામે જોઈને સ્મિત કરતાં-કરતાં ગાવાં લાગ્યો. લાવણ્યા પણ ચેયરમાં બેઠાં-બેઠાં આરવ સામે જોઈ રહી. જોડે બેઠેલી લાવણ્યાની ફ્રેન્ડ પણ પણ આરવ સામે જોઈ રહી હતી.

“મુઝે ખુદ સે જોડદે તો....! મેરે યાર બાત બન જાની...ઇ...

મેં રંગ શરબતો કા....! તું મિઠે ઘાટકા પાની...!

મેં રંગ શરબતો કા....! તું મિઠે ઘાટકા પાની...!”

“આનુંતો ચાલતુંજ રેહશે...!” આરવ લાવણ્યા સામે જોઈજ રહેતાં છેવટે લાવણ્યાએ મોઢું મચકોડયું અને પોતાની હેન્ડબેગમાંથી નોટપેડ કાઢવાં લાગી.

હવે આ રોજનું થઈ ગયું હતું. કેન્ટીનમાં બેઠાં-બેઠાં આરવ રોજે પોતાનું ગીટાર લઈને જુદાં-જુદાં સોન્ગ્સ ગાતો. જોડે બેઠેલાં અને આજુબાજુ ટોળુંવળીને ઉભેલાં ઘણાં સ્ટુડન્ટસ પણ ઘણીવાર તેની જોડે-જોડે ગાતાં. આખી કેન્ટીનનું વાતાવરણ સંગીતમય થઈ જતું.

આખી કોલેજમાં આરવ હવે ફેમસ થઈ ગયો હતો. ગિટાર વગાડતાં- વગાડતાં સોન્ગ ગાતાં તેનાં વિડીયોઝ કોલેજના વાઈરલ ગ્રુપમાં ફોરવર્ડ થતાં હતાં.

લાવણ્યાને એનાં અવાજમાં સોન્ગ્સ સાંભળવા ગમતાં હોવાં છતાંપણ તે ક્યારેય એનાં વખાણ નહોતી કરતી. ઉલટાનું “કંઈ ખાસ નથી...!” એવાં શબ્દો વાપરીને લાવણ્યા તેને ઉતારી પાડતી.

આરવ સ્મિત કરતાં-કરતાં લાવણ્યા સામે જોઈને ગાઈ રહ્યો હતો.

લાવણ્યાએ ઘમંડથી પોતાનું મોઢું મચકોડયું અને પોતાનાં નોટપેડમાં જોવાં લાગી.

આરવનાં ગ્રૂપમાં બધાં આરવનાં વખાણ કરી રહ્યાં હતાં, જોકે આરવની નજર લાવણ્યા ઉપરજ હતી.

પોતાનું નોટપેડ ખોલી લાવણ્યા પોતાની જોડે બેઠેલી ફ્રેન્ડને નોટપેડમાં કઈંક બતાવી રહી હતી. જોકે તેણીની એ ફ્રેન્ડની નજર હજી આરવ સામે હતી.

સોંન્ગ ગાઈ રહેલાં આરવ સામેથી નજર હટાવી નેહાએ હવે લાવણ્યા સામે જોઈ તેનાં નોટપેડમાં જોયું.

થોડીવાર પછી આરવે સોંન્ગ ગાવાનું પૂરું કર્યું અને કેન્ટીનમાં લગભગ બધાંએ તેને રોજની જેમ તાળીઓ પાડીને વધાવી લીધો. બધાં સામે જોયાં પછી આરવે ફરીવાર લાવણ્યા સામે જોયું.

લાવણ્યા બોલતી હતી ત્યાંજ આરવની આજુબાજુ રોજની જેમ બેઠેલાં સ્ટુડન્ટ્સ ચિચિયારીઓ પાડવાં લાગ્યાં.

યૂથ ફેસ્ટિવલની તૈયારી કરી રહેલી લાવણ્યા ડિસ્ટર્બ થઈ હોય એમ તેણીએ પોતાનું મોઢું બગાડ્યું.

“વન્સ મોર....વન્સ મોર....!” બધાં હવે મોટેથી બૂમો પાડવાં લાગ્યાં.

આરવનાં ફ્રેન્ડ્સ બધાં જોરથી બૂમો પાડવાં લાગતાં લાવણ્યા વધું અકળાઇ હોય એવું આરવને લાગ્યું. તે કઈંક બબડી અને મોઢું બગાડી માથું ધૂણાવી નોટપેડ બંધ કરીને તેનાં હેન્ડબેગમાં મૂકવા લાગી.

“ચાલ .....!” ચેયરમાંથી ઊભાં થતાં-થતાં લાવણ્યાએ તેણીની ફ્રેન્ડને કહ્યું.

“અરે પણ શું થયું....!?” તેણીએ લાવણ્યાને પૂછ્યું

“આ બખારાંમાં મને ડિસ્ટર્બ થાય છે....!”આરવ સામે એક નજર જોઈ મોઢું બગાડી લાવણ્યા બોલી “આપડે ડ્રામા સ્ટુડિયો જઈએ....!”

બંને હવે જોડે કેન્ટીનની બહાર જવાં લાગ્યાં. લાવણ્યાને જતાં જોઈને આરવ ઝડપથી ઊભો થયો અને ઉતાવળા પગલે બહાર ભાગ્યો.

“મેડિકલ ઈમરજન્સી....!” ગ્રૂપનાં કોઈ કશું પૂછે એ પહેલાંજ જતાં-જતાં આરવે તેમની તરફ જોઈને વોશરૂમ જવા માટેનો તેમનો “કોડવર્ડ” કહી દીધો અને કેન્ટીનમાંથી બહાર નીકળવાં લાગ્યો.

***

“કેવું લાગ્યું....!? મે સોંન્ગ ગાયું એ...!?” કેન્ટીનમાંથી નીકળીને લાવણ્યા અને તેણીની ફ્રેન્ડ જોડે ઓપન થિયેટર તરફ જઈ રહી હતી ત્યાંજ આરવ લાવણ્યાની જોડે ચાલતો-ચાલતો પૂછવાં લાગ્યો.

“ઠીક...!” લાવણ્યાએ મોઢું મચકોડીને જવાબ આપ્યો અને થોડું વધુ ઝડપે ઓપન થિયેટર તરફ ચાલવાં લાગી.

“તમને ખરેખર મારો વોઈસ નઈ ગમતો...!” લાવણ્યાની ઝડપ મેચ કરતાં-કરતાં તેણીની જોડે ચાલતા-ચાલતાં આરવે નાનાં બાળકની જેમ મોઢું કરીને પૂછ્યું.

તે રોજે આવુંજ કરતો. લાવણ્યાની પાછળ-પાછળ આવતો અને તેને પોતાનાં વોઈસ કે સોન્ગ વિષે પુછવાંના બહાને વાત કરતો.

“ઓનેસ્ટલી.....! તારો વોઈસ સારો છે....!” કોરીડોરમાં અટકીને લાવણ્યા રૂડ સ્વરમાં બોલી “પણ એટલો બધો નઈ કે હું આખો દિવસ તારાં વખાણ કરતી રઉં....! હમ્મ...!”

“એવું નઈ કે’તો હું....!” આરવ સહેજ હર્ટ થયો હોય એમ ઢીલાં સ્વરમાં બોલ્યો.

તેનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને લાવણ્યાને પોતાનાં રૂડ બિહેવિયર બદલ થોડો પસ્તાવો થયો. છતાં તેણીએ પોતાનાં ચેહરા ઉપર પસ્તાવાનાં એ ભાવ ના આવવાં દીધાં.

“મને એમ કે તમને મારો વોઈસ ગમે છે...! એટલે જયારે હું સોન્ગ ગાતો હોવ...! તમે મારી સામે જોતાં હોવ છો....!” આરવ એવાંજ ઢીલાં ચેહરે બોલ્યો.

“ગીટાર લઈને છોકરીઓ સામે કલર કરતાં છોકરાંઓને હું હંમેશાં જોતીજ હોવ છું...! સર્કસનાં જોકરની જેમ....યુ નો...!” લાવણ્યાને પોતાને ખબર નાં રહી અને તેનાથી આરવની વધારે પડતી ઈન્સલ્ટ થઈ ગઈ.

“ઓહ....! મને એમ કે....!” આરવનો ચેહરો હવે સાવ ઉતરી ગયો નાનાં બાળકની જેમ ઢીલો થઈ ગ્યો.

ઉતરેલાં ચેહરે તે હવે આમતેમ જોવાં લાગ્યો. કોણજાણે કેમ પણ લાવણ્યાને આરવનો એ ઉતરી ગયેલો માસૂમ ચેહરો જોઇને પોતાનાં વર્તન ઉપર વધુ અફસોસ થવાં લાગ્યો. લાવણ્યાની જોડે ઊભેલી તેણીની ફ્રેન્ડ પણ આરવનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈ રહી.

“સ....સારું...!” એવાંજ ઢીલા ચેહરે આરવ બોલ્યો અને પછી એકાદ ક્ષણ માટે આમતેમ જોઈને પાછો ફરીને ત્યાંથી જવાં લાગ્યો.

લાવણ્યાને તેને રોકવાંની ઈચ્છા થઈ આવી.

“આર....!” હાથ ઊંચો કરીને લાવણ્યાએ તેને રોકવાં ગઈ જોકે પછી અટકી ગઈ અને મનમાં બબડી “જવાદેને....! ટાઈમજ નથી અત્યારે...! યૂથ ફેસ્ટિવલની તૈયારી બધી બાકી છે...!”

“તારે એને આવું નો’તું બોલવું જોઈતું....!” લાવણ્યાની જોડે ઊભેલી નેહા બોલી.

“અરે એ મગજ ખાઈ જાય છે....!” લાવણ્યા ચિડાઈને બોલી “જ્યારનો કોલેજમાં આયો છે ત્યારનો રોજે બસ કોફી માટે જવાની વાત કરે છે...! રોજે....!”

“પણ એ કેટલો ઈનોસંન્ટ છે યાર...! તું આવું કેમ બિહેવ કરે છે...!”

“ઇનોસંન્ટ...! હુંહ….! છોકરાઓ બધાં એક જેવાંજ હોય છે...!” લાવણ્યા બોલી અને પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી.

“સારું....! તું જા....! રેસ્ટરૂમ જઈ આવું...!” નેહા બાહનું કાઢતી હોય એમ બોલી.

“જલ્દી આવજે...!” એટલું કહીને લાવણ્યા થિયેટર તરફ જવાં કોરિડોરમાં જમણી તરફ વળી ગઈ.

નેહા હવે ઉતાવળા પગલે કોરિડોરમાં કોલેજ બિલ્ડીંગની બહાર તરફ જવા ચાલવા લાગી.

***

“ઓય....! આરવ....!” કોલેજનાં પાર્કિંગ શેડમાં પહોંચવાં આવેલાં આરવની પાછળ-પાછળ ઉતાવળા પગલે આવતી નેહાએ મોટેથી બૂમ પાડી.

આરવ અટક્યો અને પાછું વળીને જોવાં લાગ્યો.

“અરે....! આ તો...!?” લાવણ્યાની એ ફ્રેન્ડને આરવ પોતાની તરફ અચરજથી પોતાની તરફ ઉતાવળા પગલે આવતી જોઈ રહ્યો “લાવણ્યાની ફ્રેન્ડ...!?”

“હાય...!” આરવની જોડે આવીને હાંફતાં-હાંફતાં નેહા બોલી.

“અમ્મ...હાય....!” આંખ ઝીણી કરીને આરવ તેણીને જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો.

“ઓળખાણ નાં પડી...!?” નેહાએ પોતાનાં શ્વાસ કાબૂ કરતાં પૂછ્યું.

“હું તમને રોજે જોવું છું....! પણ યાદ નઈ આવતું....!” આરવ વિચારતા-વિચારતા બોલ્યો “કોલેજ સિવાય ક્યાંકતો જોયા છે તમને...!”

નેહાને જોઈ ત્યારથી આરવ તેણીને ઓળખવાનો પ્રયત્ન કરતો હતો. જોકે હજીસુધી તેને યાદ નહોતું આવ્યું.

“યાદ કર...યાદ કર...!” નેહા તેણીની આઈબ્રો નચાવીને બોલી.

“અરે ઘણા દિવસોથી ટ્રાય કરું કરું છું...! પણ યાદ નઈ આવતું...!”

“અરે કેમ...!? નેહા યાર....!” નેહા ઉત્સાહમાં આવી જઈને બોલી “આપડે સ્કૂલમાં જોડે ભણતાં ‘તા....! ચોથા ધોરણમાં તે ઓલી વિદ્યાનો ચોટલો કાપી નાંખ્યો’તો યાદ છે...!?”

“હાં..અ....ચોટલો કાપી નાંખ્યો’તો....! એ યાદ છે...!” આરવ થોથવાઈને બોલ્યો “પણ...! અરે હાં...! તું તો વિજય અંકલની બેબલીને...!?”

આરવને યાદ આવી ગયું હોય એમ પોતાનાં માથે ટપલી મારીને મોટેથી બોલી પડ્યો.

“હાં..હાં...હાં....બેબલી...!?” નેહાથી હસાઈ ગયું “તું તો હજી એવોજ છે....! સાવ ડફોળ....!”

“હી...હી...હી....!”

“ચલ....! શંભુ પર જઈએ...!” નેહા એવાંજ ઉત્સાહથી બોલી.

“હાં....હાં....ચલ...! હું બાઇક લઈને આવું...!” આરવ હાથમાં ચાવી બતાવીને બોલ્યો.

“હું ગેટ આગળ ઊભી છું...!” નેહા સ્મિત કરીને બોલી અને કોલેજનાં મેઇન ગેટ તરફ ચાલવા લાગી.

***

“તો....તું અમદાવાદ ક્યારે આયો...!?” નેહાએ સામે બેઠેલાં આરવને પૂછ્યું.

બંને કોલેજથી બહુ દૂર નઈ એવાં ફેમસ શંભુ કોફીશોપ ઉપર આવીને બેઠાં હતાં. કોફીનાં મોટાં કપમાંથી સ્ટ્રો વડે કોફી પીતાં-પીતાં બંને વાતો કરી રહ્યાં હતાં.

“એકાદ મહિના પે’લ્લાં...!” આરવ પરાણે સ્મિત કરીને બોલ્યો.

“તે કોલેજ ટ્રાન્સફર કેમ કરી....!? તું તો વિદ્યાનગરમાં હતોને...!?” નેહાનો વાત કરતી વખતે એવોજ ઉત્સાહથી ભરેલો હતો.

“અમ્મ....! હાં...અ....ત્યાં ગિટાર ક્લાસ સારા નઈ...! તો...અ....!” આરવની જીભ થોથવાઈ ગઈ “સુરેશમામાએ કીધું...કે અહિયાં અમદાવાદ આઇજા....!”

“અરે હાં....! સુરેશ અંકલ...! તું...લાવણ્યાને ખખડાઈ નાંખતો હોયતો...!” નેહા સહેજ જેલસ થઈ હોય એમ બોલી “તને ગમે તેમ બોલી નાંખે છે યાર....! એને કઈંદેને કે તું ટ્રસ્ટી સાહેબનો …!”

“નઈ...નઈ....નઈ....!” સ્ટ્રો મોઢામાંથી તરતજ બહાર કાઢીને આરવ ઉતાવળા સ્વરમાં બોલ્યો “કોઈને નાં કે’તી...કોઈને નાં કે’તી....!”

“પણ કેમ....!? અરે તું કોલેજનો રાજા થઈ જઈશ યાર....!”

“અરે પણ તું સમજતી કેમ નઈ...!” આરવ આજીજીભર્યા સ્વરમાં બોલ્યો “પછી બધાં મિસ યુઝ કરશે....! મારાં ફ્રેન્ડ્સ...પછી એક્ઝામ વખતે પેપર્સ કે પેપર્સમાં પાસ થવાય એવી IMP માંગશે...!”

“અરે હાં....! પોઈન્ટ હો...!” નેહા વિચારતી હોય એમ બોલી.

“તો યાર....! સુરેશમામાએજ ના પાડી છે....! કોઈને કે’વાની....!” નેહાનાં મગજમાં વાત બેસી જાય એટ્લે આરવ સફાઈથી જૂઠું બોલ્યો “એટ્લેજ તો...! હું કોલેજમાં એમની સામું પણ નઈ જોતો...! જાણે ઓળખતોજ નાં હોવ એમ...!”

“હમ્મ....! સારું...! પ્રોમિસ....! કોઈને નઈ કવ...!” નેહા સ્મિત કરીને બોલી “પણ તું લાવણ્યા...!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” નેહા બોલવાંજ જતી હતી ત્યાંજ આરવનો મોબાઈલ રણક્યો.

“સિદ્ધાર્થ યાર....!” કંટાળેલા આરવે સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને મોઢું બગાડ્યું અને કૉલ કટ કરી દીધો.

“હાં...! શું કે’તી તી તું...!? લાવણ્યાનું...!?” આરવે પૂછ્યું.

નેહા કઈં બોલવાજ જતી હતી ત્યાંજ આરવનો મોબાઈલમાં મેસેજ ટોન વાગી. હાથમાં પકડેલાં મોબાઈલમાં સિદ્ધાર્થનાં SMSની નોટિફિકેશન જોઈને આરવને નવાઈ લાગી.

“Pick up the phone….! Its urgent….!” સિદ્ધાર્થનો મેસેજ વાંચતાં-વાંચતાં આરવે હોંઠ ફફડાવ્યા.

આરવ હજીતો કઈં વિચારે ત્યાંજ સિદ્ધાર્થનો ફરીવાર ફોન આવી ગયો.

“એક સેકન્ડ નેહા....! હું આવું....!” એટલું કહીને આરવ ઊભો થયો અને કોફી શોપની બહાર આવી ગયો.

“whatsappનાં જમાનામાં SMS...?” આરવ મજાક કરતાં-કરતાં બોલ્યો.

“આરવ...! થેન્ક ગોડ....!” સામેથી સિદ્ધાર્થનો ઉતવાળો ચિંતા ભર્યો સ્વર સંભળાયો “તું અત્યારેજ બરોડા આય...! જલ્દી....!”

“what બ્રો...! મેં કીધું’તુંને...! તું સાચવી..!”

“આરવ...! કલાદાદી....!” સિદ્ધાર્થ એવાંજ ચિંતાતુર સ્વરમાં વચ્ચે બોલ્યો.

“શું થયું...!?” કઈંક અમંગળ થયાની આશંકાથી આરવનો સ્વર ગંભીર થઈ ગયો.

“હાર્ટ અટેક....!” સામેથી સિદ્ધાર્થ બોલ્યો.

આરવ હતપ્રભ થઈ શૂન્યમનસ્ક થઈ ગયો.

“હું અત્યારેજ નિકળું છું....!” એટલું કહીને આરવે ફોન કટ કર્યો.

***

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19