Pass or fail books and stories free download online pdf in Gujarati

પાસ કે નાપાસ


આજે કંઈક ખૂટતું હતું. આજે કમરામાં એકલો હતો. પડખા ફેરવવા છતાં ઊંઘ આજે વેરણ થઇ ગઈ હતી. આજે એને ચંદા યાદ આવી ગઈ. ગામડાનીહતી પણ કોઠાસૂઝ ગજબની હતી, પોતે એક ઉચ્ચ અધિકારી હતો એટલેજ એને ક્યારેય ચંદાની કદર નોતી કરી હંમેશા એને હળધૂત કરતો હતો. આજે હયાત નોતી પણ એની કહેલી વાત આજે વારંવાર યાદ આવતી હતી, "જમાનામાં છોકરાની આટલી આશ શા માટે? ફૂલ જેવી દીકરી આપી છે, અને બે બે વાર દીકરાની લાયમાં ગર્ભપાત કરાવીને મને પણ પાપમાં ભાગીદાર બનાવી!" પણ ત્યારે સત્તાના અને પોતાના ભણતરના ગુમાનમાં હતો, એક ગામડાની ગમાર એને કેમ સૂચન કરી શકે?

પણ આજે એકલો હતો અને ચાંદની વાત યાદ આવી ગઈ. પોતે ભલે ભણેલોહતો પણ વિચારોતો જુના હતા. ફૂલ જેવી દીકરી આપી હતી પણ એની ક્યારેય દરકાર કરી નોતી. દીકરી પણ કેવી જોતા નજર ઠરે એવી, બોલેતો જાણે સરસ્વતી બોલતા હોઈ એવું લાગે, રૂપમાં પણ અંબાર, પાણી પીવે તોગળામાંથી પાણી દેખાય. પણ ક્યારેય એના તરફ ધ્યાન આપેલું નહિ. બસ પરણાવીને વળાવવા પૂરતી જવાબદારી નિભાવેલી. જયારે દીકરામાટે! કેટકેટલું કરેલું બે બાર પત્નીની કૂખ ગેરકાયદેસર ખાલી કરી નાખી હતી, ચંદાઆઝીઝી કરતી રહી પણ એક શબ્ધ સાંભળેલો નહિ. કેટલા ડોરા ધાગાકરેલા, દવા કરેલી ત્યારે એક દેવનો દીધેલો થયો. દીકરા પાછળ ગાંડો થઈ ગયેલ. આમ તો નામ એનું ઘનસ્યામ રાખેલું પણ લાડથી "ઘનો" કહેતો. હથેળીમાં રાખતો દીકરાને પાણી માંગે અને દૂધ આપતો, ભણાવવામાં પણકોઈ કચાશ રાખેલી નહિ કારણ કે એવું વિચારતો કે બુઢાપાની લાઠી છેદીકરો. પણ દીકરી માટે એના વિચારો એવા હતા કે "એતો એક દિવસ સાસરે જતી રહેશે, કમાઈને પતિને આપશે જેથી એની રીતે જેટલું ભણે એટલું." દીકરી હોશિયાર હતી એની જાતે ભણીને શિક્ષીકા બની ગઈ.

આજે એના મનમાં છે કે "હું મારા વિચારોમાં અને જીવન માં પાસ છું કેનાપાસ!" કારણ કે જે દીકરીને એણે આખી જિંદગી માત્ર જવાબદારીસમજેલી એજ કપરા સમયે ઉભી રહી હતી, જયારે દીકરો એના કુટુંબ સાથે વ્યસ્થ હતો.

ચંદાની ચીર વિદાય પછી સાવ એકલો થઇ ગયેલ, દીકરો દૂર હતો ત્યાંજઈને સાથે રહેવાનો પ્રયત્ન કરેલો પણ દીકરાની વહુ સાથે જામ્યું નહિ અને દીકરાને પણ સ્વતંત્રતા જોતી હતી એટલે પાછો પોતાના ગામ આવી ગયો. પણ વાતની ખબર જયારે દીકરીને પડી ત્યારે પોતાના પતિને લઈને તરત પિતાપાસે દોડી ગઈ. બળ જબરીથી પિતાને પોતાની સાથે લઇ ગઈ, થોડા દિવસએની સાથે રાખ્યા અને ભરપૂર પ્રેમ પણ આપ્યો. પણ દીકરીને ઘરે રહેવામાંપણ પેલા જુના વિચારો આડે આવ્યા, "દીકરીના ઘરનું પાણી કેટલા દિવસ પીવું"! એટલે ફરી પાછો પોતાના ઘરે આવી ગયો.

એક વાર માંદો, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, દીકરાને જાણ કરવામાંઆવી, દીકરીને જાણ કરવામાં આવી. બંને પોતાની ફરજ બજાવવા દોડી આવ્યા! દીકરાએ ફરજ સમજી થોડા દિવસ સાથે રહ્યો પણ પછી નોકરીનું બહાનું કરીને એની દુનિયામાં પાછો જતો રહ્યો, જયારે દીકરીએ ફરજ અને જવબદારી બનાવી લીધી અને ખંતથી સેવા કરી, ઘર વ્યવસ્થિત ગોઠવી પછી પોતાના ઘરે વિદાય લીધી.

આજે ફરી એકલો હતો અને મન વિચારે ચડી ગયું હતું અને એને આજે ચંદા યાદ આવતી હતી! આજે બે વાર દીકરીઓને મારી નાખી હોત તો આજે એની સેવામાંત્રણ દીકરીઓ હોત અને કોઈને કોઈ એની સાથે હોત. પણ અફસોસ આજે એકલો હતો અને વિચારતો હતો કે આજે હું મારા વિચારોમાં અને મારા જીવનમાં પાસ છું કે નાપાસ!!