Phone number - 2 books and stories free download online pdf in Gujarati

ફોન નંબર - ૪




"ઠીક છે, પછી સાંભળ, એકવાર અમારા ગામમાં આપણે બધા જ્ જાતિ વાદ માં માનતા હતા. એક વ્યક્તિ અહીં જંગલથી આવ્યો હતો, તે નીચલી જાતિનો હતો અને તે કાળા જાદુનો નિષ્ણાત હતો. તે અહીં તેના પરિવાર સાથે આવ્યો હતો, તેઓ અહીં ખૂબ શાંતિથી રહેતા હતા, પરંતુ ગામલોકોને તે ગમતું નોતું તેથી બધાએ એક યોજના બનાવી, એક દિવસ તે માણસ પાણી વિશે પૂછવા માટે સરપંચના ઘરે ગયો, પછી રામુ અને સ્યામું તે માણસના ઘરે ગયા અને તેના ઘરને બાળી નાખ્યું, પણ તે માણસને તે ખબર ન હતી તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેનું ઘર બળી ગયું છે, ત્યારબાદ તેણે રડવાનું શરૂ કર્યું કારણ કે તેની પત્ની અને બાળકો મરી ગયા હતા અને ત્યારબાદ કેટલાક ગામલોકોએ તે માણસને દોષી ઠેરવ્યો કે તે માણસે ઘરને બાળી નાખ્યું હતું અને પત્ની અને બાળકોને મારી નાખ્યાં હતાં. પછી તે સરપંચ ના ઘરે ગયો જેથી કોઈ ને તેના પર શંકા ન થાય. પણ આ ખોટું હતું અને તે પછી એક પોલીસ વાળો આવ્યો અને તે માણસની હત્યા કરી, તે માણસની હત્યા કરતા પહેલા, તે માણસ એ લોકો ને કહ્યું કે એક દિવસ હુ પાછો આવીસ, અને મારો બદલો લઈશ અને તમે લોકો પસ્તસો"
"તો પછી તે કેવી રીતે પાછો આવી શકે" વિક્રાંત એ પૂછ્યું
"તે મને ખબર નથી"

પછી ગામલોકોનો અવાજ આવ્યો, વિક્રાંત અને તેના માતા પિતા બહાર ગયા કે શું થઈ રહ્યું છે, તેઓએ જોયું કે ગામલોકોનાં બધાં ઘર બળી ગયાં હતાં, બધા દોડી રહ્યા હતા. તે પછી સોહિલ અને સફેદ સાડીમાં એક મહિલા ત્યાં આવી. તે બંને હસી રહ્યા હતા, બધા ગામલોકો સોહિલને જોતા હતા.
"તમે બધાએ યોજના બનાવી હતી અને મારા કુટુંબની હત્યા કરી હતી, પરંતુ હવે તમે બધા માર્યા જસો", સોહિલે હસીને કહ્યું.
તે પછી ચૂડેલે કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા , વિક્રાંત સોહિલની સામે ગયો,
"હવે તમે બધી વસ્તુઓ ભૂલી જાવ અને અમને જીવ દો",વિક્રાંતે કહ્યું.
સોહિલ હસી પડ્યો,
"ના, એ શક્ય નથી તમે લોકો જે મારિ સાથે કર્યું તે ખોટું હતું"
"હા તે ખોટું...."
વિક્રાંત વાક્ય બોલતો હતો ત્યાંજ સોહિલે વિક્રાંત ઉપર હુમલો કર્યો.

વિક્રાંતે ભગવાન હનુમાનનું નામ લીધું અને તેણે પણ સોહિલને પકડ્યો, ત્યાંજ તે ચૂડેલ સોહિલની સાથે આવી અને તેને ટેકો આપ્યો. વિક્રાંતે હનુમાન ચાળીસાના બોલવા ની શરૂ કરી અને તે ચૂડેલને મારી નાખ્યા, સોહિલે કંઇક સૂઝ્યું એટલે સોહિલ અદૃશ્ય થઈ ગયો.
બધા ગામ વાળા વિક્રાંત ના ઘરે ગયા, તે એક માત્ર ઘર હતું જેમાં આગ નોતી લાગી.
"હવે સોહિલ થી કઈ રીતે બચી સુ?", એક ગામ ના વ્યક્તિ એ કહ્યું.
"વાત તો સાચી છે પણ સોહિલ થી બચવા માટે આપડે તેને મારવો પડશે", વિક્રાંત એ કહ્યું.
"નાં બેટા તેને મારવો નથી, પહેલાં પણ તેની જોડે ગણું ખોટું થયું છે", વિક્રાંત ના પિતા એ કહ્યું.
"તમે તો ચૂપ જ રેહજો કેમ કે પોતાનો એક છોકરો તો તમે ખોઈ દીધો અને હજી પણ સોહિલ નું ઉપરાણું લો છો", વિક્રાંત એ કહ્યું.
પછી બધા એ ત્યાં બેઠક કરી પછી સૂઈ ગયા.
બીજા દિવસે સવારે ગામ ના લોકો ખેતી એ જઈ રહ્યા હતા ત્યાં તે લોકો એ એક માણસ ને જોયો, તે માણસે પોતાનું મોં એક કપડા થી ઢાક્યું હતું, તે માણસ પેલા મોટા વૃક્ષ આગળ ઉભો હતો જાણે કોઈ ની જોડે વાત કરતો હોય. ગામ ના લોકો તે નોતા જોઈ શકતા કે ત્યાં કોણ ઉભુ છે જેની જોડે તે માણસ વાત કરતો હતો
ગામ ના લોકો ને જોઈ તે માણસ જડપ થી ગામ તરફ ચાલવા લાગ્યો. ગામ ના લોકો એ તે માણસ ઉપર ઘ્યાન ન આપ્યું અને પોતાના કામે લાગ્યા. થોડીક વાર પછી એક વિશાળ આકૃતિ એ આસમાન ઢાનકી દીધુ. તે આકૃતિ ને જોઈ ગામ ના લોકો થોડાક ગભરાઈ ગયા, થોડીક જ વાર માં જે ગામ ના લોકો ખેતર માં કામ કરી રહ્યા હતા તેજ લોકો ના મૃત શરીર તે ખેતર માં પડ્યા હતા.
ક્રમશ.....
હવે સોહિલ સુ કરવાનો છે???
તે માણસ કોણ છે જેને પોતાનું મોઢું કપડા થી બાંધ્યું હતું???
જાણવા માટે બન્યાં રહો ફોન નંબર માં.
મને યોગ્ય રેટિંગ જરૂર થી આપજો જેથી મને લખવાં માં મજા આવે અને મારું માનો બળ પણ મજબૂત થાય.