Phone Number - (Final Part) books and stories free download online pdf in Gujarati

ફોન નંબર - (અંતિમ ભાગ)




પવન ના વેધ ની જેમ આ વાત આખા ગામ માં ફેલાઈ ગઈ. બધા ગ્રામજનો ને મોટો આઘાત લાગ્યો. તે લોકો ને ખબર હતી કે આ કાર્ય કોને કર્યું. રાત્રે વિક્રાંત ઘરે આવ્યો,
"આવ વિક્રાંત, હું તારીજ રાહ જોઈ રહ્યો હતો", વિક્રાંત ના પિતા એ કહ્યું.
"શું કામ હતું અને આ હું શું સાંભળી રહો છું કે આજે ઘણા લોકો મરી ગયા"
"હા તે અંગેજ વાત કરવાની છે"
"બોલો"
"સાંભળ, ઘણા વરસો પહેલા હું મારા બાપુજી પાસે જંગલ માં રહેતો હતો, જંગલ માં ખતરો તો હતો રહેવાનો પણ તેના થી બચવાનો એક ઉપાય હતો કાળો જાદુ. મારા બાપુજી મને કાળો જાદુ શીખવા માટે એક વ્યક્તિ પાસે લઈ ગયા, તે વ્યક્તિ નું નામ સોહિલ હતું. હુ સોહિલ જોડે કાળો જાદુ શીખવા જતો હતો, એક વાર મને જંગલ ની વચોવચ મુકાયો, અને સામે એક ચુડેલ હતી મારે તે ચુડેલ ને કાળા જાદુ ના ઉપયોગ થી કેદ કરવાની હતી, પણ હું તેમાં અસમર્થ રહ્યો, તે ચુડેલ મને મારિ નાખેત પણ તેજ સમયે સોહિલ ત્યાં આવી ગયો અને મને બચાવી લીધો. ધીરે ધીરે હું કાળા જાદુ માં નિષ્ણાત થયો પણ સોહિલ એ મારિ પાસે ગુરુ દક્ષિણા માંગી કે મારે મારો બીજો પુત્ર તેને આપવો, મે હા પાડી દીધી પછી તેને કહ્યું કે સમય આવે ત્યારેજ કાળા જાદુ નો ઉપયોગ કરજે. મે હા પાડી અને પછી અમે લોકો આ ગામ માં આવી ગયા. ખરેખર સોહિલ એક સારા ગુરુ છે અને માણસ પણ. પછી સોહિલ પણ આ ગામ માં આવી ગયો પણ તેની સાથે જે થયું તે ખોટું હતું"
"એટલેજ તમે સોહિલ નો સાથ આપો છો"
"હા પણ હવે નઈ, સમય આવી ગયો છે વિદ્યા નો ઉપયોગ કરવાનો"
આ કહીને વિક્રાંત ના પિતા ની આંખ માં અલગ જ ચમક આવી. વિક્રાંત પણ હવે તેમની સાથે હતો, હવે તે બને જણ તૈયાર હતા સોહિલ નો સામનો કરવા માટે.
તેજ રાત્રે ગામ માં હાહાકાર મચી ઉઠ્યો, ગામ ના લોકો મારવા લાગ્યા, એક વિશાળ આકૃતિ એક જ ઝાટકે ૧૦ માણસો ને મારિ નાખતી હતી, ત્યાંજ વિક્રાંત અને તેના પિતા ત્યાં આવી પહોંચ્યા.
"આવ સુરેશ (વિક્રાંત ના પિતા નું નામ), તને જેમ ઠીક લાગે તેમ કર હું તો મારો બદલો લઈશ", સોહીલ એ કહ્યું.
સુરેશ એ એક વાર કર્યો અને સોહિલ ને થોડોક પાછળ પડ્યો, હવે સોહિલ અને સુરેશ વચ્ચે જૉરદાર કાળા જાદુ નો યુદ્ધ જામ્યો,તે બને માં થી કોણ કાળા જાદુ નો સૌથી મોટો નિષ્ણાત છે તે શોધવું પણ મુશ્કિલ પડી ગયું હતું.
ધીરે ધીરે બધા ગામ વાળા મરી ગયા, સોહિલ અને સુરેશ માં થી કોઈ તે યુદ્ધ જીત્યું નોહતું,
"હવે મારો બદલો પૂરો થયો, તું સારું લડ્યો"
"છેવટે હું ગામ ના લોકો ને બચાવી ન શક્યો"
"કોઈ વાંધો નઈ, તું મારો એક માત્ર પ્રિય શિષ્ય છું"
"મારિ એક ઈચ્છા છે કે મારો બીજો પુત્ર જીવતો કરી દો"
"તે મારા હાથ માં નથી આ ભગવાન ના હાથ માં છે અને મારો નિર્ણય તને ખબર છે કે હું કોઈ દિવસ આ વિદ્યા નો ખોટો ઉપયોગ નથી કરતો"
"કઈ વાંધો નાઈ"
પછી સોહિલ જંગલ માં જતો રહ્યો, વિક્રાંત અને સુરેશ પણ બીજા ગામ માં જતાં રહ્યાં અને પોતાનું જીવન શાંતિ થી વિતાવવા લાગ્યા, સુરેશ એ કાળો જાદુ વિક્રાંત ને પણ શીખવાડી દીધો, વિક્રાંત એ પણ વચન આપ્યું કે તે તેનો ખોટો ઉપયોગ નઈ કરે.


THE END
BY
DEV .M. THAKKAR

આશા છે તમને લોકો ને આ વાર્તા ગમી જાય મને યોગ્ય રેટિંગ જરૂર થી આપજો.