jajbaat no jugar - 14 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 14

આરતીને સતત એવું જ લાગતું હતું કે એમનું ઘર માં કોઈ સ્થાન જ નથી. પહેલા ગામ રહેતી શહેરમાં આવીને તો પોતાની કોઈ ઈચ્છાઓ કોઈને કહી જ ન શકી. ને અંદર અંદર રુંધાઈ ગઈ.
આરતીને અચાનક ચક્કર આવતાં બધાં પહેલા તો ગભરાય ગયા. પ્રશ્ન એ હતો કે હવે ક્યાં દવાખાને લઇ જવી કારણ કે વર્ષોથી જે દવાખાને જતાં તે જ ડૉક્ટરના હિસાબે રેખાબેનનું મૃત્યુ થયેલું, એવું ઘરનાં બધાં સભ્યોનું માનવું હતું. આરતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં તેમનું નિદાન થયું ને નક્કી સમયે બધાં ગામડે જવા રવાના થયા.
કલ્પના, પ્રકાશભાઈ અને મમતાબેન, કરશનભાઈ અને તેમની પત્ની સરલાબેન આટલાં લોકો ગામ જવાનું નક્કી થયું હતું. ફરી એજ સવાલ કે જેમની સગાઈની વાત છે તેને જ નથી જવાનું આવી કેવીરીત...સાપ ગયા ને લીસોટા રહી ગયા.... પરંપરાઓ સામે ઘણી વખત વિરોધ કરવાનું મન થાય પણ મનનું બધું જ ક્યાં ધાર્યું થાય છે....
કલ્પના થોડા દિવસ ગામ જ રોકાઈ ગઈ. ત્યાંનાં રીતરિવાજો પરંપરા ત્યાંની રહેણીકરણી માં વિશેષતા બધું જ વિચીત્ર લાગ્યું શહેરમાં મોટી થયેલ કલ્પનાને આ બધું અજુગતું લાગ્યું. પણ તે સમય અને સંજોગો સાથે તે ગોઠવાઈ જવા પ્રયત્ન કરતી....
કેયુરનાં લગ્નની વાત પણ નક્કી થઈ ગઈ. પ્રકાશભાઈ વિચારતા હતા કે કેયુર અને આરતી બંને ભાઈ બહેન ના લગ્ન સાથે ગોઠવાઈ. આરતી માટે છોકરો જોવાનો હતો. પ્રકાશભાઈએ, પ્રવિણભાઈ તથા કરશનભાઈને વાત કરી કે બધાંને કહી દો કે મુરતિયો હોય તો ધ્યાનમાં રાખે હવે કેયુર સાથે આરતીના પણ લગ્ન ગોઠવી દઈએ.
આરતી માટે ત્રણ ચાર છોકરા જોયા બાદ એક જગ્યાએ નક્કી પણ કર્યું ને સગાઈ પણ થઈ ગઈ પરંતુ એ વખતે આરતીનાં પગમાં કપાસીનું ઑપરેશન કરાવ્યું હતું.

સગાઈ થઈ ને માત્ર ને માત્ર પંદર દિવસ જ થયા હતા ત્યાં તો શું સાંભળવા મળે છે કે પગની નાની એવી કપાસી જિંદગીનો આટલો મોટો ફેંસલો કરશે....? આરતીનાં સાસરી પક્ષે સગાઈ તોડવાની વાત કરે છે કારણ કે આરતીને પગમાં કપાસી થાય છે. આવું બહાનું કાઢીને એ લોકો સાબિત શું કરવા માંગે છે...? પ્રકાશભાઈ પ્રશ્ન કરે છે
એ લોકો સગાઈ તોડવાની વાત કરે તે પહેલાં જ આપડે સગાઈ તોડી નાખો. સગાઈ માં આવેલી તમામ વસ્તુઓ પાછી આપીને આપડે સગાઈ તોડી નાખો.
આરતીની સગાઈ માટે ફરી થી છોકરાં જોવા માંડો પ્રકાશભાઈ એ કહ્યું.
એક છોકરી હોવું શું છે એ તો ત્યારે સમજાય છે જ્યારે એક શો-કેસમાં મૂકવામાં આવતા પૂતળાની જેમ શણગારીને સજાવીને અજાણ્યા લોકો સામે ઉભા રહેવાનું હોય પછી એ તમને પસંદ હોય કે ન હોય. જેમ પરીક્ષા લેવામાં આવી રહી હોય. સાથે આવેલા છોકરી જોવે તપાસે પારખે. એ પણ ખબર નથી હોતી કે એ આવેલા લોકો કેવા છે શું કઠપૂતળીની જેમ નાચ નચાવે એમ નાચવાનું. જોવા આવેલા લોકો એ લાયક છે કે નહીં એ કોઈ નથી પૂછતાં.
આરતી ની સગાઈ ન થઈ અને કેયુરનાં એક નાં લગ્ન ગામડામાં કરવાનું નક્કી થયું. કેયુરનાં લગ્નની શોપિંગ, તૈયારી બધું જ આરતી અને કલ્પનાએ કર્યું. કુટુંબમાં પહેલા લગ્ન હોવાથી બધાના મનમાં ખૂબ જ આતુરતા હતી. ભાભીને હોંશે હોંશે વધામણા કરી ઘરે લાવવાની. ગામમાં જઈ ચોઘડિયા લેવાયા ને ગામે ગામનાં તથા શહેરના અનેક મહેમાનો આવ્યા. શુભ ચોઘડિયે લગ્ન હેમખેમ પૂરાં થયાં.
બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. અચાનક એક દિવસ પ્રકાશભાઈએ એલાન કર્યું કે હવે આરતીની સાથે સાથે કલ્પનાના પણ લગ્ન ગોઠવી નાખીએ તો બંને બહેનો માટે મુરતીયા શોધવા માંડો.
આરતી માટે ત્રણ ચાર મુરતીયા જોયાં ને સગાઈ નક્કી થઈ. ઘરમાં દિકરીનો પહેલો પ્રસંગ હોવાથી ખૂબ જ હર્ષોલ્લાસથી સગાઈ થઈ. કલ્પના પણ ખૂબ ખુશ હતી. છતાં તેને કંઈક તો ખૂટતું હોય એવું સતત હ્રદયમાં લાગ્યા કરતું સાથે સાથે એક ઊંડાણમાં ઘા થયો હોય એવું મહેસુસ થતું હતું કે પહેલા માઁ અને હવે આરતી પણ સાસરે જતી રહેશે તો પોતે એકલી થઈ જશે. રાત દિન બસ આ જ વિચારથી કંપી ઉઠતી.
કોમ્પ્યુટર ક્લાસ પણ પૂર્ણ થઈ ગયા હતા. ન કોઈ ફ્રેન્ડને મળવું ન કોઈ ઈતર પ્રવૃત્તિ. કલ્પના બધાં સાથે હોવાં છતાં એકલી મેળામાં એને કોઈનાં સાથ જરૂર હતી.
જે કલ્પના અઠવાડિયાના પાંચ દિવસ હરતીફરતી તે કલ્પના આજે ઘરની બહાર નીકળીને આનંદ ઉલ્લાસ કરવાનું તો ભૂલી જ ગઈ હોય તેમ પોતાનામાં મગ્ન થઈ વિચારોની વમળોમાં ઘૂમરી મારતી.
મમતાબેન અને કેયુરની વાઈફને અવારનવાર નાની નાની બાબતોમાં બોલાચાલી થતી. પ્રકાશભાઈ અને પ્રવિણભાઈને એવું લાગતું હતું કે ઝઘડાંનું કારણ બંને બહેનો છે. તો બંને બહેનોનાં જેટલા બને તેટલાં જલ્દી લગ્ન કરાવી દેવા જોઈએ.
કલ્પનાને તો જાણ પણ ન હતી કે આરતીની સાથે તેમના પણ લગ્નની વાત ચાલી રહી છે.
કલ્પનાનું શરીર ધીમે ધીમે નિસ્તેજ ફિક્કું પડવાં લાગ્યું. ખૂબ ખૂબ જ ઉદાસ રહેવાથી આવું થયું હશે. કલ્પનાને લોહીની ઉણપ હોય એવું રીપોર્ટમાં આવ્યું. હોસ્પિટલમાં દાખલ કરી. પંદર દિવસ તો સારું રહ્યું ને ફરી થી કલ્પનાની હાલત નાજુક થઈ. બધાં જ રીપોર્ટ કરાવ્યાં તો ખબર પડી કે કલ્પનાને.....

વધુ જાણવા વાંચતા રહો જજ્બાત નો જુગાર..