Caravan Vista - 3613 - 7 books and stories free download online pdf in Gujarati

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 7

પ્રકરણ ૭

હાર્યો જુગારી બમણું રમેને?

બીજે દિવસે ,માઇકમાં એનાઉંસમેંટ થવા માંડ્યુ કે મોંટેગો બે આઠ વાગ્યે ઉતરવાનું છે,શીપથી કિનારો દુર છે તેથી નાની બૉટમાં તમને મોંટેગો બે લઈ જશે,જમૈકાની રાજધાની એવા આ ગામનું નામ ફેર વેધર બે એ ક્રીસ્ટ્ફર કોલંબસે આપેલું હતુ ભારત શોધવા નીકળેલા કોલંબસે અમેરિકા આવતા પહેલા અહીં ઉતારો લીધો હતો.

આખુ શીપ અહીં ખાલી થવાનું હતું તેથી થોડી શીપો દેખાતી હતી. માણસો ઉતરીને તે શીપોમાં ઠલવાતા હતા.ફળ લેવાની મનાઇ હતી તેથી દસ્મા માળે કૉફી અને હળવો નાસ્તો કરી સૌ ઉતરી રહ્યા હતા.મોટી બોટોમાં અંદાજે ૧૦૦ માણસો ને લઈ સામે કિનારે જતા હતા.

અમે સાત જણ હતા એક લોકલ મેટાડોરમાં ૧૩ સ્ભ્યોને બેસાડી મોંટેગો બે ગામની મુલાકાત લેવાની હતી પર મુસાફર ૧૫ ડોલર ભરીને અમે લોકો તેજગ્યાઓ જોવા રવાના થયા. કુદરતી દ્રશ્યો થી સભર પાણી નાં ધોધ પાસે પહોંચ્યા સવારનાં ૮ થી સાંજનાં ૪ વાગ્યા સુધી બહાર રહેવાનૂં હતુ,,તેથી બારવાગે જે તે મેટડોરમાં પરત કિનારે પહોંચ્યા અહીંથી બૉટમાં દરિયાકિનારે ફરી જવાનું હતું અડધો કલાક બોટ્માં ફરી થી બેસતા અને સફર કરતા મધદરિયે ફરી ગયા.જ્યાં અગાઉ પાંચ સાત આવી બોટો ઉભી હતી

અમારી બોટમાંથી બે મેક્સીકન નીચે ઉતર્યા અને લંગર નાંખ્યું. અને નાની નિસરણી ઉતારી.જમીન ચાર ફુટે દેખાતી હતી એટલે કેટલાક યુવાનીયાઓ પગ પલાળવા નીચે ઉતર્યા.એટલે સાથે સાથે તેમની ઘરવાળીઓ પણ ઉતરી.તેમની સાથે કેમેરા પણ ઉતર્યા અને મેક્સીકનો એ સૌને બીઝી રાખવા કાળી થાળી જેટલી મોટી માછલી ઓ પકડી ,

ફોટા પાડવા વાળઓને તો મઝા પડી ગઈ જુવાનીયા ઓ માછલીને પકડી રાખી બહાદુરી દેખાડવા માંડ્યા ત્યાં એક જણ ને માછલીનો શૉટ લાગ્યો .થોડી ઉહાપોહ થઈ અને સુચનો મળવા લાગ્યા કે તેના આગળનાં ભાગને પકડશો નહીં. અવની નિસરણીનાં છેડે ઉભી રહી પગ પલાળતી હતી અને આકાશે કહ્યું બસ હવે બહુ થયું. ઉપર આવતી રહે, પ્રદીપ અને મીના આકાશ ની ચીંતા જોઇ મલક્યા.

આકાશ કહે” ભાઈ મારી એકની એક છે ૪૪ વરસથી સાચવી છે કંઈ માછલી ઓ ને ભોગ આપવા જરાય નથી..”

“ હા ભાઈ હા અવની તો આકાશની છે. કંઈ માછલી ઓના વિદ્યુત પ્રવાહ માટે નથી.” પ્રદીપની ટીકાએ અવની ને લજવી નાખી.

પરત થતી વખતે એજ ગતિ.. બોટ ,લોકલ મેટાડોર અને પાછુ શીપ બરોબર ચાર વાગ્યાનાં ટકોરે કેરેવાન માં પહોંચ્યા. કાચુ કોરુ ખાધેલું તેથી ભુખ લાગી હતી અને ચાની તલપ લાગી હતી તેથી સીધા જ દસમે માળે પહોંચ્યા. ગરમા ગરમ ઢોંસો તૈયાર હતો તે ઝાપટીને પાંચમા માળે આવેલા કેસીનોમાં દાખલ થયા.

વિનોદ પટેલની સલાહ યાદ હતી તેથી કોઇન પુશરની બાજુનું મશીન નક્કી કરી સ્લોટ ઉપર દસની ચાલ મુકી મશીન ને વહાલથી રમવાનું શરુ કર્યુ અને મનમાં પ્રભુનું નામ પણ શરુ કર્યુ.

પાંચમાં દાવે ૪૦ ડોલર લાગ્યા બીજા આઠ દાવે ૧૦૦ ડોલર લાગ્યા. ૧૨૦ ગુમાવ્યા ત્યારે ૧૪૦ મળ્યા. ભારતી કહે “અટકી જાવ અવની બહેન બહુ સારા ગ્રહો નથી લાગતા.

“એમ કંઈ ડરી ન જવાય.”

“ડરવાની વાત નથી સામાન્ય બુધ્ધીની વાત છે અને આજેજ બધા પૈસા રમી કાઢવા જરુરી નથી, હજી દિવસો છે ફરી રમશું”

“ફરી રમશું પણ તે આજે જ મશીન બદલીને.”

મેક્ષીક્ન મ્યુઝીક ચાલતુ હતુ.અને બે કપલ તે તાલ ઉપર થીરકતા હતા.વાતાવરણમાં મદહોશી વધતી જતી હતી.

ગીત હવે બદલાયુ હતું બોંગો વગાડ્નારો ઝડપથી વગાડતો હતો અને એકોર્ડીયન પ્લેયર સાથે સેક્ષોફોન પણ ઉમેરાયો હતો. રાતનાં અગીયાર વાગતા હતા. અવની ત્રણેય રૂમ કાર્ડ ઉપર ૪૦૦ જેટલા લઈ ચુકી હતી.વચ્ચે બે કપલને પ્રોત્સાહન આપતા બીજા દસેક જણા તાલીઓ વગાડતા હતા.

ભારતીને સ્પેનીશ આવડતુ હતુ તેથી તે બોલી “અવની બેન આપણે જવું જોઇએ અહીં વાતાવરણ અને ગીતો કામૂક થતા જાય છે”

અવની એ નજર કરી તો આખો કેસીનો ઝુમતો હતો વચ્ચેનાં યુગલે ચુમા ચાટી શરુ કરી હતી.તેને ભારતી ની બીક સમજાઈ. તેને જવું નહોંતુ . આકાશની ગેર હાજરીમાં અનિચ્છાએ ઉભી થઈ અને રુમ તરફ ચાલતી ગઇ તેનો સ્કોર ૪૦૦ જેટલો નીચો હતો. મશીન બીલકુલ જ સાથ આપતું નહોંતું. ગઈકાલનાં જીતેલા તો ગયા જ હતા અને આજનાં કાર્ડ ઉપર લીધેલા ગયા હતા, જે ઘરનાં હતા.