Caravan Vista - 3613 - 9 books and stories free download online pdf in Gujarati

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 9

પ્રકરણ ૯

પ્રદીપ અને મીનાની વાતો

પ્રદીપ અને મીનાની વાતોથી આકાશ અંજાયો.છેલ્લા બાર વર્ષોથી બંને સમજુતી થી અલગ પડ્યા છે. અમેરિકા આવવાની વાત ઉપર છોકરાનું ભવિષ્ય અને ભણતર અગત્યનાં હતા.પ્રદીપની સરકારી નોકરીમાં બાકીનાં પાંચ વર્ષ માં નાણાકીય નુક્સાન સહી શકાય તેમ નહોંતુ.એટલે પ્રદીપને ભારત રહેવું પડે તેમ હતુ અને વૈદેહી અને સંજયને સ્કુલ કરવી પડે તેમ હતી.તેથી કુટુંબે ભાગલા આવ્યા. પતિ અને પત્ની વિખુટા પડ્યા.સમજીને..વિખુટા પડ્યા પછી સમજણ મોંઘી હતી પણ પણ વરસ માં એક વખત મીના ભારત આવતી અને એક વખત પ્રદીપ અમેરિકા આવતો..બે ઘર થયા અને ખર્ચા બેવડાયા.રુપિયા ડોલરમાં મોકલવાનાં થયા પણ સંજય અને વૈદેહી ભણતા ભણતા ડોલર કમાતા થયા અને એપાર્ટ્મેંટમાં થી ત્રીજા વર્ષે ઘર લીધુ મીનાએ પણ નોકરી લીધી.સંજયનાં હંસા સાથે લગ્ન લેવાયા.હંસા પણ તેનું નસીબ લઈને આવી. અને તેણે પણ નોકરી અને બ્યુટીશીયનની પ્રેક્ટીસ શરુ કરી.આકાશ સાથે વાતો કરતા પ્રદીપે કહ્યું છેલ્લા દસ વર્ષમાં હું મીનાને સાચી રીતે સમજ્યો.તેને લીધેજ અમેરિકાનું ઘર સરસ રીતે વિકસ્યુ. સંજય અને વૈદેહીએ મારી જગ્યાઓ લીધી અને મારી નોકરી અને તેને લીધે મળતા પૈસાનો વહીવટ અમેરિકન ડોલરમાં કરવો કઠીન કામ હતું. ઘરમાં ચાર પગાર આવે અને ખુટતી રકમો ભારતમાંથી આવી એટલે પહેલા બે વરસ બચતો ન થઈ.ત્રીજા વરસે નાના એપાર્ટમેંટ્માંથી મોટુ ઘર ખરીદ્યુ. એક ગાડી માંથી બે ગાડી થઈ. અમેરિકન જિંદગીની શરુઆત થઈ ગઈ. સંજય અને વૈદેહી એક જ ગાડીમાં યુનિવર્સિટિ ઓફ હ્યુસ્ટન જતા અને સીટી બસ મીના માટે ગેસસ્ટેશન આવવા અને જવા માટે વપરાતી.

સંજય ભણી રહ્યો પણ તેને જોઇતી કોંપ્યુટરની જોબ તેને ના મળી.૨૦૦૯ માં એ વૉલમાર્ટમાં તે મેનેજ્મેંટમાં જોડાયો. હંસા નાં પગલા સારા.. સંજય નાઈટ શીફ્ટ માંથી ડે શીફ્ટ માં પ્રમૉટ થયો ત્યારે તેમના દાંપત્ય જીવનમાં બાળ કેવિન આવ્યો.

પ્રદીપની સરકારી નોકરી પુરી થવાની ક્ષણે તેને પ્રમોશન મળ્યુ. નર્મદા યોજનામાં બીજા ચાર વર્ષ ગાંધીનગર માં નર્મદા યોજનામાં ગોઠવાયો.

મીના જોકે અમેરિકન જીંદગીમાં અને પ્રદીપ ભારતિય જિંદગીમાં ગોઠવાઇ ગયા હતા. પણ બંને વધતી ઉંમરે ઢળતી સાંજનો સાથ ગુમાવતા હતા. અને ખાસતો નાના કેવિન નું બચપણ…મીના તો કહેતી હવે આ કારકીર્દી છોડો. બાર વર્ષ વનવાસ ભોગવ્યો. હવે થૉડા ઠરી ઠામ થઈએ. અમેરિકન લાભો મળવાની ઉંમરે મેડિકેર અને સોસિયલ સીક્યોરીટીનાં લાભો લઈએ.

પ્રદીપ ભારતની ઇકોનોમી સામે ઘટતા રુપીયાને લીધે કદી મીનાની બચતોને જીતી ન શકતો . તેનાં રીટાયરમેંટ પ્લાનો અને કેવીન ની સ્કુલ માટેની બચતો હંમેશા પ્રદીપને મૌન કરી દેતા.જોકે ગાંધીનગરનૂં મકાન અને તેની વધતી કિંમતો તેનૂ બજેટ સરભર કરી દેતા.

મીના કાયમ કહેતી મારા ડોલર અને તમારા રુપિયા ક્યાં જુદા છે? ખોટા મનમાં વેરા આંતરા કરો છો. અને હું ક્યાં લઈ જવાની છું

બીજે દિવસે ગ્રાંડ કેમેન આઇલેંડ ઉપર ઉતરવાનું હતુ. કેરેવાનની પાંચ શીપ ઉભેલી દેખાઈ. આ વખતે કિનારો ખાસો મોટો હતો અને ચાલતા જવાય તેવી સગવડ હતી. માણસો પણ ખુબ હતા. સરસ બજાર હતું.

સીગરેટ. લીકર અને જ્વેલરીની ઘણી દુકાન હતી. આ બધી વસ્તુ શીપમાં લઈ જવાય પણ હ્યુસ્ટનમાં ઉતરો એટલે ડ્યુટી ભરવી પડે. બજારમાં ટીશર્ટ સારા એવા સસ્તા હતા વીસ ડોલરનાં ડઝન..એટલે ત્યાં પણ સારી એવી પડાપડી હતી.

મેટાડોર કરીને ગામમાં જવાતુ હતુ. બજારમાં ફરી લીધા પછી અવની કેસીનોમાં જવા માંગતી હતી. આકાશ ની તબિયત સારી નહતી તેથી બંને જણા પાછા શીપમાં લંચ સમયે આવી ગયા.

દસમાં માળે જાણ થઈ કે આઇસ્ક્રીમ આપે છે તેથી તે કાઉંટર ઉપર ગયા. સ્ટ્રોબેરી અને પાઇનેપલ આઇસ્ક્રીમ અપાતો હતો. લંચ માં ઢોસો લીધો. આકાશ બે આઇસ્ક્રીમ લૈ ને આવ્યો.

“ અવની મારે તને સાંભળવી છે પણ આ કેસીનો તો તને બરોબર વળગ્યો છે “

“હવે વાતો તો ઘરે જઈશું ત્યારે પણ થશે પણ કેસીનો ઘરે મળવાનો નથી.”

“ભલે પણ મને ખબર છે કે કોઇ ક્યારેય કેસીનોમાં જીતતું નથી.તેથી તો અહીંનાં ગોરિયા ફન નાં નામે ખોટ ભુલી જતા હોય છે.”

મારી નજર સામે વિનોદભાઈ છે તે જીતે પણ છે અને તારી બધી ભવિષ્ય વાણી ખોટી પાડી રહ્યા છે.”

“ચાલ આજે છેલ્લો દિવસ છે દોસ્ત! રમી લેવા દેને?” અવની કરગરી.

“ મને તો એક જ વાત યાદ દેવડાવી છે અને તે અહીં ની જીત કે હાર હ્યુસ્ટન લઈને ના આવીશ.”

“એટલે?”

અહીં ની જીતનો નશો કે હારનો ગમ હ્યુસ્ટન દાખલ થતા કેરેવાન વીસ્ટામાં છોડી ને જવાનું. બરોબર?”