Caravan Vista - 3613 - 8 books and stories free download online pdf in Gujarati

કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 8

પ્રકરણ ૮

મીઠાખળી નો વિનોદ કાયમ જ જીતે

અવનીને ૪૦૦ ખોયાનો અહેસાસ થતો હતો ત્યાં બીજો જેકપોટ ૫૦૦૦ ડોલરનો મીઠાખળીનાં વિનોદ્ને લાગ્યો. તેનું મશીન બ્યુગલ વગાડી વગાડીને સૌને વધુ રમવા જણાવતું હતું. ભારતીને બીક લાગતી હતી તે બીક હવે અવનીને પણ લાગવા માંડી તેથી તે કચવાતા મને ઉઠી.

એક અણજાણ્યો ભય તેને લાગવા માંડ્યો. આ બધુ તે આકાશની વિરુધ્ધ રહીને કરતી હતી. વિનોદની ટેકનીક થી થોડો સમય જીતી પણ અંતે તો આકાશ સાચો પડતો હતો. મશીનો એ રીતે કામ કરતા હતાં કે છેલ્લે તો કેસીનો જ જીતે. વિનોદ અત્યાર સુધી ત્રણ જેક પોટ જીત્યો હતે અને તેનો સરવાળો ૧૩૦૦૦ કરતા વધુ હતો. આકાશે વિનોદ પટેલને પુછ્યુ “ કેસીનો ને તમે પછાડયો એ વાત સમજાય છે, પણ ખરેખર તમે કેટલા જીત્યા?

“તમે મુદ્દાની વાત પુછી છેલ્લા ચાર દિવસમાં મેં દસ હજાર મુક્યા અને તેર હજાર કમાયો. કારણ કે હું તેઓની ચાલાકી સમજી ગયો હતો.પાંચ જણ ગુમાવે ત્યારે બે જણા બનાવે, એજ લોકો બનાવે જે લોકોમાં ધીરજ હોય. સફળતાનો રેશીયો જુદા જુદા મશીન ઉપર જુદો હોય.તે રેશીયો મને પકડાઇ ગયો હતો.

દસ દાવે એક દાવમાં મશીન પૈસા આપતું. બેટ જેમ વધે તેમ રેશીયો બદલાતો દસની બેટે તે રેશીયો છ નો થઈ જતો જેકપોટ માટે ૩૦ દાવ રમવાજ પડતા બે જેક્પોટ નીકળી જાય પછી બેટ વધારવી પડતી આમ કેસીનો કદી ન હારે પણ ક્યારેક નશીબ સાથ આપતુ હોય તો વધારે પણ મળી જાય.

મીના અને રાધા બંને અવનીને શોધતા કેસીનોમાં આવી પહોંચ્યા.ભારતી અને અવની ને કેસીનોમાં જોઇ મીના બોલી “ અવનીબેન મને તો આકાશભાઇ એમ કહેતા હતા તમે તો કેસીનોમાં રમવા જવાનાં નથી અને આ શું ચોથે દિવસે પણ રમવાનું ચાલુ છે?”

“ હા મેં એવું કહ્યુ હતુ પણ કેસીનો વાળા એ પ્લે મની આપ્યા અને હું જીતતી ગઈ,”

“વાહ જીત્યા એટલે સારું અમારો પણ ભાગ રાખજો “ રાધાબહેન ટહુક્યા.

અવની કહે “ હા સાત દિવસ પુરા થાય ત્યારે ખબર પડશે કે હાર્યા કે જીત્યા.”

“એ તો અંચી કહેવાય રાત્રેજ ભાગ પડીજાય જીત્યા તો અમને અમારો ભાગ મળી જવો જોઇએ અને હાર્યા તો નુકસાની માં કોઇ ભાગ નહીં”મીના ટહુકી

રાધા કહે” તેમ ના ચાલે હારે તો પણ ભાગ આપવાનો…” શૈલેશ અને પ્રદીપ આ ચર્ચામાં મોડા જોડાયા. અવની પૈસા હારતી હતી તેથી ચુપ રહી.

શૈલેશે કહ્યું “ અવની બેન તમારા પપ્પાને શ્વાસ નળીનું કેન્સર હતુ?”

અવની કહે હા એટલે જ આકાશ જ્યારે કોઇને સિગારેટ પીતો જુએ અને મારા બાપાને યાદ કરે.તે તો ચેઇન સ્મોકર હતા અને કડ્ક હાથી છાપ ફીલ્ટર વિનાની પીતા હતા.

શૈલેશ કહે “ હુંતો મેંથોલ વાળી સિગરેટ પીઊં છું ફીલ્ટર વાળી પણ મારે બે કલાકે એક જોઇએ.”

“રાધા બહેન આવું ચાલવા શું કામ દે છે?”

“ હવે ૧૨ વરસનાં હતા ત્યારથી પીએ છે. લગ્નનાં દિવસે ચોખ્ખૂ કહ્યું હતું હવે મને અપનાવી લેજે આ શોક્ય સાથે.”

રાધાબહેન કહે “મને તો બહુ સારી રીતે રાખે છે એટલે એમનું આ દુષણ ચલાવી લઉ છું અને મારા ઘરમાં પણ મારા બાપા મારા મોટાભાઈ, મારા કાકા અને નાનાભાઇઓ બધાજ પીતા હોય એટલે મારો વિરોધ ના ચાલે.”

અવની કહે મારા બાપાને મરતા મેં જોયા છે.તેમને મેં જોયા પછી શોખનું પીનારા લોકોને માટે મનમાં હાયકારો જ નીકળે છે.

છેલ્લ સમયે તેમની અન્ન્નળી બ્લોક થઇ ગઇ હતી અને બહાર થી તેમને લીક્વીડ ડાયેટ અપાતુ હતું.હોસ્પીટલમાં ઓપરેશન પછી હોસ્પીટલ ઇન્ફેક્ષન થઈ ગયુ હતુ એટલે આખા શરીરમાં ભુરુ પરુ થઈ ગયુ હતું. છ મહીના ખુબ રીબાયા. રીકવરી તો ના જ આવી અને ભુરા અને નીલકંઠ રંગ થી રંગાયેલ ગયા. આજે પણ એમને જોઇએ ને કમકમીયા આવે.

શૈલેશ કહે અમારા જેવા ફુંકનારા માટે મૃત્યુ યુવા વયે થાય અને ખાંસતા ખાંસતા જવાનાં એટલે જીવીયે ત્યાં સુધી ચોર ઘરમાં ના આવે.. શૈલેશની વાતો સાંભળતી રાધાએ અરેરાટી નાખતા કહ્યું એવું ના બોલો અમેરિકા છે એટલે સાવ છેલ્લી પાટલીએ નહીં બેસવું પડે. મેડીકેર મળશે અને સારી સારવાર પણ મળશે. મારા જમાઇઓ તો સારા છે. પપ્પાને કહે કે તમે ધુમ્રપાન કરીને અમને લોકોને પરાયા કરો છો.મારી છોકરીઓને આશિર્વાદ આપીને વળાવવાની છે તે ભુલશો નહીં.

શૈલેશે આકાશ સામે જોઇને કહ્યું “એટલેતો આ સીગારેટ ઘટાડી નાખી છે..પહેલા તો આખુ પેકેટ કલાકમાં ખાલી થઈ જતુ હતુ. પણ હવે દિવસનું એક પેકેટ થયું છે.”

રાધા કહે તે હજી ઘટાડવાનું છે દિવસનું અર્ધુ જ પેકેટ થવું જોઇએ. રાધાનાં રુઆબને ખાળતા શૈલેશની આંખમાં ગુસ્સો હતો કે અનુકંપા તે અવની ના સમજાયુ,

શૈલેશ રાધા પ્રદીપ અને મીના કેસીનોમાં થોડો વખત રહ્યા પણ રાધાને દવા આપવાનો ટાઈમ થયો છે તેમ કહી તેમની રૂમ ઉપર જતા રહ્યા,

રાધાની દવા ચાલતી હતી. તે મંદબુધ્ધીની શિકાર હતી. તે રસ્તો ભુલી જતી હતી વાત કરતા કરતા આગળ વાત કરેલી હોય તો પણ તે વાત ફરી કરતી હતી. બધાને ખબર હતી તેથી કોઇ તે વાતને મન પર ન લેતા.તેઓ ને યાદ જ નહોંતુ રહેતુ કે તેમણે પંદર મીનીટ પહેલા કોઇને કંઇક પુછ્યુ હતું.

પ્રદીપ અને મીનાનાં રુમ પાર્ટ્નર વળી તેઓની ઓળખાણ છેલ્લા બે વર્ષથી..છોકરીઓને લીધેં. મીનાની વૈદેહી અને રાધાની જાનકી સાથે નોકરી કરે અને તેમાથી ઓળખાણ આગળ વધેલી.