Mara Kavyo - 10 books and stories free download online pdf in Gujarati

મારા કાવ્યો - ભાગ 10

પ્રકાર:- કાવ્યો
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



નમસ્તે મિત્રો.

ખૂબ લાંબા સમયગાળા પછી ફરીથી મારા રચેલ થોડા કાવ્યો લઈને આપની સમક્ષ રજુ કરું છું. આશા રાખું છું કે તમને પસંદ પડશે.


ભક્તિની ખેતી

કરી ખેતી મેં તો પ્રભુભક્તિની,
વાવ્યા બીજ એનાં નામનાં,
પાક થયો તૈયાર જ્યારે,
લણણી થઈ પુણ્યની...
ધરી ધીરજ, રાખ્યો વિશ્વાસ
મારા પ્રભુ પર,
કરી ખેતી લાગણી અને પ્રેમની,
મળ્યાં બીજ સતકર્મોનાં,
થયો પાક તૈયાર અને મળ્યા
સદગુણો, સદવિચાર અને સદભાવના!!!



પુસ્તક - મારું વફાદાર મિત્ર

મારો સૌથી વફાદાર સાથી એટલે મારા પુસ્તકો.
મારી એકલતાનાં સાચા સાથી એટલે મારા પુસ્તકો.
મારા પથદર્શક મિત્રો એટલે મારા પુસ્તકો.
મારો ક્યારેય સાથ ન છોડનાર મિત્રો એટલે મારા પુસ્તકો.
મને નિરાશામાંથી બહાર લાવનાર મિત્રો એટલે મારા પુસ્તકો.
મારુ જ્ઞાન વધારનાર મિત્રો એટલે મારા પુસ્તકો.
માતા પિતા સિવાય મારામાં સંસ્કારોનું સિંચન કરનાર મિત્રો
એટલે મારા પુસ્તકો.



શરૂઆત કરવી જ રહી

પડી ભાંગ્યો છે માનવી આજે
જોઈ સ્વજનોની વિદાય...
રોજ રોજ સાંભળે છે વાવડ
સ્વજનોની વિદાયનાં...
નથી હોતું કોઈ જ અમર
આ દુનિયામાં છોડી કેટલાંક
અપવાદ...
સ્વજનનું મૃત્યુ પહોંચાડે શોક,
ક્યારેક લગાડે આઘાત...

પણ.....

એ ન ભૂલ એ માનવી,
છે હજુ બાકી તારી જીંદગી!
વિતાવવી પડશે જીંદગી એ
સ્વજન વગર પણ!

કરીને શોક, રડીને થોડું,
યાદ કરીને સ્વજનને,
ફરીથી શરુ કર તુ જીવવાને
તારી જીંદગી...
આનું જ નામ છે જીંદગી,
આવશે એ કાયમ લઈને

નવી વાર્તાની શરૂઆત...

કર મન મક્કમ અને બન
ભાગ એ નવી વાર્તાનો...
કર પ્રયત્ન કે લખી શકે અંત
પોતાની મરજીનો...
શરૂ થઈ છે જે નવી વાર્તા.....



રોજનીશી - અંગત રહસ્યનો ખજાનો

લખતાં તો લખાઈ જાય રોજનીશી,
ક્યારેક થોડું તો ક્યારેક વધારે,
લખતાં લખતાં લખાઈ જાય...

જ્યારે વાંચીએ ખોલીને રોજનીશી,
ક્યારેક હૈયું ભરાય, ક્યારેક આંખો,
ક્યારેક શાંતિ મળે, ક્યારેક ચડે રીસ!

કામ છે આ ઘણી હિંમતનું,
બનવું પડે છે પૂર્ણ ઈમાનદાર જાત પ્રત્યે...
જ્યારે લખીએ રોજનીશી...

નથી ચાલતો કોઈ પક્ષપાત અહીંયા,
નથી કોઈ વ્હાલું, નથી કોઈ દુશ્મન...
લખવું જ પડે છે જે સત્ય છે.

ખોલે છે ઘણાં રહસ્યો, જ્યારે ઉઘડે
પાનાં આ રોજનીશીનાં...


લગ્નજીવનની સફરમાં

નીકળી પડી છું પકડી હાથ તારો,
જીવનની આ અજાણી સફરમાં!
માંગું છું સાથ તારો સદાય હું,
રહેજે સાથે મારી દરેક સ્થિતિમાં,
છીએ બંધાયેલા લગ્નબંધનથી, પણ
બનવા માંગું છું મિત્ર તમારી!!!
એક જ વિનંતી ઓ મારા
જીવનસાથી.....
છોડીશ નહીં મને ક્યારેય એકલી....
આ અજાણી સફરમાં....




અજાણી સફર છે જિંદગીની

મુશ્કેલ છે પાર કરવી આ સફર જિંદગીની,
ક્યારેક ચડતી ક્યારેક પડતી આવતી જાય!

નથી હોતું કોઈ કોઈનું આ જિંદગીની સફરમાં,
કરાવી જાય છે તકલીફો આની અનુભૂતિ!!!

નીકળી પડો આ સફરમાં જ્યાં નથી ખબર
ક્યાં અંત આવશે ક્યાં આવશે સફળતા???

વીતશે જેમ જેમ આ જીવનની સફર,
લાગવા માંડશે તેમ તેમ એ અજાણી સફર!

ક્યારેક લાગશે છે બધાં મારી સાથે,
ક્યારેક લાગશે એકલા જ છીએ આ સફરમાં!

કોરોના શીખવાડી ગયો ઓળખતા પોતાનાં કોણ,
બનાવ્યાં ઘણાં સંબંધો આ અજાણી સફરમાં!!!

અંતમાં જો જવાનું હોય એકલા જ આ દુનિયાથી,
તો શાને બંધાવું લાગણીથી?

નથી આવતું કોઈ સાથે મૃત્યુ પછીની આ
અજાણી સફરમાં, તો શું કામ લગાડવી માયા આપણી?

આવ્યાં છીએ આ ધરતી પર કોઈક તો કારણથી,
પણ થઈએ છીએ દુઃખી અને કરીએ છીએ દુઃખી!

નથી ખોટું બંધાવું લાગણીનાં બંધનમાં, પણ.....
શાને થવું હેરાન એ થકી આ અજાણી સફરમાં?

ત્યાગે છે સંસાર કેટલાય લોકો, જાણવાને રહસ્ય
આ અજાણી સફરનું અને મૃત્યુ પછીની દુનિયાનું!!!



ચક્રવાત

સર્જાયું એક ચક્રવાત લઈને નામો અનેક
તાઉતે ટાઉટે ટોકટે ટોકતે તોકતે ટૌટે
અને સર્જી ગયું વિનાશ અનેક!!!

પડ્યાં ઝાડ, તૂટ્યા બેનર, ધોવાયો
ઊભો પાક, બન્યાં પક્ષી બેઘર,
ગુમાવ્યા કેટલાય જીવ.

ગગડી ગયા ભાવ ફળોનો રાજા
જે કહેવાતો, નકામી ગઈ કેટલીય
કેરીઓ પડતાં ઝાડ પરથી ટપોટપ!

વેચાતી જે સદાય ઊંચા ભાવે, નથી
કોઈ લેવા તૈયાર!!!
થયો ખેડૂત પાયમાલ, બાંધીને બેઠો
હતો મોટી આશ!!!

શીખો એ ચક્રવાત પાસે કેમ બનાય
હિંમતવાન!!!
જો હોય હિંમત મનથી તો કોઈ
ન બગાડી શકે કશુંય!

રાખો વિશ્વાસ પોતાનાં પર તો જ...
રાખશે વિશ્વાસ દુનિયા તમારા પર.
સાબિત કરો પોતાનું મહત્ત્વ કરી
મહેનતથી કામ...

નથી જોતી આ દુનિયા ક્યારેય પ્રયાસોને,
જુએ છે એ તો માત્ર મળેલ પરિણામને!
ન ઊભો થવા દો ચક્રવાત મનમાં,
નહીં તો થઈ જશો દૂર સફળતાથી...

નાસીપાસ કરે છે હંમેશા આ મનનો
ચક્રવાત, લઈ જાઓ દૂર એને કરી
સદાય હકારાત્મક વિચાર...

પોતે જ બનો પોતાની પ્રેરણા
દૂર કરી ચક્રવાત મનનો!!!
આપો હિંમત પોતે જ પોતાને.....



કલરવ

ખોવાયો કલરવ પક્ષીઓનો,
ગાયબ થયાં પક્ષીઓ,
ચોમેર ફેલાયું છે જુઓને
જાતજાતનું ને ભાતભાતનું
પ્રદૂષણ જ પ્રદૂષણ!!!

નથી મળતું શુદ્ધ પાણી પીવાને
પક્ષીઓને કે નાથી નાખતું કોઈ
ચણ ચણવાને!!!
સૌને લાગે છે બીક કે નાખીશ
હું ચણ ને કરશે ગંદકી આ
પક્ષીઓને ચરકી ને જયાં ત્યાં!!!

કેમ ભૂલે છે માનવી કે પક્ષીની
ચરક તો વપરાશે ખાતરમાં પણ,
શું છે કોઈ વિકલ્પ એ ગંદકીનો
જે કર્યો છે માનવે કુદરતમાં???
પક્ષીઓની હવામાં???

શું મધુર પક્ષીઓ જોવા મળતાં
ક્યારેક, રંગબેરંગી, મનમોહક!!!
લુપ્ત થઈ ગયા કંઈ કેટલાય
પક્ષીઓ આ માનવજાતે કરેલ
પ્રદૂષણમાં!!!

ક્યારેય નહીં જોઈ શકે આવનારી
પેઢી આ પક્ષીઓને અને જો.....
હજુય ચાલુ રહ્યું આમ ને આમ જ,
દોડતો રહ્યો મનુષ્ય પોતાની
ભૌતિક સગવડ માટે વનરાજીનાં
નાશ પાછળ, તો ક્યાંક ગુમાવશે એ
પક્ષીઓ પણ જે બચ્યા છે આ
પ્રદૂષણમાં પણ!!!

પક્ષીઓ તો છે સંતુલન આ કુદરતનું,
જીવે છે ખાઈને કીડા જે કરે છે
નુકસાન ખેતરના પાકને!!!
રહેશે નહીં પક્ષીઓ તો છાંટશે
ખેડૂત વિવિધ કીટનાશક અને
ખાઈશું આપણે આ જ દવા
એ ખોરાક સાથે.........

એક જ ઉપાય છે બચાવવાનો
આ પક્ષીઓને...
આવે માનવતા માનવીમાં અને
જાગે પક્ષીપ્રેમ એનાં મનમાં!!!
નથી આ કામ કોઈ એકલ દોકલનુ,
સાથ જોઈશે સમસ્ત લોકનો...
- સ્નેહલ જાની






કાવ્યો પસંદ પડ્યા હશે એવી અપેક્ષા સાથે આભાર સૌ વાચક મિત્રોનો.
- સ્નેહલ જાની