Bollywood Review - Family Man 2 books and stories free download online pdf in Gujarati

બોલિવૂડ રિવ્યું - Family Man 2

એકશન, સસ્પેન્સ, અને નેશન્લ સિક્યોરિટી ને સંબોધતી ઘણી ફિલ્મ બની છે, પણ Family Man 2 ની વાત કઈ અલગ જ છે. આ સિરિઝ નો ડિટેલ રિવ્યુ વાચંવા પહેલા જો તમારા મનમા એ સવાલ હોય કે, શું Family Man 1 જોયા વગર શીધુ Family Man 2 જોવાય...?

તો મારા મત અનુસાર એનો જવાબ 'હા' છે, સિરિઝનુ ડિરેકશન અને સ્ટોરીનો પ્લોટ એ રીતે લખવામા આવ્યો છે કે જો તમે ડાઈરેક્ટ Family Man 2 જોશો તો પણ તમને 80% સ્ટોરી સમજાઈ જશે!!!

સ્ટાર કાસ્ટ -


આ સિરિઝની સ્ટાર કાસ્ટ ખૂબ જ સરળતાથી દર્શકો પર અમિટ છાપ છોડી જાય છે. સિરિઝમા કાસ્ટીન્ગ એકદમ પર્ફેકટ થયુ છે. દરેક કેરેક્ટરની પર્ફોરમન્સ એટલી જાનદાર છે કે એ પાત્ર કોઈ બીજુ અભિનેતા નિભાવી શકે એવો વિચાર કોઈપણ વ્યુવરના મનનમા નહીં આવશે.

મનોજ બાજપાઈ થી લઈને શરદ કેલકર સુધીના તમામ એક્ટરસે પોતાના કિરદારને રિયાલિસ્ટીક રીતે ભજવ્યું છે. આ સિરિઝમાં ચેલમ સરનું કિરદાર ભજવનાર એક્ટર ઉદય મહેશ નો સ્ક્રિન ટાઈમ લગભગ 15-20 મિનિટ નો જ છે પણ એનુ સ્ક્રિન પ્રેઝન્સ આખી સિરિઝમાં ઈન્ટ્રસટિંગ રીતે યાદ રહી જાય એવુેં છે, ઈન્ટરનેટ પર ચેલમ સર માટે ના ઘણાં મિમસ પણ વાયરલ થયા છે. તે ઉપરાંત બીજા કલાકારો પણ તારીફ ના હકદાર છે, કારણ દરેક પાત્ર એ અહમ ભૂમિકા ભજવી છે.

રિવ્યુ -

9 એપિસોડમાં આખી સિરિઝ તમને એક થ્રિલરનો અનુભવ કરાવશે, આ સિરિઝમા ટાસ્ક હેઠળ, અન્ડર કવર એજન્ટ કઈ રીતે દેશની રક્ષા કરે છે એ ઈફેકટીવ રીતે ડિરેકટ કરવામાં આવ્યું છે. દરેક ઈપિસોડ એટલો રસપ્રદ છે કે એક ઈપિસોડ પતે એટલે તમે બીજો ઈપિસોડ જોવા આતુર રહેશો. આખી સ્ટોરી આતંગવાદીના એક મિશન ને કઈ રીતે ભારતના અન્ડર કવર એજન્ટ નિષ્ફળ કરે છે એની પર દર્શાવામાં આવી છે. સિરિઝમાં એક્શન, ઈમોશન અને ડ્રામાની કોઈ જ કમી નથી.

સિરિઝનો એક ડિરેશન એંગલ એ પણ દર્શાવે છે કે અન્ડર કરવ એજન્ટ, તથા એ તમામ વ્યક્તિ જે ભારત દેશની રક્ષા કરે છે એમનુ જીવન કેવું હોય છે, આતંકવાદીના ઈરાદા નાકામ કરવા માટે એ લોકો એ કેટલી મહેન્ત કરવી પડે છે, કેટલો તનાવ અને જોખમ સહન કરવો પડે છે.
આ સિરિઝ માત્ર મનોરંજન માટે જ નહીં પણ એ ઉમદા સ્ટોરી માટે પણ જરુરથી જોવી જોઈએ.

દરેક એપિસોડમા એક નવો ટ્વિસ્ટ, સટાયર વાળા ડાઈલોગ્સ અને એક્શન - ઈમોશન નો એક પરફેક્ટ બેલેન્સ પાર પાડવામાં ડિરેક્ટર વિશેષ રીતે સફળ થયા છે. ​Family Man 2 માં ફોરેન લોકેશન પણ બતાવામાં આવી.

આ સિરિઝ ચોક્કસથી ફેમેલી ઈન્ટરટેનર છે, આ સિરિઝમાં એક્શન થોડુ વધારે છે આથી જો તમે એક્શન વધુ પસંદ ન કરતા હોવ તો અમુક સિન તમને નહીં ગમશે પણ ઓવર ઓલ આ સિરિઝ મસ્ટ વોચ છે.

ઉલ્લેખનીય છે કે Family Man 1 ને ક્રિટિક્સ ચોઈસ બેસ્ટ સિરિઝનો અવોર્ડ મળ્યો છે, તથા મનોજ બાજપાય ને બેસ્ટ એક્ટર તે ઉપરાંત સુમિત કોટિઅનને બેસ્ટ એડિટિંગ માટે અવોર્ડ મળ્યો હતો. જે રીતે Family Man 1 ને ઓડિયન્સ તરફથી એટલો સરસ રિસ્પોન્સ મળ્યો હતો કે Family Man 1 એમેઝોનની મોસ્ટ વોચ સિરિઝ બની ગઈ હતી. એ જ રીતે Family Man 2 ને પણ ખૂબ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે, અને જે લોકો એ Family Man 2 જોઈ લીધી છે એ લોકો Family Man 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ માટે સોશયલ મીડિયા પર પણ ફેનસ સ્ટારને સવાલ પૂછી રહ્યા છે કે થર્ડ પાર્ટ ક્યારે આવશે...

સ્ટાર -

આ એક લેમેન રિવ્યુ છે, અને એક વ્યૂવર તરીકે હું આ સિરિઝને 4.5/5 સ્ટાર આપૂ છું.

આવા જ એક્સક્લૂઝિવ રિવ્યુ માટે ફોલો કરતા રહેજો...

#vidsvlog #vvidhigosalia