Five learnings that changed my life books and stories free download online pdf in Gujarati

જીવન જીવાની કળા...

થોડુક ફ્લેસબેકમાં જઈએ...

યાદ કરો જ્યારે ઈન્ટરનેટનો જમાનો નહીં હતો, પત્ર વ્યવહાર ચાલતા... કોઈક સ્નેહી પત્ર આવે એટલે આખા ઘરમાં આનંદનુ વાતાવરણ, આખુ કુટુંબ ભેગુ થતુ અને ઘરમાં પીન-ડ્રોપ-સાઈલ્નસ થાય ત્યાર બાદ એ પત્ર વંચાતો...
યાદ છે, દરેક વ્યક્તિ માટે આખા વિશ્વમાં માત્ર 2 જ વિદ્ધાપીઠ - એક પાઠશાળા અને એક મમ્મી, કોઈપણ પ્રશ્ન હોય કે પછી કઈ શીખવાની ઈચ્છા હોય આ 2 જ વ્યક્તિ તરફ દોળ મુકાતી...
આવા ઘણાં કિસ્સા ઘરના વડલા તમને કહેતા હશે, યાદ કરતા હશે... પણ સમચ બદલાય અને સાથે બદાય જીવન જીવવાની રીત...
આજના યુટ્યુબના યુગમાં, બધુ જ ઓનલાઈન શીખી શકાય છે. કુકિંગ, મેકપ, ડાન્સ, વગેરે પણ જીવન જીવવાની કળા તો આજે પણ લોકોના અનુભવ, વડીલના ગાઈડન્સ અને પોતાની સુજ - સમજથી જ શીખી શકાય છે.

એટલે વિચાર આવ્યો કે, જીવન જીવવાની દોળમાં અમુક શિખમણ જો જાતઅનુભવ કર્યા વીના શિખવા મળે તો આ દોળ થોડી સરળ ચોક્કસથી બની શકે. અમુક વાક્યને જો ગુરુમંત્ર બનાવી લઈએ તો ઠોક્કર ખાવાની બચી જઈએ.

આ 5 વાક્યો અલટિમેટ ગાઈડલાઈન નથી, આ માત્ર ઓબઝર્વેશન છે - જે દરેક માટે અલગ તરક, અલગ વ્યૂવ પોઈંન્ટ રાખી શકે છે. આશા રાખુ છુ કે આ 5 વાકય, તમને એક સરસ સમજણ, પ્રેકટીકાલીટી અને ગાઈડન્સ આપવામાં સક્ષમ રહે.

1. અપેક્ષાનો બોજ સબંધને હંમેશા નાજૂક બનાવે છે...

અપેક્ષા રાખવી તમારો હક છે અને મૂળ રીતે દરેક વ્યક્તિનો સ્વભાવ પણ છે... પણ અપેક્ષા ક્યા, ક્યારે, કોની પાસે અને કેટલી રાખવી એનો સમજણ હોવી આવશ્કય છે. અપેક્ષા એટલી જ રાખવી કે જો તે પૂરી ન થાચ તો તમને તકલીફ પણ ન થાય અને રીલેશન બગડે પણ નહીં.

અપેક્ષાનુ મુળ એવુ, જેટલી રાખો એટલી વધે - જેટલી પૂરી ન થાય એટલી સબંધની મજબૂતાય ઘટે.

2. લોકોને ભૂલ સદા બીજાની અને તારીફ હંમેશા પોતાની સાંભળવી ગમે...

એક અરિશો એવો, પોતાનો ચહેરો હંંમેશા સાફ દેખાડે એવો,
એક અરિશો એવો, પોતાને અહમને પોસે એવો,
એક અરિશો એવો, હંમેશાં બીજાની ભૂલ બતાવે એવો...

આ અરિશો બધાની પાસે છે અને લોકો દુનિયાને આજ અરિશાથી જોવું પસંદ કરે છે...
અજબ - ગજબ છે, પણ સત્ય છે...

3. આજના યુગમાં સિદ્ઘાંતવાદી રહેવુ એટલુ જ મુશ્કેલ છે, જેટલુ ઈશ્વરને શોધવુ છે...

તમને ખબર જ છે, નિયમ તો ફકત બીજા માટે જ છે... જ્યાં પરિસ્થિતિ પોતાને અનૂકુળ હોય એવી ન રહે એટલે લોકો એમના નિયમ બદલવાનુ શરુ કરે...
વાતે વાતે બદલાતા લોકો અને દરેક પરિસ્થિતિમાં બદલાતા નિયમો ના જમાનામાં - એક જ વાત પર અટલ રહેવું, સિદ્ધાંત પર અડગ રહેવુંં લગભગ અશ્કય છે. જે અડગ છે, એ સત્ય છે... પણ આ કલયુગ છે સાહેબ...
ફાસ્ટ ફેશનના આ યુગમાં સત્ય પરના પરદા સતત બદલાતા રહે છે...

4. તમને કોઈની જરુર નથી અને બધાને તમારી જરુર છે - આ સૌથી મોટો વહેમ છે...

ખેર, વહેમનો તો કોઈ ઈલાજ જ નથી... પણ જીવનમાં એવું કયારેય બનવાનું નથી કે તમને ક્યારેય કોઈની જરુર નહીં પડે. હા, એવુ ચોક્કસથી બની શકે કે તમને ડિપેન્ડન્ટ રહેવું ગમતુ નથી, પણ જરુર કયારેક તો પડશે જ...
અને લોકોને તમારી એટલી જ જરુર છે, જેટલી તમને એમની...

5. લાઈફ તમારી છે, નિર્ણય તમારા હોવા જોઈએ...

સાચા કે ખોટા પણ નિર્ણય તમારા હોવો જોઈએ. લોકોની સલાહ કે અભિપ્રાય લેવામાં કઈક ખોટુ નથી પણ કરે એ જે તમારા દિલને યોગ્ય લાગે.
દિલથી જીવો, વિચારીને નિર્ણય લેવા અને લાઈફને દરેક સ્ટેજ પર જીવવાની કોશિશ કરવી...


નોંધ- મારી જોડણની સમજ કાચી છે. આથી જોડણની ભૂલ માફ કરવા વિનંતી.