મૃત્યુ દસ્તક - 1 in Gujarati Horror Stories by Akshay Bavda books and stories Free | મૃત્યુ દસ્તક - 1

મૃત્યુ દસ્તક - 1

(ટક… ટક… ટક…)

દરવાજા પર કોઈ ના ટકોરા પડ્યા તેવો અવાજ સાંભળતાં ની સાથે જ નેહા ઊભી થઈ અને દરવાજા તરફ જઈ ને સ્ટોપર ખોલી.
દરવાજો ખુલતા ની સાથે જ ખુશી તેના રૂમ માં દાખલ થઈ અને બોલી..
‘ તું એકલી જ છે? નીયા ક્યાં ગઈ?’

‘ તને શું લાગે છે ક્યાં ગઈ હશે?’ કટાક્ષ ભર્યું સ્મિત આપી ને નેહા એ જવાબ આપ્યો.

‘ હા, ભૂત નું ઘર આંબલી, જય ના રૂમ પર જ હશે’

‘ખુશી, તું અત્યારે મારા રૂમ માં શા માટે આવી છે કઈ કામ હતું તારે’ ઉત્સુકતા પૂર્વક નેહા એ પૂછ્યું.

‘ ના…રે.., હું તો વાંચી વાંચી ને કંટાળી ગઈ હતી તો થયું કે ચાલ ને તમારા રૂમ માં આટો મારી ને ફ્રેશ થઈ આવું’ 

‘ જો, મારી પાસે અત્યારે ફ્રેશ થવાનો જરા પણ સમય નથી આવતી કાલે મારે 'જીનેટિક ડિસઓર્ડર' પર પ્રેઝન્ટેશન આપવાનું છે. તો મારા પર મહેરબાની કર અને તું કાલે આવજે તું જેટલું કહીશ તેટલું આપણે બેસીશું અને ગપ્પાં મારીશું ' એમ કહી ને નેહા એ ખુશી ને બહાર ની બાજુ ધકેલી.

‘ દોસ્ત દોસ્ત ના રહા…’ નાટકીય ઢબે ખુશી નેહા સામે નખરા કરતી કરતી બહાર ચાલી ગઈ.

બે વર્ષ પહેલા ખુશી અને નેહા એ શ્રીમતી ગંગાબાઈ મેડિકલ કોલેજ માં એડમીશન લીધું હતું. જોત જોતામાં બંને એકબીજા ની ખૂબ સારી મિત્ર બની ગઈ હતી. તે લોકો ના એક વર્ષ બાદ નટખટ, ચુલબુલી અને વાતોડી નીયા એ કોલેજ માં એડમીશન લીધું. કોલેજ ની હોસ્ટેલ માં નેહા ના રૂમ માં જગ્યા ખાલી હોવાથી નીયા ને નેહા ના રૂમ માં જગ્યા આપવામાં આવી. મળતાવડો સ્વભાવ હોવાને કારણે ખુશી અને નેહા ના મિત્રવર્તુળ માં નીયા એ ખૂબ જલ્દી સ્થાન બનાવી લીધું હતું. ત્રણેય બહેનપણીઓ બહેનો ની જેમ રહેતી હતી. નેહા પોતાના ભવિષ્ય ને લઈ ને હમેશાં ચિંતિત રહેતી હતી જ્યારે ખુશી એકદમ સંતૃપ્ત સ્વભાવ ની હતી, તેનાથી શક્ય હોય તેટલું કરે બાકી નું નશીબ પર છોડી દે, તેના આવા વલણ ને લીધે દ્વિતીય સેમેસ્ટર માં એક વિષય માં નાપાસ થતાં રહી ગઈ હતી.. જ્યારે નેહા નું નામ હંમેશા કોલેજ ના ટોપર લીસ્ટ મા આવતું. 

(ટક… ટક…ટક….)

ફરી થી દરવાજા પર ટકોર થતાં નેહા ઊભી થઈ ને દરવાજો ખોલે છે..
‘ હવે, શું છે તારે….મને ડિસ્ટર્બ ન કર.. મારે કાલે પ્રેઝન્ટેશન છે કેટલી વાર સમજવું તને’ 

'પ્લીઝ… મારી સાથે લાઇબ્રેરી માં ચાલ ને મારે એક રેફ્રન્સ બુક લેવી છે, અત્યારે ત્યાં કોઈ નહિ હોય તો મને બીક લાગે છે‘ હલકા સ્મિત સાથે આજીજી કરતી હોય તેમ નેહા ને કહ્યું.

‘જો હું તારી સાથે આવવા તૈયાર છું પણ મહેરબાની કરી ને મારો વધારે સમય ન વેડફતી’ નેહા થોડા ગુસ્સા માં બોલી.

બહાર નીકળતા ની સાથે જ ખુશી નેહા ને મજાક માં ભેટી ને કહ્યું કે ‘તું મારી સૌથી સારી મિત્ર છે તને થોડી હેરાન કરવી એ તો મારો હક બને છે યાર. તું ચિંતા ન કર તારો વધારે સમય હું નહિ બગાડું મે બુક કઈ જગ્યા એ છે તે પણ લાઇબ્રેરી ના સોફ્ટવેર માં જોઈ લીધું છે.’
 
‘ ચલ…હવે ફટાફટ મારે હજુ તૈયારી કરવાની છે ‘ હળવા સ્મિત સાથે નેહા બોલી. 

બંને લાઇબ્રેરી માં પહોંચે છે અને ખુશી ને લેવી હોય છે તે બુક લઈ ને બંને પરત ફરે છે.

પોતાના રૂમ માં જતા પહેલા ખુશી નેહા ને કહે છે કે ‘ તને નથી લાગતું કે હમણાં થી નીયા નું રખડપટ્ટી વધી ગઈ હોય?’

‘ હા લાગે તો છે પણ શું કરીએ. જ્યાર થી જય તેના જીવન માં આવ્યો ત્યાર થી તે બહેન એ તો ભણતર ને બાજુ માં જ મૂકી દીધું હોય તેમ લાગે છે. આખો દિવસ અને રાત પેલા જય ના રૂમ પર પડી હોય. મે તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી પરંતુ તે એવું કહી ને વાત ટાળી દેતી હતી. કે અમે બંને એક જ ક્લાસ માં છીએ તો સાથે રહી ને અમે અમારું ભણવાનું કરી જ લઈએ છીએ. દરવખતે આ જવાબ સાંભળી ને મે પણ હવે તેને કહેવાનું બંધ કરી દીધું છે.’

‘ હા, બંને એક જ ક્લાસ માં છે અને પાછા ગાયનેકોલોજી તેમનો મુખ્ય વિષય છે તો મને તો લાગે છે કે જય અને નીયા સ્ત્રી અને પુરુષ ના પ્રજનન તંત્ર નો લાઈવ અભ્યાસ કરતા હશે ' કટાક્ષ ભર્યું સ્મિત સાથે ખુશી બોલે છે.

‘ હા, મારી માં… હવે મહેરબાની કર અને મને કાલ ની તૈયારી કરવા દે અને તું તારા રૂમ માં જા” એમ કહી ને નેહા પોતાના રૂમ નું બારણું બંધ કરી દે છે. બંને પોતપોતાના રૂમ માં ચાલી જાય છે.
એટલા માં નેહા ની નજર જાય છે તો નીયા પોતાના બેડ પર સૂતી હોય છે. 

આશ્ચર્ય થી નેહા પૂછે છે ‘ નીયા તું આટલી રાત્રે અહી પાછી કેવીરીતે આવી?’

નીયા રડમસ આવજે ‘ મારે અને જય ને જઘડો થયો તો તેને મને પોતાના રૂમ પર થી નીકળી જવા કહ્યું . માટે જેમતેમ કરી ને ઓલા કેબ કરી ને અહી પહોંચી છું.’

નેહા તેની પાસે જઈ ને બેસે છે અને સાંત્વના આપતા કહે છે કે ‘ તું મને જણાવ તમારા બંને વચ્ચે શું પ્રોબ્લેમ થયો. હું તારી મદદ કરીશ જય ને સમજાવવા. અત્યાર સુધી તો તમારા બંને વચ્ચે બધું ખૂબ સરસ ચાલતું હતું તો અચાનક કે આમ થયું?’

નીયા ખૂબ ધીમે થી ‘ જય ને એવું લાગે છે કે મારા માં કોઈ દુષ્ટ આત્મા નો વાસ છે.’

‘ વોટ નોન્સેન્સ… તે આવો ભણેલો ગણેલો માણસ થઈ ને આવી ફાલતુ વાત કરે છે. અત્યારે તું સૂઈ જા મારું કાલે પ્રેઝન્ટેશન પૂરું થાય એટલે હું તેને મળી ને વાત કરીશ.’

‘ મને નથી લાગતું કે જય તારું કહેવાનું માનશે.’ આટલું બોલી ને નીયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

ક્રમશઃ

Rate & Review

Munjal Shah

Munjal Shah 6 months ago

Minaz Shaikh

Minaz Shaikh 6 months ago

Akshay Bavda

Akshay Bavda Matrubharti Verified 7 months ago

Parash Dhulia

Parash Dhulia 7 months ago

Binal Patel

Binal Patel 7 months ago