Knock Death - 4 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ દસ્તક - 4

નેહા અને તપન હોસ્ટેલ માં પહોંચે છે, હોસ્ટેલ ની બીજી છોકરીઓ અને ખુશી નેહા ના રૂમ ની બહાર ઊભી હોય છે બધા ના ચહેરા પર ડર દેખાતો હોય છે. આ સિવાય ત્યાં હોસ્ટેલ નો સિક્યોરિટી ગાર્ડ પણ ઉભો હોય છે. નેહા ધીરે રહી ને રૂમ નો દરવાજો ખોલે છે. બધા આતુરતાપૂર્વક અંદર નું દૃશ્ય જોવા આમતેમ સેટ થઈ ને તથા એકબીજા ની નજીક ઉભા રહી ગયા હોય છે.

દરવાજો ખુલતાની સાથે જ બધા ની નજર નીયા પર પડે છે. તે પોતાના બેડ માં વાળ છૂટા રાખી ને માથું બેડ ની કિનારી થી નીચે તરફ લટકતું રાખી ને સૂતી હોય છે. જેથી તેના ખુલ્લા વાળ જમીન ને સ્પર્શ કરતા હોય છે. નેહા અંદર ની તરફ જવાનો પ્રયત્ન કરે છે પરંતુ તપન તેને આમ કરતાં રોકે છે. બહાર ના ધીમા ધીમા વાતો ના અવાજ નીયા ના કર્ણપટલ પર પડતાં ની સાથે તે એકદમ સફાળી બેઠી થઇ જાય છે. તેનો ચહેરો વાળ થી ઢંકાઈ જાય છે બહાર ઊભેલી અમુક છોકરીઓ ડરી જાય છે. અમુક છોકરીઓ તો ચીસ પાડી બેસે છે.

આ ચીસો સાંભળી ને અચાનક નીયા બોલી ઊઠે છે.
‘ જે ડર્યું તે મર્યું ‘

આ શબ્દો ના ઉચ્ચારણ વખતે નીયા નો અવાજ બિલકુલ બદલાઈ ગયો હોય છે. તુરંત જ બધી છોકરીઓ ત્યાં થી દોટ મુકી પોતાના રૂમમાં ભરાઈ જાય છે. નેહા પણ થોડી ડરી જાય છે. છતાં તે સિક્યોરિટી અને તપન ને સાથે લઈ ને અંદર જાય છે. તેમને અંદર તરફ આવતા જોઈ ને નીયા ભયાનક અટ્ટહાસ્ય કરવા લાગે છે. અને બોલે છે
‘ તમારા માં થી કોઈ જીવતું નહિ બચે ‘

‘ મારી સામે આવવા ની હિંમત કરી છે, તો તમારે પરિણામ તો ભોગવવું જ પડશે ‘

આટલું બોલી ને નીયા બેડ પર થી ઊભી થઈ ને એકદમ વિચિત્ર રીતે પગ પહોળા કરી ને દોટ મૂકે છે અને રૂમ માં થી બહાર ભાગી જાય છે.

તેને પકડવા માટે નેહા, તપન અને પેલો ગાર્ડ તેની પાછળ દોડે છે. દોડતા દોડતા નીયા લાઇબ્રેરી તરફ ભાગી લાઇબ્રેરી માં જતી રહે છે. તેનો પીછો કરતા આ લોકો પણ લાઇબ્રેરી માં જઈ બેસે છે. લાઇબ્રેરી માં ઘુસતા ની સાથે જ અચાનક તીવ્ર ગંધ આવવા લાગે છે અને દૃશ્ય જોઈને હાંજા ગગડી જાય છે. અદ્યતન લાઇબ્રેરી એકદમ ખંડેર જેવા રૂમ માં તબદીલ થઈ ગઈ હોય છે. તેના અંદર ની બાજુ સાવ છેલ્લા કબાટ પાસે નીયા બેઠી બેઠી કંઇક ખાતી હોય છે. નજીક જતાં ખબર પડે છે કે નીયા ના હાથ લોહી થી લાલ હોય છે તેના મોઢા માં થી પણ લોહી ના રેલા ઉતરેલા હોય છે ને અડધું ખાધેલું ઉંદર તેના હાથ માં હોય છે.

આ દૃશ્ય જોઈ ને પેલો ગાર્ડ બેભાન થઈ જાય છે, તપન અને નેહા પણ થોડા વિચલિત થાય છે પણ પોતાને સાંભળી લે છે તપન પણ મન માં હનુમાન ચાલીસા બોલવા લાગે છે.આંખ સામે નું દૃશ્ય જોઈ ને નેહા બુમ પાડે છે

‘ નીયા, આ તું શું કરી રહી છે?’

‘ નીયા….નીયા…જવાબ આપ તું આ બધું શું કરે છે?’

આવું સાંભળતાં જ નીયા નેહા ની સામે જુએ છે તેની લાલ વિકરાળ આંખો જોઈ ને ભલભલા ના પરસેવા છૂટી જાય, તે ફરી થી પોતાનો હાથ તેના મોઢા પાસે લાવે છે અને પેલા ઉંદર ને બચકુ ભરી ને ચાવવા લાગે છે.
ફરી થી નેહા બોલે ,
‘ નીયા, પ્લીઝ મને હવે ડર લાગવા લાગ્યો છે મને ખબર છે કે તું મને સાંભળી શકે છે.’

આ સાંભળતાં જ નીયા જવાબ આપે છે,
‘નીયા! કોણ નીયા?, હું પલક છું હવે આ શરીર મારું છે નીયા ને ભૂલી જાવ તે તો મરી ગઈ જ સમજો’

‘ તને ડર લાગે છે એવું કહ્યું ને તે મને છોકરી, હા તમારે બધા એ ડરી ડરી ને જ મારા હાથ થી મરવાનું છે.’

‘તારે ડરવાનું પરિણામ જોવું છે ને ચલ તને બતાવું.’

ક્રમશઃ