મૃત્યુ દસ્તક - 3 in Gujarati Horror Stories by Akshay Bavda books and stories Free | મૃત્યુ દસ્તક - 3

મૃત્યુ દસ્તક - 3

જયના ચહેરા પર કોઈએ તીક્ષ્ણ નહોર થી વાર કર્યા હોય તેવા અને ઊંડા લિસોટા હતા. આ સિવાય ગળાના ભાગમાં કોઈએ બચકુ ભરવાના પ્રયાસ કર્યો હોય તે પ્રકારના નિશાન હતા જેમાંથી લોહી વહી રહ્યું હતું. તપન એ જયના ઘાવ પર થોડી ઘણી પાટાપિંડી કરી હતી.

જય ની આવી હાલત જોઈને નેહા થોડા સમય માટે તો કશું બોલી શકતી નથી. થોડીવાર રહીને નેહા બોલે છે ‘ તારી આવી હાલત!, આ બધું કેવી રીતે થયું?’

જય દર્દ ભર્યા આવજે ‘ આવ, નેહા અહીં બેસ હું તને બધું જ કહું છું.’

જય બેડ માં થોડો ટેકો રાખી ને બેસવાનો પ્રયત્ન કરે છે તપન તેને મદદ કરી ને ટેકો આપી ને બેસાડે છે. નેહા પણ તેની પાસે નજીક જઇ ને ખુરશી માં બેસે છે. જય વાત ચાલુ કરે છે.

‘ ગઈકાલે સાંજે કોલેજ પૂરી કરી ને અમે બંને મારા રૂમ પર આવ્યા, આખો દિવસ ના લેબ માં કામ કરી ને થાક્યા હતા, તો આવી ને બંને એ સ્નાન કર્યું. ત્યાર બાદ મને નીયા થોડી અપસેટ હોય તેવું લાગ્યું જેથી મે તેને પૂછ્યું કે કઈ પ્રોબ્લેમ છે? તેને જવાબ માં માત્ર એટલું કહ્યું કે ના કોઈ પ્રોબ્લેમ નથી પણ મને થોડું માથું દુખે છે તો હું સૂઈ જાઉં છું. નીયા બેડરૂમ માં જઈ ને સુઈ ગઈ અને મારે પણ કશું કામ હતું નહિ એટલે મે પણ તેની બાજુ માં જઈ ને સૂવાનું વિચાર્યું. નીયા સુતેલી હતી હું બસ તેને જોયા જ કરતો હતો થોડી વાર બાદ હું પણ તેની બાજુ માં જઈ ને તેને વળગી ને સુઈ ગયો. લગભગ સાંજ ના સાત વાગ્યા હશે અને નીયા એ મને કહ્યું કે “થોડીવાર માં જાગી ને ડોમિનોઝ માં થી પીઝા માગવી ને આપણે જમી લઈએ.” આટલું કહી ને તે ફરી સૂઈ ગઈ. હું પણ થાક્યો હોવા ના કારણે મારી પણ આંખ લાગી ગઈ.’

‘ અચાનક મને મહેસૂસ થયું કે નીયા નું શરીર એકદમ ઠંડુ પડી રહ્યું હતું. એકાએક તેનું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું, તે સાથે તેની ત્વચા નો રંગ પણ ફિક્કો પડી ગયો. જે કંઈ પણ થઈ રહ્યું હતું તે મને સમજાયું નહિ માટે મે તેને જંજોડી અને જોર થી બુમ પાડી નીયા…. નીયા…. પણ તેના તરફ થી મને કોઈ પણ પ્રતિસાદ ન મળ્યો. મે તેના બંને બાવળા પકડી ને ઊભી કરી ને હચમચાવી. તેના ધબકારા મંદ થવા લાગ્યા હતા, મે તેની છાતી પાસે પમ્પિંગ ચાલુ કર્યું પણ તેને શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ. મે તેને માઉથ ટુ માઉથ (સીપીઆર) આપવાનું ચાલુ કર્યું.

એટલામાં અચાનક નીયા એ પોતાની આંખો ખોલી તેની આંખો એકદમ લાલ અને ભયંકર લાગતી હતી. તેણે તરત જ પોતાના હાથ વડે મારા મોઢા પર નખ માર્યા અને બોલવા લાગી મને ચુંબન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ. તેના નખ મારવાથી મારા ચહેરા પર ખૂબ જ ઊંડા ઘાવ પડી ગયા હતા તેમાંથી લોહી વહેવાનું ચાલુ થઈ ગયું હતું. મને કશું પણ સમજાઈ રહ્યું ન હતું કે આ શું થઈ રહ્યું છે જેમ તેમ કરીને મે નીયા ને કાબુમાં કરવા પ્રયત્ન કર્યો. પરંતુ તે વધારે ગુસ્સે ભરાઈ અને મારા ગળા પાસે બચકું ભરી લીધું, આ બચકા ને લીધે મારા ગળામાં થી પણ લોહી વહેવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યારબાદ તેને મને પોતાનાથી દૂર કરવા ખૂબ જોર લગાવીને ધક્કો માર્યો જેનાથી હું સામે ની દીવાલ સાથે ભટકાયો જેથી મારા માથાના પાછળના ભાગમાં મને ઈજા પહોંચી.

નીયા બેડ પર થી ઉભી થઇ અને મારી પાસે આવી અને તેની આંગળીઓ મારી છાતીમાં ભરાવીને છાતી જાણે ચીરી નાખવાની હોય તેમ મારા પર પ્રહાર કર્યો. મેં બધી તાકાત લગાવીને તેને ધક્કો માર્યો જેથી તે બેડ સાથે ભટકાઇ અને બેહોશ થઈ ગઈ. હું દીવાલ સાથે ભટકાયો ત્યારે ત્યાં પડેલા ટેબલનો ખૂણો મારી કમરમાં વાગ્યો હતો જેનું ભાન મને હું ઉભો થવા ગયો ત્યારે થયું, હું ઊભો થઈ શકતો ન હતો મેં મદદ માટે બૂમો પાડી સદનસીબે મારો મિત્ર તપન બીજા રૂમમાં હતો જેથી તે તરત મારી મદદે આવી પહોંચ્યો. નીયા ને જ્યારે ભાન આવ્યું ત્યારે તેને આ કશી જ વસ્તુની ખબર ન હતી, મને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો હતો જેથી મે નીયા ને મારા રૂમ પરથી જતા રહેવા કહ્યું તેણીએ મને જવા માટે કારણ પૂછ્યું તો મે ગુસ્સામાં તેને કહી દીધું ,

'તું હજુ પણ કારણ જાણવા માગે છે? મારી આ હાલત તે જ કરી છે, તારામાં કોઈ દુષ્ટ આત્મા નો વાસ છે.'

આટલું સાંભળતા ની સાથે જ નીયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને અહી થી જતી રહી. મને પણ પછી વિચાર આવ્યો કે આટલી રાતે તે કેવીરીતે હોસ્ટેલ જશે. બનેલી ઘટના થી હું ખૂબ વિચલિત હતો માટે મે તેને રોકવાનો પ્રયત્ન પણ ન કર્યો.

નેહા અને તપન આશ્ચર્યુપૂર્વક બધું જ સાંભળી રહ્યા હોય છે. બધું જ સાંભળ્યા બાદ નેહા જય ને કહે છે કે,

‘ નીયા જ્યારે રૂમ પર પાછી આવી ત્યારે તો તે એકદમ નોર્મલ જ લાગતી હતી તેમજ તેના વર્તન માં પણ કોઈ ફરક હતો નહિ ‘

જય પ્રતિઉત્તર માં કહે છે ‘ હા, તારી વાત સાચી છે તે જ્યારે અહી થી ગઈ ત્યારે પણ તે એકદમ નોર્મલ જ હતી.’

એવા માં અચાનક નેહા નો ફોન રણકે છે સામે થી એકદમ ગભરાયેલા આવાજ માં ખુશી બોલે ,

‘ નેહા, તું ક્યાં છે? જલ્દી થી અહી આવીજા નીયા એ પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું છે અને એકદમ વિચિત્ર વર્તન કરે છે.’

આ સાંભળી ને નેહા ના પગ નીચે થી જમીન સરકી જાય છે અને ખુશી ફોન મૂકે તે પહેલાં તેને સૂચના રૂપે ઉતાવળ માં કહે છે,

‘ નીયા જે પરિસ્થિતિ માં છે તે પરિસ્થિતિ માં તેને છોડી ને રૂમ માં બંધ કરી ને તું તેના થી દુર જતી રહે નહિ તો તે તને નુકશાન પહોંચાડી શકે . હું જેટલી જલ્દી થઇ શકે ત્યાં પહોંચું છું. બસ તું તેની આસપાસ ન રહેતી કે બીજા કોઈ ને પણ તેની નજીક ન જવા દેતી.’

ખુશી ને નેહા શું બોલી રહી છે તે સમજાતું નથી તેથી તે તેને પૂછે છે,

‘ આવું શા માટે તેનું કોઈ કારણ? હું આપણી વ્હાલી બહેનપણી ને આવી હાલત માં છોડી ને તેના થી દુર જતી રહું?’

નેહા તેને ઠપકો આપતી હોય તેમ જવાબ આપે છે ,

‘ કારણ સમજાવવાનો અત્યારે સમય નથી બસ મે જેટલું કહ્યું છે તું તેટલું કર.’

આટલું કહી ને નેહા ફોન મૂકી દે છે અને તપન અને જય ની સામે જુએ છે.

જય અને તપન મામલા ની ગંભીરતા સમજી જાય છે અને નેહા ને તાત્કાલિક તપન હોસ્ટેલ મૂકવા માટે નીકળી જાય છે.

ક્રમશઃ

Rate & Review

Minaz Shaikh

Minaz Shaikh 6 months ago

Viral

Viral 7 months ago

Mehul Katariya

Mehul Katariya 7 months ago

Nirav Chauhan

Nirav Chauhan 7 months ago

Sapna Patel

Sapna Patel 7 months ago