Reunion. - 12 books and stories free download online pdf in Gujarati

રિયુનિયન - (ભાગ 12)

કાગળ વાંચતા નભયને હિરવા યાદ આવી રહી હતી....એક એક શબ્દ હિરવા એ લખ્યો હોય એવું લાગી રહ્યું હતું ....

કાગળના અંત માં શનિવાર ના દિવસે શિવ મંદિર પાછળ આવેલા ઢાળ ઉપર મળવા જવાનુ લખ્યું હતું...

નભય ખૂબ ખુશ હતો... નભય ને એના જુના દિવસો યાદ આવી ગયા....

જ્યારે હિરવાને પહેલી વાર જોઈ હતી ત્યારે નભય ને હિરવા એક અલગ છોકરી લાગી હતી...હિરવાનો શ્યામ વાન એને આકર્ષિત લાગ્યો હતો... પરંતુ નભયે એવું ક્યારેય કોઈને કહ્યું ન હતું... ક્લાસ માં એની આગળ પાછળ ની બેન્ચ ઉપર બેસતા વિદ્યાર્થીઓને જાણ હતી કે નભય સ્કૂલના સમય પર હિરવાને જોઈ રહ્યો હોય છે...આ વાત આગળ ન વધે એની માટે જ નભયે પી.ટી. વિષય પસંદ કર્યો હતો....

નભયે એક કાગળ લીધો અને એમાં કંઈક લખીને એ સ્કૂલ ના બ્રેક ના સમય માં હિરવા ની સ્કૂલ બેગ માં નાખી દીધો જેની જાણ હિરવા ને ન હતી પરંતુ વાણી નું ધ્યાન એ તરફ આવ્યું હતું...

હિરવા કાગળ ને જોવે એની પહેલા જ વાણીએ કાગળ લઈ લીધો અને પોતાના બેગ માં નાખી દીધો...

ત્યારબાદ સ્કૂલ ના ગાર્ડન માં આવીને વાણી બધા સાથે બેસી ગઈ....અને વાતો ની મજા માણતી હોય એવુ નાટક કરી રહી હતી... પરંતુ એ એના મનમાં ચાલતા સવાલોમા ખોવાયેલી હતી...
એણે આપેલો કાગળ નભયે વાંચ્યો હશે કે નહિ... અને આ કાગળ માં એવું શું લખ્યું હતું જેના કારણે ચોરી છુપાઈને હિરવા ના બેગ માં નાખ્યો હતો..શું મારા લખેલા શબ્દો નભયને હિરવા ના લાગ્યા હશે...જો એવું હોય તો શનિવારે નભયને મળીને જણાવું પડશે...ખબર નહિ આ બે દિવસો મારાથી કેમ રાહ જોવાશે...એની પહેલા નભયના કાગળ માં શુ લખ્યું છે એ મારે જાણવું આવશ્યક છે...

ઘરે જઈને એ કાગળ વાંચ્યો...

' મને જાણીને આનંદ થયો કે તું મને પ્રેમ કરે છે...મે જ્યારથી તને જોઈ હતી ત્યારથી મારા દિલમાં તારા પ્રત્યે કંઇક અલગ લાગણી છે એ પ્રેમ ની છે કે નહિ એની મને જાણ નથી...હિરું મે તને જોઇને પ્રેમ કર્યો છે ,તારા સ્વભાવ ને પ્રેમ કર્યો છે...પણ તારી તો વાત જ અલગ છે તે મને જોયો નથી મારું નામ નથી જાણતી છતાં મને પ્રેમ કરે છે...તારી એ ગુજરાતી ની બુક ની પાછળ લખેલી આપણી પ્રેમ ની શાયરી ના પેજ સાચવીને રાખજે કારણ કે એના કારણે આજે આપણી વચ્ચે પ્રેમ નો પરિચય થયો છે...તારા કહ્યા મુજબ હું શનિવારે શિવ મંદિર પાછળ આવેલા ઢાળ ઉપર તારી રાહ જોઇશ...

તારો પ્રેમ,
મારું નામ અને ચહેરો શનિવારે જ જોઈ લેજે....'

વાણી ની આંખો માં આંસુ આવી ગયા હતા...વાણી એ જે વિચાર્યું હતું એ સાચું પડ્યું હતું... વાણી એ કાગળ ના ટુકડા કરીને ફેંકી દીધા...

હિરવા અને નભય હજી મળ્યા ન હતા એ બંને મળે એની પહેલા વાણી એના દિલની વાત નભય સુધી પહોંચાડી દે તો નભય એનો થઈ શકે...એવું વિચારીને બીજા દિવસ ની રાહ જોઈ રહી હતી વાણી...


_____________________________________________

બીજા દિવસે સ્કૂલે આવીને વાણી એ નભય ને પ્રપોઝ કરવાનું વિચારી લીધું હતું...

નભય એક જ ચિંતા માં હતો કે કાલે હિરવા એને જોઇને એનું મન ન બદલી નાખે... હિરવા એ ક્યારેય નહિ વિચાર્યું હોય કે એ જેને પ્રેમ કરી રહી છે એ નભય હશે...

વાણી એ બ્રેકના સમય પર ગાર્ડન માં બધાની સામે નભયને પ્રપોઝ કર્યું....નભય ને કઈ સમજાતું ન હતું એ વાણી ને શું જવાબ આપે....નભય એનો જવાબ કાલે આપશે એમ કહીને ત્યાંથી ક્લાસ તરફ ચાલ્યો ગયો ...

વાણી અંદરથી ડરી રહી હતી...નભય હિરવાના કારણે નકારાત્મક જવાબ ન આપે...

વાણી ને વિચાર આવ્યો કે હીરવા અને નભય બંને એકબીજાને નફરત કરવા લાગે તો આ પ્રકરણ અહીં જ પૂરું થઈ જશે અને નભય પાસે વાણી સિવાય બીજી કોઈ પસંદગી નહિ રહે...

વાણી એ એક યોજના તૈયાર કરી...

વાણી એ હિરવા પાસે એની ગુજરાતી ની બુક માંગી...

કાલે શનિવાર હતો......

નભય ખૂબ જ ચિંતા માં એના ઘરની પાછળ ના ગાર્ડન માં આમ થી તેમ ફરી રહ્યો હતો...એને સમજાતું ન હતું કે એ શું કરે....એક બાજુ એ હિરવા ને પ્રેમ કરે છે પરંતુ એ ડર છે કે હિરવા એનો સ્વીકાર નહીં કરે તો... કારણ કે હિરવાએ ક્યારેય નહિ વિચાર્યું હોય કે એ શાયરી વાળો છોકરો નભય હશે...બીજી બાજુ એની સામે વાણી નું પ્રપોઝલ છે...વાણી એને પ્રેમ કરે છે...વાણી ખૂબ સુંદર દેખાઈ છે સ્વભાવની પણ સારી છે ...એની પાસે સ્કૂલ ના ઘણા એવા છોકરાના પ્રપોઝલ આવ્યા હશે પરંતુ વાણી એ નભયની પસંદગી કરી ...જો એને ના કહી દેવામાં આવે તો એને ખૂબ ઠેસ પહોંચશે...

બીજી બાજુ વાણી એની ફ્રેન્ડ હિરવા સાથે જે કરી રહી હતી એના કારણ એ દુઃખી હતી પરંતુ એ નભય ને પ્રેમ કરતી હતી...એને પણ કંઈ સમજાતું ન હતું કે એ શું કરી રહી છે...

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

આજે શનિવાર હતો...

ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા ને એક મહિના ની વાર હતી...બધા વિદ્યાર્થીઓ દુઃખી હતા...કારણ કે આજે સ્કૂલ નો છેલ્લો દિવસ હતો ...એક મહિનાનું વાંચવાનું વેકેશન પડી જવાનું હતું...બધા મિત્રો એકબીજાથી છૂટા પડી જવાના હતા...

બીજી બાજુ સ્કૂલ માં સવારથી કંઇક અલગ જ વાતાવરણ હતું...બધાના હાથ માં એક એક કાગળ હતા ...સ્કૂલ ની દીવાલ ઉપર કાગળો લગાવેલા હતા....કાગળ માં લખેલું વાંચીને બધા હેરાન થઈ રહ્યા હતા...

નભયે હિરવા ને મળીને બધું કહી દેવાનું વિચાર્યું હતું કે જે શાયરી લખનાર છે જેને હિરવા પ્રેમ કરે છે એ બીજું કોઈ નહિ પણ નભય છે ...અને જો હિરવાનો પ્રેમ નફરત માં બદલાઈ જશે ત્યારે એ વાણી ને હા પડી દેશે...સ્કૂલે જતા પહેલા નભય મંદિર પાછળ આવેલા ઢાળ ઉપર હિરવાની રાહ જોઈ રહ્યો હતો...કારણ કે કાગળ માં સમય લખ્યો ન હતો જેના કારણે નભય સવારમાં જ ત્યાં આવી પહોંચ્યો હતો...

હિરવા સ્કૂલ નજીક આવી ગઈ હતી...અમુક વિદ્યાર્થીઓ હિરવાને અભિનંદન પાઠવી રહ્યા હતા તો અમુક વિદ્યાર્થીઓ હિરવાને જોઇને હસી રહ્યા હતાં...બધા આવું શું કામ કરે છે એ હિરવાને સમજાતું ન હતું ...

દીવાલ ઉપર લગાવેલા કાગળોની આસપાસ વિદ્યાર્થીઓ નો ઢગલો હતો... હિરવા બધાની વચ્ચે થી આગળ આવી અને એક કાગળ કાઢીને ત્યાંથી થોડી દૂર ખસી ગઈ...એ કાગળ માં હિરવા અને પેલા છોકરાએ લખેલી શાયરી હતી...એની ઉપર મોટા કાળા અક્ષરથી લખ્યું હતું...' મારી અને હિરવાની પ્રેમકહાની '...

એટલી વારમાં વાણી હિરવા પાસે આવી અને બોલી ...
" મે હમણાં જ સાંભળ્યું કે આ કામ જેણે કર્યું છે એ શિવ મંદિર ની પાછળ આવેલા ઢાળ પર છે ...આમાં લખ્યું છે કે મારી અને હિરવાની પ્રેમકહાની ..તો એ છોકરો એ જ હશે જે તને શાયરી લખતો હતો..."

"તું જા હિરવા ...અહી બધું હું સંભાળી લઈશ...બધા કાગળ કાઢી ને કચરા માં નાખી દઈશ ..."

હિરવા વાણી ને જોઈ રહી હિરવાની આંખો માં આછા આંસુ આવી ગયાં હતાં...

હિરવાએ કાગળ નો ડૂચો વાળીને ફેંકી દીધો અને દોડીને ત્યાંથી મંદિર તરફ નીકળી પડી ....

મંદિર નજીક પહોંચતા હિરવાના પગલાં ધીમા થઈ ગયા હતા...કાલે જ્યારે એ મનસુખભાઇ ની સ્ટેશનરી માં પેન લેવા માટે ગઈ હતી ત્યારે જે કંઈ બન્યું એ દ્રશ્ય એની આંખોની સામે આવી ગયું...

( મનસુખભાઇ ની દુકાન પર પેન લેવા માટે હિરવા પહોંચી ત્યારે મનસુખભાઇ એ હિરવાને અમુક કાગળ આપ્યા...એ કાગળ જોઇને હિરવા દંગ રહી ગઈ હતી... હિરવાની ગુજરાતીની બુક ની પાછળ લખેલી શાયરીઓની ઝેરોક્ષ કોપી હતી....ત્યારે મનસુખભાઇ એ જણાવ્યું કે થોડા સમય પહેલા વાણી અહી આવી હતી અને આ બધી ઝેરોક્ષ કોપી કરાવી હતી પરંતુ અમુક કોપી નીકળ્યા બાદ પાવર જતો રહ્યો હતો જેના કારણે આ કોપી મશીન માં જ રહી ગઈ હતી એને લેવા વાણી થોડી વાર પછી આવવાની હતી...એ કોપી વાણીને આપવા માટે આપી હતી કારણ કે વાણી ને ધક્કો ન થાય... હીરવાએ કોપી પાછી આપી દીધી અને એ લેવા આવે ત્યારે આપી દેવા કહ્યું અને સાથે સાથે હું અહી આવી હતી એ કહેવા ની પણ ના પાડી હતી...)

પરંતુ આજે વાણી એ કહ્યું કે જેણે આ કામ કર્યું છે એ ઢાળ ઉપર છે...વાણી એ આવું શું કામ કર્યું એની જાણ હિરવાને ન હતી એ જાણવા માટે હિરવા ઢાળ ઉપર જઈ રહી હતી...


(ક્રમશઃ)