Love in Space - 13 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ ઇન સ્પેસ - 13

લવ ઇન સ્પેસ - 13

નોંધ: ઘણાં વાચકોએ મારી પાસે લવ ઈન સ્પેસ સ્ટોરીને પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ સાથેની ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપવાની ડીમાંડ કરી છે. જેથી તેઓ વાર્તાને પોતાનાં કલેક્શનમાં રાખી શકે. અગાઉના ઘણાં ચેપ્ટર્સ હું આ રીતે વાચકોને આપી ચુક્યો છું. જોકે હવે અન્ય નવલકથા લેખનનું કામ વધી ગયું હોવાથી હું આ નવલકથાને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી શકવાનો સમય નથી ફાળવી શક્યો. આ કામ એમ પણ ઘણું અઘરું અને સમય માંગી લે તેવું છે. આમ છતાં, જો વધુ વાચકોની ડિમાન્ડ હશે, તો હું આ સ્ટોરીને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપીશ. આથી વાચકોને વિનંતી છે કે જે વાચકોને આ ગ્રાફિક pdf સ્વરૂપે જોઇતી હોય તેઓ મને મારાં whatsapp નંબર કે પછી instagraamમાં મેસેજ કરીને જણાવે.

(ગ્રાફિક pdf ચાર્જેબલ રહેશે).

****

લવ ઇન સ્પેસ

પ્રકરણ -13

“SID”

J I G N E S H

Instagram: @sid_jignesh19▪▪▪▪▪


“તમારાંમાંથી કોઈ એકે છેલ્લે રોકાવું પડશે...!” ક્રિસ્ટીનાનાં એ શબ્દો જોયનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં.

મેડિકલ ચેમ્બરમાં તે બ્રુનો સાથે મળીને મેડિકલ કેપ્સ્યુલોનો બેટરીઓ બદલવાનું કામ કરી રહ્યો હતો. આ બેટરીઓ તેઓ તેમની ક્રાયોજેનિક કેપ્સ્યુલમાંથી કાઢીને લાવ્યાં હતાં.

“કોઈકે તો બલિદાન આપવું પડશે...! આપવું પડશે...”

“કોણે...!? એ તમારે નક્કી કરવાનું છે..! તમારે નક્કી કરવાનું છે..!”

મેડિકલ કેપ્સ્યુલની જોડે નીચે બેસી બેટરી બદલાતાં-બદલાતાં જોય વિચારી રહ્યો હતો.

“મેં તો હોપ ગ્રહ ઉપર નવું ઘર ખરીદવાની લૉન લીધેલી છે...!” જોયની જોડે બેસીને બેટરી બદલવામાં જોયની હેલ્પ કરી રહેલો બ્રુનો બોલ્યો.

બ્રુનોની વાતનો અર્થ જોય પામી રહ્યો હતો.

“પૃથ્વી પરજ મેં લૉન માટે એપ્લાય કરી દીધું હતું...!” બ્રુનો આગળ બોલ્યો “લૉન એપ્રુવ નાં થઈ હોત તો....અ...!”

“ઈટ્સ ઓકે બ્રુનો...!” જોય શાંતિથી પોતાનું કામ કરતાં-કરતાં બોલ્યો “તારે તારી લૉન ભરવીજ જોઈએ...! હોપ ગ્રહ ઉપર જઈને...!”

લગભગ આખો દિવસ મથીને જોય અને બ્રુનોએ મેડિકલ કેપ્સ્યુલોમાં બેટરીઓ બદલવાનું કામ કરી દીધું. ત્રણ-ચાર ડિગ્રીઓ ધરાવતાં જોયે બેટરીઓનું વાયરિંગ પણ યોગ્ય રીતે કરી દીધું.

“હજી ઘણું કામ બાકી છે...!” મોડી સાંજે કંટાળેલો જોય ઊભો થતાં બોલ્યો.

બ્રુનો પણ ઊભો થયો.

“હજી બ્લ્યુ લિક્વિડ ઈન્સ્ટોલ કરવાનું છે..!” થાકેલો જોય ઊંડો શ્વાસ ભરીને બોલ્યો “બેટરીઓને સ્પેસશીપનાં ઈમરજન્સી પાવર સપ્લાય સાથે જોડવાની છે...! મેડિકલ કેપ્સ્યુલનાં કોમ્પ્યુટરનાં પ્રોગ્રામિંગને બદલવાનું છે...! અને બીજી બધીજ વસ્તુઓને મેડિકલ કેસપ્યુલનાં સોફ્ટવેટમાં ઈન્સ્ટોલ કરવાની છે....!”

“આ બધુ કામ તો લાંબુ ચાલશે...!” બ્રુનો મોઢું બનાવીને બોલ્યો.

“હાં....! એ તો છે...! જોય બોલ્યો અને ત્યાંથી જવાં લાગ્યો.

“હું ફ્રેશ થઈને બારમાં મલું છું...!” બ્રુનો પૂછવાજ જતો હતો ત્યાંજ જોય બોલી ઉઠ્યો.

થોડીવાર ઊભાં રહીને બ્રુનો પણ ત્યાંથી જતો રહ્યો.

***


“લિક્વિડ પેરાસીટામોલ આવી ગઈ...!?” ક્રિસ્ટીનાએ જોડે ઊભેલી એવલીનને પૂછ્યું.

“હાં....!” એવલીન બોલી.

બંને મેડિકલ સ્ટોરરૂમ હતાં. ડૉક્ટર હોવાનાં નાતે ક્રિસ્ટીના એવલીનની મદદ લઈને શીત નિદ્રામાં સુવા માટેની તમામ જરૂરી દવાઓ લિસ્ટ મુજબ સ્ટોર રૂમમાંથી કાઢી રહી હતી.

મોટી શોપિંગ માટેની ટ્રૉલીમાં દવાઓ કાઢી-કાઢીને મૂકવામાં આવતી હતી. દરેકની હાઇટ, વેટ વગેરે અનુસાર ક્રિસ્ટીનાએ દવાઓ અને ઈંન્જેક્શનો વગેરે અલગ-અલગ ટ્રૉલીઓમાં ભરવામાં આવી હતી. હજી કોણ છેલ્લે રોકાશે એ નક્કી ન હોવાથી ક્રિસ્ટીનાએ બધા માટે દવાઓની ટ્રૉલીઓ ભરી હતી. દરેકનાં નામની ચિઠ્ઠીઓ પણ ટ્રૉલીઓ ઉપર લગાવવામાં આવી હતી. કુલા મળીને બત્રીસથી વધુ ટ્રૉલીઓ ભરાઈ હતી. જેમાં આખો દિવસ વીતી ગયો હતો.

“pheww….! થાકી જવાયું...!” આખાં દિવસની મહેનતથી ક્રિસ્ટીના કંટાળીને બોલી.

“ચાલ... હવે જઈએ....!” ક્રિસ્ટીના બોલી અને ત્યાંથી જવાં લાગી.

“અને આ દવાઓની ટ્રૉલીઓ....?” હાથમાં ટેબલેટ લઈને ઊભેલી એવલીને પૂછ્યું.

“છો રહી અહિયાંજ...!” ક્રિસ્ટીના દરવાજા પાસે અટકીને બોલી “હજુ ઘણું કામ બાકી છે...! ઘણી દવાઓ રૉ મટિરિયલ સ્વરૂપે છે...! જેને પ્રોસેસ કરીને આપડાં માટે ઉપયોગી બનાવવી પડશે...!”

“ઓહ...! તો તો હજી ઘણું કામ બાકી છે...!” એવલીન બોલી અને તે પણ ક્રિસ્ટીના જોડે જવાં લાગી.

“મારે અત્યારે એક ડ્રિંકની જરૂર છે...!” ક્રિસ્ટીના માથું દબાવીને બોલી.

બંને હવે કોરિડોરમાં ચાલવા લાગ્યાં.

“મારે પણ...!” એવલીન બોલી.

“તો...! પછી શું વિચાર્યું...!?” લાંબા કોરિડોરમાં થોડીવાર સુધી મૌન ચાલ્યાં બાદ ક્રિસ્ટીનાએ એવલીનને પૂછ્યું “તું રોકાઈશ...! કે જોય...!?”

ચાલતાં-ચાલતાં એવલીને ક્રિસ્ટીના સામે જોઈ રહી.

“બ્રુનો તો બલિદાન નઈજ આપે....! એ વાત નક્કી છે...!” ક્રિસ્ટીના બોલી.

“હમ્મ...બ્રુનો તો નઈજ રોકાય...!” એવલીન સૂર પુરાવીને બોલી.

બંને મૌન થઈને ચાલતાં રહ્યા. એવલીને જવાબ આપવાનો ટાળ્યું.

“હું ફ્રેશ થઈને તને બારમાં મળું છું...!” એટલું કહીને એવલીન કોરિડોરમાં જમણીબાજુ વળી ગઈ અને પોતાનાં રૂમ તરફ ચાલી ગઈ.

એવલીનને જતાં ક્રિસ્ટીના થોડીવાર સુધી જોઈ રહી પછી તે પણ બારમાં જવાં લિફ્ટ તરફ ચાલી ગઈ.


***


“હમ્મ...! તો હજી બધુ કામ પૂરું કરવામાં લગભગ અઠવાડિયું નીકળી જશે...! એમને...!?” નોવાએ સામે બેઠેલાં જોય અને ક્રિસ્ટીનાને પૂછ્યું અને કાઉન્ટર ઉપર મુકેલાં ગ્લાસમાં વ્હીસ્કી સર્વ કરવાં લાગ્યો.

જોય, ક્રિસ્ટીના અને બ્રુનો ત્રણેય બારમાં બેઠાં હતાં. એવલીન હજી નહોતી આવી. ક્રિસ્ટીના અને જોયે એકબીજાને આખાં દિવસનાં પોત-પોતાનાં કામની ડિટેલ કહી સંભળાવી હતી. કેટલું કામ થઈ ગયું અને કેટલું કામ બાકી રહ્યું એ ઇન્ફોર્મેશન પણ બંનેએ શેયર કરી હતી.

“હજી કેટલીક દવાઓ છે જે રૉ મટિરિયલ સ્વરૂપે છે...! જેને પ્રોસેસ કરીને આપડાં માટે ઉપયોગી બનાવવી પડશે...!” ક્રિસ્ટીના વારાફરતી જોય અને બ્રુનો સામે જોઇને બોલી.

“અને પછી તું એણે ટેસ્ટ કોની ઉપર કરીશ....!?” ત્યાંજ બારમાં એન્ટર થતાં-થતાં એવલીન ટોન્ટ મારતી હોય એમ બોલી.

“કોઈ ટેસ્ટની જરૂર નઈ પડે...!” ક્રિસ્ટીના શાંતિથી બોલી “એ દવાઓને પછી ડાયરેક્ટ યુઝ કરી શકાશે...!”

“તું આટલી શ્યોર કેવીરીતે છે...!?” એવલીન એવાંજ વેધક સ્વરમાં બોલી અને પછી નોવાં સામે જોઇને બોલી “એક વ્હીસ્કી....! ફૂલ ગ્લાસ ભરજે...!”

જોયે નવાઈપૂર્વક એવલીન સામે જોયું પછી ક્રિસ્ટીના અને બ્રુનો સામે જોયું.

“હું હજારો વખત આ કામ કરી ચુકી છું..!” ક્રિસ્ટીનાએ પોતાની વ્હીસ્કીનો ગ્લાસ પૂરો કરી બાર કાઉન્ટર ઉપર મુક્યો “બીજો ભર....!”

ક્રિસ્ટીનાએ નોવાંને કહ્યું. નોવાં ગ્લાસમાં વ્હીસ્કી ભરવા લાગ્યો.

“ટ્રસ્ટ મી....! કોઈ પ્રોબ્લેમ નઈ થાય..!” બાર કાઉન્ટર જોયના હાથની હથેળી ઉપર હાથ મૂકતાં ક્રિસ્ટીના બોલી “શીત નિદ્રાની પ્રોસેસ પણ હું અનેક વાર કરી ચુકી છું..! સો ડોન્ટ વરી...! મારી માસ્ટરી છે....!”

જોયે ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.

“પણ...આઈ ડોન્ટ લાઈક યુ ક્રિસ્ટીના...!” નોવાંએ એવલીન સામે તેણીનો વ્હીસ્કીનો ગ્લાસ ધર્યો અને ક્રિસ્ટીના સામે જોઇને કહ્યું.

“કેમ...!? અરે યાર હું બધાંની જાન બચાઈ રહી છું...!” ક્રિસ્ટીના સ્મિત કરીને બોલી

“એ તો ઠીક છે...! પણ તમારાં લીધે મારાં કસ્ટમર્સ ઓછાં થઈ જશે....! એનું શું...!?” નોવાં મજાક કરતાં બોલ્યો.

બ્રુનો અને ક્રિસ્ટીના હસી પડ્યાં. જોય પરાણે થોડું હસ્યો. એવલીન જોય સામે ખિન્ન ચેહરે જોઈ રહી. તે હજીપણ એવલીન સામે જોવાનું ટાળી રહ્યો હતો.

“નોવાં...! તું ચિંતા ના કર...!” ક્રિસ્ટીના બોલી પછી ટોન્ટ મારતી હોય એમ સૂચક નજરે એવલીન સામે જોઇને બોલી “તારો એક કસ્ટમર તો અહિયાં પર્મનેન્ટ રહેશેજ....!”

બધાં મૌન થઈ ગયાં. બ્રુનો અને એવલીન હવે જોય સામે જોઈ રહ્યાં. કશું પણ બોલ્યાં વગર જોય પોતાની શાંતિથી પોતાનાં ગ્લાસમાંથી વ્હીસ્કી પી રહ્યો હતો.

“પણ નોવાં...! તને નથી લાગતું...!” ક્રિસ્ટીના તેની મારકણી આંખો ઝીણી કરીને બોલી “કે બધાંની જાન બચાઈ... તો મને ઇનામ પણ મળવું જોઈએ...!?”

પોતાની આઇબ્રો નચાવીને ક્રિસ્ટીનાએ જોય સામે સૂચક સ્મિત કર્યું.

“જરૂર...!” નોવાં શોર્ટમાં બોલ્યો “મારાં તરફથી એક અડધો પેગ....! ઇનામ રૂપે..!”

એટલું કહીને નોવાંએ ક્રિસ્ટીનાના ગ્લાસમાં વ્હીસ્કી ભરી.

“ઊંહું....! મારે તો નશો કરવો છે...!” ક્રિસ્ટીના જોય સામે જોઈ રહીને બોલી.

એવલીન અને બ્રુનો તેણીના નખરાં જોઈ રહ્યાં.

“વોડકા ચાલશે...!?” નોવાંએ વોડકાની બોટલ ક્રિસ્ટીનાને બતાવીને કહ્યું.

“હી...હી...!” ક્રિસ્ટીના હસી પડી અને પછી એવલીન સામે જોયું “તને વાંધો ના હોય તો...! જોય આજે મારી સાથે સેક...!”

“નો વેય્ઝ....!” એવલીન તાડૂકી અને સ્ટૂલ ઉપર બેઠેલાં જોયનો હાથ પકડીને પોતાની છાતીમાં દબાવી દીધો “એ મારો છે...!”

“એ કંઈ પ્રોપર્ટી થોડી છે તારી...!” એવલીનને ચીડાવતી હોય એમ ક્રિસ્ટીના પોતાનું સ્મિત દબાવી રાખીને બોલી.

“એવુંજ સમજ....!” એવલીન ટોન્ટ મારતી હોય એમ કડક સ્વરમાં બોલી.

“તો પછી પ્રોપર્ટી થોડો ટાઈમ માટે ભાડે આપીદે...!” ક્રિસ્ટીનાએ પોતાની આઇબ્રો નચાવી.

“ભાઈ..! જબરા નસીબ તારા તો...!” બ્રુનો મજાક કરતો હોય એમ જોય સામે જોઇને બોલ્યો “એક કેપ્સ્યુલમાં સુતી છે....! ને બે અહિયાં ઝઘડે છે...!”

“ક્રિસ્ટીના....!?” જોય કડક સ્વરમાં ક્રિસ્ટીના સામે જોઇને બોલ્યો.

“રીલેક્ષ....! હું મજાક કરું છું..!” ક્રિસ્ટીનાએ હસીને વાત વાળી.

“એનીવેઝ....! હું જાઉં....!” એટલું બોલીને જોય પોતાનો હાથ એવલીનની પકડમાંથી છોડાવીને ચાલતો થયો.

ચિડાયેલી એવલીન ઘુરકીને ક્રિસ્ટીના સામે જોઈ રહી. થોડીવાર પછી ક્રિસ્ટીનાએ વ્હીસ્કીનો ગ્લાસ ખાલી કર્યો અને બારમાંથી ઉતાવળાં પગલે નીકળી ગઈ.

***


“જોય...જોય....!” કોરીડોરમાં પોતાનાં રૂમ તરફ જઈ રહેલાં જોયને ક્રિસ્ટીનાએ ઉતાવળાં પગલે આવીને ટોક્યો.

“હું મજાક નહોતી કરતી..!” ક્રિસ્ટીના તેની નજીક આવીને બોલી.

“હેં શું...!?” જોયે મૂંઝાઈને પૂછ્યું “શેની વાત કરે છે..!?”

“સેક્સ..!” ક્રિસ્ટીના બેધડક બોલી “બારમાં મેં ભલે કીધું...! પણ હું મઝાક નહોતી કરતી....!”

એટલું કહીને ક્રિસ્ટીના જોયને કિસ કરવા તેની નજીક સરકી અને પોતાનાં હોંઠ જોયના હોંઠની નજીક લઈ ગઈ.

“સોરી ક્રિસ્ટીના....!” જોય તરતજ પોતાનું મોઢું પાછું લઈ ગયો અને એક ડગલું પાછું ખસ્યો “પણ હું એકવાર મારી વાઈફને ચીટ કરી ચુક્યો છું...ફ..!”

“અનેકવાર...!” જોયની ભૂલ સુધારતી હોય એમ ક્રિસ્ટીના બોલી “તું એને અનેકવાર ચીટ કરી ચુક્યો છું...!”

ક્રિસ્ટીનાના કહેવાનો અર્થ જોય સમજતો હતો. જોય અનેકવાર એવલીન સાથે ફીઝીકલ રીલેશન બાંધી ચુક્યો હતો.

એક ઊંડો શ્વાસ ભરી જોયે પરેશાન નજરે આડું જોયું.

“એકવાર વધુ ચીટ કરી લઈશ...! તો કોઈ ફેર નઈ પડે...!” ક્રિસ્ટીના દયામણું મોઢું કરીને બોલી.

જોયે મૌન થઈને આડું જોયે રાખ્યું.

“જોય....!” ક્રિસ્ટીનાની આંખ ભીની થઈ ગઈ અને તેણીએ જોયનો ચેહરો પોતાનાં બંને હાથમાં આવેગપૂર્વક પકડી લીધો “હું તરસી ગઈ છું...!”

“તું બ્રુનોને ટ્રાય કરીલે...!” ક્રિસ્ટીનાના બંને હાથ હટાવતાં જોય ઠંડા સ્વરમાં બોલ્યો અને ચાલવા લાગ્યો.

“એ શેતાન છે જોય...!” ક્રિસ્ટીના રડમસ થઈ ગઈ “પ્લીઝ....! એકવાર...!”

કશું પણ બોલ્યાં વગર જોય ત્યાંથી જતો રહ્યો.

“તું એની પાછળ શું કામ પડી છે...!?” ક્રિસ્ટીના કોરીડોરમાં ઉભી-ઉભી રડી રહી હતી ત્યાંજ પાછળથી એવલીનનો અવાજ આવ્યો.

“એ નાં પાડે છે તો પણ...તું એનો પીછો કેમ નથી છોડતી...!” ક્રિસ્ટીનાની જોડે આવીને એવલીન ટોન્ટમાં બોલી.

“મને એમ હતું કે તું તો મારી તકલીફ સમજી શકાતી હોઈશ....!” ક્રિસ્ટીના પોતાની આંખો લુંછતાં બોલી “તું પણ કેટલી ડેસ્પરેટ હતી...! એની જોડે ફીઝીકલ થવા....! નઈ...!?”

ક્રિસ્ટીનાએ ટોન્ટ માર્યો.

“હું ઘણો સમય એકલી રહી હતી...!” એવલીન શાંતિથી બોલી “ડીપ્રેશન....! એકલતા...! તું હજી હમણાં તો જાગી છે...!”

“પણ મારી ફીઝીકલ નીડ છે તો શું ખોટું છે...!?” ક્રિસ્ટીનાએ સવાલ કર્યો.

એવલીન પાસે કોઈ જવાબ ન હોવાથી તે ચુપ રહી.

“તું એ ફિલિંગ જાણે છે એવલીન...!” થોડીવાર બંને મૌન ઉભાં રહ્યાં પછી ક્રિસ્ટીના બોલી “ફીઝીકલ નીડ પૂરી નાં થાય....તો કેવું ફિલ થાય છે...! હું બસ ખાલી એટલું ઈચ્છતી હતી...! કે મારી એક એ અધુરી ઈચ્છાને લીધે શીત નિદ્રામાં સુવાની પ્રોસેસમાં મારાંથી કોઈ ગરબડ ના થઈ જાય...!”

“આ તું ધમકી આપે છે કે...!?” એવલીને સદેહ કરતાં પૂછ્યું.

“આ ધમકી હોત...! તો હું જોયને આપત...! તને નઈ...!” ઠંડા સ્વરમાં એટલું બોલીને ક્રિસ્ટીના ત્યાંથી ચાલી ગઈ.

“ફીઝીકલ નીડ પૂરી નાં થાય....તો કેવું ફિલ થાય છે...! એ તું જાણે છે...જાણે છે...!” ક્રિસ્ટીનાના એ શબ્દો એવલીનના કાનમાં ગુંજી રહ્યાં હતા.

એવલીન પોતે એ ફીલિંગથી પસાર થઈ હોવાથી મને કમને ક્રિસ્ટીનાની વાતથી એવલીન સહમત હતી.

***


“જોય....! તું અહિયાં શું કરે છે....!?” જોયની પાછળથી આવીને એવલીને પૂછ્યું “હું તારાં રૂમ પર ગઈ હતી....! પણ તું ત્યાં નહોતો...! તો મને લાગ્યું કે...અ...!’”

જોય ક્રાયોજેનિક ચેમ્બરમાં પોતાની પત્ની છાયા અને દીકરી રિધિમાની ક્રાયોજેનિક કેપ્સ્યુલ પાસે ઊભો હતો.

વિચારોમાં ખોવાયેલો જોય કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સૂતેલા છાયાં-રિધિમાના ચેહરાઓ તરફ તાકી રહ્યો હતો.

“જોય....! તું ચિંતા ના કર....!” જોયનો હાથ પકડીને એવલીન સાંત્વના આપતી હોય એમ રિધિમા અને છાયાંના ચેહરા તરફ જોઈને બોલી “હું રોકાઇશ...! ત....તારે રોકવાનની જરૂર નથી...!”

કશું પણ બોલ્યા વગર જોય હજીપણ તેમની તરફ જોઈ રહ્યો.

“હોપ ગ્રહ ઉપર મારુ કોઈ નથી...!” થોડીવાર પછી એવલીન બોલી “હું સ્પેસશીપ ઉપર મરું કે અહિયાં મરું...! એકજ વાત છે....!”

એવલીને એટલું કહીને જોય સામે જોયું. તે મૌન રહ્યો અને એજરીતે છાયાં-રિધિમા સામે જોઈ રહ્યો.

“જોય...! કઈંક તો બોલ...!” એવલીનને હવે ચિંતા થઈ.

એવલીન પોતે સ્પેસશીપ ઉપર રોકાવાં તૈયાર છે એ વાત જાણીને પણ જોયના ચેહરા ઉપરના ભાવો બદલાયા નહોતાં. સ્પષ્ટ હતું, જોય કોઈ બીજી ચિંતામાં ખોવાયેલો હતો.

“હું એમને ફેસ કેવીરીતે કરીશ....!” હળવેથી એવલીનનો હાથ છોડાવીને જોય ત્યાંથી પાછો ફર્યો અને જતાં-જતાં ધિમાં સ્વરમાં બોલ્યો “હું છાયાંને આપડા વિષે કેમનું એક્સપ્લેન કરીશ...!?”

એવલીનને હવે સમજાયું કે જોય શું ચિંતામાં ખોવાયેલો હતો.

“જોય....જોય...!” રડમસ થઈ ગયેલી એવલીન તેની પાછળ દોડી “આપડે મજબૂર હતાં...! પરિસ્થિતી સામે...! પ્લીઝ જોય...! સમજવાનો ટ્રાય કર....!”

“આ વાત કહેવાં તું નઈ હોવ એવલીન....!” જોય ઊભો રહ્યો અને શાંત સ્વરમાં બોલ્યો “તું ત્યાં નઈ હોય....!”

એવલીન દયામણું મોઢું કરીને જોય સામે જોઈ રહી.

“જોય.....!” એવલીને પ્રેમથી જોયનો હાથ પોતાની બંને હથેળીઓમાં પકડ્યો “તારે એ બધું છાયાંને કહેવાની કોઈ જરૂર નથી....!”

“કેમ નઈ....!?” જોયએ પરેશાન સ્વરમાં પૂછ્યું.

“કેમકે જ્યારે તું હોપ ગ્રહ ઉપર પહોંચીશ....ત્યારે લગભગ 88 વર્ષથી વધુ સમય વીતી ગ્યો હશે....!” એવલીનની આંખ ભીની થઈ “કદાચ ...મારી ધૂંધળી યાદોજ હશે તારાં મનમાં....! હું ત....તને યાદ પણ નઈ હોવ....!”

“એવલીન....!” જોયે એવલીનને ગળે વળગાળી દીધી “હું તને કદી નઈ ભૂલું.....! હું...હું તને નથી ભૂલવા માંગતો...!”

“મેં જે કર્યું છે....! એ જાણીને તું મને ભૂલી પણ જવા માંગીશ અને કદાચ...! નફરત પણ કરીશ...!” એવલીન ખિન્ન સ્વરમાં બોલી પછી જોય સામે થોડીવાર જોઈ રહીને બોલી –

“મેં જ તારી કેપ્સ્યુલ ખરાબ કરીને તને જગાડયો હતો...!” એવલીન રડતી આંખે સાચું કહેવાં લાગી “અને બ્રુનો....બ્રુનો પૃથ્વી ઉપર મારો હસબન્ડ હતો...! જેને છોડીને હું ભાગી ગઈ હતી....!”

“આઈ નો એવલીન....!” જોય કોઈપણ જાતના હાવભાવ વિના શાંતિથી બોલ્યો “હું એ બધું જાણું છું...!”

“what…!?” એવલીન ચોંકી ગઈ અને જોય સામે આંખો મોટી કરીને જોઈ રહી “તને કો..!”

“બ્રુનોએ કહ્યું ‘તું...!” જોય વચ્ચે બોલ્યો “અમે મેડિકલ કેપ્સ્યુલની બેટરી બદલાતાં હતાં ત્યારે....!”

“ઓહ...! તો પછી તે મને કઈં પુછ્યું કેમ નઈ...!?”

“સાચું બોલવાનો તારો ચાન્સ હું નહોતો છીનવવાં માંગતો...!” જોય બોલ્યો “અને સાચું કવ તો....! મને કોઈ પ્રોબ્લેમ પણ નથી...! તું એકલી હતી...! જીવવાં માંગતી હતી..! અને બચવા પણ...! તને મારાંમાં એ હોપ દેખાઈ...! એટ્લે તે....!”

જોય અટક્યો અને એવલીન સામે જોઈ રહ્યો. તેણીનાં ચેહરા ઉપર પસ્તાવાંના ભાવો દેખાઈ રહ્યા હતાં.

“ઇટ્સ ઓકે એવલીન...!” જોય સાંત્વના આપતો હોય એમ બોલ્યો “તારી જગ્યાએ કોઈ પણ હોત...! તો એ પણ કદાચ આજ કરત....!”

“થેન્ક યુ જોય...!” એવલીન પરાણે સ્મિત કરીને બોલી “મને માફ કરવાં માટે....! યુ નો..! મને કેટલું રિલેક્સ ફીલ થાય છે...! તને આ વાત નહોતી કીધી ત્યાં સુધી હું...હું...અંદર અંદર ગૂંગળાઈ રહી હતી...!”

“એજ તો એવલીન...! હવે તો તું સમજી ગઈને કે ...કે હું છાયાં સાથે જૂઠું નઈ બોલી શકું....!”

જોય એવલીન સામે ઢીલા ચેહરે જોઈ રહ્યો. એવલીનને પણ જોય ઉપર દયા આવી ગઈ.

“જોય...! 88 વર્ષ પછી હું એવો ભૂતકાળ બની ગઈ હોઈશ....! જેનો વાગોળવાનો પણ કોઈજ અર્થ નઈ હોય....!” એવલીન દર્દભર્યા સ્વરમાં બોલી “ત્યાં મારું કોઈ નથી જોય...! પણ …!”

એવલીને દૂર દેખાતી છાયાં અને રિધિમાની ક્રાયોજેનિક કેપ્સ્યુલો તરફ જોયુ.

“પણ એ લોકોછે...! જેમને તારી જરૂર પડશે ત્યાં...! એ બંને તારાં વગર એકલાં...એ અજાણ્યા ગ્રહ ઉપર....મૂંઝાઇ જશે...! એમનાં માટે...તારે એમનાં માટે જવું જોઈએ...!”

જોય પણ દૂર દેખાતી છાયાં અને રિધિમાની ક્રાયોજેનિક કેપ્સ્યુલો તરફ જોઈ રહ્યો. દૂરથી તેને કેપ્સ્યુલમાં સૂતેલી તેની દીકરી રિધિમાનો ચેહરો દેખાઈ રહ્યો હતો.

“એ વખતે આ સાચું બોલવાનો કોઈ અર્થ નઈ હોય....!” એવલીન ફરી બોલી “એ નવાં ગ્રહ ઉપર બધાંજ નવી શરૂઆત કરવાં જઈ રહ્યાં છે....! બધોજ ભૂતકાળ પાછળ છોડીને...!”

એવલીન અટકી અને જોય સામે જોઈ રહી. તે હજીપણ કેપ્સ્યુલો તરફ જોઈ રહ્યો હતો.

“તું પણ ત્યાં જઈને નવી શરૂઆત કરજે...! એ બેયની જોડે...!” એવલીન બોલી.

જોય આશાભરી નજરે બંનેની કેપ્સ્યુલો તરફ જોઈ રહ્યો અને એવલીનના શબ્દો મનમાં ઉતારી રહ્યો.

***

“તો તે નક્કી કરી લીધુંજ છે...! કે તું જ રોકાઇશ....!” બ્રુનોએ એવલીનને પૂછ્યું “સૌથી છેલ્લે...!”

એવલીન સહિત ક્રિસ્ટીના અને જોય પણ ત્યાં હાજર હતાં. બીજાં દિવસનું કામ પતાવીને બધાં સાંજે બારમાં ભેગાં થયાં હતાં.

“હાં...!” એવલીને સ્મિત કરીને ટૂંકો જવાબ આપ્યો અને જોય સામે મલકાઈને પ્રેમથી જોયું.

વ્હીસ્કી પી રહેલાં જોયે પણ પ્રતીભાવમાં હળવું સ્મિત કર્યું.

“એવલીન...!” સ્ટૂલ ઉપરથી ઉતરીને બ્રુનોએ એવલીનને હળવું આલિંગન આપ્યું અને પાછો સ્ટૂલ ઉપર બેઠો.

એવલીન સહિત જોય અને ક્રિસ્ટીના બ્રુનો સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.

“હું એક માનસિક રોગી હતો...!” બ્રુનો જાણે જવાબ આપતો હોય એમ વ્હીસ્કીનો ઘૂંટ ભરીને બોલવા લાગ્યો “પૃથ્વી ઉપર....! નાનાં મોટાં અનેક ગુનાઓ કાર્ય હતાં...! એવલીન મારો છેલ્લો ગુનો હતી...!”

બ્રુનો ઢીલાં ચેહરે બોલ્યો અને એવલીન સામે જોયું.

“એ મને છોડીને ભાગી...એ પછી હું જાતે રિહેબિલિટેશન સેન્ટરમાં ભરતી થયો હતો...! મારો ઈલાજ સફળ થયો....પણ...મારો ભૂતકાળ જાણતાં લોકોએ મને અપનાવ્યો નઈ...! એમાંય મારાં માનસિક રોગની વાતો બહાર આવતાં...અ...જે નજીકના સગાં હતાં..એ પણ દુર થઇ ગયાં...!”

બ્રુનોએ વધુ એક ઘૂંટ વ્હીસ્કીનો ભર્યો અને બોલ્યો

“હું પણ બાકીનાં બધાંની જેમજ ભૂતકાળ ભૂલીને આગળ વધવા હોપ ગ્રહ જતો હતો..!”

“હવે તું ત્યાં જાય છે...! તો પછી બધું ભૂલીને નવી શરૂઆત કરજે...!” એવલીન સ્મિત કરીને બોલ્યો.

“થેંક યું એવલીન...!” બ્રુનોએ ઢીલાં ચેહરે તેણી સામે જોઇને કહ્યું “મને માફ કરવાં માટે....!”

જવાબમાં એવલીને હળવું સ્મિત કર્યું.

“વેલ...! તો આ એક જામ...! આપડા બધાંની ફ્રેન્ડશીપના નામે..!” નોવા બોલ્યો અને બધાંનાં ગ્લાસમાં વ્હિસ્કી ભરવાં લાગ્યો.

બધાંએ સ્મિત કર્યું અને નોવાએ ભરેલો ગ્લાસ લઈને ચીયર્સ કર્યું.

“અમ્મ...! પણ એક વાત પૂછવી હતી...!” વ્હિસ્કી પીધાં પછી એવલીને પૂછ્યું.

અને જોય અને ક્રિસ્ટીના સામે જોયું.

“તમે લોકોતો શીત નિદ્રામાં સુઈ જશો...! પણ જયારે હું મરી જઈશ...! તો મારી ડેડબોડીનું શું થશે..!?” એવલીને પૂછ્યું અને જોય અને બ્રુનો ઉદાસ ચેહરે એકબીજાં સામે જોઈ રહ્યાં પછી ક્રિસ્ટીના સામે જોયું.

“જયારે તને લાગે કે હવે તારો અંત નજીક છે...!” ક્રિસ્ટીના બોલી “તો તું સ્પેસશીપના છેક પાછળના ભાગે ગ્રાઉંડ ફ્લોર ઉપર આવેલાં ટેમ્પરરી ક્રેમેશન (અંતિમસંસ્કાર) સેન્ટરમાં જતી રેજે..! કોઈપણ વ્યક્તિ સ્પેસશીપ ઉપર મૃત્યુ પામે તો તેની ડેડબોડી સાચવી રાખવાં સ્પેસશીપ ઉપર ટેમ્પરરી ક્રેમેશન (અંતિમસંસ્કાર) સેન્ટર છે....!”

ક્રિસ્ટીના માહિતી આપવાં લાગી.

“ત્યાં AI રોબોટ્સ હશે...! જે તારી ડેડબોડીને ડીપ ફ્રિજમાં મૂકી દેશે...! પછી જયારે અમે લોકો જાગીશું...! તો હોપ ગ્રહ ઉપર તારી ડેડબોડીનો અંતિમસંસ્કાર કરવાં બોડીનો હવાલો લઈ લઈશું...!”

“હું લઈ લઈશ...!” જોય બોલે એ પહેલાંજ બ્રુનો બોલી પડ્યો.

એવલીને ભીની આંખે જોય સામે જોયું. જોયનો ચેહરો પણ ઉતરી ગયો.

“આ પહેલાં ડેડબોડીઝનો અંતિમસંસ્કાર સ્પેસમાંજ કરી નાંખવામાં આવતો..!” ક્રિસ્ટીના બધાંનું માઈન્ડ ડાયવર્ટ કરતી હોય એમ બોલી “પણ પછી હોપ ગ્રહ અને અર્થની પર્યાવરણ સંસ્થાઓએ આનો વિરોધ કર્યો...અવકાશ પ્રદુષણ થતું હતું એટલે...! મૃતદેહો અવકાશમાં રખડતાં રહેતાં એટલે પછી આ વ્યવસ્થા બદલવામાં આવી...! અને હોપ ગ્રહ નજાર જો કોઈનું મૃત્યુ થાય તો...મરનારનો અંતિમસંસ્કાર હોપ ગ્રહ ઉપર કરવાનો ધારો પડ્યો..!

બધાંએ ક્રિસ્ટીનાની વાત સાંભળી.

“હું કેપ્સ્યુલનું ટાઈમર એ રીતે સેટ કરીશ...! કે બાકીનાં બધાં યાત્રીઓ કરતાં આપડે દસેક કલ્લાક વહેલાં જાગી જઈએ...!” ક્રિસ્ટીના બોલી “આથી એવલીનની ડેડબોડીની કસ્ટડી ઝડપથી લઈ શકાય...!”

જોય અને બ્રુનોએ હળવેથી માથું હકારમાં હલાવ્યું.

“એવલીન...! ફક્ત એક રીક્વેસ્ટ છે...!” ક્રિસ્ટીના બોલી “તું જીવતી રહે...ત્યાં સુધી અમારી કેપ્સ્યુલો રોજ તપાસતી રેજે...! કોઈપણ એરર આવે...! કે તરતજ નોવાની મદદથી એને સોલ્વ કરી લેજે...!”

એવલીને સ્મિત કરીને હકારમાં માથું ધુણાવી દીધું. બધાં મોડી રાત સુધી આવનારાં સમયને લઈને કોઈને કોઈ વાતો કરી રહ્યાં.


“જોય...! હું કંઈક માંગી શકું...!?” મોડી રાત્રે બધાં છેવટે પોત-પોતાનાં રૂમમાં જવા ઉભાં થતાં હતાં ત્યાંજ એવલીન ઉદાસ સ્વરમાં બોલી.

ક્રિસ્ટીના અને બ્રુનો પણ ઉભાં રહીને સાંભળી રહ્યાં.

કશું પણ બોલ્યાં વગર જોયે સ્મિત કરીને હકારમાં માથું ધુણાવ્યું.

“શીત નિદ્રામાં સૂતાં પહેલાં...અ...એક મ...મહિનો મારી જોડે સ્પેન્ડ કરીશ...!? પ્લીઝ...!?” એવલીન આજીજીપૂર્વક બોલી અને જોય સામે ભીની આશાભરી નજરે જોઈ રહી.

“શ્યોર એવલીન...!” જોયની પણ આંખ ભીની થઇ ગઈ અને તે એવલીનને જોરથી વળગી પડ્યો.

ક્રિસ્ટીના અને બ્રુનો ઉદાસ ચેહરે બેયને જોઈ રહ્યાં. નોવાંનાં ચેહરા ઉપર કોઈ જાતના હાવભાવ નહોતાં. તે મલકાઈને બધાંને જોઈ રહ્યો હતો.

બધાં છેવટે પોત-પોતાનાં રૂમ તરફ જવા લાગ્યાં. જોય અને એવલીન એકબીજાંનો હાથ પકડીને કોરીડોરમાં એવલીનના રૂમ તરફ જઈ રહ્યાં હતાં. તેમની થોડે પાછળ બ્રુનો અને ક્રિસ્ટીના આવી રહ્યાં હતાં.

“હેય બ્રુનો...!” કોરીડોરમાં સ્વીમીંગ પૂલ તરફ જવાના વળાંક તરફ વળતાં-વળતાં ક્રિસ્ટીનાએ માદક સ્વરમાં કહ્યું અને બ્રુનો સામે જોયું.

“મારી જોડે સ્વીમીંગ કરીશ...!?” કોરીડોરમાં સ્વીમીંગ પૂલ તરફ જતાં-જતાં ક્રિસ્ટીનાએ પોતાની ટી-શર્ટ ઉતારીને કોરીડોરમાંજ ફેંકી દીધી.

બ્રુનો નવાઈપૂર્વક ક્રિસ્ટીના સામે જોઈ રહ્યો. નાજૂક હરણીની જેમ ચાલતી-ચાલતી ક્રિસ્ટીનાએ સહેજ આગળ જઈને પોતાની પાતળી કસાયેલી કમર ઉપર વીંટાળેલું શોર્ટ સ્કર્ટ પણ ઉતારીને ફેંકી દીધું.

પાછું ફરીને ક્રિસ્ટીનાએ વધુ એક માદક સ્મિત કર્યું અને ચાલવા લાગી. તેણીનો ઈશારો સમજી ગયેલો બ્રુનો પણ તેણીની પાછળ-પાછળ જવાં લાગ્યો.

***

ત્યારપછીનો લગભગ એક મહિનો એવલીન અને જોયે સ્પેસશીપ ઉપર સાથે વિતાવ્યો. જોય અને એવલીનનો સાથ આપવાં બ્રુનો અને ક્રિસ્ટીનાએ પણ એક મહિનો પછી શીત નિદ્રામાં સુવાનું નક્કી કર્યું. આ દરમિયાન એવલીન અને જોય શક્ય એટલો સમય સાથેજ વિતાવતાં. મોટાભાગનો સમય તેઓ એકબીજાનો સંગાથ માણ્યા કરતાં.

પોતાની શારીરિક જરૂરિયાત સામે હારીને ક્રિસ્ટીનાએ પણ છેવટે બ્રુનોને અપનાવી લીધો હતો. જોય અને એવલીનની જેમ બંને હવે એકજ રૂમમાં સાથે રહેતાં અને એકબીજાનો સાથ માણતા. બંને કપલ્સ સ્પેસશીપ હાજર મનોરંજનની તમામ સુવિધાઓ એન્જોય કરતાં. ચારેય જણાં સાથે મૂવી જોતાં, સ્વિમિંગ કરતાં, સ્પેસમાં જમ્પ કરતાં, અન્ય રમતો રમતાં, ત્રણેય સમયનું જમવાનું પણ સાથેજ અને બારમાં નોવા સાથે ભેગાં મળીને દારૂ ઢીંચતાં.

આ બધાંમાંથી સમય કાઢીને તેઓ મેડિકલ કેપ્સ્યુલોને શીત નિદ્રામાં સુવા માટે તૈયાર કરવાનું પોત-પોતાનું કામ પણ પતાવી લેતાં. તેઓએ રોજે કરવાનું કામ અને અમુક કલ્લાકો નક્કી કરી લીધાં હતાં. જે મુજબ તેઓ રોજે એટલું કામ કરી લેતાં અને સાંજે બારમાં ભેગાં થઈને બધું રિપોર્ટિંગ કરતાં. શીત નિદ્રામાં સુવાની બધી પ્રોસેસ ક્રિસ્ટીના કરવાની હોય, ક્રિસ્ટીના હવે ટીમ લીડર હતી. બધાંએ જે પણ કામ કર્યું હોય એનું રિપોર્ટિંગ તેઓ ક્રિસ્ટીનાને કરતાં. ક્રિસ્ટીના પણ પોતાનાં કામનો પ્રોગ્રેસ બધાં જોડે શેયર કરતી.

નક્કી થયાં મુજબ ક્રિસ્ટીના જોય અને બ્રુનોને સૌથી પહેલાં શીત નિદ્રા માટે મોડીફાય કરીને તૈયાર કરેલ મેડિકલ કેપ્સ્યુલોમાં સુવાડવાની હતી. અને સ્પેસશીપ ઉપર છેલ્લે રોકાનારી એવલીન ક્રિસ્ટીનાને.

આ એક મહિના દરમિયાન શીત નિદ્રામાં સુવાની આખી પ્રોસેસની ટ્રેનીંગ ક્રિસ્ટીના એવલીનને રોજે આપતી. આખી પ્રોસેસને અલગ-અલગ ભાગમાં વહેંચીને દરેક ભાગને એકથી વધુ વખત એવલીનને શીખવવામાં આવ્યો. ઊંચો IQ ધરાવતી એવલીન જોકે ઝડપથી આખી પ્રોસેસ શીખી ગઈ.

છેવટે એવલીને માંગેલો એક મહિનો પૂરો થયો. અને શીત નિદ્રામાં સૂવાનો દિવસ આવી પહોંચ્યો.

આગલી રાત્રે નોવાં સાથે છેલ્લી વ્હીસ્કી પિવાં બધાં એકત્ર થયાં હતાં.

“આ જામ....! નોવાને નામ...!” બ્રુનોએ વ્હીસ્કીનો ગ્લાસ ઊંચો પકડી સ્મિત કરીને કહ્યું “ભટકી ગયેલાં સ્પેસશીપને એનાં રસ્તે ચઢાવી...બધાંની લાઈફ બચાવવાં માટે...! અને આટલો ટાઈમ સુધી મફતમાં વ્હીસ્કી પીવડાવા માટે...!”

એવલીન, જોય અને ક્રિસ્ટીના હસી પડ્યાં અને પોત-પોતાનો વ્હીસ્કીનો ગ્લાસ બ્રુનોના ગ્લાસ સાથે અથડાવીને “ચીયર્સ...!” બોલ્યાં.

“આપ સૌનો આભાર..!” નોવાએ પોતાની આદત મુજબ હળવેથી પોતાનું માથું નમાવી આભાર વ્યક્ત કર્યો અને પૂછ્યું “તો...બધી તૈયારીઓ થઈ ગઈ છે...!?”

“હમ્મ...” વ્હીસ્કીનો ઘૂંટ ગળેથી ઉતારીને ગ્લાસ કાઉન્ટર ઉપર મૂકતાં ક્રિસ્ટીના બોલી “ઓલ સેટ...! એવલીન...!”

પછી ક્રિસ્ટીનાએ એવલીન સામે જોયું

“તું તૈયાર છે ને...!? તારે મને શીત નિદ્રામાં સુવાડવાની છે...!”

“હાં..!” ખિન્ન નજરે એવલીને ટૂંકો જવાબ આપ્યો.

“તારાં માટે જરૂરી હોય એવી દવાઓનો એક ડબ્બો મેં ભરીને તારાં રૂમમાં મૂકી દીધો છે...!” ક્રિસ્ટીના બોલી “કઈ તકલીફમાં કઈ દવા લેવી...! મેં એમાં લખેલુંજ છે..!”

“થેન્ક યુ....!” એવલીને ફરીવાર એજરીતે જવાબ આપ્યો અને જોય સામે જોયું.

“તો...! હવે અડધો કલ્લાક પછી મેડિકલ રૂમમાં મળીએ છે...!” ક્રિસ્ટીના બોલી અને જોય સહિત બધાંએ હળવેથી માથું હલાવ્યું.

“નોવા...! ચાલ...! બાય..!” ક્રિસ્ટીના સ્મિત કરીને બોલી અને નોવા સાથે હાથ મિલાવ્યો.

નોવાએ પણ પોતાનો હાથ આગળ કરીને ક્રિસ્ટીના સાથે હાથ મિલાવ્યો અને સ્મિત કર્યું.

“મળીએ....! 85 વર્ષ પછી...!” નોવાએ મજાકીયા સ્વરમાં કહ્યું અને બધાં ફરીવાર હસી પડ્યાં.

જોય અને એવલીન પરાણે હસ્યાં. જોયે એવલીન સામે ઢીલા ચેહરે જોયું.

હોપ ગ્રહ જવાની 120 વર્ષ લાંબી યાત્રામાં ત્રીસ વર્ષનું અંતર કપાઈ ગયાં હોપ ગ્રહ પહોંચવામાં નેવું વર્ષ બાકી હતાં ત્યારે એવલીન એકસીડેંન્ટલી જાગી હતી.

એવલીનને જાગે લગભગ પાંચેક વર્ષનો સમય નીકળી ગયો હતો. એવલીનના જાગ્યા પછી લગભગ અઢી-ત્રણ વર્ષે જોય જાગ્યો હતો અને ત્યાર પછી વન-બાય-વન બ્રુનો અને ક્રિસ્ટીના.

“ત્યાર પછી પણ ફ્રીમાં વ્હીસ્કી પીવડાવી પડશે હોં...!” બ્રુનો મજાકીયા સ્વરમાં બોલ્યો.

અને નોવાએ હળવું સ્મિત કર્યું.

“ચલ...મળીએ...!” એવલીનને હળવું આલિંગન આપી બ્રુનો હવે ક્રિસ્ટીના પાસે જવાં જતો રહ્યો.

જોય અને એવલીન બંને એકબીજાં પીડાથી ભરેલી નજરે જોઈ રહ્યાં.

“જોય...! એવલીન...!” નોવા બંને સામે જોઈને બોલ્યો “આઈ થિંક તમારે આ છેલ્લો સમય સાથે સ્પેન્ડ કરી લેવો જોઈએ..!”

જોયે હળવું સ્મિત કરીને નોવા સામે જોયું પછી આગળ વધીને કાઉન્ટરની આ બાજુ રહીને નોવાને હળવું આલિંગન આપ્યું. એવલીન પણ નોવાને વળગી પડી.

“થેન્ક યુ નોવા...! ફોર એવરીથિંગ...!” જોય ગળગળા સ્વરમાં બોલ્યો.

“જોય..! હું તો અહિયાંજ રહેવાનો છું...!” નોવા સ્મિત કરીને બોલ્યો “યાત્રા પૂરી થયાં પછી મને ભંગારવાડે મોકલવાના છે..!”

આ સાંભળીને એવલીન અને જોય બંનેનું મોઢું ઉતરી ગયું.

થોડીવાર પછી બંને ત્યાંથી નીકળીને એવલીનના રૂમમાં ગયાં. થોડીવાર સાથે સમય ગાળ્યા બાદ છેવટે અડધો પોણો કલ્લાક પછી તેઓ મેડિકલ રૂમમાં જવાં નીકળી ગયાં.

***

“વેલ...! તમે બેય તૈયાર છોને...!?” ક્રિસ્ટીના બ્રુનો અને જોય સામે જોઈને બોલી.

“હાં...ડૉક્ટર ક્રિસ્ટીના...!” ક્રિસ્ટીનાએ પહેરેલાં બ્લ્યુ કલરના એપ્રનને જોઈને બ્રુનો મજાક કરતાં બોલ્યો.

ક્રિસ્ટીનાએ હળવું સ્મિત કર્યું અને એવલીન સામે જોયું.

“જોય...!” એવલીને જોય સામે ભીની આંખે જોયું “મારી એક રિકવેસ્ટ છે...!”

બધાંએ એકબીજાંના મોઢા તાકયાં.

“યાત્રા પૂરી થાય...! અને તું જાગે..ત્યારે નોવાને ભંગારવાડે ના જવા દેતો...!” એવલીન બોલી “તું...તું..નોવાને બનાવનાર કંપની પાસેથી એને ખરીદી લેજેને...!”

“શ્યોર એવલીન...!” જોય સ્મિત કરીને બોલ્યો.

“હું મારી બધી યાદો...! તારી સાથે વિતાવેલી એ દરેક ક્ષણોથી લઈને..! હું જીવીશ ત્યાં સુધીની...! બધુંજ હું ...હું એને કઈ દઇશ..!” એવલીનની આંખમાંથી છેવટે આંસુ પડવાં લાગ્યાં “એ બધું નોવા એની મેમરીમાં સ્ટોર કરી રાખશે...!”

“એવલીન..!” નોવાએ એવલીનને આલિંગનમાં જકડી.

“હું...હું..રોજે અહિયાં આઈશ...!” એવલીન રડતાં-રડતાં બોલી “ર...રોજે તારી જોડે વાતો કરીશ...!”

“મારી જોડે પણ કરજે...!” બ્રુનો એવલીનને હસાવવાં મજાક કરીને બોલ્યો “ભલે હું જવાબ આપું કે ના આપું...!”

રડી રહેલી એવલીનથી પરાણે હસાઈ ગયું.

“હવે પ્રોસેસ શરૂ કરીએ...!?” ક્રિસ્ટીનાએ થોડીવાર પછી એવલીન સ્વસ્થ થઈ ત્યારે કહ્યું.

જોયે હકારમાં હળવું માથું ધૂણાવ્યું.

“મેં ટાઈમર સેટ કરી દીધું છે...!” ક્રિસ્ટીના બોલી “બધાં જાગે..! એનાં બે દિવસ પે’લ્લાં આપડે જાગી જઈશું...! અને એવલીનની...અ...!”

એવલીન ફરી ભાવુક થઈ જશે એ બીકે ક્રિસ્ટીનાએ આગળ કહેવાનું ટાળ્યું.

“જાગ્યા પછી આપડને સ્વસ્થ થવામાં બે દિવસ નીકળી જશે..!!” ક્રિસ્ટીના બોલી “પણ આપડને આપડા રૂમ સુધી પહોંચાડવા માટે અહિયાં રોબોટ નહીં મળે..! એટ્લે મેં મેડિકલ કેપ્સ્યુલમાંજ એવી વ્યવસ્થા કરી છે...કે બે દિવસ પહેલાં આપડી કેપ્સ્યુલમાંથી બ્લ્યુ પ્રવાહી નીકળી જશે...અને બાકીની પ્રોસેસ આપમેળે થઈ આપડે ડિસ્ચાર્જ થઈ જઈશું... અને આરામ માટેનાં બે-દિવસ પણ આજ કેપ્સ્યુલમાં વીતી જશે...એ પછી જાગીશું...! ત્યાં સુધી આપડે બેભાન અવસ્થામાં જ રહીશું..!”

બોલ્યાં પછી ક્રિસ્ટીના બધાં સામે જોઈ રહી. થોડીવાર સુધી બધાં મૌન રહ્યાં અને ક્રિસ્ટીના સામે જોઈ રહ્યાં.

“સૌથી પેલ્લાં...! તું અને બ્રુનો...!” ક્રિસ્ટીના છેવટે જોય સામે જોઈને બોલી “આ દવા લઈલો...! અને પછી શાવર લઈને આ ટ્રૉલીમાં મૂકેલાં કપડાં પેરી લેજો..!”

ક્રિસ્ટીનાએ જોડે ઊભી કરેલી પૈડાંવાળી એક ટ્રૉલી તરફ હાથ કરીને કહ્યું.

“ચલ ત્યારે...!” બ્રુનો આગળ આવ્યો અને ક્રિસ્ટીનાના ચેહરાને પકડીને તેણીના હોંઠ ચૂમી લીધાં “મળીએ..! 85 વર્ષ પછી...! હી...હી..!”

એટલું કહીને બ્રુનો ટ્રૉલીમાં મૂકેલો ટોવેલ અને કપડાં લઈને દર્દીઓ માટેનાં શાવર રૂમ તરફ જતો રહ્યો.

“ગૂડબાય એવલીન....!” બ્રુનોના જતાં રહ્યાં પછી જોયે એવલીન સામે ઉદાસ ચેહરે જોઈને કહ્યું.

એવલીને પોતાના પંજા ઉપર ઊંચા થઈને જોયને હળવું ચુંબન કર્યું.

“હવે ફરીથી એજ ઈમોશનલ ડ્રામા શરૂ ના કરશો જોય...!” ટેબલેટમાં કઈંક કામ કરતાં-કરતાં ક્રિસ્ટીના બોલી “મને શીત નિદ્રામાં સુવાડવા માટે એવલીનનું મગજ શાંત હોવું જરૂરી છે...!”

જોયે પરાણે હળવું સ્મિત કર્યું અને એવલીન સામે જોયું.

“ગૂડબાય જોય...! હેપ્પી જર્ની...!” એવલીન પોતાની ભાવનાઓ કાબૂ કરતાં માંડ એટલું બોલી.

જોયે ફરીવાર પરાણે સ્મિત કર્યું અને ટ્રૉલીમાં મૂકેલાં ટોવેલ અને કપડાં લઈને શાવર રૂમ તરફ જતો રહ્યો.

ઉદાસ ચેહરે એવલીન જોયની પીઠ તાકતી રહી. તેણીની આંખ ભીંજાઈ છતાં પણ તે પોતાની ભાવનાઓને કાબૂ કરવાં મથી રહી. શીત નિદ્રામાં સુવાની કેટલાક કલ્લાકોની પ્રોસેસ પછી જોય હવે તેણીનો ભૂતકાળ બની જવાનો હતો. એવો ભૂતકાળ, જે તેણીની નજર સામેજ રહેવાનો હતો. એવો ભૂતકાળ જે એવલીનના વર્તમાનમાં પણ રહેવાનો હતો. પોતાની નજર સામે. અને એવલીન રોજે તેની કેપ્સ્યુલ પાસે આવીને એ ભૂતકાળને જોતી રહેવાની હતી, તેણીનાં જીવનના છેલ્લાં શ્વાસ સુધી.

***


હોપ ગ્રહની યાત્રા વખતે પૃથ્વી પર શીત નિદ્રા માટે જે પ્રક્રિયા કરવામાં આવી હતી, ક્રિસ્ટીનાએ એવલીનની મદદથી એજ પ્રક્રિયા મુજબ જોય અને બ્રુનોને શીત નિદ્રામાં સુવાડયા.

જોય અને બ્રુનોએ શાવર લીધાં પછી ક્રિસ્ટીનાએ બંનેની ઔપચારિક સંપૂર્ણ મેડીકલ તપાસ કરી લીધી. ત્યાર પછી ક્રિસ્ટીનાએ બંનેને વધુ કેટલીક દવાઓ ગળવા આપી તેમજ અન્ય જરૂરી દવાઓ ઈન્જેકશન દ્વારા આપવામાં આવી.

શીત નિદ્રાની પ્રોસેસ વખતે થાય છે તેમ રોમાંચિત થયેલા જોય અને બ્રુનોના ધબકારા શરૂઆતમાં અતિશય વધી ગયાં હતાં.

જોકે જેમ-જેમ દવાઓની અસર શરુ થઇ તેમ-તેમ શરૂઆતમાં તેમના ધબકારા ધીમા અને નિયમિત થયા ત્યારબાદ બેયના શરીરની ક્રિયાઓ જેવીકે શ્વસન ક્રિયા વગેરે ધીમી પાડવા લાગી તેમજ તેમના શરીરનાં અંગો જેવાકે હ્રદય, મગજ વગેરે પણ ધીમે-ધીમે બંધ પડવા લાગ્યા. શરૂઆતમાં ધીમી પડેલી ક્રિયાઓ આખરે નહિવત્ થઇ ગઈ અને બંનેનાં શરીરના બધાં અંગો ધીમે-ધીમે નહિવત્ કહી શકાય તેટલું કાર્ય કરવા લાગ્યા.

આખરે તેમનું શરીર બેભાન અવસ્થામાં તદન નિષ્ક્રિય કહી શકાય તે અવસ્થામાં પહોંચી ગયું. બંનેની આંખો બંધ થઇ ગઈ અને તેમનાં શરીરને શીત નિદ્રા માટે મોડીફાય કરવામાં આવેલી મેડિકલ કેપ્સ્યુલમાં મુકવામાં આવ્યું. બંનેની મેડિકલ કેપ્સ્યુલને સીલ બંધ કરવામાં આવી.

ત્યારબાદ કેપ્સ્યુલનું તાપમાન શૂન્ય નીચે -૧૩૦˚ લઇ જવામાં આવ્યું અને -૧૩૦˚ જેટલાં નીચાં તાપમાને મનુષ્યનું શરીર તેમજ તેના અંદરના અંગો બરફ બની નાં જાય એટલાં માટે કેપ્સ્યુલમાં બ્લુ કલરનું પ્રવાહી ભરવામાં આવ્યું.

જોય અને બ્રુનોનું શરીર હવે ક્રાયોજેનિક સ્લીપ (શીત નિદ્રામાં) હતું. આ આખી પ્રકિયા પૂર્ણ થવામાં લગભગ ૬ કલ્લાક જેટલો સમય લાગ્યો. જોકે દવાઓ પીધા પછી બેભાન થયાં બાદ જોય અને બ્રુનોને કઈંજ ખબર નહોતી પડી. આખી પ્રક્રિયા ક્રિસ્ટીના દ્વારાં એવલીનની મદદથી કરવામાં આવી.

જોય અને બ્રુનોને શીત નિદ્રામાં સુવાડયા પછી ચોવિસ કલ્લાક સુધી ક્રિસ્ટીના સલામતી ખાતર જાગી. જેથી શીત નિદ્રામાં સૂતેલાં જોય કે બ્રુનોને જો કોઈ પ્રોબ્લેમ થાય તો નિવારી શકાય. જોકે ચોવીસ કલ્લાક પછી બધું સલામત રહેતાં છેવટે એજ પ્રક્રિયાને અનુસરીને એવલીને ક્રિસ્ટીનાને પણ જોયની જોડે ક્રિસ્ટીના માટે તૈયાર કરવામાં આવેલી મેડિકલ કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સૂવાડી દીધી. ક્રાયોજેનિક ચેમ્બરની જેમજ મેડિકલ રૂમમાં પણ ત્રણેયની કેપ્સ્યુલો એકજ હરોળમાં રાખવામાં આવી હતી.

બધું કામ પતાવ્યાં પછી એવલીન જોયની કેપ્સ્યુલ પાસે આવી. કાંચનાં દરવાજામાંથી દેખાતાં જોયનાં ચેહરા સામે એવલીન ભીની આંખે જોઈ રહી. જાણે જોયનાં ચેહરાને સ્પર્શ કરતી હોય એમ પોતાની હથેળી વડે એવલીને કાંચનાં દરવાજા ઉપર હાથ મૂક્યો. તેણીની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી.

વધુ થોડીવાર એવલીને કેપ્સ્યુલમાં સૂતેલાં જોયનાં ચેહરા સામે જોયે રાખ્યું પછી ત્યાંથી જવાં લાગી. જતાં એવલીને મેડિકલ રૂમની બધી લાઈટ્સ ઑફ કરી દીધી અને મેડિકલ રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો.

મેડિકલ રૂમનાં દરવાજાની કાંચની બારીમાંથી એવલીને અંદર જોયની કેપ્સ્યુલ સામે જોયું. કેપ્સ્યુલમાં ભરવામાં આવેલું બ્લ્યુ લિક્વિડ અંધારમાં ચમકતું હોવાથી મેડિકલ રૂમમાં સંપૂર્ણ અંધારું હોવાં છતાં એવલીન બહારથી જોયનાં ચેહરાને જોઈ શકતી હતી.

“આજ માટે ગૂડ નાઈટ જોય...!” એવલીન ભીનાં સ્વરમાં બબડી “કાલે મળીએ..!”

છેવટે ભારે હ્રદયે એવલીને ત્યાંથી જવાં પોતાનાં પગ ઉપાડ્યા.

“કાલે મળીએ...કાલે મળીએ...!” એવલીને પોતે બોલેલાં એ શબ્દોનાં પડઘા તેણીનાં કાનમાં પડવા લાગ્યાં. એક નાં સમજાય તેવી ફીલિંગ તેણીનાં મન વાટે હ્રદયમાં ઉતરી રહી હતી. જે કહેતી હતી કે ભલે તેણીએ કેપ્સ્યુલમાં સૂતેલાં જોયને આવતી કાલે મળવાનું કહ્યું પણ હવે તે પાછી આ રૂમ તરફ નહોતી આવવાં માંગતી કે પછી આઈ પણ નઈ શકે.

અંધારા કોરિડોરમાં ચાલતાં-ચાલતાં એવલીન મેડિકલ રૂમથી દૂર જેમ-જેમ જતી રહી તેમ-તેમ તેણીને અંધારા મેડિકલ રૂમમાં મેડિકલ કેપ્સ્યુલમાં સૂતેલાં બ્લ્યુ કલરનાં પ્રવાહીનાં ચમકતાં પ્રકાશમાં તેણીએછેલ્લીવાર જોયેલો જોયનો ચેહરો પણ દૂર જતો અને ધૂંધળો થતો અનુભવ્યો. જાણે જોય પોતાનાંથી કાયમ માટે દૂર જતો હોય એવું તેણીને લાગ્યું.

લગભગ ત્રણેક કિલોમીટર લાંબા સ્પેસશીપનાં એ કોરિડોરમાં સાતસો મીટર જેટલું ચાલ્યાં પછી એવલીનને ચક્કર આવી ગયાં અને તે ઢળી પડી.

***

લગભગ 85 વર્ષ પછી....!

પૃથ્વી પરથી હોપ ગ્રહ જવાની પોતાની અંતિમ યાત્રા કરવાં નીકળેલું Traveller-X સ્પેસશીપ અફાટ કાળાં અંતરિક્ષમાં 120 વર્ષની લાંબી યાત્રા લગભગ પૂરી કરી ચૂક્યું હતું.

હોપગ્રહ સુધીની યાત્રા પૂરી થવાંમાં હવે માત્ર બેજ દિવસ બાકી રહ્યાં હતાં.

“હે ભગવાન...મારુ માથું...!” પોતાની કેપ્સ્યુલમાં બેભાન અવસ્થામાંથી જાગીને જોય પોતાનું માથું દબાવીને બોલ્યો.

ક્રિસ્ટીનાએ સેટ કરેલાં ટાઈમર મુજબ જોય, બ્રુનો અને ક્રિસ્ટીનાની કેપ્સ્યુલોએ બે દિવસ અગાઉ તેમને ડિસ્ચાર્જ કરી દીધાં હતાં. ઘેનની દવાઓની અસર હેઠળ ત્રણેય જણાં કેપ્સ્યુલમાંજ સૂતાં રહ્યાં હતાં. બે દિવસ આરામ કરવાનો તેમનો પેરિયડ પૂરો થઈ જતાં છેવટે ધીરે-ધીરે ત્રણેય ભાનમાં આવવાં લાગ્યાં હતાં.

“આહ...!” ઊભી કેપ્સ્લ્યુલમાંથી માંડ બહાર નીકળતાં-નીકળતાં ક્રિસ્ટીનાએ પોતાનું પેટું દબાવ્યું.

“તું ઠીક છે ભાઈ...!” જોયની જોડેની કેપ્સ્યુલમાંથી બ્રુનો પણ બહાર નીકળીને બોલ્યો “મારુ માથું તો ફાટી જાય એવું દુ:ખે છે..!”

“ઉમ્મ..!” ત્યાંજ ક્રિસ્ટીનાને ઊબકો આવ્યો અને તેણીએ પોતાનું મોઢું દબાવીને ઊબકો રોકવાનો પ્રયત્ન કર્યો.

રૂમમાં અંધારું હોવાથી બ્રુનોએ જેમ-તેમ મેડિકલ રૂમની લાઈટ્સની સ્વીચો શોધીને લાઈટ્સ ચાલુ કરી.

લાઈટ્સ ચાલું થતાં ક્રિસ્ટીનાએ મેડિકલ કેપ્સ્યુલની બાજુમાં મૂકવામાં આવેલી ટ્રૉલીમાંથી દવાની એક નાની બોટલ ઉઠાવીને પાણી વગરજ ગળેથી ઉતારી દેતાં તેણીને રાહત થઈ.

થોડીવાર પછી ત્રણેય થોડી સ્વસ્થતાં અનુભવતા એકબીજાં સામે જોયું. લગભગ 85 વર્ષની લાંબી શીત નિદ્રા પછી આજે તેઓ જાગ્યા હતાં. આટલી લાંબી યાત્રા પછી પણ (તેમનું શરીર શીત નિદ્રામાં હોવાને લીધે) તેમની ઉમ્મરમાં નજીવો વધારો થયો હતો. જોકે હજીપણ તેઓ સહેજ વિકનેસ ફીલ કરી રહ્યાં હતાં.

“આ ગોળીઓ લઈ લો..!” ટ્રૉલીમાંથી અન્ય કેટલીક દવાઓ ક્રિસ્ટીનાએ જોય અને બ્રુનો સામે ધરી.

બન્નએ આનાંકાની કર્યા વિના દવાઓ ગળી લીધી.

ત્યારપછી ફરીવાર ત્રણેય મૌન થઈને એકબીજાંનાં મોઢાં તાકી રહ્યાં.

બ્રુનો અને ક્રિસ્ટીના હવે જોય તરફ સૂચક નજરે જોઈ રહ્યાં.

એવલીન હવે નઈ રહી હોય એ વાત બંને જોયને આંખો વડે કહી રહ્યાં. જોય પોતાનાં મનને એ વાસ્તવિકતા માટે તૈયાર કરી રહ્યો હોય એમ એવલીન વિષે વિચારી રહ્યો હતો.

“85 વર્ષ વીતી ગયાં એવલીન...!” જોયની આંખ ભીની થઇ “પણ તારી યાદો ધૂંધળી નથી થઇ...!”

“જોય..!” બ્રુનોએ સહાનુભૂતિપૂર્વક જોયના ખભે હાથ મુક્યો પછી કહ્યું “આપડે એની ડેડબો...અ...આઈ મીન...આપડે એવલીનને ત્યાંથી હોપ ગ્રહ લઈ જવાની તૈયારી કરી લેવી જોઈએ...!”

પોતાની આંખો લૂંછતા-લૂંછતા જોયે હકારમાં માથું ધૂણાવ્યું અને પોતાનું મન મક્કમ કર્યું.

“ચલ…!” જોય બોલ્યો.

“તમે જાવ...!” ક્રિસ્ટીના બોલી “હું આપડા માટે કેટલીક જરૂરી દવાઓ લઈને આવું છું...! આપડે બારમાં મલશુ...!”

બારનું યાદ આવતાંજ જોય અને બ્રુનોને નોવાં યાદ આવી ગયો.

“હાં...! 85 વર્ષ જૂનાં ભાઈબંધને તો મારે પણ મળવું છે...!” બ્રુનો મલકાઈને બોલ્યો પછી જોય સામે જોઈને માફીસૂચક સ્વરમાં બોલ્યો “આઈ મીન...! બીજું મહત્વનું કામ પતાવીને...!”

બંને છેવટે ત્યાંથી નીકળી ગયાં અને કોરિડોરમાં ચાલતાં-ચાલતાં લિફ્ટ પાસે આવ્યાં.

લિફ્ટનું બટન દબાવીને બંને હવે લિફ્ટના આવવાની રાહ જોઈ રહ્યાં. જોયના મનમાં એવલીનના વિચારોજ ફરી રહ્યાં હતા. બંનેએ સ્પેસશીપ ઉપર વિતાવેલી એ સુંદર ક્ષણો યાદ આવી જતાં જોયની આંખ ફરીવાર સહેજ ભીની થઈ ગઈ.

“ટીન...!” લિફ્ટ ખૂલવાના અવાજ સાથે લિફ્ટનો દરવાજો ખૂલ્યો.

ગ્રાઉંડ ફ્લોર ઉપર સ્પેસશીપના સૌથી છેલ્લાં ખૂણામાં પાછળના ભાગે આવેલાં ટેમ્પરરી ક્રેમેશન (અંતિમસંસ્કાર) સેન્ટરમાં જવાં જોય અને બ્રુનો લિફ્ટમાં એન્ટર થયાં અને ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવ્યું.

“ટિંગ ટોંગ....! થેન્ક યુ વિઝિટ અગેન..!” લિફ્ટ ગ્રાઉંડ ફ્લોર ઉપર આવીને ઊભી રહી અને દરવાજો ખૂલ્યો.

જોય અને બ્રુનો બહાર નીકળ્યાં.

બહાર નીકળતાંજ બંને સ્તબ્ધ નજરે ગ્રાઉંડ ફ્લોરના હૉલનું દ્રશ્ય જોઈ રહ્યાં. લાંબા વિશાળ સ્પેસશીપનો એટલોજ લાંબો અને વિશાળ હૉલ માનવ મહેરામણથી ભરેલો હતો. જાણે કીડિયારું ઉભરાયું હોય એમ અનેક લોકો આમથી તેમ ફરી રહ્યાં હતા. યુવાનો, યુવતીઓ, બાળકો, વૃદ્ધો વગેરેની ભીડ લાગેલી હતી. અવનવા ફેશનેબલ કપડાંઓ પહેરીને તેઓ એકબીજા સાથે જાણે પરિચય કેળવી રહ્યાં હતાં.

85 વર્ષ પહેલાં જ્યારે જોય જાગ્યો હતો ત્યારે ક્રાયોજેનિક ચેમ્બરની મુલાકાત અનેક વખત તેણે એવલીન સાથે લીધી હતી. આ દરમિયાન તેણે અનેક યાત્રીઓને કેપ્સ્યુલમાં સૂતેલા જોયા હતાં. ઘણાં યાત્રીઓના ચેહરા તેણે યાદ પણ રહી ગયાં હતાં. ભીડમાં આવાં કેટલાંય યાત્રીઓને જોય ઓળખી પણ ગયો. બ્રુનોએ પણ તેને યાદ રહી ગયેલાં યાત્રીઓને ઓળખી કાઢ્યાં.

સ્પેસશીપનાં સ્ટાફ મેમ્બરો અલગ યુનિફોર્મમાં આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં. ગ્રાઉંડ ફ્લોર ઉપર મૂકવામાં આવેલાં હેલ્પ ડેસ્ક પાસે કેટલાંક યાત્રીઓ પૂછતાછ કરી રહ્યાં હતાં. ભીડને લીધે આખાય હૉલમાં કોલાહલ મચેલો હતો.

“ઓય માય ગોડ...! જોય...!”ત્યાંજ ભીડમાંથી એક સુંદર સ્ત્રી આવીને જોયને વળગી પડી.

બ્રુનો નવાઈપૂર્વક તેણીને જોઈ રહ્યો. બ્લેક કલરનાં લાંબા પાર્ટી ગાઉનમાં સજ્જ એ યુવતીને બ્રુનોએ અગાઉ પણ ક્રાયોજેનિક ચેમ્બરની કેપ્સ્યુલમાં જોઈ હતી.

“તું ક્યાં હતો...! અમે તને ક્યારનો ગોતતા હતાં..!”
એ છાયા હતી.

જોયની પત્ની.

***


“Sid”

instagram@sid_jignesh19

Rate & Review

Janki Patel

Janki Patel 5 months ago

Ajay B.Vora

Ajay B.Vora 1 year ago

purshotam patel

purshotam patel 2 years ago

Purshotam Patel

Purshotam Patel 2 years ago

Vijay

Vijay 2 years ago