First ઈમ્પ્રેશન books and stories free download online pdf in Gujarati

First ઈમ્પ્રેશન

શરૂઆત સુંદર તો સમાપન શાનદાર

"Well begining is half done." જયારે શ્વાસમાં વિશ્વાસ ભળે ત્યારે આત્મવિશ્વાસનું પ્રાગટ્ય થાય છે. કોઈપણ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. લક્ષ્ય સેવાનું હોય, નેકીનું હોય, પરમાર્થ હોય કે પરોપકાર નું હોય ત્યારે કુદરત, રબ અને ભગવાન તેમાં જરૂર મદદ કરે છે. કોઈપણ કાર્યની શરૂઆતમાં સક્રિયતા, એકાગ્રતા અને નિષ્ઠા રાખવાથી કાર્ય - ઉત્સાહ બેવડાઈ જાય છે. કર્મશીલ માટે કાર્યશીલતા એ ટોનિક ની ગરજ સારે છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો બીજાની સફળતા નો સ્વીકાર કરવો. જો સહજ સ્વીકાર નહી કરો તો તે ઈર્ષા મા પરિણમશે, સાથોસાથ જો સ્વીકાર કરશો તો તે તમારે માટે પ્રેરણા અને પ્રોત્સાહન નું મીઠું ઝરણું બની જશે. અંતર આત્માને જે સારું અને સાચું લાગતું હોય તો તેના ઉપર ભરોસો કરવો. આ ભરોસા ને ભગવાન પણ સાથ આપે છે.
મિત્રો, કાર્ય સંકલ્પ ને શાનદાર સંપન્નતા મા પરિવર્તિત કરવી હોય તો સંબંધોનો સરવાળો કરવો પડે.
(૧) શરત વિનાની લાગણી
(૨) મતલબ વિનાની વાત
(૩) કારણ વિનાની ઉદારતા
(૪) અપેક્ષા વિનાની કાળજી
મિત્રો, જીવનયાત્રા ના સુચારુ વહન મા કોઈને દોષ આપશો નહી. હંમેશા યાદ રાખો.....
સારા માણસો સુખ આપશે..
ખરાબ માણસો અનુભવ આપશે.
દુષ્ટ માણસો બોધપાઠ આપશે....
સર્વોત્તમ માણસો મીઠા સંભારણા આપશે..
આપ કોઈ ધ્યેય માટે, મિશન માટે, લક્ષ્ય માટે અને સંકલ્પ પૂર્તિ માટે કાર્ય કરતા હોય ત્યારે સ્નેહ, સેવા, સમજ અને સમર્પણ ને તમારા સાથીદાર બનાવજો. આને માટે દીપક, દીપ, મીણબત્તી કે કોડિયા નું ઉદાહરણ નજર સમક્ષ રાખજો. આ બધા પ્રકાશ અને ઉજાસ પાથરવાનું કાર્ય કરે છે. પોતે બળે છે અને બીજાથી બળતા નથી. કેવું ઉત્તમ કાર્ય ! !
અજ્ઞાન, અહંકાર અને અંધકાર ને દૂર રાખવાનું...
મિત્રો, જીવનમાં સ્મિત અને શાંતિને હંમેશા હાથવગા રાખવા. સ્મિત ઘણા પ્રશ્નો હલ કરવાનું કાર્ય કરે છે અને શાંતિ અને મૌન બાકી રહેલા પ્રશ્નો ને સરળતાથી સુલઝાઈ દે છે. કાર્ય સંપન્નતા માટે
ખુદ પર ભરોસો રાખો અને તે જ તમારી તાકાત બની જશે. જો તે કાર્ય માટે કેવળ બીજાની ઉપર ભરોસો રાખશો તો કમજોર થઈ જશો.સુંદર અને ચોટદાર વાત થી સમાપન કરીએ.
"Weak people revenge,
Strong people forgive,
Intelligent people ignore"
આપ સૌ પરિવારજનો, ચતુર, કાર્યદક્ષ અને કાર્ય કુશળ કર્મશીલ બનો તેવી પ્રભુ પ્રાર્થના...
બીજી બાજુ જોઈયે તો
પડવું એ પતન નથી, પણ પડ્યા રહેવું એ પતન છે
પુરુષાર્થ અને પરિશ્રમ, ઉત્સાહ અને ઉલ્લાસ, પ્રયાસ અને પ્રયત્ન, મહેનત અને જહેમત તથા વેદના અને સંવેદના માનવ જીવન યાત્રામાં સતત, અવિરત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જીવનને સફળ, સાર્થક અને સમર્થ બનાવવું હોય તો સૂતા હોઈએ તો બેઠા થવું પડશે, બેઠા હોઈએ તો ઊભા થવું પડશે, ઊભા હોઈએ તો ચાલવું પડશે અને ચાલતા હોઈએ તો દોડવું પડશે. ગતિમાન રહેવું એ સક્રિયતાની નિશાની છે. ગતી અને મતી ને એક લાઈનમાં લાવવાથી આપોઆપ પ્રગતિના દ્વાર ખુલશે. જંગલ નો રાજા હોવા છતાં સૂતેલા સિંહના મુખમાં શિકાર આવતો નથી. તેણે પણ જાગવું પડે અને દોડવું પડે તો તેને શિકારની પ્રાપ્તિ થાય. એમ માનવ જીવનમાં પડવાનો ડર રાખ્યા વિના અને નિષ્ફળતાનો ભય રાખ્યા વિના મંઝિલ અને લક્ષ્ય તરફ આગળ વધવાની તૈયારી રાખવી પડે. રસ્તા માં વિઘ્નો, અંતરાયો અને મુશ્કેલી આવે તો તેનો મુકાબલો હિંમત અને ધીરજથી કરવો જ પડે. જો નાસીપાસ, નિરાશ કે હતાશ થયા તો મંઝિલ તો નહી જ મળે અને ઉપરથી નકારાત્મકતા ની ખાઈમાં પડશો અને કદાચ તેમાંથી બહાર પણ નહી આવી શકો.
મિત્રો, વર્તમાન ને પળે પળે માણતા શીખવું જ પડશે. આનંદમાં રહેશો તો સ્વયં પ્રફુલ્લિત રહેશો અને અન્યને ખુશી વહેંચવાની પ્રવુત્તિ કરી શકશો. જયારે બીજાના મુખ ઉપર પ્રસન્નતા લાવવામાં નિમિત્ત બનશો તો તે ઘડી તમારા જીવનની ધન્ય પળ હશે. પતંગિયું......
એક પતંગિયું નજરે આવી ગયું, ઊડી ઊડી ને રંગ વેરતું ગયું,
એની જિંદગી બે દિવસ ની,
છતાં હસતા હસતા ફૂલો સાથે,
પ્રેમની ખુશબો ફેલાવતું ગયું..! ! !
મિત્રો, માનવ જીવન આયુષ્ય નો ફયુઝ ઊડી જાય તે પહેલાં પળે પળ ની વિધુત શક્તિ (ઊર્જા) નો જ્ઞાનના ઉજાસમાં પૂરેપૂરો યુઝ કરી લો.....હેમ વાણી..સુંદર વાત.!!
જીવનમાં ખોઈ દીધા પછી જ વસ્તુની કિંમત આપણને સમજાય છે, પછી તે સમય હોય, વ્યક્તિ હોય, સંબંધ હોય, તક હોય કે આરોગ્ય ની વાત હોય.આ કડવું સત્ય છે તથા વાસ્તવિકતા છે. રાજા બનવું હોય, સરદાર બનવું હોય કે નેતૃત્વ કરવું હોય તો એક થવું પડે, એકત્ર થવું પડે અને એકઠા થવું પડે. રંગોળી કે મેઘ ધનુષ્ય થવું હોય તો એક થવું ફરજીયાત છે. વિખરાયેલા સમાજ કે વિખરાયેલા પરિવારનું કોઈ મહત્વ હોતું નથી.
મિત્રો, પુરુષાર્થ કરવાથી પ્રારબ્ધ ચોક્કસ જાગે છે. જીવનમાં સફળતાની સાથે સત્કાર્ય અને સમાજ સેવા કરવાની પ્રેરણા થાય છે, ફકત આને માટે જરૂર છે...
સ્વભાવને સૌમ્ય બનાવો...
શબ્દોને સુંવાળા બનાવો....
નિયત ને સાફ બનાવો.....
મિત્રો, આળસ અને નિર્બળતા ને જીવનમાં પ્રવેશવા દેશો નહી. આપણે પતન ને બદલે ઉન્નતિ નો માર્ગ પસંદ કરવાનો છે. કરોળિયાની જેમ પડી ને ફરીથી નવા ઉત્સાહ સાથે ઉભુ થવાનું છે. મંઝિલ હાથવેંત મા છે, નિષ્ઠાપૂર્વક ના પ્રયાસ ની જરૂર છે. મને આશા છે કે આપ સૌ કાર્યરત રહી ને લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકશો. શુભેચ્છા.
"સાગર"
આશિષ શાહ
9825219458