CHECKMATE - (Part-2) books and stories free download online pdf in Gujarati

CHECKMATE - (Part-2)

( યુવરાજ પહેલી વખત કંપનીની બીજી સાઈટ પર જઇ રહ્યો હતો.જે શહેરથી ત્રીસ કિલોમીટર દૂર મણિપુર નામના ગામમાં હતી. ત્યાં પહોંચતા જ યુવરાજે જોયું કે એક છોકરી નદીમાં ડૂબી રહી છે અને બચાવવા માટે કહી રહી છે. કાઈ પણ વિચાર્યા વગર તરત યુવરાજ નદીમાં કુદયો અને એ છોકરીને બહાર લઈ આવ્યો. ત્યાંજ એ છોકરી 'કનક' ના કાકી ત્યાં આવી પહોંચ્યા અને બંનેને સાથે જોતા ગુસ્સામાં કનકને થપ્પડ મારે છે. હવે આગળ.....)

"જુઓ આ છોકરી પાણીમાં ડૂબી રહી હતી મેં તેને બચાવી છે એમાં તેનો કે મારો કાંઈ વાંક નથી. "

"ખોટું બોલે છે?મેં મારી સગી આંખે જોયું... તું કનકની સાથે..... રામ... રામ... બોલતા પણ શરમ આવે છે!"

"તમે ખોટું સમજી રહ્યા છો એવું કાંઈજ નથી." યુવરાજે કનકની સામે જોયું. એ જાણે તેના કાકીથી ખૂબજ ડરતી હોય એમ નીચું જોઈ રડતી હતી.

યુવરાજે તેના કાકીને સમજાવાંની કોશિશ કરી પણ એ એક ના બે ન થયા. કાકીએ આખું ગામ ભેગું કર્યું. ગામ નાનું અને પછાત એટલે આવી વાત તો જાણે તેઓના માટે ખૂબજ શરમજનક બાબત કહેવાતી. ગામના ચોકમાં બંનેને લઈ જવાયા. યુવરાજ તો કઈ સમજી જ રહ્યો ન હતો. એતો પેલીવાર આ ગામમાં આવ્યો હતો અને આટલી મોટી પ્રોબ્લેમમાં ફસાઈ ગયો.

સરપંચ અને ગામના લોકો ભેગા થયા. કનકના કાકીએ તો રાયનો પહાડ કર્યો હતો. કોઈ પોતાની જ દીકરીને આ રીતે ગામની વચ્ચે બદનામ કઈ રીતે કરી શકે!
કાકીએ સરપંચને કહ્યું, "જુઓ સરપંચ સાહેબ, હું આ બેશરમ છોકરીને મારા ઘરમાં પગ નહીં મૂકવા દવ! આજે તો મારું નાક કાપી નાખ્યું આ છોળીએ."

"હા.... હા.... આવી છોકરીને તો ગામમાં પણ નો રેવા દેવાય!" ગામના એક વ્યક્તિએ કહ્યું.

આ લોકોની આટલી હલ્કી વિચારધારા જોઈ યુવરાજ ખૂબજ ચીડાઈ ગયો. "વોટ નોંસેંસ! શું બકવાસ કરો છો તમે બધા.... આ છોકરી પાણીમાં ડૂબી રહી હતી. જો સમયસર નો બચાવી હોત તો એ મરી ગઈ હોત."

"મરી ગઈ હોત તો સારું હોત! ગામમાં ઊંચું જોયા જેવું નો રેવા દીધું કાળમુંઈ એ!"

"શાંત થાવ હવે... પૂર આવ્યા પછી પાળ બાંધવાનો શું ફાયદો! પણ નિર્ણય તો લેવો જ પડશે.... એક કામ કરીએ આ છોકરા સાથે કનકના લગ્ન કરાવી દઇએ."
સરપંચની વાત સાંભળી યુવરાજ તો દંગ રહી ગયો.
"વોટ ધ હેલ...! શું બકવાસ છે આ? હું કોઈની સાથે લગ્ન નથી કરવાનો. "
ગુસ્સાથી યુવરાજ બોલ્યો અને ત્યાથી જવા લાગ્યો. ત્યાંજ સામે ગામના બે યુવકો હાથમાં લાકડી લઈને તેના રસ્તે ઉભા રહી ગયા. યુવરાજ સમજી ગયો કે આ લોકો શું કરવા માગે છે. યુવરાજ તેની સામે કતરાયો અને કોઈક ને ફોન કર્યો, "હેલ્લો.... ડેડ, અત્યારે ને અત્યારે તમે અને મોમ અહીં આવો. "

અડધી કલાકમાં યુવરાજના મમ્મી પપ્પા અહીં મણીપુર પહોંચે ત્યાં સુધીમાં યુવરાજ અને ગામલોકો સાથે ખૂબ માથાકૂટ થઈ. કનક તો જાણે કોઈ પથ્થરની જેમ ઊભી હતી.
થોડીજ વારમાં અધીરાજ મલ્હોત્રા અને તેની પત્ની સ્વર્ણા ગામમાં પહોંચ્યા. બી એમ ડબલ્યુ કાર, બ્લેક શૂટથી સજ્જ અધીરાજ... જમીન પર પગ મૂક્યો તો જાણે પહેલી વાર તેના ચમકતાં બ્લેક બૂટને ધૂળનો સ્પર્શ થયો હશે..! આંગળીઓમાં મોટી મોટી વીંટી હાથમાં સોનાનાં કંગન અને ગળામાં ચમકતા મોતીના હારથી સજ્જ તેની પત્ની સ્વર્ણા .... જેવું નામ એવો જ પહેરવેશ!

કોઈપણ વ્યક્તિની આંખો આંજી દે એવી અમીરીનો અંદાજ તેમને જોઈને જ અંકાઈ જતો હતો.
"શું થયું યુવી..? આ ભીડ શેની છે? " અધીરાજએ પૂછ્યું.

"ડેડ.... મેં આ છોકરીને પાણીમાં ડૂબતા બચાવી તો આ લોકો કહે છે કે હવે મારે એ છોકરી સાથે લગ્ન કરવા પડશે!"

"શું લગ્ન..! પણ શા માટે?" સ્વર્ણાએ ખૂબજ આશ્ચર્યથી પૂછ્યું.
યુવરાજે બધીજ વાત ટૂંકમાં જણાવી.
"ચાલ યુવી અમારી સાથે. " અધિરાજે વાતને નજરઅંદાજ કરીને કહ્યું.

"તમે સરખું સાંભળ્યું નહીં શહેરી બાબુ...! આ છોકરાએ કનક સાથે લગ્ન કરવા જ પડશે." સરપંચએ ઊંચા અવાજે કહ્યું.

"આર યુ મેડ..! હું અધિરાજ મલ્હોત્રા, આ ગામડાની ગવાર સાથે મારા યુવીના મેરેજ કરાવીંશ! "

"લગ્ન તો આજે જ કરવા પડશે.... નહીં તો તમારું કારખાનું છે ને એને સળગીને રાખ થતાં વાર નહીં લાગે! " હાથમાં લાકડી લઈને ઊભેલો એ યુવક બોલ્યો.

અધિરાજનો ગુસ્સો સાતમા આસમાને હતો. દાંત ભીંસતા એણે કહ્યું, "તારા બાપની ફેક્ટરી છે એ..?નીકળ અહીંથી તારા જેવા બોવ જોયા.... એક ચપટી વગાળતા જેલના સળિયા ગણવા મંડીશ."

"એ ખોટું નથી કહેતો શહેરી બાબુ! આ અમારું ગામ છે તમારું શહેર નહીં. તમારા છોકરાને લીધે હવે કોઈ આ છોકરી સાથે લગ્ન નહીં કરે.... એટલે હવે આ જ છેલ્લો ઉપાય છે." સરપંચે અધીરાજની સામે આવીને કહ્યું.

"એ હું નક્કી કરીશ કે મારા દીકરાના લગ્ન કોની સાથે થશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી! ચાલ યુવી.... "
અધીરાજ યુવરાજનો હાથ પકડીને ચાલતો થયા ત્યાં તો ગામના જુવાનિયાઓ હાથમાં લાકડી અને ધારદાર હથિયાર લઈને સામે ગોઠવાઈ ગયા. તેમના ચહેરા પર જાણે ખૂન સવાર હોય એમ જીણી આંખો કરી અધીરાજ સામે જોઈ રહ્યા. જાણે તેઓ અધીરાજને મારવાની ધમકી આપી રહ્યા હતા.

"આ શું છે બધું...? તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો એ!" સરપંચની સામે આવી અધિરાજે કહ્યું.

તેની આંખોમાં આંખ પરોવી સરપંચે કહ્યું, "તમારી મરજીથી અહીં આવ્યા હતા પણ તમારી મરજીથી જઈ નહીં શકો....! લગ્ન તો થશે જ અત્યારે જ."

અધીરાજ, સ્વર્ણા અને યુવરાજ માટે આ બધું જબરજસ્તી સમાન હતું. કનક હજી પણ જમીન તરફ મોં જુકાંવી ઉભી હતી. અત્યાર સુધી એ કાંઈજ બોલી ન હતી. તેને આ ગામના રીતિરિવાજોની ખબર હતી.

ઘણા સમયની માથાકૂટ બાદ અંતે અધીરાજએ માનવું જ પડ્યું. તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એ લોકો ગુંડાઓની જેમ બ્લેક મેઇલ કરી રહ્યા હતા. "અત્યારે લગ્ન થઈ જવા દો. પછી તો અમારા કબ્જામાં જ હશે આ છોકરી.... ગમે ત્યારે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશું." અધિરાજે મન હી મન વિચાર્યું.
"યુવી... હવે આપડી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તારે આ છોકરી સાથે લગ્ન કરવા પડશે." અધિરાજે યુવરાજના ખંભે હાથ રાખતા ક્હ્યું.

" શું....?આ તમે કહી રહ્યા છો ડેડ! મોમ... સાંભળ્યું તમે... એમ. એસ. ઇન્ડસ્ટ્રીના માલિક પોતાના દીકરાના લગ્ન આવી રીતે કરાવશે! "

"બીજો કોઈ વિકલ્પ નથી? બની શકે છે કે આ ફક્ત એક ઈત્તેફાક થયો હોય. કારણ કે અમારો દીકરો પહેલી વખત આ ગામમાં આવ્યો છે અને આ છોકરીને ઓડખતો પણ નથી. એણે તો એનો જીવ બચાવ્યો. એના બદલામાં તમે એને સજા આપી રહ્યા છો!" સ્વર્ણાએ સરપંચને કહ્યું. સરપંચ કઈ જવાબ આપે તે પહેલાં જ કનકના કાકી ખૂબજ ગુસ્સામાં તેની સામે આવ્યા,"ઓ હો.... હો... હો... તારા દિકરાએ તો બોવ મહાન કામ કર્યું નહી..! મારી સગી આંખે એને આ છોળી હારે રંગરેલીયા મનાવતા જોયો છે. હું આ છોળીને મારા ઘરમાં પગ નહીં મૂકવા દવ. એણે તો મારું નાક કપાવ્યું. સરપંચ સાહેબ, હું કવ છું જીવતી સળગાવી નાખો આ છોળીને."

"તમે શાંત થાવ. વાંક ખાલી રતનનો નથી. અમે જે નિર્ણય લીધો છે એ બરોબર જ છે. ગામના પંડિતને બોલાવો ને હાલો મંદિરે, આ મુરતિયાને પણ લઈ લ્યો. અત્યારે જ લગ્ન થશે." સરપંચએ કહ્યું.

ના છુટકે યુવરાજને કનક સાથે લગ્ન કરવાજ પડ્યા. અધીરાજની આંખોમાં જ્વાળામુખી સળગતો હતો. બધા ગામ લોકોની સાક્ષીએ કનક અને યુવરાજના લગ્ન થયા. એ હજી પણ ચૂપ ચાપ હતી અને રડી રહી હતી. પંડિતજીએ કહ્યું,"બંને હવે પતિ પત્ની થયા... સુખમય જીવન જીવો એવા આશીર્વાદ."

સરપંચએ અધીરાજની સામે આવી કહ્યું, "હવે કનક તમારા ઘરની વહુ."
અધીરાજ ત્યારે કનકને રસ્તામાં જ ક્યાંક ફેંકી દેવાનો પ્લાન ઘડી રહ્યો હતો. સરપંચ આગળ બોલ્યા, "હવે તમારા સગા સંબંધીને પણ આ વાતની જાણ કરવી જોઈએ ને કે તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે! તમે શહેરના લોકો પેલું કાંઈક પાર્ટી જેવું રાખો છો ને લગ્ન પછી, તો આજે બધાને જણાવી દો કે હવે તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે."
"યુ મીન રીશૅપ્શન...? જુઓ તમારે જે કરવું હતું એ કરી લીધું હવે અમારે જે કરવું હશે એ અમે કરશું. " અધીરાજ દાંત ભીંસતા બોલ્યો.
"અમને ભલી ભાંતી ખબર છે કે તમે શું કરવાના છો. અમારા ગામની દીકરીને એમજ તમારી સાથે એકલી નહીં મૂકીએ અમે.... તમે સમજદાર છો સમજી જ ગયા હશો." સરપંચએ ફરી ધમકીના ભાવ સાથે કહ્યું.

અધીરાજની ગાડીમાં સ્વર્ણા અને યુવરાજની સાથે કનક પણ બેઠી. આખીર એ હવે મલ્હોત્રા ફેમિલીની વહુ હતી. તેમની પાછળ સરપંચએ તેની જૂની મારુતિ ગાડી ચાલતી કરી જેમાં સરપંચ સહિત કનકના કાકા કાકી અને બીજો એક પહેલવાન પણ બેઠા.
કનક અજાણ્યા લોકો સાથે ડરેલી બેઠી હતી. આખા રસ્તામાં કોઈજ કાંઈ ન બોલ્યું. પૂર ઝડપે ગાડી શહેર તરફ ભાગી રહી હતી. અધીરાજના માનસપટલ પર કનકને ગાડીમાંથી ક્યાંક જંગલમાં ફેંકી દેવાના વિચારો ઘૂમતા હતા. પણ એવું ન કરી શકવાની મજબુરીના લીધે ખૂબજ ગુસ્સામાં ગાડી ચલાવતો હતો.

ક્રમશઃ.....✍️✍️✍️✍️