CHECKMATE - 6 books and stories free download online pdf in Gujarati

CHECKMATE - (part-6)

કનક થળકી ગઈ પાછળ જોયું તો વિવેક! તેના હ્રદયમાં ફાર પડ્યો અને એક ઝાટકે તેને પોતાનાથી દૂર કર્યો. "આ શું કરો છો તમે?! " ડર અને ગુસ્સાથી એનો ચહેરો લાલચોળ થઈ ગયો.

"અરે મારી જાન! એજ કરું છું જેની તારે જરૂર છે." બે કદમ આગળ વધતા એ બોલ્યો. એના ચહેરા પર હવસના ભાવ ઊભરી રહ્યા હતા.

"અત્યારે ને અત્યારે જ રૂમની બહાર નીકળી જાવ તમે... નહીં તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય." દરવાજા તરફ આંગળી ચીંધતાં ખૂબજ ગુસ્સામાં કનકએ કહ્યું.

"એમ કેમ હું જાવ મારી જાન... તારી આ રસમલાઈ જેવી ચામડીની સુગંધ તો લેવા દે!!" કહીં તે હવસખોરે ફરી કનકને પકડી લીધી. કનક કોઈ પંખીની જેમ છટપટાવા લાગી.
"છોળો મને... યુવરાજજી.... યુવરાજજી.... " કહેતા એ ચીલ્લાવા લાગી. ત્યાં સુધીમાં વિવેકના હાથ કનકના ઘણા ખરા શરીર પર ફરી ચૂક્યા હતા.
કનક વધુ વખત યુવરાજને બોલાવે એ પહેલાં વિવેકે તેના મોં પર હાથ રાખી દીધો. કનક પોતાના શરીરને બચાવવા માટે વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. તેના આખા શરીર પર થઈ રહેલ વિવેકના હાથનો સ્પર્શ એને વીંછીના ડંખ સમાન લાગી રહ્યો હતો.

બહારથી હોલમાં પ્રવેશ કરતા જ યુવરાજના કાનમાં પોતાના નામની ચિંખ સંભળાઈ. એ તરત પોતાના રૂમ તરફ ભાગ્યો. સીળી ચઢતાની સાથે એના શરીરમાં ડર પ્રવેશી રહ્યો હતો. જેવો એ દરવાજે પહોંચ્યો કે સામેના દ્રશ્યને જોઈને એ સ્તબ્ધ થઈ ગયો. વિવેક બેડ પર કનકની સાથે જબરજસ્તી કરી રહ્યો હતો. અને કનક પોતાની જાતને બચાવવા માટે પ્રયત્ન!
ગુસ્સાથી ભળકેલા યુવરાજએ જોરથી ચિંખ પાડી, "ભાઈ...." તેની આંખમાં જ્વાળામુખી સળગી રહ્યો હતો. વિવેક તેને જોઈ સ્તબ્ધ થઈ ગયો. યુવરાજ પૂરવેગે તેની પાસે આવ્યો અને પકડીને નીચે ફેંક્યો. એ પાછો નીચે પડેલા વિવેક પાસે આવ્યો અને મુટ્ઠી વાળીને તેના મોં પર સતત મારવા લાગ્યો. વિવેકના નાક અને હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. ડરેલી કનક ત્યાંજ બેડની નીચે પોતાના શરીરને સંકોચીને બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુની ધારા સતત વહી રહી હતી.

યુવરાજની રાડ સાંભળીને સ્વર્ણા અને મોના તેના રૂમમાં આવ્યા. યુવરાજને આવી રીતેથી મારતા જોઈ સ્વર્ણા દોડતી તેની પાસે આવી અને તેનો હાથ પકડતા બોલી, "યુવી.. યુવી.. શું કરી રહ્યો છે આ? છોડ એને... યુવી..."
મોના પણ વિવેકને યુવરાજની પકડમાંથી છોડાવવા પ્રયત્ન કરી રહી.
"યુવી... છોડ... " કહેતા સ્વર્ણાએ એને જોરથી દૂર કર્યો.
યુવરાજ ઉભો થયો અને કનકને ગોતવા લાગ્યો. કનક ત્યાં નીચે બેસીને રડી રહી હતી. એ તરત એની પાસે ગયો અને પોતાની બાહોમાં ભરી લીધી. કનકએ પણ યુવરાજને જોરથી પકડી લીધો અને રડવા લાગી. પરિસ્થિતિ જોઈને સ્વર્ણા અને મોનાને અનુમાન આવી ગયું હતું કે ત્યાં શું ઘટના બની હશે. ખૂબજ ખરાબ રીતેથી ઘાયલ વિવેક પોતાના ઘાવ પર હાથ ફેરવવા લાગ્યો.
ઘણીવાર કનક એમજ યુવરાજને બાથ ભરી રડતી રહી. "શું થયું યુવી? શા માટે વિવેકને મારી રહ્યો હતો?!"
"એ તો આ નાલાયકને પૂછો મોમ... કનક સાથે જબરજસ્તી કરી રહ્યો હતો એ. એતો હું સમયસર પહોંચી ગયો નહીં તો..." યુવરાજ ખૂબજ ગુસ્સામાં બોલ્યો. તેની વાત સાંભળી સ્વર્ણા અને મોનાને જાણે ધક્કો લાગ્યો. એ બંને પણ વિવેકને તિરસ્કારની દ્રષ્ટિએ જોવા લાગી.
"વિવેક એ આ ઘરની નાની વહુ છે. કાંઈક તો શરમ રાખવી હતી!! " સ્વર્ણાએ ગુસ્સામાં કહ્યું અને કનકની પાસે આવી. તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, "બેટા, વિવેક તરફથી હું તારી માફી માગું છું. આજ પછી ક્યારેય એ તારી આજુબાજુ પણ નહીં ફરકે."
કનકએ સ્વર્ણાની સામે જોયું. તેની આંખમાં આંસુ હતાં. એ કાંઈજ ન બોલી. મોના વિવેકને લઈને ત્યાથી ચાલી ગઈ. સ્વર્ણા પણ ચાલી ગઈ. કનક હજી પણ ડરેલી હતી. યુવરાજે તેને બેડ પર બેસાડી અને પોતે તેની સામે નીચે બેઠો. કનકના હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, "આજ પછી આવું ક્યારેય નહીં થાય." કનકએ તેની સામે જોયું પણ કઈ ન બોલી.

બીજે દિવસે રાતે વિવેક છત પર મહેફિલ જમાવીને બેઠો હતો. ચહેરા પરના ઘાવનો દુખાવો હજી મટ્યો નહતો. નશામાં ધૂત એ પોતાની સાથે જ વાત કરી રહ્યો હતો. "સાલી... કમિની... સમજે છે શું પોતાની જાતને! એને લીધે યુવીએ મારા પર હાથ ઉપાડયો. છોડિશ નહીં હું એને..."

ગ્લાસને હોઠે લગાડયો તો એ ખાલી હતો. જીણી આંખો કરી ગ્લાસને ઘૂરવા લાગ્યો અને ઉંધો કરી નીચે ગાંડાની જેમ જોવા લાગ્યો. પછી હસ્યો, "હી.. હી.. આમાં તો દારૂ જ નથી! કોઈ બાત નહીં.. નવો પેગ બનાવીશ " કહીને ગ્લાસ ટેબલ પર મૂકી દારૂ નાંખ્યો અને પાણી નાંખવા ગયો તો પાણીની બોટલ ખાલી જોઈ ફરી બડબડ્યો, "તું પણ બેવફા નીકળી!!"
વિવેક ઊભો થયો. તેના પગ લથડિયા મારતા હતા. એ પાણી લેવા માટે નીચે કિચનમાં આવ્યો. ફ્રીઝ સુધી પહોંચ્યો કે તેની પાછળથી કોઈ પસાર થયું હોય એવો આભાસ થયો. એ તરત ફર્યો પણ ત્યાં કોઈજ ન હતું. બંને હાથની આંગળીથી આંખો ખોલી આજુબાજુ જોયું કોઈજ ન હતું.
ફ્રીઝમાંથી પાણીની બોટલ લીધી અને દરવાજો બંધ કર્યો તો તેની બાજુમાં સ્ટાફ પર કોઈક બેઠું હતું. અંધારાને લીધે એ પડછાયો સ્પષ્ટ દેખાતો ન હતો. વિવેકે બંને આંખો ચોળી અને ફરીથી જોયું તો ત્યાં સાચે જ કોઈક બેઠું હતું. એ પડછાયો સ્ટાફથી નીચે ઉતર્યો. વિવેકના શરીરમાં ડરની ચિંગારી ફેલાઈ ગઈ. એ બે ડગલાં પાછળ હટ્યો. નશાને લીધે એ સ્પષ્ટ જોઈ શકતો ન હતો પણ એ પડછાયો કોઇ સત્તર અઢાર વર્ષના બાળકનો હોય એવું તેને લાગ્યું. પડછાયો તેની તરફ આગળ વધ્યો. તેની હાથમાં ધારદાર છરી હતી જેની ચમકતી ધાર વિવેકની આંખો આંજી રહી હતી. ડરને મારે વિવેકના હાથમાંથી પાણીની બોટલ નીચે પડી ગઈ. વિવેકે રાડ પાડી અને ત્યાથી ભાગ્યો. હોલમાં સોફા સાથે અથડાતાં એ નીચે પડી ગયો.
"કોણ છે તું? છોડી દે મને.. છોડી દે..! " વિવેક આંખો બંધ કરી બંને હાથોને આગળ કરતા બોલ્યો.
અધિરાજે હોલની લાઇટસ ચાલુ કરી વિવેકની પાસે આવ્યો. "શું થયું?? કોને કહી રહ્યો છે?"

વિવેકે જોયું તો સામે અધીરાજ હતો. એ ઉભો થયો અને તેની પાછળ છુપાઈ ગયો. "ત્યાં... ત્યાં.. કોઈ છે!"

ઘરના બીજા બધા સભ્યો પણ એની રાડ સાંભળી હોલમાં આવી ગયા. વિવેકની આવી હરકતો જોઈ બધા હેરાન હતા. "તું હોંશમાં નથી લાગી રહ્યો વિવેક!" અધિરાજે ગુસ્સાથી કહ્યું.
"નહીં ડેડ ત્યાં કોઈક હતું. એ પડછાયો છરી લઈને મને મારવા આવતો હતો." વિવેકે ધ્રુજતા અવાજે કહ્યું.
અધીરાજ તરત કિચનમાં ગયો તેની પાછળ સ્વર્ણા પણ ગઈ. બંનેએ દરેક જગ્યાએ તપાસ કરી. અધિરાજે કિચનની બારી અને બેકડોર ચેક કર્યા. પણ એ બધું અંદરથી જ બંધ હતું. સ્વર્ણા આ બાબતએ થોડી વધુ ગંભીર હતી. હોલમાં પણ દરેક જગ્યાએ યુવીએ જોયું પણ કોઈજ ન હતું. અધીરાજ વિવેકને વધુ કઈ પૂછે એ પહેલાં જ તે નશાને લીધે સૂઈ ગયો. યુવી અને મોનાએ તેને ઉપર રૂમમાં સૂવડાવ્યો.
સ્વર્ણાએ કનકને પૂછ્યું, "તે પણ આવીજ રીતે ત્યાં કોઈકને જોયું હતું ને?!શું એ કોઈ નાના બાળકનો પડછાયો હતો?"

"ખબર નહીં... મેં ખાલી ત્યાં સ્ટાફ પર કોઈકને બેઠેલું જોયું હતું. અંધારામાં સરખું દેખાતું નહતું એટલે હું ડરી ગઈ અને ત્યાથી ભાગી." કનકએ કહ્યું.

બધાના મનમાં આ વાત હવે સત્ય અને અસત્યની વચ્ચે તોલાઈ રહી હતી. બીજે દિવસે કનક હોલમાં બેઠી હતી. ઘરના પુરુષો ઓફિસે ગયા હતા. મોના તેના રૂમમાં અને સ્વર્ણા બહાર ગાર્ડનમાં માળીને વૃક્ષો અને ફૂલ છોળની વ્યવસ્થિત કટિંગ કરાવી રહી હતી.
અચાનક કનકને ત્રીજા ફ્લોર પરથી કાંઈક અવાજ સંભળાયો. તેના ખ્યાલ મુજબ તો ત્યાં કોઈ રહેતું નહતું. ત્યાં બે રૂમ હતા પણ ક્યારેય તેમાં કોઈને જતા જોયા નહતા. કનકને અચરજ થઈ. એ ઊભી થઈ અને સીળી ચઢવા લાગી. જાણે ત્યાં કોઈ રહસ્ય તેને બોલાવી રહ્યું હોય!! કનક ત્રીજા ફ્લોરે પહોંચી. તેનું ધ્યાન એ દરવાજા પર જ હતું. થોડા ડરના અનુભવ સાથે એ આગળ વધી.
એ જે દરવાજા સામે ઉભી હતી ત્યાં તો તાળું માર્યું હતું. તેણીએ એ તાળાને સ્પર્શ કર્યો ત્યાં ફરી કોઈ વિચિત્ર આવાજ! એવું લાગ્યું કે એ બંધ રૂમમાં કોઈ હતું! કનક ડરી ગઈ. ત્યાંજ નીચેથી અવાજ આવ્યો, "કનક ત્યાં શું કરે છે?!" કનકએ નીચે જોયું તો સ્વર્ણા તેને પૂછી રહી હતી.

"શાયદ અહીં કોઈક છે. અહીં કોઈ વિચિત્ર અવાજ સંભળાયો." કનકએ સ્વર્ણાને કહ્યું.

"ત્યાં પાછળની દીવાલે સમારકામ ચાલી રહ્યું છે. એનોજ અવાજ સંભળાયો હશે. નીચે આવી જા."
સ્વર્ણાએ કહ્યું. વિચિત્ર હાવભાવથી એ કનકને તાકી રહી. જ્યાં સુધી કનક નીચે ન આવી ત્યાં સુધી એની નજર ફક્ત કનક પર જ ચોંટેલી હતી. સ્વર્ણાના ચહેરાના હાવભાવ કનકને થોડા અજીબ લાગ્યા. આ ઘરમાં કોઈક રહસ્યો છુપાયેલા હોય એવું તેને લાગ્યું. મન હી મન એ રહસ્યો પરથી પડદો ઉઠાવવા એણે નક્કી કર્યું.
કનક સાથેના વિવેકના વ્યવહારની ઘટના બાદ એ વિવેકથી ચેતીને જ રહેતી. જોકે યુવરાજે તેને વિશ્વાસ અપાવ્યો હતો કે આજ પછી આવું ક્યારેય નહીં થાય એને લીધે એ નિશ્ચિંત હતી.

વિવેક રોજની જેમ પાછો છત પર મહેફિલ માણી રહ્યો હતો. હ્રદયમાં ઉઠેલી ગુસ્સાની જ્વાળાને શાંત કરવા એક પછી એક પેગ ગટગટાવી રહ્યો હતો. હજી પણ મગજમાં કનક, તેના શરીરને મન ભરીને માણવાની કામના અને યુવરાજના હાથનો માર તેની છાતીમાં આગ ભરી રહ્યા હતા.
"હું છોડિશ નહીં તને કનક! એક દિવસ તો તું મારી બાહોંમાં હોઈશ જ....અને ત્યારે મારા સિવાય બીજું કોઈજ નહીં હોઈ. તારું મારાથી બચવું અને છટપટાવું મારા હ્રદયને ઠંડક આપશે. કોઈ એવી ચાલ ચાલીશ કે તું એમાં ફસાઈ જઈશ. પછી બસ હું અને તું! તારા એક એક અંગ પરથી કપડા ઉતરશે! પણ તું ત્યારે કાંઈજ નહીં કરી શકે."

નશામાં એ એકલો એકલો બોલી રહ્યો હતો ત્યાંજ પવનની એક લહેરખી આવી અને ટેબલ પર મૂકેલી અડધાથી પણ ઓછી દારૂની બોટલ નીચે પડી અને ફુટી ગઈ. તેણે નીચે જોયું તો બોટલમાં રહેલો થોડો દારૂ પણ ઢોળાઈ ગયો હતો.
કાચના ટુકડામાં તેને ફરી એજ પડછાયો દેખાયો. પાછળ જોયું તો એજ છોકરો હતો જે એને કિચનમાં દેખાયો હતો. તેણે પોતાના ચહેરા પર મુખોટું પહેર્યું હતું અને હાથમાં એક ધારદાર છરી!
વિવેક ત્યારે પણ સરખો ભાનમાં નહતો. નશાને લીધે એ છોકરાને સ્પષ્ટ જોવો એના માટે અશક્ય હતું. ડરને મારે એ ઊભો થયો.
"કોણ છે તું? શા માટે અહીં આવ્યો છે?" ધ્રુજતા અવાજે વિવેક બોલ્યો. સામેથી કાંઈ જવાબ ન આવ્યો. એ વ્યક્તિ હાથમાં છરી લઈ આગળ વધ્યો. લથડિયા મારતો વિવેક પાછળ હટવા લાગ્યો. એ અગાશીની દિવાલથી ખૂબજ નજીક આવી ગયો છે એ વાતની એને જાણ ન હતી. "તને ખબર નથી કે તું કોને ડરાવી રહ્યો છે. તું બચી નહીં શકે....શા માટે મને મારવા માંગે છે?! છોડી દે મને... છોડી દે..... "
કહેતા એ વધુ પાછળ હટ્યો. પોતાના શરીરનું બેલેન્સ બગડતા એ સીધો ચોથા માળેથી નીચે પડ્યો. વિવેકની રાડ સંભળાતા બધા જ દોડીને હોલમાં આવ્યા. બધાજ ખૂબ હેરાનીથી એક બીજાને જોઈ રહ્યા."શું થયું?! આ શેનો અવાજ હતો?" અધીરાજ બોલ્યો. એટલામાં બહારથી વોચમેન આવ્યો. "સાહેબ...!" તેના ચહેરા પર ખૂબજ ડર ભાસી રહ્યો હતો. એને જોઈને બધા અચંબામાં પડી ગયા. જાણે ન ઘટવાની ઘટના બન્યાનો ભાસ થયો.
"શું થયું?? આટલો બધો હાંફી કેમ રહ્યો છે? "

"સાહેબ ત્યાં વિવેકભાઈ.... નીચે પડ્યા છે. "
વોચમૅને માંડ કરીને વાક્ય પૂરું કર્યું. એ સાથે જ બધા દોડીને બહાર ગયા.
સામેના દ્રશ્યને જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો ફાટીને ફાટી જ રહી ગઈ.

ક્રમશઃ...✍️✍️✍️