સફર-એક અનોખા પ્રેમની... - 20 in Gujarati Novel Episodes by Dimple suba books and stories Free | સફર-એક અનોખા પ્રેમની... - 20

સફર-એક અનોખા પ્રેમની... - 20

                                 
(આપણે આગળના ભાગમાં જોયું કે નીયાને બેસ્ટ બિઝનેસનો એવોર્ડ વિરાજના હાથે મળે છે.વિરાજ તો ખુશ હોઈ છે પણ નીયા કે નીયાના ઘરનાં લોકોમાંથી કોઈ ખુશ નહતું.નીયાના પરિવારને બેસ્ટ બિઝનેસ-ફેમેલી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.બીજા હોલમાં ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બધું સાદું-સિમ્પલ અને રજવાડી ભોજન હતું.જેથી બધા ખૂબ ખુશ હતા.નીયા વોશરૂમમાંથી હોલ તરફ જતી હતી કે કોઈએ તેને ખૂણામાં ખેંચી લીધી.નીયા જુવે છૅ કે તે વિરાજ છે.હવે આગળ..)

નીયા ત્યાંથી નીકળી જતી હતી કે વિરાજે તેનો હાથ પકડી અને તેને રોકી.નીયાએ તેની સામે જોયું તો વિરાજે તેનો હાથ છોડી દીધો અને બોલ્યો,"નીયા પ્લીઝ બે મિનિટ માટે મારી વાત સાંભળી લે."

"ઓક્કે,પણ જલ્દી બોલ."આટલું બોલી તેણે પોતે પહેરેલી ઘડિયાળમાં સમય જોયો અને ફરી બોલી,"મારી પાસે સમય નથી."
આ વાક્ય વિરાજના હ્ર્દયને આર-પાર વીંધી ગયું પણ કોઈ પણ પ્રકારના પ્રતિભાવ આપ્યા વગર તેણે પોતાની વાત ચાલુ કરી. તે નીયાની સામે ઘૂંટણભર બેસી અને બોલ્યો, "નીયા,આઈ એમ રિયલી સોરી.મને મારી ભુલનો અહેસાસ થઈ ગયો છે. પ્લીઝ મને માફ કરી દે."

"મી.વિરાજ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ આપણી પહેલી મુલાકાત છે.રાઈટ?? તો તમે માફી શા માટે માંગો છો?" નીયાએ વિરાજને વચ્ચેથીજ અટકાવતા સાવ સ્વભાવિક્તાથી કહ્યું.

"નીયા,આવુ શા માટે બોલે છે?મારે તારી સાથે જે બદલો લેવો હતો તે મારી ભૂલ હતી  પણ હવે તો તારા આ વિરાજને માફ કરી દે."વિરાજ હજુ ઘૂંટણભર બેઠો હતો અને બોલતો હતો.

"એ વિરાજ મને ખુશ રાખતો,મારા પરિવારને ખુશ રાખતો.મારો અને અનુનો બેસ્ટ બડી હતો પણ જ્યારે અમને એ જાણવા મળ્યું કે જે સાચો વિરાજ છે તે તો સાવ સ્વાર્થી છે.પૈસાને જ મહત્વ આપનાર છે.તેણે બસ અમારા વિશ્વાસ નો ફાયદો ઉઠાવ્યો અને પોતાના પર સારા વિરાજનો મુખોટો પહેરી અને અમારી સમક્ષ આવતો.પણ એ મુખોટાં વાળો વિરાજ અમને વધુ પસંદ હતો.આ નહિ.." નીયાએ જાણે આટલા સમયથી દબાવેલી પોતાની દિલની વાત આજે કહેવાનુ શરૂ કર્યું.

"નીયા"આટલું બોલી તે ઉભો થયો અને બોલ્યો,"એ જ હું કહું છુ કે મેં ભૂતકાળમાં જે ભૂલ કરી તેનો મને અફસોસ છે પણ આજે વર્તમાનમાં તું તારો ભૂતકાળ ભૂલી અને મને પોતાના પ્રેમને સાબિત કરવા માટે એક મોકો તો આપ."

"હમ્મ..એક મોકો?સાબિતી?એ પણ પ્રેમની??વિરાજ પ્રેમ સાચો હોઈ તેનો અહેસાસ થાય છે.તેની સાબિતી ના હોઈ.અને નસીબ તમને સમય પસાર થઈ જતા કોઈ બીજો મોકો નથી આપતી.અને તું ભૂતકાળને ભૂલી જવાની વાત કરે છે?તે અમારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેની અસર અમારા પર શુ થઈ એની તને ખબર છે?જ્યારે બધાને તારી હકીકત ખબર પડી ત્યારે કોઈને આ વાત પર વિશ્વાસ નહતો બેસતો કારણકે એમને તારા પર વિશ્વાસ હતો. બધાની આંખો રડીને સુજી ગઈ હતી.બે દિવસથી ન જમવાને કારણે મને અશક્તિ થઈ ગઈ હતી આથી હું તારા જવાના દિવસે તારી સાથે ફોન પર વાત કર્યાને બે મિનિટમાં ઓફિસની જમીન પર ઢળી પડી,મને ચક્કર આવી ગયા અને હું બેહોશ થઈ ગઇ."નીયાએ આજે પોતાની આખી વેદના  વિરાજને કહી દીધી.

વિરાજને કાઈ ન સૂઝતા તે બોલ્યો,"બસ..નીયા."

"કેમ?મેં આટલુંક અમથું બોલ્યું કે તને હર્ટ થયું?તો તારી બધી હકીકત જાણી અમને કેવું થયું હશે?અમારા દિલ પર શી વીતી હશે?તેનો અંદાજો તું લગાડી શકે છૅ?તને ખબર છે હું તને મારા ઘરથી જતી સમયે છેલ્લીવાર મળવા કેમ  ન આવી?કારણકે કદાચ,હું ઈમોશનલ થઈ જાત અને તને બધું સાચું જણાવી દેત તો તારો ઘરે જવાનો ઉત્સાહ ભાંગી પડેત.તું તારા પપ્પા સાથે સારી રીતે મળી ના શકેત અને હા,તું તારા બિઝનેસ પર ફોક્સ ના કરી શકેત.અને મી.વિરાજ તું એક વાત મગજમાં બેસાડી જ દે કે,પહેલા જ્યારે હું તને પ્રેમ કરતી હતી ત્યારે બદલામાં તે મને નફરત જ આપી પણ હજુ તે મારો પ્રેમ જ જોયો હતો, હવે તું મારી સાચી નફરત જોઇશ.નાઉ,વોર ઇસ બીગેન મી.વિરાજ."

વિરાજ પાસે હવે કોઈ શબ્દો નહતા.તેની પાસે બધા શબ્દો ખૂટી ગયા હતા.નીયા ત્યાંથી જતી હતી તો તેણે નિયાનો હાથ પકડી અને પોતાની તરફ ખેચી.નીયાએ પોતાનો હાથ છોડાવી અને   વિરાજની તરફ ફરી તેને જોરથી એક ઝાપટ મારી દીધી અને i hate you આટલું કહી તે આંખોમાંથી વહેતા આંસુ સાથે ત્યાંથી નીકળી ગઇ.

વિરાજ પોતાના ગાલ પર પડેલ ચાર આંગળીઓના લાલ નિશાનને પસવારતો હતો.તેની આંખોમાંથી નીકળતા ખારા આંસુ તે લાલ નિશાનીઓમાં બળતરા ઉતપન્ન કરતું હતું.તે આંસુ ભરેલી આંખોએ રડતી-રડતી જતી નીયાને જોઈ રહ્યો.

નીયા વોશરૂમમાં મો ધોઈ અને હોલમાં ગઈ.ત્યાં તેણે જોયું તો બધીજ ખુરશીઓ અને પેલું મોટું સ્ટેજ હટાવી દેવામાં આવ્યું હતું.ત્યાં હોલની વચ્ચોવચ એક સ્ટેજ હતું જેમાં બધાં સંગીતના સાધનો પડેલા હતાં.અને બધાં મ્યુઝીસ્યન બેઠા હતાં.આજુ-બાજું 5 મોટી બેઠક હતી.અને આજુ-બાજું લોકો ઉભા-ઉભા વાતો કરી રહ્યાં હતાં.ત્યાંજ મો ધોઈ અને વિરાજ પણ ત્યાં પ્રવેશે છે. અનન્યા અને અવિનાશ સ્ટેજ પર આવે છે.

અનન્યા:હેલ્લો, તો બધાં જમીને આવી ગયા??

બધાં એક સાથે:હા.

અવિનાશ:ઓક્કે,તો હવે આપણે ગેમ રમવાની છે.આ ગેમ અંતાક્ષરીની છે. જેમાં મેઈન બે રૂલ્સ છે.
1. દરેક ટીમને પોતાને મળેલા અક્ષર પર ગીત શોધવા માટે બે મિનીટનો સમય આપવામા આવશે અને બે મિનીટ થયાં પછી પણ જો તેમને ગીત નહીં મળે તો બધાં દ્રારા 10 સેકન્ડનું કાઉન્ટ-ડાઉન કરવામાં આવશે,ત્યારે પણ જો તેને ગીત નહીં મળે તો તે ટીમ હારી જશે.
2.જે ટીમ ગાશે તેની વિરૂદ્ધની ચાર ટીમમાંથી કોઈકે ડાન્સ કરવા આવવું ફરજીયાત છે.
અને હા, છેલ્લે ગેમ પુરી થયાં બાદ કોઈને પોતાનુ ફેવરિટ સોંગ ગાવું હોઇ તો ગાઈ શકે છે.

અનન્યા:બસ..બસ..અવિનાશ કેટલું લોન્ગ સમજાવે છે તું.હુ તો શોર્ટમાં જ સમજાવી દઉ.

અવિનાશ:ઓક્કે,તો તું સમજાવ.

અનન્યા:તો ઓડિયન્સ
આપણે ખાધેલ ખાવાનું પચાવવાનું છે,
આ ગેમમાં ગાવાનું છે.
(બધાં હસવા માંડ્યા)

અવિનાશ:વાહ..આ શુ હતુ?આમાં લોકોને શુ સમજાણું?

અનન્યા:અરે, બધાને સમજાઈ ગયું. વન મિનીટ.તો તમને બધાને મારી પોયેમ પરથી સમજાઈ ગયુ ને કે આ ગેમમાં શુ છે?

બધાં એક સાથે:ગાવાનું.

અનન્યા:જો,સમજાઈ ગયુ ને?

અવિનાશ:ઓક્કે..ઓક્કે સો આપણી ગેમમાં  ટોટલ પાંચ ટીમ હશે.(ત્યાં સ્ટેન્ડ પર પડેલ બાઉલને દેખાડતા.)આમાં દરેક ગ્રુપના નામની ચિટ છે. જેને જે ગ્રુપ નીકળે તેને તેમાં જવાનું.ઓક્કે?

બધાં:ઓક્કે.

અનન્યા:તો વારા-ફરતી બધાં અહિ આવી અને ચિટ ઉપાડો.

બધાએ વારાફરતી ચિટ ઉપાડી અને પાંચ ટિમ બની ગઇ.

1 ટિમ-રોકસ્ટાર ગ્રુપ જેમાં નીયા,ડો.રાહુલ અને ત્યાં ઉપસ્થિત અન્ય સભ્યો હતાં.
2 ટિમ-સુપરસ્ટાર સિંગર જેમાં પ્રિયા-મેહુલ અને બીજા ઘણાં  મેમ્બરસ હતાં.
3 ટિમ-સૂરો કે મહારથી જેમાં અનન્યા અને અવિનાશ તેમજ અન્ય સભ્યો.
4 ટિમ-સીંગિંગ સ્ટાર-જેમાં રિતેશભાઈ અને રીમાબહેન તેમજ બીજી ઓડિયન્સ હતાં.
5 ટિમ-સીંગિંગ દીવાને-જેમાં વિરાજ અને અજયભાઈ તેમજ બીજા લોકો હતાં.

અવિનાશ:ઓક્કે, ટીમ બની ગઇ છે.સો,લેટ્સ સ્ટાર્ટ ધી ગેમ.

(તાળીઓના ગળગળાટથી ગેમની શરૂઆત થાય છે.)

બધાં વારાફરતી પોતાને મળતાં અક્ષર પરથી સોંગ શોધી અને ગાય છે.હજું કોઈ લુઝર મળતું નથી. હવે ટિમ સીંગિંગ દીવાનેને "લ"પરથી ગાવાનું આવે છે. બે મિનીટ પસાર થઈ જવા છતા, તેઓને ગીત ન મળતાં,બધાં તેઓ માટે 10 સેકન્ડનું કાઉન્ટ-ડાઉન કરે છે પણ હજું સોંગ ન મળતાં તેઓ હારી જાય છે.અંતાક્ષરીની ગેમ પુરી થાય છે.

અનન્યા:તો હવે કોઈને સોંગ ગાવાની ઇચ્છા હોઇ તો ગાઈ શકે છે.

નીયા(પોતાની જગ્યા પરથી ઊભી થઈ):મને એક સોંગ ગાવાની ઇચ્છા છે. એ મારુ ફેવરિટ સોંગ છે, ઇફ યું ડોન્ટ માઈન્ડ?

બધાં:ઓક્કે.

નીયા વચ્ચોવચ ઊભી રહી અને ગાવાનું શરૂ કરે છે..
"આંખોમે આસું લે કે હોઠો સે મુસ્કુરાએ,
હમ જેસે જી રહે હે કોઈ જીકે તો બતાએ..
જો તુંટ કે નાં તુંટે કોઈ એસા દિલ દિખાએ,
હમ જેસે જી રહે હે કોઈ જીકે તો બતાએ..
મેને તો કી મહોબ્બત,તું ને કી બેવફાઈ..
તકદીર યે હમારી કિસ મોડ પે લે આઇ.."
નીયાએ પોતાનુ સોંગ પુરૂ કર્યું પછી તેણે વિરાજની સામું જોયું તો નીયાની આંખો લાલ થઈ ગઇ હતી અને તેની આંખો આસુંઓથી ભરેલી હતી આ જોઇ અને વિરાજ ખુદ ડરી ગયો. તે સ્તબ્ધ થઈ ગયો. બધાએ નીયાને તાળીઓનાં ગળગળાટથી વધાવી લીધી.

પછી વિરાજે પોતાની ગાવાની ઇચ્છા વ્યકત કરી જેમાં બધાએ હા પાડી.અને વિરાજે ગાવાનું શરૂ કર્યું....
"કરતા નહિ ક્યુ તું મુજ પે યકી
ક્યુ મેરે દિલ કી તું સુનતા નહિ
હમ્મ..તેરે બગેર કિતના તનહા સા હું
આલમ યે દિલ કા તું સમઝે કભી
હે પતા યે તુઝે
ના જી સકુગા બિન તેરે
ફિર ભી ક્યુ મુઝસે જુદા
તું...તું હી હે
તું હી તો હે મેરા જૂનુન..."

વિરાજે પોતાનુ ગાવાનું પુરૂ કરી અને તેણે પણ નીયા સામું અફસોસનાં ભાવ સાથે પાણી આવેલ આંખોથી જોયું, નીયા બધુ સમજી તો ગઇ પણ તેણે બીજી બાજું નજર ફેરવી લીધી.બધાએ તાળી પાડી તેનાં પણ વખાણ કર્યા.

આમ,બન્નેએ એક-બીજા સામું જોઇને અને  ગીત દ્રારા એક-બીજાના દિલની વાત કહી સંભળાવી.પછી બધાં ધીમે-ધીમે ત્યાંથી નીકળવા માંડ્યા,વિરાજ પણ ત્યાંથી નીકળી ગયો, નીયા અને તેનો પરિવાર પણ ત્યાંથી નીકળી ગયા. અજયભાઇને કામ હોવાથી તે થોડીકવાર ત્યાં રોકાયા અને પછી તેઓ પણ ત્યાંથી નીકળી ગયા અને ઘરે પહોંચ્યા.ઘરે પહોંચતા જ તેમણે પોતાના નોકરને પુછ્યું,"વિરાજ,આવી ને સુઈ ગયો ને?કે જાગે છે?"

નોકરે નવાઈ સાથે પુછ્યું,"એ તમારી ભેગા નહતા આવવાનાં?"

અજયભાઇ:નાં,એ તો હૉટલેથી તો ક્યારનો નીકળી ગયો છે.

નોકર:શું?તે તો હજું ઘરે આવ્યાજ નથી!

અજયભાઇ:ઓહ,માય ગોડ.તો ક્યાં હશે તે?

(વિરાજ હૉટલે પણ નથી અને ઘરે પણ નથી તો તે ક્યાં ગયો હશેે?જાણવા માટે વાંચતા રહો,સફર-એક અનોખા પ્રેમની..)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં માતૃભારતી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊


Rate & Review

Bipinbhai Thakkar

Bipinbhai Thakkar 4 months ago

Sunil Kantilal Shah
Jkm

Jkm 5 months ago

Psalim Patel

Psalim Patel 6 months ago

ashit mehta

ashit mehta 6 months ago