The mystery of skeleton lake - 33 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૩)

ફ્લેશબેક

આગળના પ્રકરણમાં જોયું કે મહર્ષિ વરુણધ્વનિના આશીર્વાદ લઈને સૌ આગળ વધે છે . રાત પડતા રીંછ હુમલો કરે છે અને એક અજાણ્યો માણસ આવીને એમને બચાવે છે . રાઘવકુમારને રમેશચંદ્રના બંધ મકાન માંથી એક વર્ષો જૂની લાસ મળે છે અને એક ફોટો મળે છે જે કોઈક જાણીતો લાગે છે .હવે આગળ ...


[તા:-૨૩ સમય રાતના ૨:૦૦] ઝાલા અને રાઘવકુમાર હવે સોમચંદનો કોઈ સંદેશો મળે એનો ઇન્ટઝાર કરી રહ્યા હતા . મુખીનો પર્દાફાશ થઈ ગયો હતો એ રહસ્યમય રાત્રિનું રહસ્ય ઉકેલાઈ ગયું હતું ' વઝીર' પકડાઈ ગયો હતો હવે ત્યાં ચમોલી પહોંચી પેલા એક્સ-આર્મી પાસેથી અને પેલા રહસ્યમય પુસ્તક બંનેની માહિતી પરથી શતરંજના બાદશાહ સુધી પહોંચવાનું હતું . ઝાલાની ખુફિયા ઓફિસમાં એક સ્ક્રીન પર કોઈ નકશો હતો જે સોમચંદનું લાઈવ લોકેશન બતાવતો હતો . હવે આમ પણ અહીંયા કામ ન હોવાથી પોતે સીધા ચમોલી પહોંચવાનું નક્કી કર્યું .

[તા:-૨૩ સવારે ૪:૦૦] પહાડોમાં સૂર્ય જલ્દી આથમી જાય છે , અને જલ્દી ઉગી જાય છે . દૂરની ત્રિશુલ આકારના સફેદ પર્વતોની ટોચ જાણે સૂર્યના પ્રથમ કિરણો થી સળગી રહી હોય અને એમાંથી જ્વાળામુખીના લાવાની નદીઓ નીકળી રહી હોય એમ લાગતું હતું . ધીરેધીરે સૂર્ય ક્ષિતિજ પર આવી રહ્યો હતો સાથે જ અંધકારને ભરખતો જતો હતો. પેલા રહસ્યમય પુસ્તક પ્રમાણે આગળ વધતા જતા હતા અને એમાં દર્શાવેલો કાચો નકશો એમને દિશા સૂચન કરતો હતો . નજીકમાં જ કોઈ નદી જેવી નિશાની દોરેલી હતી પરંતુ અહીંયા ક્યાંય નદીનું અસ્તિત્વ દુરદુર સુધી દેખાતું નહોતું . તેથી પોતે સાચા રસ્તે છે કે રસ્તો ભટકી ગયા છે એ વાતની ચિંતામાં હતા . પરંતુ થોડા આગળ જતા જ એક નાનકડું ગામ આવ્યું જોકે એને ગામતો ના કહી શકાય માત્ર થોડા ઘરોનો સમૂહ હતો . નકશામાં બતાવેલો રસ્તો આવજ કોઈ ગામની નજીકથી પસાર થતો હતો . કોઈ પછાત આદિવાસી નિવાસસ્થાન જેવો વિસ્તાર દૂરથી નજર આવ્યો . ત્યાં નજીક જઈને એમની સાથે વાત કરવાનું વિચાર્યું. ધીમેધીમે તેઓ આગળ વધતા જતા હતા ત્યાં

" ટડડડ...." અવાજ સાથે જમીન જાણે કે ખસી ગઈ હોય એવું લાગ્યું . ત્યાંની આદિવાસી પ્રજાતિ દ્વારા બિછાવવામાં આવેલી જાળમાં ત્રણે સપડાઈ ગયા અને નીચે યુક્તિ પૂર્વક બનાવેલા ખાડામાં પડી ગયા . કદાચ આ જાળ પોતાને જંગલી જાનવરોથી અથવા બીજા આતંકખોર માણસોથી બચાવવા માટે હોય એવું લાગ્યું .

થોડો સમય વીત્યો ત્યાં જાણે ત્રણે ઊંઘ માંથી ઉઠ્યા હોય એમ આળસ મરડી ત્યાંતો સામે 'હુહા ચીકી હું ....હું હા ચીકી હું ' અવાજ કરતા, શરીર પર જાડું ચામડું પહેરેલા પ્રમાણમાં સુધરેલા આદિવાસી લોકોનું ટોળું સામે દેખાતું અને એમનો સરદાર વચ્ચે બેઠો હતો . કોઈ ઘાતકી જંગલી પશુનો શિકાર કરી પોતાની બહાદુરી સિદ્ધ કરે એને સરદાર બનાવવામાં આવતો હશે એવું એના ગળામાં પહેરેલા અલગ-અલગ જંગલી પશુના નહોર પરથી લાગતું હતું .તેઓ પેલા ખાડા માંથી અહીંયા કેવી રીતે આવી ગયા ...? તે યાદ કરતા એમને ત્રણે વચ્ચે થયેલી છેલ્લી વાતચીત યાદ આવી .

" આ ખુશ્બૂ શેની આવી રહી છે ...??" ત્રણેય એકબીજાને આ પ્રશ્ન પૂછતો હતો . પછી સીધી આંખ ખુલ્લી ત્યાં અહીંયા લટકાવેલા હતા . ત્યાં

મહેન્દ્રરાય પ્રમાણમાં વધારે મજબૂત હતો તેથી હાલ તેની કેડેથી વાળી ઢીંચણ અને બે હાથના સહારે નાના બાળક માટે ઘોડો કે હાથી બને એમ રાખેલો હતો કે જેથી એની પીઠ ઉપર આકાશ તરફ રહે અને એની ઉપર સ્વાતિ અને સોમચંદ ઉભા રહી શકે . સ્વાતિ અને સોમચંદને પણ એકબીજાની કમ્મર અડે એવી રીતે બાંધીને મહેન્દ્રરાયની પીઠ ઉપર ઉભા રાખ્યા હતા જેથી સ્વાતિનું મોઢું મહેન્દ્રરાયના મોઢા તરફ હતું . અધૂરામાં પૂરું મહેન્દ્રરાયના પેટ પાસે લાકડાની સુડ રાખેલી હતી તેથી જેમ સોમચંદ અને સ્વાતિ હલનચલન કરે એમ એ સુડ મહેન્દ્રરાયના પેટમાં ભોકાતી હતી . અને મહેન્દ્રરાયના મોઢા માંથી રાડ નીકળી જતી

"આઆહ....." સરદાર નજીક આવ્યો અને ભાંગીતૂટી હિન્દી માં બોલ્યો

" તું કી આયે ....? હુમલો કરકો ની આયો ....? કોઈ નહિ આવે ઐયો....? " એ હિન્દી ભલે ભાગેલું તૂટેલું હતું પણ સમજવા માટે પૂરતું હતું . જેમ કોઈ ગુજરાતી માણસ હિન્દી બોલતી વખતે પોતાની ગુજરાતી પણ એમાં ઘુસાડી દે છે એવું જ લાગતું હતું .એ અહીંયા આવવાનું કારણ પૂછી રહ્યો હતો .

" હમકો નંદાદેવી મંદિર જાના હૈ ...."

" વુ ઈશું તરફ ના હૈ ... ઈશું આગે કૂચ નાંહીં ...
ઉસ બાજુ ભૂત હોવા .... પાછા કો ના આવે..... " એ જતા હતા એની પૂર્વ દિશા તરફ ઇશાતો કરતા કહ્યું . એ તૂટેલા હિંદી પરથી બે વાત સમજાઈ , એક તો નંદાદેવી મંદિર તેઓ જાય છે એની પૂર્વ તરફ છે . અને બીજું કે આગળ ખતરો છે એવું હોવાનું જણાવી રહ્યો હતો . કદાચ એ તરફ કોઈ ભૂત હોવાનું અને ત્યાંથી કોઈ પાછું ના આવતું હોવાનું સરદાર કૈક કહેતો હતા . એમનો સરદાર ફરી બોલ્યો

" સચી કો .... તુમ ઇયા કાયે આયો ....? હમકા મારને આયોના ....? હમ તુંમકો માર દેવા ....." આ વખતે સરદારના અવાજમાં થોડો ગુસ્સો હતો . હાડકા માંથી બનાવેલ તીક્ષ્ણ હથિયાર સોમચંદના ગળે અડાવતા બોલ્યો . સોમચંદ અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈને થોડા ધ્રુજયા અને એમના કોટમાં ભરાવેલું પેલું પુસ્તક નીચે પડી ગયું . આ હલનચલનમાં જ પેલી સુડ થોડી વધારે અંદર ભોંકાય

"ઓહ.... બચાવ .... હમને કુચ નહિ કિયા ...." મહેન્દ્રરાયથી બોલી જવાયુ . પેલી નીચે પડેલી પુસ્તક જોતા જ પેલો સરદાર ઘૂંટણિયે નમી ગયો અને સ્વાતિ તરફ બે હાથ જોડી કહ્યું

"દેવી .....મૈયા નંદાદેવી ..... કિતની ઇન્તજાર કરવાઈ ...? માફી માઇ માફી ......" અને સરદારે એના માણસોને ઈશારો કરતા કહ્યું " ખોળદો....મૈયા .... જીસદા બરસો તાહિ ઇન્તજાર હોવે..." એના સરદારને જોઈને બધા શસ્ત્રો નાખી ઘૂંટણિયે પડી હાથ જોડી રહ્યા હતા , જાણે દેવકીને વર્ષોના ઇન્તઝાર પછી પોતાનો પુત્ર કાનો મળી ગયો હોય જાણે માહીસ્મતી સામ્રાજ્યના વર્ષોના ઇન્તઝાર પછી બાહુબલીનો અવતાર દેખાઈ ગયો હોય... !! એક જ ઈશારે ત્રણેને છોડી જ્યાં સરદાર બેઠો હતો એ ખુરસી પર સ્વાતિને બેસાડવામાં આવી અને આજુબાજુમાં મહેન્દ્રરાય અને સોમચંદને .

મહેન્દ્રરાયને વાગેલી સુડ માંથી લોહી નીકળી રહ્યું હતું એના પર એક માણસ ઔષધિ લગાવી ગયો અને થોડી જ વારમાં કોઈ ઉત્સવની માફક આખુ ગામ ભેગું થઈ સ્વાતિના એકપછી એક દર્શન કરવા લાગ્યું . ત્યાં લટકાવેલી હતી એનાથી પણ વધારે ડર હાલ સ્વાતિને લાગી રહ્યો હતો . કારણ કે એને સાંભળ્યું હતું કે આદિવાસી જાતિના લોકો બલી ચડાવતા પહેલા એની પૂજા કરે છે . બીજી તરફ સોમચંદ અને મહેન્દ્રરાયની હાલત પણ ખરાબ હતી .

થોડીવાર વીતી ત્યાં ત્રણ માટીના પાત્ર લઈને એક સેવક આવ્યો અને તેમને પીવા માટે આપ્યા . ડરના લીધે ત્રણેયે હાથમાં તો લઈ લીધા પરંતુ સોમચંદની ધીરજ ખૂટતા બોલ્યા

" હમકો કુછ પતા નહિ ચલ રહા આપ ક્યાં કર રહે હો ...!"

" તુમ યે તોડી પીઓ (લોકલ શરાબ ) હમ બતાતા હું " આટલું કહી એ સરદાર બોલવાની શરૂવાત કરી .

( હવે પછીની વાતચિત સરળતાથી સમજવા માટે ગુજરાતીમાં લખવામાં આવેલી છે )

" અમારા પૂર્વજો સદીઓ થી અમને આ પવિત્ર પથ્થર આપતા આવ્યા છે જેના પર આ પુસ્તક દોરેલું છે , એવુંજ જ તમારી પાસે છે " સોમચંદના કોટ માંથી પડેલું પુસ્તક અને એમની પાસે રહેલો પથ્થર બતાવતા કહ્યું . લાંબા પથ્થર પર એ પુસ્તકનું હૂબહૂ ચિત્રણ કરવામાં આવેલું હતું . પેલા સરદારે આગળ કહ્યું

" અમારા પૂર્વજો નંદાદેવીને ખૂબ માનતા હતા , અચાનક એક દિવસ એ મંદિર ગાયબ થઈ જતા સૌ કોઈને પહેલા તો ધ્રાસકો પડ્યો પછી ગ્રામજનોએ ભૂખ્યા અને તરસ્યા રહીને એમની ઉપાસના કરી . બાર દિવસ સુધી અન્નજળ ગ્રહણ ના કર્યું અને તેરમા દિવસ રાત્રે દેહ મૂકી દીધો . ભક્તિથી ખુશ થઈને આશીર્વાદ આપ્યા કે એક દિવસ ' હું પોતે મનુષ્ય અવતારે તમારી સમક્ષ આવીશ સાથે આવુ પવિત્ર પુસ્તક હશે . ત્યારે મદદ કરવાનું ચુકતા નહિ' આજે તમે સાક્ષાત નંદાદેવી સ્વરૂપ અમારી સામે આવ્યા છો ." પેલો પથ્થર ફરી એમને બતાવતા કહ્યું અને આગળ કહ્યું " અમે તમારી શુ મદદ કરી શકીએ ....? "

" અત્યારે તો બસ અમારે આ રસ્તે આગળ પહોંચવાનું છે અને .... અને આ જગ્યા એ પહોંચવાનું છે , ત્યાં જ છુપાયું છે નંદાદેવીનું પૌરાણિક મંદિર " સ્વાતિએ કહ્યું

" પરંતુ દેવી ,અમે તમને ત્યાં ના જવા દઈએ , આજ સુધી ઘણા ત્યાં ગયા છે . પરંતુ...."

" પરંતુ શુ ...."

" કોઈ પાછા નથી આવ્યા . ઓછું હોય એમ આજે પૂનમ છે અને પૂનમની રાત્રે ...."

"ત્યાં અજીબોગરીબ અવાજ સંભળાય છે ...?? જાણે કોઈ મોતના મુખમાંથી બચવા ચિલ્લાય રહ્યું હોય...મદદ માંગી રહ્યું હોય ..?! " મહેન્દ્રરાયે કહ્યું

" જી હા...તમને કેવી રીતે ખબર ...!!? "

" બસ ... સમજો આજ પછી નહીં આવે ..... અને હા , આજ પછી એ તરફ ગયેલું કોઈ ગાયબ નહિ થાય . જો તમે મને ખરેખર દૈવી સ્વરૂપ માનતા હોય તો વિશ્વાસ કરો " સ્વતીની વાત કોઈ ટાડશે એવું લાગતું નહોતું , અને એવું જ બન્યું સૌએ ફરી સ્વાતિના ચરણસ્પર્શે કરી આર્શીવાદ લીધા . થોડા ફળો પ્રસાદની જેમ જમાડ્યા અને પછી સોમચંદને અને મહેન્દ્રરાયને પણ થોડા ફળ આપ્યા અને ત્યાંથી આગળનો રસ્તો બતાવતા કહ્યું

" થોડે દૂર સીધા ચાલશો એટલે એક નદી આવશે , જે વર્ષો પહેલા આ વસ્તીને અડીને વહેતી હતી . એને પાર કરીને આગળ તમારા નક્શા પ્રમાણેનો રસ્તો મળી જશે ...પણ ...પણ ધ્યાન રાખજો તમારું ....આજે પૂનમ છે ..."

" જી હા , ...." બસ સ્વાતિ એટલું જ બોલી પેલા આદિવાસીના સરદાર બે નાના ચકમક જેવા પથ્થર આપ્યા અને કહ્યું " આ ચમત્કારી પથ્થર છે , કાલા પથ્થર-નીલા પથ્થર , જ્યારે પણ મુસીબત લાગે પથ્થરને પૂછજો . કાળો પથ્થર રસ્તો બતાવશે અને નીલો પથ્થર બીજી તકલીફોમાં રાહત આપશે ... યાદ રાખજો માત્ર રાહત આપશે અને ખૂબ ભયંકર આફત આવે તો બન્નેનો સમાગમ મદદરૂપ થશે " અને વિદાય આપતા જયનાદ કરતા કહ્યું

" જય હો માતા નંદાદેવી કી " પાછળ બધાએ જીલ્યું " જય હો માતા નંદદેવી કી "

( ક્રમશઃ )

વાર્તાનો અંત ખૂબ નજીક આવી રહ્યો છે . મને આશા છે કે તમને મારી પ્રથમ નવલકથા પસંદ આવી રહી હશે . વાર્તાનો અંત અને છેલ્લું એક રહસ્ય ...આખી શતરંજનો સૌથી મોટો ખેલાડી રાજા પકડવાનું હજી બાકી છે , સૌથી મોટું રહસ્ય ખુલવાનું બાકી છે .... તૈયાર થઈ જાવ દિલ ધડક અંત માટે ....

હું તમારો આભારી છું કે તમે મારા ઉપર ભરોસો કરીને મારી પુસ્તક વાંચી અને યોગ્ય અભિપ્રાય આપ્યા .

તમારા સૂચનો મને કોમેન્ટ , મેસેજ કે વોટ્સએપ પર મોકલી શકો છો . મો. 96011 64756