CANIS the dog - 42 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 42

CANIS the dog - 42

જર્મની ના એક હિલ માઉન્ટેન ની અંધારપટ વાળી ગુફામાંથી એક હિલ શેફર્ડ ડૉગનો બર્કિંગ સાઉન્ડ સાંભળી રહ્યો છે. અને થોડી જ વારમાં ડૉગ ગુફાની બહાર નીકળીને બાય પાસ પર ઊભેલી ડૉગ વેન માં ચડી જાય છે.

આ બાજુ શવાના એમેઝોન ની અંદર ઓફિસરો ના મૃતાંકો દિવસેને દિવસે વધી રહ્યા છે અને કેટલાક મૂઠી ઊંચેરા લોકો સમજી પણ ગયા જ છે કે હવે ચળવળ શરૂ થઈને જ રહેશે. અને એક દિવસ બે વિશાળકાય બ્લેક એલિગેટર ફિશ વાળી તેની ઓફિસમાં બેઠેલો સ્મિથ તેની briefcase ની અંદર પડેલા ડોલર્સ ની ગડ્ડીઓ ને હાથ મૂકીને સમજી રહ્યો છે કે કેટલા ડૉલર્સ હશે!

briefcase ડોલર્સ થી છલોછલ ભરેલી છે અને ફાઇનલી સ્મિથ બેગને લૉક કરે છે.


સામે સાત ફુટ નો વિકરાળ બેબીલોન અને તેની બાજુ ની ચેર પર એક ઠેકેદાર બેઠો છે, કે જે અમુક પ્રકારના ના સમજાય અને ના માનવામાં આવે તેવા કામો ના ઠેકા લેતો હોય છે.

જરૂરી નથી કે બધા જ હઠાગ્રહો સત્યાગ્રહો જ હોય છે.

કેટલાક હઠાગ્રહો સ્વાર્થ તનય પણ હોય છે. અને એટલે જ વ્યવસાય વાદ ના ચાલતા કંઈક કેટલાય કર્મો કે જે કર્મઠતા અને સત્યાગ્રહ સાથે જોડાયેલા હતા, તેમાંના કેટલાક આજે વ્યવસાય બની ગયા છે.


કહેવાય છે કે પહાડી મવેશીઓ થી અધિક કર્મઠ આ સંસારમાં અન્ય બીજું કોઈ જ નથી. અને તેમના જ પાલતુ શ્વાનોને આજે વ્યવસાય સાથે જોડી દેવામાં આવ્યા છે. અને એ પણ કહેવાય છે કે જ્યારે સત્યની સહિષ્ણુતા તૂટે છે ત્યારે તે ચળવળ નું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ અહીં હાઇબ્રાઈડ ના anti brute breed ના હઠાગ્રહે સત્યાગ્રહ નો ચોલો પહેરી લીધો છે. અને એક ઠેકેદાર ના હાથે આંદોલન શરૂ કરાવી દીધું.

હાઇબ્રાઈડ ની હવસ ની અંદર એન્ટી બ્રુટ બ્રીડ કલ્ચર સાફ સાફ હતું. અને જો તેનો આ કારસો પોબારા થઈ જાય તો તે દિવસ દૂર નહતો જેમાં હાઇબ્રાઈડે લાખો ની
સંખ્યા માં એન્ટીબ્રુટ બ્રીડ ઉત્પન કરવી પડે અને તેની તિજોરીઓ ડૉલર્સ થી છલકાવા લાગે. અને આ જ વાત કોન્ટિનેન્ટ ના કેટલાક મૂઠી ઊંચેરા બુધ્ધો બહુ જ સારી રીતે જાણતા હતા કે જો આમ થશે તો માનવીને પણ જાનવર બનતા વાર નહિ લાગે.


now, some head.

પાંચ હજારની સંખ્યાવાળી અપ્રાકૃતિક જનમેદની supreme court of full America ની બહાર કશીક પ્રતીક્ષામાં ઉભી છે.


કદાચ ફેસલો ગમે તે આવે પરંતુ આજે તેમને મહેનતાણું પથ્થરમારો કરવાનુ જ આપવામાં આવ્યું છે.

અને વાત છે પણ એમ જ કે કેનેડિયન સુપ્રીમ કોર્ટે non-violence ઓર્ગેનાઇઝેશન ની સુપ્રીમ કોર્ટમાં નાખેલી ધા ને ફગાવી દીધી અને એંટીબ્રુટ બ્રીડ ના sanction ને રદ કરાર આપી દીધા.

થોડી જ વારમાં સમાચાર કોર્ટની બહાર પ્રસરી જાય છે. અને તેની થોડી જ સેકન્ડ પછી one by one કોર્ટના એક એક કાચ તૂટવાના અવાજ સંભળાવા લાગે છે.

પાંચ હજારની આ પ્રાકૃતિક જનમેદનીએ કોર્ટ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના પરિણામ સ્વરૂપ આ કોર્ટની અંદર ના કન્સર્ન વાહ છ જજની બેંચના રૂમની અંદર એક વ્યક્તિ ઉતાવળે ધસી જાય છે. અને જજો ને આકરા શબ્દોમાં કહે છે, what's wrong with you!!

જંગલમાં લોકો મરી રહ્યા છે, તે આપણા જ ટ્રેઈન કરેલા વેલટ્રેઈન્ડ ઓફિસર્સ છે, કે જેઓ ફરીવાર આપણને નથી મળવાના. આવા બહાદુર ઓફિસર્સ નું વન બાય વન મૃત્યુ થઈ રહ્યું છે અને તમે હાથ પર હાથ ધરીને બેઠા છો.

કોઈ એક બે કે 30 40 લોકો ખોટા હોઈ શકે છે પરંતુ આટલા ૫૦૦૦ લોકોને તમે કઈ રીતે જુઓ છો!

એક જજે કહ્યું it's unnatural crowd. it is not organised, it is man made.

બીજી સેકન્ડે ફરીથી એક કાચ તૂટવાનો અવાજ આવે છે અને નીચે ટીયરગેસ ફુટવાના શરૂ થાય છે.


Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 7 months ago