Will in Gujarati Horror Stories by Real books and stories PDF | વસિયતનામું

The Author
Featured Books
  • सस्सी–पुन्नू - 2

    सुबह की हल्की रोशनी धीरे-धीरे रेगिस्तान की ठंडी रेत पर फैल र...

  • Forest of Demons - 1

    सुबह 7:30 बजे J. K. Commerce College                   कॉलेज...

  • विक्री - 5

    6 किलोमीटर। सीधी रेखा में। लेकिन 2087 के पुरानी दिल्ली में क...

  • Beginning of My Love - 7

    प्रोफेसर शरद देशमुख यांच्या या भावूक कथेचा हिंदी अनुवाद खाली...

  • श्रापित एक प्रेम कहानी - 78

    निलु के इतना कहने पर गाड़ी अपने आप रुक जाती है। गाड़ी रुकने...

Categories
Share

વસિયતનામું

આજે બધા ને મારા તરફથી પાર્ટી...મોજ કરો... તમે પણ યાદ કરશો કે હતો એક દિલેર જેણે તમને કેવી શાનદાર પાર્ટી આપી હતી....અશોક એકદમ પૈસા અને દારુ ના નશા માં બોલતો હતો...

સંકેત : યાર તને ચડી ગઇ છે..આ બધાં ભુખ્ખડ બારસ તને લુંટી લેશે... આવી રીતે એમને પાર્ટી આપ છો પણ બીલ નો વિચાર કર્યો છે....
અશોક : અરે.. ભોળા ભગત..આ તો જશ્ન છે... હું અબજોપતિ બની ગયો છું એનો... ભલે જેટલું પીવું હોય એટલું પીતા....

સંકેત. : ચૂપ રહે મારા બાપ ક્યાંક તારી આવી લવારી તને સ્વર્ગવાસી ન બનાવી દે....

રાત્રે ખુબ પૈસા ઉડાવી,દારુ ની મહેફીલ પૂરી કરી અશોકનો મિત્ર ઘરે મૂકી ગયો..સવાર પડતાં જ પોતાના પ્લાનને અંજામ આપવા એણે જોઇતી બધી વસ્તુઓ સાથે બેગ પેક કરી લીધી..અને પોતાના રૂમમાંથી બહાર નીકળયો.. સામે જ એની મમ્મી પ્રેમીલાબહેન ઊભા હતા...

પ્રેમીલાબહેન. : હુ તને કાલ રાત વિશે કંઈ નહીં પૂછું...પણ.. આજે ક્યાં જાય છે એ જરૂર પૂછીશ... મને તારાં પૈસા ની લાલચ જરાય પસંદ નથી...આપણી પાસે કરોડો ની સંપત્તિ છે, છતાં તારો લોભ મટતો નથી.... તારાં પપ્પા એ જીવ્યા ત્યાં સુધી ફક્ત પૈસા માટે જ દોડ કરી... ક્યારેય એણે મને કે તને સમય નથી આપ્યો...અને એમના મોત પછી એક અઠવાડિયા પછી ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે.... બેટા તું લગ્ન કરી ને ખુશ થઈ ને જીવન જીવ...આ લાલચ છોડી દે...

અશોક : મમ્મી આ છેલ્લીવાર છે.... પપ્પા મને ન કહી શક્યા પણ મને બધી ખબર પડી ગઈ છે... આપણે ખુબ પૈસાદાર પરિવારના વંશજો છીએ...અને એ બધુ આપણું જ છે..એક વખત એ વસિયતનામું મારાં હાથ માં આવી જાય.. પછી મારી સાત પેઢી એ.સી માં બેસી ડ્રાઈ ફ્રુટ ખાશે...
એટલું કહેતાં કહેતાં એ ઘરની બહાર નીકળી ગયો..

અશોક એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો...અને પરિવાર માં ફક્ત માં અને દિકરો બે બચ્યાં હતાં... આગળ ભૂતકાળ માં શું હતું એ કોઈ જાણતું નથી..અને હવે ભવિષ્યમાં થનાર છે એ પણ કોઈ ક્યાં જાણી શક્યું છે...

અશોક શાતિર મગજ ની સાથે સાથે ઝનુની પણ હતો.. એનાં લોકો સાથે સારા સંબંધો નહોતા.. કેમકે એ ફક્ત પૈસા ને જ પાવર સમજતો..સંબંધ એનાં માટે ફક્ત ઔપચારિકતા સિવાય બીજું કશું ન હતું.... એનું મગજ ઝડપથી વિચારવા લાગ્યું...ફોન સ્વીચ ઓફ કરી ને ઘરમાં જ મૂકી દીધો હતો જેના કારણે કોઈ એનાં સગડ મેળવી ન શકે.. પોતાની મંજીલ સુધી પહોંચવા માટે એણે અલગ અલગ વાહનો નો ઉપયોગ કર્યો..અને એ જગ્યા થી ૫ કિમી દૂર થી ચાલતા ચાલતા એક વિશાળ છતાં જૂનવાણી મકાન પાસે પહોંચ્યો...એ કોઈ હવેલી ન હતી પણ હવેલી થી કમ પણ ન હતું...જેવો એ દરવાજો ખોલવા આગળ વધ્યો એક ઘરડા વ્યક્તિ એ દરવાજો ખોલ્યો અને અશોક ને અંદર બોલાવ્યો...

અંદરથી મકાન એકદમ સાફ, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ..એક સિત્તેરેક વર્ષ ની ઉંમર ના વ્યક્તિ વ્હીલચેર માં બેઠા હતા.. એમણે અશોક ને બેસવા કહ્યું...

અશોક : તમે મારાં પપ્પા નાં સગાં મોટા ભાઇ.. છતાં આટલાં વર્ષો સુધી તમે કેમ ક્યારેય મળવા ન આવ્યા..શા માટે અમારાથી દૂર રહ્યા.. તમને અમારી જરા પણ ચિંતા ન થઈ... પપ્પા નાં ગયા પછી હું અને મમ્મી સાવ એકલાં પડી ગયા હતા અશોક મગરમચ્છ ના આંસુ સારતો બોલ્યો...

ત્રિકમસેઠ : બેટા હું અકસ્માત માં કોમામાં સરી પડ્યો હતો..થોડાં દિવસો પહેલાં ભાન માં આવ્યો.. ત્યારે ખબર પડી કે આ દુનિયા માં ફક્ત હું જ બચ્યો છું, બધા મને છોડીને ચાલ્યા ગયા..પણ પછી મનની તારા અને તારી મમ્મી વિશે ખબર પડી ને મે તેને અહીં બોલાવી લીધો.... હવે કદાચ મોત આવે તો પણ અફસોસ નહિ રહે કે મારી ચિતા ને અગ્નિ આપનારું કોઈ ન હતું...

અશોક : મોટા પપ્પા એવું ન બોલો...અમે તમારી સાથે જ છીએ... હવે બધા સાથે રહીશું.. હું તમને અહીં એકલા નહીં રહેવા દઉં.. આપણે કાલે મારાં ઘરે.. આપણાં ઘરે જશું..

સાંજ પડી ગઈ હતી.. એટલે નોકરે જમવાનું તૈયાર કરી આપ્યું..એ ગામમાં દૂર રહેતો એટલે રાત પડે એ પહેલા નીકળી જતો.. સવારે વહેલા આવી જતો... નોકર એનું કામ પતાવી ઘરે જવા નીકળી ગયો.. હવે ઘરમાં બે જણા હતા અશોક અને એના મોટા પપ્પા...અશોકે જમવાનું પતાવી.. થાકનું બહાનું કાઢીને જલ્દી સૂવા માટે રૂમમાં જતો રહ્યો...

રાત્રે ૨:૩૦ વાગ્યે અશોકની નીંદર ઉડી અને એ પોતાના પ્લાન મુજબ મોટા પપ્પા નું કાસળ કાઢવા માટે એમનાં રૂમ તરફ ગયો.. ધીરે થી રૂમનો દરવાજો ખોલ્યો.. દરવાજો ખોલતાં જ એના મોં માંથી હૈયું બહાર આવી જાય એવું દ્રશ્ય જોયું...અશોકના મોટા પપ્પા એક લાશનું માંસ ખાતા હતા... ચારે તરફ લોહી અને માંસ ની દુર્ગંધ થી કંપારી છૂટતી હતી..જે ઘર દિવસે સાફ અને વ્યવસ્થિત હતું એ ખંઢેર જેનું લાગતું હતું.. વ્હીલચેર માં બેઠેલા ત્રીકમસેઠ લાસ ને નોચી નોચી ને ખાતા હતા...

અશોક ની બધી હોંશિયારી અને પ્લાનિંગ એની સાથે જ દરવાજા માં જડાઈ ગઈ..એ ત્યાંથી ભાગવા ઇચ્છતો હતો પણ એના પગ જાણે જમીન માં ખુંચી ગયા હતા... ત્રીકમસેઠ હવામાં તરતા એક પળમાં અશોક પાસે આવી ગયા..અને એને પોતાની લાલ અને લોહીયાળ આંખ થી જોવા લાગ્યા...

દુર્ગંધ અને બીકને માર્યો અશોક બેભાન થઈ ગયો....કેટલી કલાકો સુધી એ સુતો હતો એ એને ભાન ન હતું.. સવારે ઊઠ્યો..બધુ એકદમ નોર્મલ હતું..નોકર આવી ને ચા નાસ્તો આપી ગયો...અશોક હજી સમજી ન શક્યો કે એણે એવું સપનું જોયું હતું કે હકીકતમાં એ બધુ એણે જોયું હતું....બારી ની બહાર જોયું તો વરસાદ ચાલુ હતો... એણે ફ્રેશ થઈ નાસ્તો કર્યો અને મોટા પપ્પા પાસે ગયો..રાતવાળી વાત ન કરી... વરસાદ ને કારણે એ ઘરે જઈ શકે એમ ન હતો અને નોકર હાજર હતો એટલે કશું કરી શકે એમ પણ ન હતો.
ફરીથી રાત થઈ અને જમીને એ રૂમમાં ગયો...પણ સૂતો નહીં... વરસાદ ને લીધે વાતાવરણ પહેલાં થી જ અંધકારમય હતું એટલે એણે વધુ રાત થવાની રાહ ન જોઈ..જેવો એ ત્રીકમસેઠ નાં રૂમમાં ગયો..ફરી એ જ ભયાનક દ્રશ્ય....પણ આજે એ થોડો સ્વસ્થ રહ્યો..આને પોતાના હાથમાં રહેલી ચાકુ થી જેવો એ ત્રીકમસેઠ પર હુમલો કર્યો કે ત્રીકમસેઠ હવામાં તરવા લાગ્યાં.. જોરદાર થી હસવા લાગ્યા...અને બોલ્યા... તું પણ તારા બાપ જેવો લાલચી માણસ નીકળ્યો.... એણે સંબંધ ના નામે દગો કર્યો અને તું એનાં કરતાં પણ વધુ લાલચી નીકળ્યો.... પૈસા અને પ્રોપર્ટી માટે તું કંઈ વિચાર્યા વિના અહીં આવી ગયો....અને હવે તું અહીં જ રહીશ....

૧૩ વર્ષ પહેલાં તારાં બાપે મારી પાસે ધરાર થી વસીયત પર સહી કરાવી અને મને ઝેર આપી ચાલ્યો ગયો...પણ.. મને ખબર છે એનું રસ્તા માં એક્સીડન્ટ થયું અને તે મરી ગયો..પણ મારી આત્મા આ વસિયતનામું સહી કર્યા પછી એનાં વારસદાર ને સોંપવા માટે ભટકે છે.... આજથી આ વસિયતનામું તારું.....એક જોરદાર ઘા અને અશોક નું માથું ધડથી અલગ..... ત્રીકમસેઠ હવે વસિયત થી મુક્ત હતાં કેમકે હવે વસિયતનામા નો સાચો વારસ આવી ગયો હતો.....

અશોક ના પિતા એ જબરજસ્તી થી એ વસિયત પર ત્રીકમસેઠની સહી કરાવી હતી.. જેમાં એનાં વારસદાર તરીકે અશોકનું નામ લખાવ્યું હતું..પરંતુ અશોકના પિતા બળવંત સેટ એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા અને ત્યારથી ત્રીકમસેઠ ની આત્મા એનાં સાચાં વારસ ને વારસો સોંપવા ભટકતી હતી...બળવંત નાં જૂના મિત્ર પાસેથી અશોક ને પોતાના મોટા પપ્પા અને જમીન ની વાત ખબર પડી છે વાત એની મમ્મી એ આટલાં વર્ષો સુધી છુપાવી હતી.... આખરે ત્રીકમસેઠ ની વર્ષોથી ભટકતી આત્મા ને શાંતિ મળી....
અશોક ની આત્મા એ વસિયતનામું લઈને એ ખંડેર જેવા ઘરમાં દિવસ રાત મુક્તિ માટે રડે છે...પણ વસિયત નો નવો વારસદાર કોઈ નથી.....