Move on life .. books and stories free download online pdf in Gujarati

મૂવ ઓન ઝિંદગી..

લાઈફ મુવ ઓન ....
ખુશીઓનું આગમન..!!!
==================
થોડું મુવ ઓન કર યાર...લાઈફ સેટ થઈ જશે ..!મિત્રો આ શબ્દ આપણે આપણાં મિત્રવર્તુળ પાસે થી સાંભળીયે છીએ.સાચી વાત છે આપણે જે સદીમાં જીવીએ છીએ તે સદીની ફેશન તો અપનાવી લીધી પરંતુ.....ઘણી વાર મન માં વિચારોના કે જડતાંના મૂળિયાં નીકાળી નથી શકતાં.તો પછી જીવનમાં આગળ કેવી રીતે વધી શકીશું.

બે ભાઈ વચ્ચેની ખટરાગ જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે ભૂલી જઈએ અને રોજીંદા જીવનમાં ફરી અબોલા લઈએ શું તે મુવૅ ઓન છે....?? નહીં પરંતુ સામસામા બેસી મન ના બધા વહેમ કે શંકા કે કુશંકા નીકાળી સદૈવ સાથે રહેનાર જીવનમાં ચોક્કસ થી મુવ ઓન... કરશે.
એવું કહેવાય છે ઘર હોય ત્યાં વાસણ ખખડે અને પોતાના હોય ત્યાં નારાજગી કે ગુસ્સો પણ હોય ..પરંતુ એ નારાજગી કે ગુસ્સો ની મર્યાદા ઓછી અને પ્રેમમાં વધારો જોવા મળશે.

પરપોટા સમાન કર્મ ગણે ને ,
આંગળીના ટેરવે ભ્રમ ચણે ,
દેખાડો કરે એ સમાજનો જો હોય મોભ....
તો પછી સમાજ કરતાં સમજણ મોટી...!!!
સમાજમાં કે આસપાસના વાતાવરણમાં બાહ્ય દેખાવ કરવો તેના કરતાં ખરેખર જીવનમાં જતું કરતા અને આગળ વધતા શીખી જશું તો આપણું વ્યક્તિત્વ આપોઆપ ખીલી જશે.

કોઈ કંપનીમાં જ્યારે કોઈ કર્મચારી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની ઓળખાણ થી કામ પર લાગે છે ત્યારે તે કર્મચારીના તમામ લેખા જોખા પૂછી લેવામાં આવે છે...જો તેની ઓળખાણ પોઝિટિવ આપી હશે તો ઠીક નહિંતર નેગેટિવ ઓળખાણ હશે તો પૂર્વગ્રહ અને માન્યતાના આધારે તે કર્મચારી સાથે તેવું જ વર્તન કરવામાં આવશે.શું તે કર્મચારી સાથે મૂવ ઓન કરી નવી તક ન આપી શકાય ...!

જેને બધું આ દુનિયામાં ચાલે ,
તે બધા આ દુનિયામાં ચાલે..!!! - વાણી

મિત્રો , આ ત્રણ અક્ષરના શબ્દમાં કેટકેટલી સંવેદના ધરબાયેલી છે.દરેક સૃષ્ટિ પરનો જીવ ક્યાંક ને ક્યાંક ચાલશે.... વાળો અનુભવ કરતો આવ્યો છે.અને તે આગળ વધવાનો સતત પ્રયત્ન કરે છે.આગળ વધનાર જીવનમાં પ્રગતિના શિખરો સર કરે છે પરંતુ જે જૂની વાતો કે મતભેદ ને મનભેદ સુધી લઈ જાય છે તે પ્રગતિ કરી શકતો નથી અને તેનો વિકાસ રૂંધાય છે.

આપણાં સામાજિક સબંધમાં પણ એવું જ થાય છે પછી પિતા - પુત્ર ,માં - દીકરી ,લોહીના સબંધ કે મિત્રતાના સબંધ...ઘણી વખત અબોલા કે નારાજગી એટલી બધી વધી જાય છે કે હુંપણા કે આપણે આપણો અહમ્ નીચા નમવામાં ઘવાતો હોય તેવું લાગે છે અને એ રસ્તે એટલાં આગળ વધી જઈએ છીએ કે પાછા વળવું આપણી માટે મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે જે તે સમયે જતું કરી જીવનમાં આગળ વધશો તો કદાપિ દુઃખી થવાનો વારો નહીં આવે.

છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે ,
જાણે ઉદાસીનતાને તે પખાળે છે ,
અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા...
કેટકેટલાય ગમ ના વરખ તેને સવારે છે...!!
મિત્રો કોઈપણ દર્દમાં હાસ્ય માંથમનું કામ કરે છે. ઉદાસીનતા ભૂલી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ.કોઈનું વ્યક્તિત્વ અમસ્તું ઉજળું નથી હોતું પરંતુ તેની પાછળ તે વ્યક્તિ એ કરેલું જીવનમાં મુવ ઓન જવાબદાર છે .મિત્રો નવી ફેશન ,નવા રિવાજો ,નવા સબંધો કે નવી દિનચર્યા અપનાવવામાં સંકોચ અનુભવતા નથી તો પછી ખાટા મોળા અનુભવ ભૂલી આપણે કેમ આગળ ન વધી શકીએ...! કૂવામાંના દેડકા જેવી સ્થિતિ બનાવીએ તે કરતાં સબંધો ને નવી તક ( મુુવ ઓન ) કેમ ન આપી શકીએ..! લાઈફ મૂવ ઓન હશે તો ચોક્કસ થી ખુશીઓનું આગમન થશે..!!

- વનિતા મણુંન્દ્રા ( વાણી )
. બનાસકાંઠા