Love Revenge -2 Spin Off - 16 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 16

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-16



“અરે નેહા...!? કેમ આમ ખોવાયેલી-ખોવાયેલી છે....!?” કેન્ટીનમાં બેઠેલી નેહાને સામે બેઠેલી કામ્યાએ પૂછ્યું “બે-ત્રણ દિવસથી આમ અલગજ દુનિયામાં ફર્યા કરે છે....!?”

બે-ત્રણ દિવસ પછી છેવટે લાવણ્યાએ કોલેજ આવાનું પાછું શરું કરી દેતાં આરવ અને લાવણ્યાની ફ્રેન્ડશીપ પાછી અગાઉની જેમજ “કંટિન્યૂ” થઈ ગઈ. આરવ અને લાવણ્યાને કોલેજની બહાર સાથે ફરતાં જોઈને નેહાનું હ્રદય ઉકળી ઊઠતું.

આરવ સાથે જેમ-જેમ લાવણ્યા સમય વિતાવતી ગઈ તેમ-તેમ તે ફાર્મ હાઉસવાળી ઘટનાને પણ ભૂલતી ગઈ. એજરીતે ક્લાસમાંથી બંક મારીને ફરવા જવું, મૂવી કે લોન્ગડ્રાઈવ ઉપર જવું, ડિનર કે લંચ, ફૂડ ટ્રક પાર્કમાં આરવનું લાઈવ સિંગિંગ માટે જવું વગેરે.

લાવણ્યા વિષે આરવ સાથે વાત કરવાંનો નેહા બે-ત્રણ દિવસથી પ્રયત્ન કરી રહી હતી. જોકે દર વખતે આરવની હાજરીમાં તે સીધે-સીધું પૂછતાં ખચકાતી.

“બ...બસ એક્ઝામની ટેન્શન છે....!” નેહાએ પરાણે ઉડાઉ જવાબ આપ્યો.

“અરે તને શું ટેન્શન....!?” કામ્યાની જોડે બેઠેલી અંકિતાએ નેહાની ખેંચતાં કહ્યું “તું તો દર વખતે સારાં માર્ક્સથી પાસ થાય છે....!”

“આ વખતે એવું નઈ લાગતું...!” નેહા મૂડ વગરની વાત કરી રહી.

“એ...અંકલી જો....!” અંકિતાની જોડે બેઠેલી ત્રિશાએ કોણી મારીને કહ્યું “ત્યાં જો...! કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો...! વિવાન....!”

કેન્ટીનમાં તેમની સામેનાં એક ટેબલની આજુબાજુ બેઠેલાં ફ્રેન્ડ્સની જોડેની ચેયરમાં કોલેજનો સૌથી હેન્ડસમ કહેવાતો છોકરો વિવાન આવીને બેઠો.

“એણે તારી સામે જોયું....!” ત્રિશા આંખો નચાવીને બોલી.

નેહા પરાણે મલકાઈને જોઈ રહી. કામ્યા પણ નટખટ સ્મિત કરી રહી.

“જાને અવે...! એ શું કામ મારી સામે જોવે...!?” ચેયરમાં બેઠેલાં વિવાન સામે જોઈ રહીને અંકિતા ચિડાઈને બોલી.

“અરે સાચું કવ છું યાર....! એણે જોયું...! જો..જો..! જોયુંને....!” વિવાને પાછું અંકિતા સામે અમસ્તું જોતાંજ ત્રિશા ઉત્સાહથી અંકિતાનું બાવડું પકડીને બોલી.

વિવાને અંકિતા સામે જોઈને હળવું સ્મિત કર્યું. અંકિતાએ નકલી ગુસ્સો કરી આંખ ઝીણી કરી અને પછી હોંઠ મચકોડીને આડું જોઈ લીધું.

“હેય......! ક્યાં છે...!?” નેહાએ છેવટે પોતાનું ધ્યાન એ તરફથી હટાવીને પોતાનાં મોબાઈલમાં લગાવ્યું અને આરવને મેસેજ કરવાં લાગી.

“કોફી પિવાં જવું છે....!?” નેહાએ વધુ એક મેસેજ whatsappમાં કર્યો.

મેસેજનો રિપ્લાય આવવાની રાહ જોતાં-જોતાં નેહા થોડીવાર સુધી સ્ક્રીન સામે જોઈ રહી.

“હું....! વૉશરૂમ જતાં આવું....!” છેવટે ચેયરમાંથી ઊભાં થઈને નેહા કેન્ટીનમાંથી બહાર નીકળવાં લાગી.

કોરિડોરમાં ચાલતાં-ચાલતાં નેહા વૉશરૂમ જવાની જગ્યાએ કોલેજ બિલ્ડીંગની બહાર જવાં વળી ગઈ.

“આરવ...!” ત્યાંજ નેહાને સામેથી આરવ આવતો દેખાયો.

નેહા ઉતાવળા પગલે મોબાઈલ મંતરતાં આવી રહેલાં આરવ તરફ જવાં લાગી.

“આરવ....! હેય....!” આરવની જોડે પહોંચી જઈને નેહા ઊભી રહેતાં બોલી.

“હેય...! નેહા...! મોર્નિંગ...!” આરવે ઔપચારિક સ્મિત કરીને કહ્યું “તું લેકચરમાં ના બેઠી આજે...!?”

“તે મ...મારાં મેસેજનો રિપ્લાય ના આપ્યો....!?” આરવની વાત અવગણીને નેહાએ પૂછ્યું.

“ઓહ..! અ..મેં હજી તો જસ્ટ નેટ ચાલુંજ કર્યું..!”

“છોડને...! ચલ...!” આરવની વાત વચ્ચેથી કાપીને નેહા તેનું બાવડું પકડીને ખેંચી જવાં લાગી “આપડે જઈએ...!”

“અરે પ...પણ ક્યાં...!?” આરવને નવાઈ લાગી.

“શંભુ ઉપર....!”

“પ....પણ મારે.....!” લાવણ્યા યાદ આવી જતાં આરવ બોલવા મથી રહ્યો પણ કશું સાંભળ્યા વિના નેહા આરવને ખેંચી ગઈ.

***

“નવરાત્રીનું શું પ્લાનિંગ છે...!?” કેન્ટીનમાં જોડે અંકિતાએ લાવણ્યાને પૂછ્યું.

કોલેજમાં આવ્યાં પછી લાવણ્યા કયારની આરવની રાહ જોઈ રહી હતી. નવરાત્રિ નજીક હોવાથી આરવ સાથે શોપિંગ વગેરે જવાનું લાવણ્યા પહેલેથી પ્લાનિંગ કરી ચૂકી હતી. ગ્રૂપમાં બધાંને આરવ સાથે આવે એ માટે પણ લાવણ્યા કનવીન્સ કરવાની હતી.

“આ છોકરો હજી નથી આયો...!” સામે ટેબલ ઉપર આરવના ગ્રૂપનાં ફ્રેન્ડ્સને બેઠેલાં જોઈને લાવણ્યા બબડી “ઉફ્ફ.....! રોજે લેટ....!”

પોતાનો મોબાઈલ કાઢીને લાવણ્યા આરવને મેસેજ કરવાં લાગી.

“લાવણ્યા..! મેં તને પૂછ્યું....!” લાવણ્યાએ કોઈ જવાબ નાં આપતાં અંકિતાએ ફરીવાર પૂછ્યું “નવરાત્રિનું શું પ્લાનિંગ છે....!?”

“અમ્મ.....શોપિંગ આજે પતાવી લઈશું...!” લાવણ્યા તેનાં મોબાઈલમાંથી નજર હટાવીને ગ્રૂપના બધાં સામે જોઈને બોલી “પાર્લર કાલે...!”

“હમ્મ..! અને તારો નવો બીએફ આરવ અને એનું ગ્રૂપ....!?” ત્રિશાએ ટોંન્ટભર્યા સ્વરમાં લાવણ્યા સામે તેની ભ્રમરો નચાવીને કહ્યું.

“કેટલીવાર કીધું...! કે આરવ મારો બીએફ નથી...!” લાવણ્યા સહેજ અકળાઈ છતાં શાંતિથી બોલી “હી ઈઝ જસ્ટ એ ફ્રેન્ડ...!”

“તો પછી તું એની જોડે કારમાં...!”

“ત્રિશા...! બસ હવે..!” કામ્યા ત્રિશાને વચ્ચે ટોકતાં બોલી “એણે કીધુંને...! કે એનો ફ્રેન્ડ છે...! નવરાત્રિનું મૂડ ના ખરાબ કર...!”

“શોપિંગ માટે કેટલાં વાગે જવું છે...!?” ત્રિશાને ઇગનોર કરી કામ્યાએ લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“લંચ પછી...!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો “તમને લોકોને કોઈ વાંધો નથીને...! આરવ અને એનાં ગ્રૂપના ફ્રેન્ડ્સ આપડી જોડે આવે તો...!?”

“તું પૂછે છે કે પછી કે’ છે...!?” ત્રિશા ટોંન્ટમાં બોલી.

લાવણ્યા ચિડાઈને ત્રિશા સામે જોઈ રહી.

“નાં...! કોઈ વાંધો નથી...!” કામ્યા બોલી “એ લોકો આપડા ગ્રૂપ જોડે બેસતાંજ હોય છેને...! અને આરવને તો બધાંજ ઓળખે છે...!”

“ગ્રેટ...! તો પછી હું તમને સીધી લૉ ગાર્ડન મલીશ...!” લાવણ્યા ઊભી થઈ ગઈ અને પોતાની હેન્ડબેગ ખભે ભરાવીને બોલી “નેહા, રોનક અને પ્રેમને પણ કઈ દેજો...!”

કામ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું.

લાવણ્યા કેન્ટીનમાંથી બહાર નીકળી ગઈ.

***

“શાંતિથી કોફી પીને...!” કોફીનાં મગમાંથી ઉતાવળે કોફી પી રહેલાં આરવને જોઈને નેહા બોલી “શેની ઉતાવળ છે....! આટલી બધી...!!?”

નેહા આરવને શંભુ કોફી શોપ ઉપર લઈ આવી હતી. કોલેજમાં લાવણ્યાને મળવા બેંચેન થયેલો આરવ ઝડપથી કોફી પીવાનું કામ “પતાવી” રહ્યો હતો.

“અરે....! મ...મારે થોડું કામ છે...!” આરવ ઉતાવળા સ્વરમાં બોલ્યો અને કોફીનો મગ ખાલી કરીને ટેબલ ઉપર મૂક્યો પછી નેહાનાં મગ સામે જોઈને બોલ્યો “તું...તું...જલ્દી કોફી પીને...!”

“એવું તો શું કામ છે.....!?” નેહા જાણી જોઈને ટોંન્ટમાં બોલી.

“અમ્મ....! થોડું અર્જન્ટ છે..!” નેહાની વાતને મહત્વ આપ્યાં વિના આરવ ઊભો થયો “હું બિલ પે કરી દવ છું...! તું ચલ જલદી...!”

“બિલ હું પે કરીશ...!” નેહા અકળાઈને બોલી.

“ઓકે...તો હું બા’ર વેટ કરું છું તારી....! જલ્દી આય...!” એટલું કહીને આરવ કોફી શોપની બહાર જવા લાગ્યો.

નેહાનું મોઢું ઉતરી ગયું.

***

“આ છોકરાંએ તો મેસેજનો પણ કોઈ જવાબ ના આપ્યો.....!” કેન્ટીનમાંથી બહાર આવીને લાવણ્યાએ આરવને કરેલો મેસેજ જોયો.

તેનો કોઈ જવાબ ના આવતા લાવણ્યાએ આરવનો નંબર ડાયલ કર્યો.

“ટ્રીન....ટ્રીન.....ટ્રીન.....!” શંભુ કોફી શોપની બાહર ઊભાં રહીને નેહાની વેટ કરી રહેલાં આરવનો મોબાઈલ રણક્યો.

“ઓહ તેરી...! કોલેજ આઈ ગઈ લાગે છે...!” સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈને આરવ સહેજ ગભરાયો અને સ્વાઈપ કરીને લાવણ્યાનો કૉલ રિસીવ કર્યો.

“ક્યાં છે તું...!?” આરવે કૉલ રિસીવ કરતાંજ લાવણ્યાએ કડક સ્વરમાં પૂછ્યું.

“ઘ....ઘરે...! કેમ...!?” આરવ ગભરાઈને જુઠ્ઠું બોલ્યો.

“લંચ પે’લ્લાં કોલેજ આય...! તારે નવરાત્રિની શોપિંગ માટે મારી જોડે આવાનું છે...!” લાવણ્યા હકથી ઓર્ડર કરતી હોય એમ બોલી.

“અરે વાહ...! હું બસ અડધો કલ્લાકમાં આયો...!” આરવ ખુશ થઈને બોલ્યો.

“ઓકે...! હું વેઇટ કરું છું...!” લાવણ્યાએ કૉલ કટ કર્યો અને ક્લાસરૂમ તરફ ચાલી.

***



“કોની જોડે વાત કરતો’તો....!?” આરવને નહોતી ખબર કે કોફીનું બિલ પે કરીને નેહા પાછળ આવીને તેને લાવણ્યા સાથે વાત કરતો સાંભળી રહી હતી.

“અમ્મ....અ....!”

“લાવણ્યા જોડેને...!?” નેહાએ વેધક સ્વરમાં પૂછ્યું.

“અમ્મ...હ....અ...!” કોઈ ચોરી કરતાં પકડાઈ ગયો હોય એમ આરવ થોથવાઈને ઊભો રહ્યો.

“આરવ..અ...એ.....એ છોકરી સારી નથી હોં...!” નેહા થોડું ગભરાઈને બોલી અને આરવ સામે જોઈ રહી.

આરવ આમતેમ મોઢું ફેરવીને નેહાને ટાળી રહ્યો.

“એ રખડું છે....! આઈ મીન...કોલેજમાં એની રેપ્યુંટેશન....!”

“અરે એવું કઈં નથી નેહા....!” આરવ પહેલાં સહેજ ચિડાઈ ગયો પછી તરતજ શાંતિથી નેહાને મનાવતો હોય એમ બોલ્યો “આઈ મીન...! જો...! એવું કશું હોત...તો...તો એટ લિસ્ટ હું તને તો કે’જ ને...!”

“તું સાચું બોલે છે....!?” નેહાએ માંડ પોતાનો સ્વર ગળગળો થતાં રોક્યો.

“હાં યાર...! તને ટ્રસ્ટ નઈ મારાં ઉપર...!?” આરવ ભારપૂર્વક બોલ્યો.

“તો પછી તું એને કોલેજની બા’રજ કેમ મલે છે....!?” નેહા નારાજ સૂરમાં દલીલ કરતી હોય એમ બોલી “એને કારમાં જોડે પણ લઈને જાય છે...!?”

“અરે યાર...! એ તો અમે લોકો ફૂડ ટ્રક પાર્ક જઈએ છે...!” આરવ સ્વાભાવિક જુઠ્ઠું બોલવા લાગ્યો “યુ નો...! લાવણ્યાએ ત્યાંનાં મેનેજર જોડે વાત કરીને મને ત્યાં એવરી વીકએન્ડ સિંગિંગ માટે ફિક્સ કરાયું છે...!”

“તો મને પણ ત્યાં લઈજા...!” નેહા હકથી નારાજ સૂરમાં બોલી “ગ્રૂપનાં બીજાં બધાંને પણ કેમ નઈ લઈ જતો...!? બોલ...!?”

“અરે બાપરે ભરાઈ ગ્યો...!” જુઠ્ઠું બોલવા જતાં આરવ ફસાઈ ગયો અને મનમાં બબડ્યો “હવે શું કરું....!? હવે શું કરું....!?”

“શું વિચારે છે..!?” નેહાએ વિચારી રહેલાં આરવ સામે જોઈને કહ્યું “જો તારું અને લાવણ્યાનું કઈં અફેર-બફેર નાં હોય તો મને હવેથી મને તું જોડે લઈજા....!”

“અમ્મ..!” શું બોલવું આરવને નાં સમજાતા તે વિચારી રહ્યો “અક્ષય...!”

આરવને છેવટે અક્ષય યાદ આવી જતાં ચમકારો થયો.

“તું...તું...એક કામ કર....! કારમાં બેસ...!” આરવ જેમ-તેમ બોલ્યો “મારે અક્ષયનું થોડું કામ છે..! તો હું એને કૉલ કરી લવ...!”

“મારી સામેજ કૉલ કર...!” નેહા અદબવાળીને ઊભી રહીને બોલી.

“અરે અમે બોયઝ ગાળાગાળી કરતાં હોઈએ યાર...!” આરવ બોલ્યો “તને એવું બધું થોડી સંભળાવાય..!”

“ઓહ...! સારું...! હું કાર આગળ વેટ કરું છું...!” નેહા છેવટે માની અને શંભુ કોફી શોપની ગલીમાં પાર્ક કરેલી આરવની કાર તરફ જવાં લાગી.

“ ઓય...! ક્યાં છે...!?” અક્ષયે ફોન ઉપાડતાંજ આરવ બોલ્યો “હેલ્પ જોઈએ છે...!”

“કોલેજમાં છું...! બોલને....! શું વાત છે..!?” અક્ષય બોલ્યો.

“યાર....! નેહા....! શું કરું યાર એનું...!?” આરવ કંટાળીને અક્ષયને બધું કહેવાં લાગ્યો.

***

“તો એમાં પ્રોબ્લેમ શું છે યાર...!?” અક્ષય બોલ્યો “આ તો ઊલટાનો સારો ચાન્સ છે....!”

“ચાન્સ...!?” આરવને નવાઈ લાગી.

“અરે યાર...! નેહાને તું જોડે રાખીશ...! તો સીધી વાત છે...! લાવણ્યા જેલસ થશેજ...!” અક્ષય બોલ્યો અને આરવને ચમકારો થઈ ગયો.

“એને તારાં માટે જે પણ ફીલિંગ હશે...! એ બા’ર પણ આઈ જશે...!” અક્ષય બોલ્યો “એ ભલે તારાંથી છુપાવતી...! પણ તને નેહા જોડે ક્લોઝ થતો જોઈને એ જલસે તો ખરીજ...!”

“એ વાત તો ખરી....!” આરવ મનમાં વિચારી રહ્યો.

“તું નેહાને યુઝ કરી શકે છે...! લાવણ્યાને જલાવા માટે...!” અક્ષય બોલ્યો “એવું પણ બને કે લાવણ્યાને તારાં માટે ફીલિંગ હોય પણ એને એ વાતની ખબર ના હોય....! અને તને અને નેહાને જોડે જોઈને એ જેલસ થાય

અને પોતાની ફીલિંગ માની લઈ એક્સ્પ્રેસ પણ કરીદે.....!? હમ્મ....!?”

“અને જો એને ફીલિંગ ના હોય તો..!?” આરવ સહેજ ડર્યો હોય એમ બોલ્યો.

જવાબમાં અક્ષય થોડીવાર મૌન રહ્યો પછી બોલ્યો –

“જો...! બે વાત થશે....! એક તો એને ફીલિંગ નઈ હોય... તો એ જેવી હશે એવીજ રે’શે...! એને કોઈ ફેર નઈ પડે અને એ રોજ જેવુંજ બિહેવ કરશે....!” અક્ષય બોલ્યો “અને જો ફીલિંગ હશે...તો મેં કીધું એમ...એ અકળાશે...! જેલસ થશે....તારી વેટ કરશે...કે તું બધું એક્સપ્લેન કરે....!”

“હમ્મ...!” આરવે વિચારતાં-વિચારતાં હુંકારો ભર્યો.

“અને હાં...! એક બીજી પોસીબીલીટી પણ છે...!” અક્ષય પાછો બોલ્યો “જો એને ફીલિંગ ના પણ હોય...! તો મે બી...! તને નેહા જોડે જોઈને ફીલિંગ જાગી પણ જાય...! પહેલાં જેલસી પછી લ....અ....વ.....!”

અક્ષય લહેકો લઈને બોલ્યો અને આરવ પરાણે મલકાઈ ઉઠ્યો.

“તું હું કઉ...એમ કરતો જા...! પછી જો...!” અક્ષય બોલ્યો “એ ગુસ્સે થાય...કે અકળાય....તો સમજી જવાનું...! કે એને ફીલિંગ છે પણ કે’તી નથી...! અને જો ફીલિંગ ના હોય...! તો આપડે આ નવરાત્રિમાં એનામાં ફીલિંગ જગાડી દઇશું...! એની માને....!”

“બે..ઓ....! એમાં આવું શું બોલવાનું...!” આરવ હસી પડ્યો.

“અરે ચીલ બ્રો...! આ તો ગુજરાતીઓની આદત છે...! બધી વાતમાં “એની માને....એની માને બોલવાની...!”

“હી...હી....તમે અમદાવાદીઓ બોલતાં હશો...!” કાર તરફ જતાં-જતાં આરવ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “અમે બરોડાંવાળાં નઈ બોલતાં હોં....!”

કાર પાસે પહોંચીને આરવે વાત પૂરી કરી કૉલ કટ કર્યો.

“ચલ....!” નેહાને કારમાં બેસવાનું કહીને આરવ કારની ડ્રાઇવિંગ સીટમાં ગોઠવાયો “હું લાવણ્યાને તારી સામેજ ફોન કરી લવ છું....! બસ...!”

નેહા કારમાં આરવની બાજુની સીટમાં બેઠીજ હતી ત્યાંજ આરવે મલકાતાં-મલકાતાં પોતાનાં મોબાઈલમાં લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” લાવણ્યાના ફોનની રિંગ વાગી રહી.

“પછી તો તને ટ્રસ્ટ આવશેને...!” ત્યાં સુધી આરવે નેહા સામે જોઈને કહ્યું “કે વી આર જસ્ટ ફ્રેન્ડ્સ...!”

નેહા આરવ સામે જોઈ રહી. કોણ જાણે કેમ પણ આરવનાં ચેહરા ઉપરનાં એ ભાવો જોઈને નેહાને આરવની વાત ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ આવી ગયો.

***

“કયારની રાહ જોવું છું હું અહિયાં..અ...ઓહ...નેહા...!” આરવ હજીતો કાર લઈને કોલેજ કેમ્પસમાં પહોંચ્યોજ હતો ત્યાંજ લાવણ્યા બોલી પડી.

કયારની આરવની રાહ જોઈ રહેલી લાવણ્યાને આરવની કારમાંથી નેહાને ઉતરીને આવતાં જોઈને સહેજ નવાઈ લાગી.

“તું....અ...આરવની કારમાં...!?” બંને જોડે આવીને ઊભાં રહેતાં લાવણ્યાએ પૂછ્યું.

“અરે વાહ...જેલસી...!” લાવણ્યાનાં ચેહરાનાં બદલયેલાં ભાવો જોઈને આરવ ખુશ થઈ ગયો અને મનમાં બબડ્યો.

“હાં...કેમ...!?” નેહા સ્વાભાવિક ખભાં ઉછાળીને બોલી “તું એની ફ્રેન્ડ છે એમ હું પણ એની ફ્રેન્ડજ છું...! જો તું એની કારમાં જઈ શકે...! તો હું કેમ નઈ...!?”

“હાં...ઠીક છે...!” લાવણ્યા સહેજ મોઢું બગાડીને બોલી “મેં તો એમજ પૂછ્યું....!”

“વાહ...! અક્ષય...! કે’વું પડે બાકી...!” લાવણ્યાનાં ચેહરાને વાંચી રહેલાં આરવને હવે વધુ ખુશી થવાં લાગી.

“બીપ...બીપ...!” ત્યાંજ આરવનાં મોબાઈલમાં whatsapp મેસેજની નોટિફિકેશન આવી.

મોબાઈલ અનલોક કરીને આરવે whatsapp ખોલતાં અક્ષયનો મેસેજ હતો.

“કારમાં જ્યાં પણ ફરવા જાઓ...! નેહાને આગળની સીટમાંજ બેસાડજે..!” અક્ષયે whatsappમાં કરેલો મેસેજ આરવ વાંચવા લાગ્યો “હું ક્લાસરૂમ તરફ જતો’તો ત્યારે મેં તમને કમ્પાઉન્ડમાં ઉભેલાં જોયાં...!”

અક્ષયનાં મેસેજ વાંચીને આરવ મલકાઈ રહ્યો.

“ઓય...! હવે...! મારે શોપિંગ કરવાં જવાનું છે...!” લાવણ્યાએ મોબાઈલ મંતરી રહેલાં આરવને કહ્યું.

“હાં...હાં...તો ચાલો...!” આરવ મોબાઈલ ખીસ્સાંમાં મૂકતાં બોલ્યો “અને ગ્રૂપમાં પણ બીજાં જેને આવવું હોય એમને કઈદો....!”

“મેં ઓલરેડી કઈ દીધું છે....!” અદબવાળીને ઊભાં રહેતાં લાવણ્યા બોલી પછી નેહા સામે જોયું “કામ્યા, અંકિતા એ બધાં આવતાંજ હશે....!”

નેહાએ કશું પણ બોલ્યાં વગર લાવણ્યા સામે જોઈને ઔપચારિક સ્મિત કર્યું. થોડીવાર પછી કોલેજ બિલ્ડીંગ તરફથી અંકિતા, કામ્યા અને ત્રિશા પણ આવતાં દેખાયાં.

“બવ લેટ કર્યું યાર તમે લોકોએ...!” તેઓ જોડે આવીને ઊભાં રહેતાં લાવણ્યાએ સહેજ ચિડાઈને અંકિતા સામે જોઈને કહ્યું.

“અરે પણ ત્રિશાને વૉશરૂમમાં બવ ટાઈમ લાગ્યો....!” અંકિતા બોલી.

“એવું કઈં નઈ અવે....!” ત્રિશા બોલી.

“પછી બબાલ કરજો..!” આરવ વચ્ચે બોલ્યો “પે’લ્લાં શોપિંગ પતાવી લઈએ..!?”

“તું અમારી જોડે આઈશ શોપિંગ માટે....!?” અંકિતાએ ભવાં ઊંચા કરીને પૂછ્યું.

“હાં..કેમ...!?” લાવણ્યા બોલે એ પહેલાંજ નેહા બોલી પડી “તને શું વાંધો છે..!? એ ફ્રેન્ડજ છે આપડો....!”

“આપડો....!?” અંકિતાએ હવે નવાઈપૂર્વક પૂછ્યું પછી લાવણ્યા સામે જોયું “અત્યારસુધી તો ફક્ત લાવણ્યાનો હતો...!”

“લાવણ્યાનો હતો એટ્લે...!?” નેહા ચિડાઈ.

“ફ્રેન્ડ હતો એમ....! લાવણ્યાનો ફ્રેન્ડ હતો...!” અંકિતા થોથવાઈને બોલી.

“હતો નઈ છેજ...!” લાવણ્યા ભારપૂર્વક બોલી.

આરવ મલકાઈ ઉઠ્યો.

“અને એ આપડી જોડે આવે એમાં તને શું વાંધો છે...!?” લાવણ્યાએ કડક સ્વરમાં પૂછ્યું.

“તો શું....!?” નેહાએ પણ સૂર પુરાવ્યો “આપડી કોલેજમાં તો છેને...!”

“અરે હું તો ખાલી પૂછું જ છું પણ...!” અંકિતા દયામણું મોઢું કરીને બોલી “મેં ક્યાં ના પાડી...!”

“અરે બસ પણ....!” કામ્યા બોલી “હવે જવું છે કે નઈ...!?”

“હાં...! ચલો...! જલ્દી....!” આરવ કારની ચાવી હાથમાં રમાડીને બોલ્યો.

“જલ્દી નઈ થાય હોં...! શોપિંગમાંતો અમારે વારજ લાગશે...!” લાવણ્યા સ્મિત કરીને બોલી પછી કારની આગળની સીટમાં બેસવાં બોનેટ તરફ જવાં લાગી.

“અ...લાવણ્યા...!” આરવે તેણીને ટોકી “તું પાછળ બેસને...! નેહા આગળની સીટમાં બેસસે...!”

એટલું કહીને આરવ લાવણ્યાની વેટ કર્યા વિનાજ કારની ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલીને અંદર બેસી ગયો. લાવણ્યા સામે જોઈને નેહા મલકાઈ અને તેણી જોડેથી નીકળીને આરવની બાજુમાં બેસવાં જવાં લાગી.

“આ છોકરો આવું કેમ બિહેવ કરે છે...!?” આરવનું બિહેવિયર નાં સમજાતાં લાવણ્યા મૂંઝાઈને થોડીવાર ઊભી રહી પછી છેવટે ગ્રૂપનાં બીજાં ફ્રેન્ડ્સની જોડે કારની પાછલી સીટમાં બેસવાં લાગી.

***

“તમે લોકો ખરેખર કશુંજ નઈ ખાઓ...!?” આરવે તેની કાર લાવણ્યાની સોસાયટીના ગેટની સામે ઊભી રાખી અને પાછલી સીટમાં બેઠેલાં લાવણ્યા અને નેહાને પૂછ્યું.

આખો દિવસ શોપિંગ વગેરે પતાવી આરવ નેહા અને લાવણ્યાને તેમની સોસાયટીનાં નાકે ઉતારવાં આવ્યો હતો. આખો દિવસ જોડે ફરતી વખતે આરવે લાવણ્યાને જલાવાં માટે નેહાને વધુને વધુ “ભાવ” આપે રાખ્યો હતો.

આરવનાં એવાં બિહેવિયરથી મુંઝયેલી લાવણ્યા કોઈ કોઈવાર ચિડાઈ પણ જતી. જે જોઈને આરવને વધુ મઝા આવતી અને લાવણ્યાને જલાવાં આરવ એજરીતે બિહેવ કરે જતો.

રિટર્નમાં આવતી વખતે લાવણ્યાએ જાણી જોઈને પોતાની બધી શોપિંગ બેગ્સ જ્યારે આગળની સીટમાં મૂકી દીધી ત્યારે આરવને લાવણ્યાની એ જેલસી જોઈને વધારે મજા આવી ગઈ. જોકે લાવણ્યા વધુ નારાજ થઈ બોલવાનું બંધ કરી દેશે એ બીકે આરવે છેવટે નેહાને પણ પાછળની સીટમાં બેસવાંનું કહ્યું હતું. બાકીની ગર્લ્સને કોલેજમાં ઉતારીને આરવ છેવટે એક સોસાયટીમાં રહેતાં નેહા અને લાવણ્યાને ઉતારવાં આવ્યો હતો.

“ના...! નવરાત્રિમાં સ્લિમ-ટ્રીમ દેખાવાં માટે બા’રનું ઓછું ખાવાનું...!”પાછલી સીટમાં બેઠેલી નેહા સ્મિત કરીને બોલી અને કારનો દરવાજો ખોલીને નીચે ઉતરવા લાગી.

“ચલ...! ગૂડ નાઈટ...!” લાવણ્યા પણ સહેજ ચિડાઈને બોલી અને બીજી સાઈડનો દરવાજો ખોલી પોતાનાં સામાનની બેગ્સ આગલી સીટમાંથી લઈને નીચે ઉતરવાં લાગી.

“ગૂડ નાઈટ....!” આરવે કહ્યું.

“તું ઘરે નઈ આવે...!?” નેહાએ ડ્રાઇવિંગ સીટમાં બેઠેલાં આરવને નીચાં નમીને પૂછ્યું.

“નાં....! પછી ક્યારેક...!” આરવે સહેજ ધિમાં સ્વરમાં કહ્યું અને લાવણ્યા સામે જોયું.

કારમાંથી ઉતરીને તે આરવ

“સારું ચલ...! બાય...!” નેહા બોલી અને કારની આગળથી નીકળી રોડ ક્રોસ કરવાં લાગી.

આરવ સામે એક નજર જોઈ રહીને લાવણ્યા પણ નેહા જોડે-જોડે ચાલવા લાગી.

આરવે અજાણ્યાં બનીને એક ઔપચારિક સ્મિત કર્યું અને લાવણ્યાને જતી જોઈ મૂંછમાં મલકાઈ રહ્યો.

“કાલે મળીએ...! પાર્લરમાં જવાં માટે...!” સોસાયટીનાં ગેટમાંથી એન્ટર થતાં-થતાં નેહા બોલી અને જમણી બાજુ કોર્નર ઉપર આવેલાં પોતાનાં ઘરનાં ગેટની આગળ પેવમેંન્ટ ઉપર ઊભી રહી.

“હાં..! સારું...! બાય...!” હળવું સ્મિત આપીને લાવણ્યા બોલી અને પોતાનાં ઘર તરફ જવાં લાગી.

***

“આ છોકરો કેમ આવું બિહેવ કરતો’તો આજે...!?” પોતાનાં બેડ ઉપર પડે-પડે લાવણ્યા આરવ વિષે વિચારી રહી હતી.

પડખાં ફેરવી રહેલી લાવણ્યાને ચેનનાં પડતાં તેણીને પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને આરવને મેસેજ કરવાં whatsapp ઓપન કર્યું.

“તું કેમ આવું બિહેવ કરતો’તો...!” લાવણ્યાએ મેસેજ ટાઈપ કર્યો પછી સેન્ડ કરતાં પહેલાં વિચારી રહી.

થોડીવાર સુધી વિચાર્યા બાદ છેવટે લાવણ્યાએ માથું ધૂણાવ્યું અને મેસેજ ડિલીટ કરી નાંખ્યો. મોબાઈલ ઓશિકાં નીચે દબાવીને આંખો મીંચી દીધી.

***

“બે યાર તે કીધું’તું એવુંજ થયું...!” અક્ષય જોડે ચાય-સુટ્ટા કાફે બેઠેલો આરવ બોલ્યો “એને ફીલિંગ છેજ...! બસ એ ખાલી એક્સ્પ્રેસ ન’તી કરતી...! કે પછી એને પોતાને ખબર ન’તી....!”

ખુશ થઈ ગયેલો આરવ બધું અક્ષયને કહેવાં લાગ્યો.

***

“શું કરે છે યાર...!? આજે તો મજા આઈ ગઈ...!” પોતાનાં ઘરની બાલ્કનીમાં ઊભેલી નેહાએ ઉત્સાહમાં આવીને સિદ્ધાર્થને ફોન ઉપર કહ્યું.

“ઓહો...શું થયું...!? આટલી ખુશ...!?” સિદ્ધાર્થને નવાઈ લાગતાં તેણે મલકાઈને પૂછ્યું

“હમ્મ....! બવ...બવ...ખુશ...!” નેહા એવાંજ ઉત્સાહપૂર્વક બોલી.

“આજે મોસમનો હાલ નઈ પૂછે...!?” સિદ્ધાર્થે ટોંન્ટ માર્યો.

“ના...આજે તો કઈં ખાસ વરસાદ નઈ પડ્યો..!” નેહા બોલી અને બાલ્કનીમાં ઊભાં-ઊભાં આકાશ તરફ જોઈ રહી “અને હવે કાલથી નવરાત્રિ ચાલું થાય છે...! તો પડવો પણ ના જોઈએ...!”

“હમ્મ....!”

“એ....નવરાત્રિનું શું પ્લાનિંગ છે...!?” નેહાએ પૂછ્યું.

“અરે હું એકલો છોકરો....! અમારે શું પ્લાનિંગ હોય...!” સિદ્ધાર્થ બોલ્યો.

“કેમ...!? તું કોલેજમાં નઈ જતો...!? ત્યાં તારું ગ્રૂપ નઈ.....!?” નેહાએ પૂછ્યું.

“છે ને...! પણ બવ મોટું નઈ...!” સિદ્ધાર્થ બોલ્યો.

“ઓહો...! તો તો કોલેજની બધી ગર્લ્સ પાગલ હશેને તારી પાછળ...! હમ્મ...હમ્મ....!” એકલાં ઊભેલી નેહાએ સિદ્ધાર્થને સામે ઊભાં-ઊભાં પૂછતી હોય એમ આઈબ્રો નચાવી.

“અરે એવું કઈં નઈ....! હું એવરેજ છોકરો છું યાર...!” સિદ્ધાર્થ બોલ્યો “અને એમપણ...! મારે રોજે કોલેજ જવાતું પણ નઈ....! વીકમાં એક-બેવાર...માંડ....!”

“હમ્મ...! તો પણ તું તો તારાં ગ્રૂપનો લીડર હોઈશને...!” નેહા બોલી “બધાં તારી વેટ કરતાં હશે...! નઈ..!?”

“હી..હી...તું એ બધું છોડ....! તું એમકે...! તું કેમ આટલી ખુશ છું....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“અરે...! એ તો હું મારી ઓલી ફ્રેન્ડની વાત ન’તી કરતી...!?” નેહા વાત બનાવીને કહેવાં લાગી “જે એક ફાલતું છોકરાં પાછળ પાગલ હતી...!? એની જોડે મારે વાત થઈ...! ધે આર જસ્ટ ફ્રેન્ડ્સ...! બીજું કઈં નઈ...!”

“ઓહ...! એમ વાત છે....!” બંને વાતો કરવાં લાગ્યાં.

***

“સાંભળ...! તું આજે કોલેજ ના આવતો...!” અક્ષયે ફોન કરીને આરવને કહ્યું.

“અરે કેમ.....!?” આરવ ચોંકયો “આજથી નવરાત્રિ શરૂ થાય છે ભાઈ...! ઓલી મને જાનથી મારી નાંખશે...!”

“અરે બાપા...હું કોલેજ આવાની ના પાડું છું....!” અક્ષય બોલ્યો “એની જોડે ગરબામાં જવાની ના થોડો પાડું છું...!”

“ઓહ...! તો ...!”

“તો તું એને સીધો સાંજે ગરબામાં જતી વખતેજ મલજે અવે....!” અક્ષય વચ્ચે બોલ્યો “આખાં દિવસમાં જો એનો ફોન-બોન આવે તો પણ એકજવારમાં ના ઉઠાઈ લેતો...! થોડું તડપાવજે એને...! પછી ઉઠાવજે....!”

“હુમ્મ...! તો આખો દિવસ ક્યાં કાઢવાનો...!? ચાય-સુટ્ટા કાફે..!?” આરવે પૂછ્યું.

“ના અવે...! મારે તો આજે કોલેજ અતેન્ડ કરવી પડે એમ છે...!” અક્ષય બોલ્યો “તું આરામ કરીલેજે...! બીજું શું...!? એમ પણ રાતે ગરબામાં લેટ જાગવાનુ છે...!”

“હમ્મ..! પણ હું તો હમણાંજ ઉઠ્યો...!” આરવ બોલ્યો.

“તો ફરી સૂઈજા...! પણ મેં જે કીધું એજ કરવાનું છે...!” અક્ષય ધમકી આપતો હોય એમ બોલ્યો.

“હમ્મ...સારું...!”

“અને હા સંભાળ...!” અક્ષયે ફોન મૂકતાં પહેલા કહ્યું “જો લાવણ્યાના ફોન આયા પછી તરતજ નેહા કૉલ કરે....તો તું નેહાનો કૉલ તરતજ રિસીવ કરી લેજે...!”

“એવું કેમ....!?” આરવને નવાઈ લાગી.

“જો નેહા અને લાવણ્યા જોડે હશે….! અને લાવણ્યા તને કૉલ કરશે...અને તું એનો કૉલ રિસીવ નઈ કરે...! તો પછી પોસિબલ છે...! કે નેહા તરતજ તને કૉલ કરે....! એટ્લે...!”

“ઓહ...સમજી ગ્યો...! સારું..!” આરવ બોલ્યો અને છેવટે બંનેએ કૉલ કટ કર્યો.

“હવે...! શું કરું...!?” દીવાલ ઉપર લાગેલી વૉલ ક્લોક સામે જોઈને આરવ બબડ્યો “સૂઈજ જાવાંદેને..!”

આરવે તરતજ બેડમાં પડતું મૂકી દીધું.

***

“કેમ આરવ નઇ આયો આજે...!?” કેન્ટીનમાં બેઠેલી અંકિતાએ સામે બેઠેલ લાવણ્યાને પૂછ્યું.

લાવણ્યાએ કેન્ટીનમાં આમતેમ જોયું. બે-ચાર ટેબલ પછી આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ બેઠેલાં હતાં. જોકે આરવ ગેરહાજર હતો.

“હજી આયો નઈ લાગતો..!” લાવણ્યાએ ધીરેથી કહ્યું.

“કેમ...!? આજે ગરબામાં જોડે નઈ આવાનો...!?” અંકિતાએ લાવણ્યાને ચિડાવાનાં સ્વરમાં કહ્યું “તું તો કે’તી ‘તીને...! એ હવે આપડી જોડે આવશે....!?”

લાવણ્યાએ કઈંપણ જવાબ આપ્યા વિના તેનાં ફોનમાં whatsapp ચાલું કર્યું અને આરવને મેસેજ કરવાં માંડી.

“ક્યાં છે...!? આયો નઈ હજી.......!?” મેસેજ ટાઈપ કરીને લાવણ્યાએ સેન્ડ કરી દીધો.

થોડીવાર સુધી મોબાઈલમાં જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ મોબાઈલ લૉક કર્યો અને ચેયરમાંથી ઊભી થઈ.

“લેકચર ભરી લઈએ...!” લાવણ્યા બોલી “પછી નવરાત્રિમાં રજાઓ પડશે....!”

એટલું કહીને લાવણ્યા કેન્ટીનમાંથી બહાર જવાં લાગી.

“વાત તો સાચી...!” પ્રેમ પણ ઊભો થયો અને પોતાનો સામાન સમેટી ત્યાંથી જવાં લાગ્યો. થોડીવાર પછી નેહા, કામ્યા સહિત ગ્રૂપના અન્ય ફ્રેન્ડ્સ પણ લેકચર માટે જતાં રહ્યાં.

***

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ઊંઘી રહેલાં આરવનો ફોન કયારનો વાગી રહ્યો હતો.

બપોરના લગભગ અઢી વાગવાં આવ્યાં હતાં.

“સોરી...! પણ અત્યારે નઈ....!” સ્ક્રીન ઉપર નંબર જોઈને આરવે ફોન પાછો ઊંધો બેડ ઉપર મૂકી દીધો.

આખી રિંગ વાગી જવાં છતાં આરવે જાણી જોઈને ફોન ના ઉઠાવ્યો. ફોન લાવણ્યાનો હતો. જે કયારની આરવને કૉલ કરી રહી હતી. છતાં, અક્ષયે કહ્યાં મુજબ આરવે ફોન ના ઉઠાવ્યો.

***

“અરે આ છોકરો કેમ આવું કરે છે...!?” અનેકવાર રીંગો કર્યા છતાં આરવે જ્યારે ફોન ના ઉઠાવ્યો તો પરેશાન થઈ ગયેલી લાવણ્યા બબડી.

“શું થયું...!?” ગર્લ્સ વૉશરૂમ આગળ ઊભેલી લાવણ્યાની પાછળથી નેહાએ આવીને પૂછ્યું.

“કઈં નઈ..! આપડે પાર્લર જવાનું છેને..! તો હું આરવને ફોન કરતી’તી...!” લાવણ્યા સહેજ નિરાશ સ્વરમાં બોલી “પણ એ ક્યારનો ફોન ઉઠાવતોજ નઈ....!”

“ઓહ..! તો હું કરી જોવું છું...! ઊભી રે’…!” નેહાએ પોતાનાં મોબાઈલમાંથી આરવને કૉલ કર્યો.

“હેલ્લો...!” બીજીજી રીંગે આરવે નેહાનો કૉલ રિસીવ કરી લીધો “શું કરે છે તું..!? ક્યાં છે...!?”

લાવણ્યા નવાઈપૂર્વક નેહાને આરવ સાથે વાત કરતાં જોઈ રહી.

“હું ક્યારની કૉલ કરું છું....! આટલાં મેસેજ પણ કર્યા...! પણ મને કોઈ રિપ્લાય ના આપ્યો...!?” ફોન ઉપર વાત કરી રહેલી નેહા સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી “શું પ્રોબ્લેમ છે આ છોકરાંને....!? મારી જોડે આવું બિહેવ કેમ કરે છે...!?”

“તો તું કેટલાં વાગે આવાનો...!?” નેહાએ સહેજ ઊંચા સ્વરમાં પૂછતાં લાવણ્યા આરવના વિચારોમાંથી બહાર આવી.

“હમ્મ...સારું....ચલ બાય...!” આરવ સાથે વાત કરીને નેહા ફોન મૂકવા લાગી “હાં...સારું..! હું બધાંને કઈ દઈશ....! ચલ...બાય..!”

ફોન મૂકતાં પહેલાં નેહાએ આરવને કહ્યું અને કૉલ કટ કર્યો.

“અમ્મ..! આરવે એવું કીધું કે એ હવે સાંજે મલશે...! ખેતલાપા..!” નેહા લાવણ્યાને ઇન્ફોર્મ કરતી હોય એમ બોલી “એનાં ગ્રૂપનાં અને આપડા ગ્રૂપનાં બધાં ત્યાંથી જોડે જવાનાં છેને...! ગરબામાં...!”

આરવ વિષે વિચારી રહેલી લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું.

“તો આપડે પાર્લર ઓટોમાંજ જતાં આઈએ...!?” નેહા પૂછ્યું.

“હમ્મ...! તું બધાંને લઈને ગેટ આગળ આવ..!” લાવણ્યા બોલી “હું ત્યાં વેટ કરું છું તારી...!”

***

“ભાઈ એ ગુસ્સે થશે તો...!?” આરવે અક્ષયને કહ્યું.

“તો થવાંદેને...! એ ગુસ્સે થવીજ જોઈએ...!” અક્ષય બોલ્યો.

બંને તેમનાં રોજનાં અડ્ડે ચાય-સુટ્ટા કાફે બેઠાં હતાં. સાંજ પડવાં આવી હતી અને ગરબામાં જવાનો ટાઈમ પણ થવાં આવ્યો હતો.

“પણ તું ઓળખતો નઈ એને...!” આરવ દયામણું મોઢું કરીને દલીલ કરતાં બોલ્યો “એ વધારે ગુસ્સે થઈ...તો નારાજ થઈને મારાં જોડે બોલવાનું બંધ કરી દેશે...! યાં તો મને પનીશ કરવાં કઈંકનું કઈંક કરશે...!”

“જો એવું થાય...! તો એનો મતલબ એને ફીલિંગ છે તારાં માટે...!” અક્ષય શાંતિથી બોલ્યો.

આરવ વિચારી રહ્યો.

“આજે શક્ય એટલું લેટ જવાનું તારે...!” અક્ષય બોલ્યો.

“અને લેટ જવાનું બા’નું...!?” આરવે પૂછ્યું.

“બા’નું નઈ...! સ્ટોરી..!” અક્ષય બોલ્યો “હું કઉ છું એમ કે’જે...!”

અક્ષય આરવને લાવણ્યાના ગુસ્સાંથી બચવાંની “સ્ટોરી” કહેવાં લાગ્યો.

***

“પણ તું નેહાને જોડે લઈનેજ આવને વિજય...!” ફોન ઉપર કરણસિંઘ વિજયસિંઘ સાથે વાત કરી રહ્યાં હતાં “ત્રીજા નોરતે સુરેશ ‘ને બધાં ભેગાં થઈશું...! અને પછી સગાઈનું પતાઈને બાકીના નોરતાં તમે બરોડાં સેલિબ્રેટ કરજો..!

...આઠમના દિવસે અમારાં ગામડે પણ બધાંને મલી લેવાશે...!” કરણસિંઘ બોલ્યાં “એ બા’ને તમે અને નેહા પણ અમારું ગામ જોઈ લેશે..! અને બા વગેરેને પણ મલાઈ જશે...! પછી વિથ ફેમિલી જઈએ બધાં પાવાગઢ...ચોટીલા...! તમારાં કુળદેવીના દર્શન થઈ જાય અને અમારાં પણ...! બોલ શું કે’વું..!?”

“હમ્મ...! એટ્લે આખી નવરાત્રિ ત્યાંજ ઉજવી લઈએ એમને...!?” વિજયસિંઘ સ્મિત કરીને બોલ્યાં.

“અરે વિજય...! તમે દર વર્ષે અમદાવાદ નવરાત્રિ સેલિબ્રેટ કરોજ છોને...!” કરણસિંઘ દલીલ કરતાં હોય એમ બોલ્યાં “અને એમાંય...તારે આઠમ ઉપર બરોડાં તો આવાનુંજ છેને...! કુળદેવીને નૈવેધ ધરાવાં...!”

“હાં...! એ તો ખરું...! સારું..તો...!” વિજયસિંઘ સહમત થતાં બોલ્યાં “તમે કો’ એમ રાખીએ..! સગાઈ પછી...! તમારાં ગામ...! મારે પણ જે ઓલું જમીનનું કામ હતું...! એ પણ થઈ જશે...!”

“સરસ...! તારે એકજ ધક્કે એ પણ પતશે...!” કરણસિંઘ સ્મિત કરીને બોલ્યાં “હું સુરેશને કહીને બધું નક્કી કરું છું....! હમ્મ...!”

***

“બસ જો...! તૈયારજ થયો છું...!” ફોન ઉપર વાત કરી રહેલાં સિદ્ધાર્થે કહ્યું “તારી જેમ હું પણ આજે ઘણાં દિવસે ફ્રેન્ડ્સ જોડે જઈશ..! પે’લ્લું નોરતું સેલિબ્રેટ કરવાં..!”

“તો પછી...! જવુંજ જોઈએ...!” સામે છેડેથી નેહા બોલી “આમ શું સાવ બોરિંગ બોરિંગ લાઈફ જીવવાની...! હમ્મ....!”

નેહા સાથે વાત કરતો-કરતો સિદ્ધાર્થ પોતાનાં રૂમમાંથી નીચે ડ્રૉઇંગ રૂમમાં જતી સીડીઓ ઉતરવાં લાગ્યો.

“કોની જોડે વાત કરે છે..!?” સિદ્ધાર્થ સાથે વાત કરી રહેલી નેહાને કોઈ છોકરીએ પૂછ્યું.

સીડીઓ ઉતરતાં-ઉતરતાં સિદ્ધાર્થ નેહાને તે છોકરી સાથે વાત કરતાં સાંભળી રહ્યો.

“ અરે મારો ફ્રેન્ડ છે લાવણ્યા..!” નેહા તેણીને કહેવાં લાગી.

“અમ્મ...! નેહા..!” ડ્રૉઇંગરૂમમાં ફોન ઉપર વાત કરતાં-કરતાં આમતેમ આંટા મારતાં પિતા કરણસિંઘને જોઈને સિદ્ધાર્થ બોલ્યો “હું પછી વાત કરું...! ચલ બાય..!”

“હાં...હાં..બાય...! પછી વાત કરું..!” એટલું કહીને નેહાએ પણ સામેથી કૉલ કટ કર્યો.

નેહા સાથે વાત કરી ફોન પોતાનાં કુર્તાના ખિસ્સામાં મૂકતાં-મૂકતાં સિદ્ધાર્થ મેઈન ડોર તરફ ચાલ્યો.

“અરે સિદ્ધાર્થ...!” ત્યાંજ કરણસિંઘે તેને ટોક્યો.

“હાં...અ..બોલો..!” સિદ્ધાર્થ પાછું ફર્યો તેમની તરફ જવાં લાગ્યો.

“કોઈ કામથી જાય છે..!?” મોબાઈલ કાનથી સહેજ દૂર પકડી રાખીને કરણસિંઘ બોલ્યાં.

“હાં..અ..નઈ...હું તો બસ ફ્રેન્ડ્સ જોડે જતો’તો...! પે’લ્લું નોરતું હતું ‘ને આજે...!” સિદ્ધાર્થ ખચકાઈને બોલ્યો.

“અચ્છા...! ઠીક છે...! આજે જતો આય..! પણ કાલથી કઈં પણ પ્લાન કરે..એ પહેલાં મને પૂછજે...!” કરણસિંઘ હમેશાંની જેમ કડક સ્વરમાં બોલ્યાં “અને ફેક્ટરીએ પણ હમણાં મને કઈને જજે..! આપડે ઘણી દોડાદોડ કરવાની છે...!”

“કેમ શેની દોડદડ...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“મે’માન અવાનાં છે..!” કરણસિંઘ સહેજ સ્મિત કરીને બોલ્યાં “તારી સગાઈ નક્કી કરવાની છે...!”

કરણસિંઘ સપાટ સ્વરમાં બોલી ગયાં અને માથે વીજળી પડી હોય ચોંકીને સિદ્ધાર્થ હતપ્રભ આંખે શૂન્યમનસ્ક જોઈ રહ્યો.

***

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19
Share

NEW REALESED