journy to different love... - 23 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 23




(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ મેહુલભાઈએ પૂછેલા સવાલોનો જવાબ આપે છે, જે સાંભળીને મેહુલભાઈ લાગણીવશ થઈ અને વિરાજને ગળે લાગી જાય છે, પછી બન્ને વચ્ચે થોડીક વાત-ચીત થાય છે અને વિરાજ ડરતા-ડરતા મેહુલભાઈને પૂછે છે કે,"તમે નીયા સાથે દસ વર્ષ પહેલા ઘટેલી ઘટના કહેશો?"જેમાં થોડીક-વાર વિચાર કર્યા બાદ મેહુલભાઈ તેને હા પાડે છે. રાત્રે અવિનાશ અને મેહુલ અનન્યા સહીત તેનાં પરિવારને નીયાની ગેરહાજરીમાં સવારે બનેલી ઘટના કહે છે.પ્રિયા-મેહુલ,અનન્યા-અવિનાશ અને વિરાજ આટલા કોફી શોપ પર ભેગા થાય છે અને અનન્યા અને મેહુલભાઈ નીયાનો અને પોતાનો ભૂતકાળ કહેતા હોય છે, જેમાં આગળ...)

અનન્યાને કૉલ આવ્યો.તેણે જોયું તો તેનાં પપ્પાનો કૉલ હતો.તેણે મેહુલભાઈને કહ્યુ,"તમે કન્ટિન્યુ કરો,હું આવુ છુ."એટ્લે મેહુલભાઈએ બોલવાનું શરૂ કર્યું,


"અનન્યા,નીયા અને આલોક આ ત્રણેયની તો જોડી બની ગઇ હતી.સ્કૂલેથી માંડીને ઘર સુધી તેઓ સાથેને સાથેજ રહેતાં.નીયા માટે અનન્યા શ્વાસ હતી અને આલોક તેનાં દિલના ધબકારા..નીયા હોમવર્ક કરવાની બહુ આળસુળી,તેનું હોમવર્ક કાં તો હું કરૂ, કાં તો આલોક કરે કાં તો અનન્યા.અને જ્યારે તે હોમવર્ક નાં કરતી ત્યારે તેને સજા થતી અને સાથે-સાથે અનન્યા અને આલોક બન્ને પણ સજા ભોગવતા."

(ત્યાં અનન્યા આવી અને બેસી ગઇ અને મેહુલભાઈને ઈશારામાં પોતાની વાત કન્ટિન્યુ રાખવાનુંં કહ્યુ) મેહુલે પોતાની વાત કન્ટિન્યુ રાખી,"નીયાને ફાઇટ કરવી પહેલેથી ગમે.તે ફાઈટીંગવાળા મુવી વધું જોતી.તે પાંચમા ધોરણમાં હતી ત્યારેજ તેણે કરાટે શીખવાનું શરૂ કર્યું હતુ.ખાલી મજા માટે અને શોખ ખાતર તે કરાટે શીખવા જતી હતી.જ્યારે આલોક તેનાથી સાવ વિરૂદ્ધ પ્રકૃતિનો.તેને મારા-મારી કરવી કે લડાઈ કરવી જરાય નહતી ગમતી.તે સાવ શાંત સ્વભાવનો હતો. એકવારની વાત છે જ્યારે તેઓ નવમાં ધોરણમાં હતાં.બ્રેક પડ્યો હતો,નીયા અને અનન્યા ક્લાસમાં બેઠા હતાં અને આલોક ત્રણેય માટે નાસ્તો લેવા ગયો હતો.આલોક નાસ્તો લઇ અને પાછો આવતો હતો ત્યાં છોકરાંઓનાં એક ટોળા એ આલોકનો રસ્તો રોકી તેની પાસેથી નાસ્તો લઇ લીધો અને તેને કહ્યુ,"તું આખો દિવસ છોકરીઓ ભેગો ફર્યા કરે છે. સાવ બાયલો છે."આટલું બોલી તે બધાં આલોક પર જોર-જોરથી હસવા માંડ્યા.આલોક રડતો-રડતો નીયા અને અનન્યા પાસે આવ્યો અને તેઓને આ બધી ઘટના વિશે કહ્યુ.નીયાનો મગજ ગયો...તેણે આલોકનો હાથ પકડ્યો અને ક્લાસની બહાર નીકળવા માંડી.અનન્યા પણ તેની પાછળ-પાછળ દોડી,નીયા આલોકને લઇને પેલા છોકરાંઓ પાસે આવી અને આલોકને તેમની સામે મુકી,તે પોતે આલોકની પાછળ ઊભી ગઇ અને બોલી,"હિમ્મત હોઇ તો હાથ લગાડીને દેખાડો."
તેમાંથી એક છોકરાએ આલોકને ધક્કો માર્યો,અને બોલ્યો,"લે ધક્કો માર્યો શું કરી લઈશ?"
અનન્યાએ આલોકને સંભાળી લીધો.અને નીયાએ પેલા છોકરાએ પોતાના જે હાથેથી આલોકને ધક્કો માર્યો હતો તે હાથને મચકોડી નાખ્યો.અને તેમની પાસેથી તેમનાં જ પૈસે નાસ્તો લેવડાવ્યો."

હવે અનન્યા બોલી,"નીયા-આલોકનો પ્રેમ દિવસેને દિવસે વધતો જતો હતો.હવે અમારું દસમુ ધોરણ આવી ગયુ હતુ.અમે ત્રણેયે એકસાથે મળીને ખૂબ મહેનત કરી અને એક્ઝામ આપી અને અમારી મહેનત રંગ લાવી.અમે ત્રણેયે ટોપ કર્યું હતુ આથી ઘરનાં બધાં સદસ્યો ખુબજ ખુશ હતાં.અમે મનાલી અને સિમલા બાજું ફરવા ગયા.અમે ઘણી જગ્યાએ ફર્યા,પ્રકૃતિનું સુંદર દ્રશ્ય જોવા મળતું હતુ. ત્યાં નીયાને તાવ આવી ગયો હતો ત્યારે આલોકે અમને બધાને ધરાર ફરવા મોકલ્યા અને પોતે નીયા પાસે રહ્યો.નીયાનાં માથા પર મીઠાંનાં પાણીનાં ગરમ પોતા મુકયા.અરે, નીયાનું ફેવરિટ સૂપ બનાવવા તે તો હોટેલનાં કિચનમાં જીદ્દ કરીને ઘૂસી ગયો.રાત્રે જ્યારે અમે પરત ફર્યા ત્યારે અમે રૂમની અંદર ગયા તો ત્યાં બેડ પર આલોક બેઠા-બેઠા જ સુઈ ગયો હતો અને નીયા તેનાં ખોળામાં માથું રાખી અને સૂતી હતી.બન્નેનાં હાથ એક-બીજા સાથે પકડેલા હતાં.જાણે તેમનો જન્મો-જન્મનો સંબંધ ના હોઇ? બધુ સારી રીતે વીતી રહ્યુ હતુ.પણ જીવનમાં ખાલી સુખ આવે એવું તો બનતું નથીને,
અમે એક દિવસ સાંજે કોલેજમાં એડ્મીસન લેવા માટેનું કામ કરી રહ્યાં હતાં કે ત્યાંજ અભિજીત અંકલ અને હેત્વિ આંટી આવ્યાં.બન્ને ખુબજ ખુશ દેખાતા હતાં.અંકલનાં હાથમાં કોઈ લેટર હોઇ તેવું લાગતું હતુ અને આંટીનાં હાથમાં મીઠાઈનું બોક્સ હતુ.અમે પુછ્યું કે,'શું છે આ લેટરમાં કે જેને કારણે તમે આટલા બધાં ખુશ થાઓ છો?"તો તેમણે કહ્યુ કે,"રશિયાની એક મોટી હોસ્પિટલમાંથી લેટર આવ્યો છે. તેઓ મને ત્યાં પોતાની હોસ્પિટલમાં કામ કરવા બોલાવે છે અને એ મોં માંગી રકમ આપવા પણ તૈયાર છે.સાથે-સાથે એક ડ્રાઇવર સાથેની ફોરવ્હીલર અને એક મોટું મકાન પણ"


અમે બધાં ખુશ હતાં પણ થોડુંક દુઃખ પણ હતુ. દુઃખ એ વાતનું હતુ કે તે લોકો રશિયા ચાલ્યા જશે તો અમે અલગ પડી જશું.પણ અંકલની પ્રગતિ થતી હોવાથી બધા એ વાતને ભૂલીને રશિયાની સુખદ વાત અપનાવી.તે રાત્રે અમારાં ત્રણેયમાંથી કોઈ જમ્યુ નહીં,અમે આખી રાત જાગતા રહ્યાં.ત્યારે અમે નક્કી કર્યું હતુ કે આલોક રોજ દિવસમાં બે વાર અમને ફોન કરશે.એક અઠવાડિયું સાથે ખૂબ એન્જૉય કર્યું અને પછી એ વસમી ઘડી આવી ગઇ,વિદાયની.. આલોકને મુકવા અમે એર-પોર્ટ સુધી ગયા ત્યાં અમે ત્રણેય એક-બીજાને ભેટી અને ખૂબ રડ્યા,આલોકે નીયાને પ્રોમિસ આપ્યું કે "ચાહે જે થઈ જાય તે, ભલે હું મરી પણ જાવ છતા એકવાર તો તમને બધાને અને ખાસ કરીને નીયુ તને મળવા જરૂર આવીશ."આટલું કહી તે નીકળી ગયો પણ.. અમને ક્યાં ખબર હતી કે તેણે બોલેલુ વાક્ય સાચું પડશે પણ અધડ઼ુ જ.."અનન્યાથી ડૂસકું ભરાઈ ગયુ તે આગળ નાં બોલી શકી આથી પ્રિયા,અવિનાશ અને વિરાજનાં મોં પર પ્રશ્નાર્થનોભાવ દેખાતો હતો આથી મેહુલે આગળ વાત વધારી..


"આલોક અને અંકલ-આંટી ત્યાં સારી રીતે સેટલ થઈ ગયા હતાં.તેઓ ખૂબ સારી રીતે રહેવા લાગ્યા હતાં.ત્યાં આલોકે એક કૉલેજમાં એડ્મીસન લઇ લીધુ હતુ.હું, નીયા અને અનન્યા અમે ત્રણેય દિવસના બે વાર આલોક સાથે ફોન પર વાત કરી લેતાજ.આલોકનો ત્યાં કોઈ રિતિક નામે ભારતીય ફ્રેન્ડ બની ગયો હતો.તે બન્નેને સારુ ભળતું. એક દિવસ આલોકનો ફોન આવ્યો ત્યારે તે ખૂબ ખુશ હતો તે ત્યાં કૉલેજ તરફથી ટ્રીપ પર જવાનો હતો,તેની સાથે તેનો ફ્રેન્ડ રિતિક પણ જવાનો હતો.ટ્રીપની બસમાં બેસી અને તેમણે અમને ફોન કર્યો હતો અને પાછો થોડાક સમય પછી ફોન કરીશ તેવું કહ્યુ હતુ,પણ તેનો ફોન નાં આવ્યો એટ્લે નીયાને ચિંતા થવા લાગી ત્યારે અમે બધાએ કહ્યુ કે,'તે ટ્રીપમાં એન્જોય કરતો હશે એટ્લે ભૂલી ગયો હશે.'બીજે દિવસે ફોન આવ્યો પણ તેનો નહીં અભિજીત અંકલનો...કે સ્કુલ ટ્રીપમાં બધાં ફરતા હતાં ત્યારે આલોક ભૂલથી જંગલનાં રસ્તે ચાલ્યો ગયો અને કેટલો સમય થઈ ગયો પણ તે પરત નાં ફર્યો એટ્લે કૉલેજવાળાએ અમને અને પોલીસને બોલાવ્યા.શોધ-ખોળ કરતા પોલીસને આલોકની લાશ...'
આટલું બોલતા તેઓ પોક મુકીને રડવા માંડ્યા.આ સાંભળ્યા પછી ઘરનાં બધાની આંખોમાં આસું હતાં સીવાય કે ...નીયા.હા, નીયાની આંખોમાં આસું નહતા.અમને બધાને આશ્ચર્ય હતુ પણ પહેલા ફોન પર વાત-ચિત્ત ચાલુ હતી તે જોવાનું હતુ.અંકલે આગળ કહ્યુ કે,"રિતિક પણ તેની ભેગોજ ગયો હતો પણ તેનો કોઈ પતો નથી લાગતો."


અમે બધાએ તુરંત રશિયા જવાનું નક્કી કર્યું,પણ નીયાની હાલત ત્યાં આવી શકાય તેવી નહતી એટ્લે હુ અને અનુ તેની પાસે રોકાયા અને મમ્મી-પપ્પા અને રાહુલ અંકલ ત્યાં પહોંચવાં માટે નીકળી પડ્યા. પણ ત્યાં સુધીની જર્ની લાંબી હોવાથી બહુ લેટ થઈ ગયુ હતુ એટ્લે આલોકનાં દેહને અગ્નિસંસ્કાર આપી દેવામાં આવ્યો હતો.અમે ત્યાં અભિજીત અંકલ અને હેત્વિ આંટીને સંભાળ્યા.1 મહિના પછી બધુ નોર્મલ થતા અમે પાછા ઈન્ડિયા આવતાં રહ્યાં. ઈન્ડિયા આવીને અમે ફોન કરીને કહ્યુ કે 'અમે પહોંચી ગયા છીએ.'


બસ આ અમારી ઈન્ડિયાથી રશિયાની તેમની સાથેની છેલ્લી વાત-ચિત્ત હતી.અમે થોડાક દિવસ પછી પાછો કૉલ કર્યો ત્યારે ફોન રિસીવ થયો પણ તેનાં નોકર દ્રારા..તેણે કહ્યુ કે 'તેઓ બન્ને ક્યાં ગયા છે કોઈને ખબર નથી.આમ,દીકરાના અચાનક મૃત્યુ થવાને કારણે તેમને બહુ ઊંડો આઘાત લાગ્યો છે.'પછીથી અમે તેમનો કોન્ટેક્ટ કરવાનાં બહુ પ્રયત્નો કર્યા પણ બધાં નિસ્ફળ રહ્યાં.બસ પછી ક્યારેય સંર્પક જ નથી થયો."

અનન્યાએ કહ્યુ કે," આલોકનાં મૃત્યુનો નીયાને ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો.તેણે ફોન પર આલોકનાં મૃત્યુનાં સમાચાર સાંભળ્યા ત્યારે તેની આંખો સાવ કોરી હતી,તે તરતજ પોતાના રૂમમાં ચાલી ગઇ અને દરવાજો લોક કરી નાખ્યો,રશિયા પહોંચવું પણ જરુરી હતુ આથી પપ્પા અને અંકલ-આંટી ત્યાં ગયા અને હું અને મેહુલભાઈ નીયા પાસે જ રહ્યાં.સવારનો બંધ દરવાજો છેક રાત્રે ખુલ્યો.હું અને મેહુલભાઈ અંદર પ્રવેશ્યા,નીયાની આંખો રડી-રડીને સુજી ગઇ હતી,તેની આંખો લાલ-ચૉળ થઈ ગઇ હતી.મોં સાવ કાળું પડી ગયુ હતુ.અને હોઠ સાવ સુકાઈ ગયેલા હતાં.હું જેવી તેની પાસે ગઇ કે તે મને વળગી પડી અને બોલી,'અનુ મારો આલુ...
મારો આલુ હવે આ દુનિયામાં નથી??!!...અનુ મારો આલુ..'મે તેને કસીને પકડી રાખી અમે બન્ને તે રાત્રે ખુબજ રડ્યા.

પછીથી તે સુન-મુન રહેવા લાગી. ઘરેથી કૉલેજ અને કોલેજથી ઘરેજ એનો રસ્તો.ક્યાંય કોઈ ફંકશનમાં નાં જતી,કોઇ પણ પીકનીક હોઇ તો પણ તે નાં જ પાડતી.ઘરે પોતાના રૂમમાં જ રહેતી,અને જમવાના સમયેજ ઉતરતી.કૉલેજમાં આવતી પણ ખાલી ભણવાજ. ખાલી ભણતી.. કોઈ સાથે વાત-ચિત પણ નાં કરતી.વધુમાં વધું તે મારી સાથે થોડીક વાત કરતી.આવુ થોડાક વર્ષ રહ્યુ.એક દિવસ તે ટેરેસ પર બેઠી હતી ત્યારે મેહુલભાઈ ત્યાં આવ્યાં તેમણે નીયા પાસે જઇ અને અગાસીમાંથી એક તારો દેખાડતા કહ્યુ..જો આ આપણો આલુ છે, તું અત્યારે રડે છે તે તેને નથી ગમતું..તે અત્યારે સેડ છે. તો પછી તું હવે હસી દે એટ્લે તે પણ ખુશ થઈ જાય. નીયા અનાયાસે હસી પડી એટ્લે મેહુલભાઈ બોલ્યા,' તું હસીને એટ્લે આલોક પણ હસ્યો,જો..નીયા જો તુ આમ દુઃખી રહીશ તો પછી આલોક ઉપરથી તને દુઃખી જોઇ અને દુઃખી થશે.તું એવું ઇચ્છે છે કે આલોક દુઃખી થાય?'

પછી ધીમે-ધીમે નીયા ખુશ રહેવા લાગી. પણ તેણે આલોકે કિધેલું 'હું મરી જઈશ છતા પણ મળવા આવીશ.'આ વાક્ય તેનાં મગજમાં ઘર કરી ગયુ.તે હમેશા અમને કહેતી,'જો..જો..મારો આલુ મને એક દિવસ મળવા જરૂર આવશે.'અમે એને સમજાવ્યુ કે આલોક મૃત્યુ પામ્યો છે તે હવે પાછો નહીં આવે.

આલોકને ગરીબોની મદદ કરવી ખુબજ ગમતી અને નીયાને પણ.. નાનપણથી બન્ને પોતાના બર્થ-ડે પર સાથે ગરીબોને વસ્તુ આપવા જતા અને અઠવાડિયે એક વાર ભોજન આપવા જતા.હજું નીયાએ પોતાનો એ ક્રમ જાળવી રાખ્યો છે, બસ તેની સાથે આલોક નથી.નીયા આલોકનાં બર્થ-ડે પર પણ ગરીબોને વસ્તુ આપવા જાય છે.તે આલોક સાથે જેવી ખુશ રહેતી તેવી ખુશ તો તે હજું નહતી રહેતી. પણ જ્યારથી વિરાજ તેનાં જીવનમાં આવ્યો ત્યારથી તે આલોક ભેગી જેટલી ખુશ રહેતી તેટલીજ ખુશ રહેવા લાગી હતી જે વાતનો અમને બધાને આનંદ હતો પણ જ્યારે તેને વિરાજની સચ્ચાઇ ખબર પડી ત્યારે તે ખુબજ રડી,તે 10 વર્ષ બાદ પાછી આવી રીતે રડી હતી."

મેહુલભાઈએ કહ્યુ કે,"થોડા સમય પછી નીયા જ્યારે તેનાં રૂમના ઝરૂખામાં ઊભી હતી ત્યારે હું તેની પાસે ગયો, મારા ખભા પર માથું મુકી તે ખુબજ રડી અને બોલી,'વિરાજને મારો પ્રેમ ન દેખાણો?જરૂર મારા પ્રેમમાં જ કોઈ ખામી હશે..'પણ તેનાં પ્રેમમાં કોઈ ખામી નહતી બસ વિરાજ તેને સમજી નાં શક્યો.હવે નીયાને મનાવવુ ખુબજ અઘરું છે,વિરાજ."

વાતાવરણ મૌન થઈ ગયુ. "આઈ એમ રિયલી સોરી"આટલું બોલી વિરાજ ત્યાંથી નીકળી ગયો.પછી તો અનન્યા-અવિનાશ,પ્રિયા-મેહુલ પણ પોત-પોતાને ઘરે જવા નીકળી પડ્યા.

(આલોક અને નીયાનો પ્રેમ તો સાચો છે. પણ.. હવે આલોક હયાત નથી અને આ આખી વાત સાંભળ્યા પછી વિરાજની નીયા સામે આવવાની હિમ્મત થશે?જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની..)

નીચે પ્રતિભાવ આપતા જજો,આ વાર્તાને વધુને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છૅ ને તેના પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચના માતૃભારતી પર મુકું તો સહુથી પહેલા તમને જાણ થઇ જાય.

જય સોમનાથ

#stay safe, stay happy😊

Share

NEW REALESED