VEDH BHARAM - 58 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 58

વેધ ભરમ - 58


શ્રેયાનો નંબર જોઇને અનેરીને નવાઇ લાગી. કેમકે શ્રેયાને નંબર આપતી વખતે અનેરીએ તેને ચોખ્ખી વોર્નીંગ આપી હતી કે ઇમર્જન્સી સિવાય ક્યારેય ફોન કરવો નહીં. જો કે અનેરીએ સાવચેતી રૂપે આ કાર્ડ અને મોબાઇલ બંને ફેક આઇ.ડી પરથી લીધા હતા. અનેરીએ ફોન ઉંચકી કહ્યું “હા બોલ શ્રેયા શું ઇમર્જન્સી કામ આવી ગયુ છે?”

શ્રેયા અનેરીનો કહેવાનો મતલબ સમજી ગઇ પણ પછી શ્રેયાએ જે કહ્યું તે સાંભળી અનેરી ચોંકી ગઇ.

“મેડમ, ગઇ કાલે મારા પર દર્શન સરના વાઇફનો ફોન હતો. તેને મારા અને દર્શન સરના સંબંધ વિશે ખબર હતી.”

“કોણ શિવાનીનો ફોન હતો?” અનેરીએ આશ્ચર્યથી પૂછ્યું.

“હા તેણે મને કહ્યું કે હું તેને મારી અને દર્શન સર વચ્ચેની ઇન્ટીમેટ ક્ષણોનો વિડીઓ આપુ તો તે મને તેના બદલામાં ત્રણ લાખ રુપીયા આપશે.” આ સાંભળી અનેરી તો વિચારમાં પડી ગઇ કે શિવાનીને શ્રેયા વિશે કેમ ખબર પડી? ક્યાંક તેને મારા પ્લાન વિશે પણ ખબર નથી પડી ગઇને?

અનેરીએ કંઇ જવાબ ન આપ્યો એટલે શ્રેયાએ આગળ કહ્યું “તેણે કાલે મને મળવા બોલાવી છે.”

આ સાંભળી અનેરીએ કહ્યું “ઓકે, હું તને કાલે સવાર સુધીમાં શું કરવુ તે કહી દઇશ. મારો ફોન ન આવે ત્યાં સુધી તુ તેને મળવા ન જાતી.”

એમ કહી અનેરીએ ફોન મૂકી દીધો. અનેરીએ શ્રીકાન્તને મળી આખી વાત કરી અને પછી બંનેએ વિચારીને નક્કી કરી લીધુ કે શ્રેયાએ શિવાનીને આ કામ કરવા માટે ના પાડી દેવી. શ્રેયાને શિવાની સાથે કનેક્શન જોડવા દેવામાં જોખમ હતુ. કેમકે અનેરી શિવાનીને ફસાવવા માંગતી હતી. જો શિવાની ફસાય અને તેનુ કનેક્શન શ્રેયા સાથે હોય તો શ્રેયા પણ ફસાય જાય. અને પછી તેની લીંક અનેરી સુધી આવે. એટલે કોઇ પણ હિસાબે શ્રેયાને શિવાની સાથે જોડાવા દેવાય નહીં. આ નક્કી થયા બાદ અનેરીએ શ્રેયાને ફોન કરી કહી દીધુ કે તુ શિવાનીને મળીને કામની ના પાડી દે અને તેને કહી દે કે હવે મારા અને દર્શન વચ્ચે એવા કોઇ સંબંધ નથી.

આ સાથે અનેરીએ શ્રેયા શું કહે છે તે જાણવા માટે તેની પાછળ એક માણસ મૂકી દીધો. શ્રેયાએ શિવાનીને મળીને કામની ના પાડી દીધી. આ અનેરીના માણસે સાંભળ્યુ હતુ એટલે અનેરીને શાંતિ થઇ ગઇ. અનેરીને ડર હતો કે ત્રણ લાખની વાત સાંભળી શ્રેયાનુ મન ડગી જશે. પણ શ્રેયાનો જવાબ સાંભળી અનેરીને શાંતિ થઇ ગઇ. પણ આ શાંતિ લાંબો સમય ટકે એમ નહોતી. હવે એવી ઘટનાઓ આકાર લેવા જઇ રહી હતી કે અનેરીએ પ્લાનમાં ફેરફાર કરવા પડે. થોડા દિવસ પછી ફરીથી શ્રેયાનો ફોન આવ્યો. હવે શ્રેયાનો ફોન આવતા અનેરીને ચિંતા થતી હતી. કેમકે હવે બનતી નવી ઘટના અનેરીના પ્લાનમાં અડચણરૂપ હતી. અનેરીએ ફોન ઉંચક્યો એટલે શ્રેયાએ કહ્યું “મેડમ એક પ્રોબ્લેમ છે. હું જ્યારે દર્શન સરની ઓફિસમાં હતી ત્યારે મારી સાથે ત્યાં એક છોકરો નોકરી કરતો હતો નિખિલ. અને મે જોબ છોડી એ પછી મારી જગ્યાએ એક નવી છોકરી આવી હતી નવ્યા. આ નવ્યા અને નિખિલ એકબીજાને પ્રેમ કરતા હતા.” અનેરીને થયું આ શું બીજાની કથા માંડી છે. એટલે તેણે શ્રેયાને કહ્યું “શ્રેયા આ બીજાની કથામાં આપણે શું છે. તુ જે હોય તે સીધી મુદ્દા પર આવ.”

“મેડમ આ મુદ્દાની જ વાત છે. આ સાંભળશો તો જ તમને અત્યારનો પ્રોબ્લેમ સમજાશે.” એમ કહી શ્રેયાએ આગળ કહ્યું “આ નિખિલે કંઇક પૈસાની ઉચાપત કરી એટલે દર્શન સરે તેને નોકરીમાંથી કાઢી મુક્યો. નિખિલે દર્શનની કંપની છોડી અને દર્શનના દુશ્મન એવા અશ્વિન કસવાલાની કંપનીમાં જોડાઇ ગયો અને પછી નવ્યાને પણ તેણે ત્યાં નોકરી અપાવી દીધી. આ નિખિલ અને નવ્યાના હાથમાં ક્યાંકથી મારી અને દર્શનની વીડિઓ ક્લીપ આવી ગઇ છે. આ ક્લીપમાં દર્શન દેખાતો નથી એટલે તે લોકો મને બ્લેકમેઇલ કરે છે અને કહે છે કે તુ દર્શન સાથે એવી રીતે વિડીઓ ક્લીપ બનાવ કે જેથી તેમા દર્શન પણ દેખાતો હોય. અને હું જો આ કામ ન કરુ તો તે લોકો મારી વિડીઓ ક્લીપ વાઇરલ કરી દેવાની ધમકી આપે છે. તે લોકોએ આવતી કાલે મને મળવા બોલાવી છે.” આ સાંભળી અનેરીને હવે શ્રેયા ઉપર જ શંકા ગઇ કે થોડા થોડા દિવસે આને કોઇને કોઇ કેમ આવુ મળી જાય છે. પહેલા શિવાની અને હવે નિખિલ આવી ગયો. કંઇક તો દાળમાં કાળુ છે. આ વિચારી અનેરીએ કહ્યું “હું તને સાંજે જવાબ આપુ છું.” એમ કહી અનેરીએ ફોન કટ કરી નાખ્યો. ત્યારબાદ અનેરીએ શ્રીકાન્તને બોલાવી શ્રેયા પર નજર રાખવાનુ અને શુ સાચુ છે તે જાણી લેવાનુ કહ્યું. શ્રીકાન્તે નિખિલ નવ્યા અને શ્રેયા વિશે તપાસ કરી અને સાંજ સુધીમાં રીપોર્ટ આપી દીધો કે શ્રેયા સાચુ બોલે છે. શ્રીકાન્ત એકદમ પહોંચેલી માયા હતી તેણે બધાની કુંડળી કાઢી લીધી હતી. હવે અનેરીને તેના પ્લાન વિશે ચિંતા થતી હતી કેમકે શ્રેયા તેના પ્લાનમાં હુકમનો એક્કો હતી પણ જે રીતે શ્રેયા ફસાઇ રહી હતી તે જોતા પ્લાન સફળ થવાના ચાન્સ ઘટતા જતા હતા. એટલે અનેરીએ જેમ બને તેમ જલદી કામ પતાવવાનુ નક્કી કરી લીધુ. આ માટે તેણે શ્રીકાન્તને બોલાવી તેની સાથે બધી ચર્ચા કરી. તે લોકોએ ઘણી બધી ચર્ચા કરી અને અંતે એક પ્લાન નક્કી કર્યો. આ પ્લાનના પહેલા ચરણ સ્વરૂપે અનેરીએ શ્રેયાને કહ્યું “તુ નિખિલ અને નવ્યાને કામ માટેની હા પાડી દે.”

પણ આ કહેતી વખતે અનેરીને નહોતી ખબર કે આ શ્રેયા જ તેના માટે એક પ્રોબ્લેમ બની જશે. શ્રેયાએ નિખિલ અને નવ્યાને કામ કરવાની હા તો પાડી પણ સાથે તેણે અનેરીને ખબર ન પડે તે રીતે દર્શન પાસેથી મળતી રકમમાં પોતાનો ભાગ પણ માંગ્યો. આ વાત જ આગળ જતા સમસ્યા ઊભી કરવાની હતી. શ્રેયાની પૈસા માટેની લાલસા જ તેને ફસાવવાની હતી.

શ્રેયાએ દર્શનને ફોન કરી મળવાની વાત કરી. દર્શનને તો છોકરી સામેથી આવતી હતી પછી ના શું કામ પાડે. દર્શને શ્રેયાને તેના ફાર્મ હાઉસ પર બોલાવી અને તેની સાથે સેક્સ માણ્યુ પણ આ વખતે શ્રેયાએ તેના પર્સને એ રીતે મૂક્યુ હતુ કે તેમા રહેલા સ્પાઇ કેમેરામાં આખુ દ્રશ્ય રેકોર્ડીંગ થઇ જાય. ત્યારબાદ આ રેકોર્ડીંગ તેણે નિખિલને મોકલી આપ્યુ. નિખિલે વિડીઓ થોડો એડીટ કરીને દર્શનને મોકલી આપ્યો જેથી દર્શનને ખબર ન પડે કે આ વિડીઓમાં તેની સાથે કોણ છે. આમ પણ દર્શને એટલી બધી છોકરીઓ અને સ્ત્રીઓ સાથે સંભોગ કરેલો કે તેને યાદ પણ ન હોય કે આ વિડીઓ ક્યાં અને કોની સાથે ઉતારેલો છે. નિખિલે વિડીઓ મોકલી તેની પાસેથી બીજા દિવસે સાંજ સુધીમાં પંદર લાખ રુપીયા માંગ્યા. હવે દર્શન પાસે આ પૈસા આપ્યા સિવાય કોઇ છુટકો નહોતો કેમકે જો આ વિડીઓ બહાર આવી જાય તો શિવાનીને તેની સાથે છુટાછેડા લેવાનો મોકો મળી જાય. તે શિવાનીને કોઇ પણ રીતે કબીર સાથે જવા દેવા માંગતો નહોતો. એટલે તે પૈસા દેવા માટે કબુલ થયો. તેણે નિખિલને પૈસા લેવા માટે રાત્રે ફાર્મ હાઉસ પર બોલાવ્યો.

આ બાજુ શ્રેયાના મનમાં હવે પૈસા માટેની લાલસા જાગી હતી. એટલે તેણે શિવાનીને ફોન કર્યો અને કહ્યું “હું તમને દર્શન સર સાથેનો મારો વિડીઓ મોકલી આપીશ પણ તેના બદલામાં તમારે મને પાંચ લાખ રુપીયા આપવા પડશે.” શિવાનીને તો કોઇ પણ રીતે દર્શન વિરૂધ્ધ સબૂત જોઇતા હતા એટલે તેણે હા પાડી દીધી અને આ માટે તેણે દર્શન પાસેથી પાંચ લાખ રુપીયા માંગ્યા. દર્શને બેંકમાંથી વીસ લાખ રુપીયા ઉપાડ્યા તેમાંથી પાંચ લાખ રૂપીયા શિવાનીને આપી દીધા. અને બીજા પંદર લાખ રુપીયા નિખિલને આપવા માટે રાખ્યા.

શ્રેયાએ અનેરીને ફોન કરી કહ્યું કે આજે રાત્રે નિખિલ રુપીયા લેવા દર્શનના ફાર્મ હાઉસ પર જવાનો છે. પણ તેણે એ વાત છુપાવી કે તેમા તેનો પોતાનો પણ ભાગ છે. આ સાંભળી અનેરીએ આખો પ્લાન એક્ટીવેટ કરી દીધો. તેણે શ્રેયાને કહ્યું તારે એક કામ કરવાનુ છે આજે નિખિલ દર્શનને મળે તે પહેલા તારે દર્શનને મળવા જવાનુ છે અને તે માટે હું તને જે કપડા આપુ તે પહેરીને જવાનુ છે અને તારે હું તને એક્ટીવા આપીશ તે લઇને જવાનુ છે.”

“ઓકે, મેડમ” શ્રેયા એ કહ્યું.

“અને સાંભળ તુ દર્શનને ફોન કરી કહી દે કે સાંજે આપણે મળીએ છીએ. અને સમય નક્કી કરી લે. પછી હું તને ફોન કરીશ.” આટલુ કહી અનેરીએ ફોન કટ કરી નાખ્યો.

અડધા કલાક પછી અનેરીએ શ્રેયાને ફોન કર્યો અને પૂછ્યું કે શું વાત થઇ તો શ્રેયાએ કહ્યું “દર્શન થોડો અપસેટ હતો પણ તેણે મને આઠેક વાગે મળવા બોલાવી છે.”

“ઓકે તો સાંભળ તારે બીજુ કંઇ કરવાનું નથી. તારે કાલે સ્ટેશન પર છ વાગે આવવાનુ છે ત્યાં તને એક ડ્રેસ અને એક્ટીવા અને એક ડબ્બી મળશે જેમાં એક લાંબો વાળ હશે અને સાથે એક દવાની બોટલ પણ તને આપશે. એ ડ્રેસ પહેરી એક્ટીવા લઇ મોઢુ ન દેખાઇ તે રીતે તારે ડુમસ તરફ જવાનું છે. ડુમસ તરફ જતા વચ્ચે પીપલોદ પાસે ગાર્ડન પછી એક ગલી પડે છે તે ગલીમાં જઇ દર્શનને ફોન કરી તુ આવે છે તે કહી દેવાનુ છે અને પછી ત્યાંથી ફાર્મ હાઉસ જવાનુ છે. ફાર્મ હાઉસમાં જઇ તારે દર્શન સાથે સમય ગાળવાનો અને ગમે તેમ કરી તેને પેલી દવાની બોટલમાંથી ત્રણ ટીપા પાઇ દેવાના છે. તુ તેના ડ્રીંક્સમાં મેળવી દે જે. આ દવા પીવાથી તેને ઘેન ચડશે. ત્યારબાદ તારે તે વાળ બેડ પર મૂકી દેવાનો છે અને ત્યાંથી નીકળી જવાનુ છે. એટલે તારુ કામ પૂરુ થઇ જશે. અને આ પ્લાનમાં કોઇ ફેરફાર થવો જોઇએ નહીં. ઓકે?”

“ઓકે, મેડમ. પણ તમે કરવા શું માંગો છો?” શ્રેયાએ કુતૂહલતાથી પૂછ્યું.

“એ તારે જાણવાની જરુર નથી. અને આ કામ કર્યા પછી તારે ભુલી જવાનુ છે કે તુ દર્શનને કયારેય મળી હતી. અને ક્યારેય તારી પુછપરછ થાય તો તારે એમ જ કહેવાનુ કે નિખિલ અને નવ્યા તને બ્લેક મેઇલ કરતા હતા.”

ત્યારબાદ અનેરીએ ફોન કટ કરી નાખ્યો.

અનેરીએ આ પ્લાન એ રીતે બનાવ્યો હતો કે શ્રેયા શિવાનીની એક્ટીવા લઇને અને શિવાનીનો ડ્રેસ પહેરીને દર્શનને મળવા જાય. અને ત્યાં ફાર્મ હાઉસ પર સબૂત સ્વરૂપે શ્રેયાને બોટલમાં આપેલો શિવાનીનો વાળ મૂકતી આવે જેથી આ સબૂતને લીધે શિવાની આ કેસમાં ફસાય જાય. પણ ધાર્યુ તો ધણીનુ થાય છે એ વાત અનેરી ભૂલી ગઇ હતી.

ત્યારબાદ અનેરીએ શ્રીકાન્તને બોલાવી પ્લાનના બીજા ભાગ વિશે ચર્ચા કરી. જો બંને ભાગ યોગ્ય રીતે પૂરા થાય તો દર્શન સાથેનુ તેનુ વેર પણ લેવાઇ જવાનુ હતુ અને શિવાની આ કેસમાં ફસાઇ જવાની હતી. પણ આપણા આયોજન પ્રમાણે દુનિયા ચાલતી નથી. એજ રીતે અનેરીના આયોજન પ્રમાણે બધુ ચાલવાનુ નહોતુ. આ સમયે અનેરીને નહોતી ખબર કે આખા પ્લાનમાં ઘણા વિઘ્નો આવવાના છે અને તે ધારતી હતી તેના કરતા શ્રેયાએ જુદી જ રમત રમી હતી. આ આખા પ્લાનમાં હવે ઘણા બધા પરીબળો ઉમેરાઇ ગયા હતા જેને લીધે પ્લાન અમલમાં મુકવામાં પણ તે પરીબળો ભાગ લેવાના હતા. પ્લાન જે સમયે અમલમાં મુકાવાનો હતો તે જ સમયે બીજી એક જગ્યાએ એક જુદી જ ઘટના આકાર લઇ રહી હતી જેને લીધે પણ આ પ્લાનમાં અસર થવાની હતી. અને આખો પ્લાન જુદુ જ સ્વરુપ ધારણ કરી લેવાનો હતો.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Priti Patel

Priti Patel 6 months ago

Vishwa

Vishwa 2 years ago

Niketa Patel

Niketa Patel 2 years ago

Ashish Thakor

Ashish Thakor 2 years ago

Neepa

Neepa 2 years ago