sarita books and stories free download online pdf in Gujarati

સરિતા

સરિતા ખૂબ દુખી હતી,અને એકલી બેઠી હતી .ત્યાંજ એની મિત્ર સુજાતા આવી. અને બોલી કેમ સખી આજે તને મૂડ નથી.

સરિતાના આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. જાણે જીવનભરની વેદના એની અખોમાંથી ટપકતી હતી.



સુજાતા બોલી ; તું મારી સાથે તારી વેદના કહી શકે છે.


સરિતા બોલી ;મારું મૂલ્ય જાણે શૂન્ય બની ગયું છે. કોઈને મારી પરવા નથી.


સુજાતા બોલી કોને ??

સરિતા બોલી ; પ્રકાશ ને અને તેના મમ્મી- પપ્પા ને માટે હું એક હાલતી ચાલતી મશીનરી છું.બસ સવાર પડે એટલે એમના કામમાં પરોવી જવાનું,અને સાભળવા મળે તારો કોઈ કામ માં ભલીવાર નથી.અને પાછળ મારા સાસુ અને સસરા બોલે આખો દિવસ મહારાણી ટીવી માંથી ઉંચા નથી આવતા, તો પણ સુજાતા હું કઈ નથી બોલતી.એટલા માટે કે મારા બે બાળકો છે. દીપુ અને પ્રાંજલ એટલે હું સામે જવાબ આપવા નથી માગતી .મારી પુત્રી પ્રાંજલ પણ મને જોઈને દુઃખી થાય છે.એ નાની છે.પણ સમજે વધુ.

સુજાતા કહે; પણ સરિતા તું ક્યાં સુધી ચૂપ રહીશ.તારે તારું સ્વાભિમાન તો સાચવવું રહ્યું ,અને તું કેમ જવાબ નથી આપતી.


સરિતા કહે,; શું કરું હું એવા સાગરના બે કિનારે ઊભી છું કે,મારો કોઈ કિનારો નક્કી નથી થઈ શકતો હું કયા કિનારે બેસી સફર કરું, કારણકે મારો નાવિક જ ગાયબ છે.હું ખૂબ પ્રયત્ન કરું છું,કે મને ઘરના સમજે.


સુજાતા કહે; યાર તું ખરી છે. પંદર વર્ષ થી એક અપેક્ષા રાખીને જીવી રહી છે,કે તને તારો પ્રકાશ સમજી શકે ,


સરિતા કહે; તું હવે ઘરે જા,હું મારું ફોડી લઈશ.ફરી કોઈક દિવસ આવજે.હું હવે મારા બાળકો જોડે થોડીક વાત કરુએટલે હળવાશ અનુભવાશે.


એટલામાં સુજાતાનો પતિ કૃણાલ આવ્યો, અને બંને બાઈક પર નીકળી ગયા.કહેતી ગઈ સુજાતા કે તું કંઈપણ તકલીફ હોય તો મને ફોન કરજે બધા જ છુટા પડ્યા.



સરિતા તેના બંને બાળકો સાથે પોતાની હળવાશ માટે રમી રહી હતી,ત્યાંજ પ્રકાશ આવ્યો .સામે ટીવી ચાલતું જોયું,અને ભડક્યો. બાની વાત સાચી છે. તારો સમય ટીવીમાં બગાડી રહી છે.અને આ બંને છોકરા તું બગાડી ને મૂકીશ. તારા જેવી ગમાર ને હું ક્યાં ભાષણ આપી રહ્યો છું હવે તમે થોડાક સમજયા હોય તો ચા લઈ આવો.એટલમાં પ્રકાશની મમ્મી ચા લઈ ને આવી.

પ્રકાશ ફરી ભડક્યો,કે થોડુક બા પાસેથી શીખી લે.


સરિતાના સાસુ અને સસરા બોલ્યા બેટા આપણે પનારે પડી છે.તો નિભાવી લેવાની.


સરિતા પોતાનું અપમાન પી ને રસોડામાં ચાલી ગઈ.મનોમન બબડતી રહી શું મારું જીવન આ રીતે સ્વાભિમાનને ગીરવે મૂકીને મારે ગુજારવાનું!!!


પ્રકાશ ફરી બૂમ પાડી ને બોલ્યો; સરિતા. મારા મિત્ર સાંજે આવે છે.તો તૈયારી કરી રાખજે.એમ કહીને નીકળી ગયો..


સરિતા ને હવે ચિંતા વધવા લાગી,કે શું કરીશ એ ફરી કામમાં લાગી ગઈ.
સરિતા એ મિત્રો માટે દેશી કાઠિયાવાડી ડિનર તૈયાર કર્યું.તેની સાસુ આવી ને બોલી તે આ શું કર્યું? આજે તો પંજાબી બનાવાનું હતું.તું રસોડામાંથી બહાર નીકળ.

સરિતા આંખો લુસથી બહાર આવી.અને તેના રૂમ માં જઈને રડવા લાગી ..


અહી તેના સાસુ એ ફટાફટ પંજાબી ડિનર તૈયાર કર્યું.

બધા જ મિત્રો આવી ગયા.એટલે પ્રકાશે કહ્યું સરિતા તું આ બધા ને ડિનરન પીરસી દે.



સરિતા ફટાફટ બહાર આવી મસ્ત ગુલાબી સાડી અને માથે મોગરાની વેણી.ખૂબ સુંદર લાગતી હતી.જેવી બહાર આવી તેવો જ પ્રકાશ નો મિત્ર બોલ્યો. અરે વાહ! ભાભી તો ખૂબ સરસ લાગે છે.એક દમ પરી જેવા.


સરિતા એ પહેલી વખત તેની સુંદરતાના વખાણ થતા જોયા, એટલે ખૂબ ખુશ થયી ગઈ. એને પોતાની અંદર ની સ્ત્રી ને હાસ્ય અને થોડુક સ્વાભિમાન પેદા થયું.


સરિતા એ ટેબલ પર બધી રસોઈ ગોઠવી દીધી હતી.ત્યાં એની રસોઈ ની સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગયી.બધા જમવા બેસી ગયા.અને પનીરની સબ્જી આપવા જતી હતી સરિતા ત્યાંજ તેના મિત્રો બોલ્યા અમારે તો આ દેશી કાઠિયાવાડી જમવું છે.બધા વખાણ કરતા જમ્યા અને પછી સરિતા ને કહ્યું ભાભી તમે અન્નપૂર્ણા નો અવતાર છો.કેટલી સ્વાદિષ્ટ રસોઈ એમને જમાડી. સરિતા ની રસોઇ ના પહેલી વખત વખાણ સંભાળીને સરિતા નું હૈયું ભરાઈ ગયું અને આંખોમાંથી આંસુ બહાર આવે તે પહેલાં એ રસોડામાં જતી રહી.

પહેલી વખત સરિતાને લાગ્યું કે મારી અંદર ની એક સ્ત્રી છે.જે બહાર લોકો ને દેખાય છે.મે પોતે એને મારી નાખી છે.એમ વિચારતી બેડરૂમ માં ચાલી ગયી


થોડીક વારમાં પ્રકાશ આવ્યો એને પહેલીવાર સરિતા ને ખુશ જોતો બોલ્યો એમ વાવડી ના બનીશ.એતો જમવા નું આમંત્રણ હોય એટ્લે થોડા ઘણા વખાણ કરવા પડે એટલે કરીને ચાલ્યા ગયા એમાં કંઈ ખુશ થવા જેવું કંઈ નથી


સરિતા ના દિલ માં ફરી એક છેદ થઈ ગયો.એ દુઃખી મને સુઈ ગઈ.


બીજા દિવસે ફરી રોજ ની માથાકૂટ ચાલુ ..પ્રકાશ બોલ્યો અરે ડોબી,ગમાર,મગજ વગરની તે હજી કેમ નાસ્તો નથી બનાવ્યો?


સરિતા બોલી આજે મને ઠીક નથી એટલે મોડું થઇ ગયું.હાલ બનાવી દઉં,પ્રકાશ તો ફટાફટ નીકળી ગયો.



સરિતા એ તેના બાળકો ને નાસ્તો આપી ને કામે લાગી ગયી.ત્યાં અચાનક ભાવિન નો ફોન આવ્યો અને બોલ્યો હેલ્લો ભાભી


સરિતા બોલી અરે ભાવિન ભાઈ તમે

ભાવિન બોલ્યો હા ભાભી

સરિતા બોલી કેમ છો મજામાં


ભાવિન બોલ્યો હા ભાભી મજામાં


સરિતા બોલી કેમ આજે ફોન કર્યો



ભાવિન બોલ્યો ભાભી તમે ખૂબ સરસ લાગો છો.રસોઈ પણ ખૂબ સરસ બનાવો છો.તો કેમ ! તમારા ચહેરા પર દર્દ દેખાતું હતું.


સરિતા બોલી કંઈ નહિ એતો ચાલ્યા કરે


ભાવિન બોલ્યો ભાભી પોતાની કદર કરતા શીખો.અને પોતાને માટે થોડુક જીવી લો


સરિતા બોલી એવું કંઈ થોડું થાય છે.


ભવિન કહે કેમ નહિ તમે પોતે જ નિરાશાવાદી વાત કરો છો.



સરિતા બોલી સાચી વાત પણ હવે બહુજ મોડું થયું.મારી જીંદગી માં પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.


એટલામાં સરિતાની મિત્ર સુજાતા આવી અરે આજે કોની સાથે વાત કરી રહી છે.અને પહેલી વાર ખુશી દેખાઈ રહી છે.ચેહરા પર.


સરિતા બોલી ભાવિનભાઈ જોડે


સુજાતાબોલી લાવ ફોન

સરિતા બોલી અરે...આ શું કરે છે?


સુજાતા બોલી અરે ભાવિન તું અહી પેલા સીતારામ ચોકમાં તારું પોતાનું પાર્લર છે.એ જને ..


ભાવિન કહે ;હા તે મારું પાર્લર છે.અને તમે કેવી રીતે ઓળખો

સુજાતા બોલી તમે પ્રકાશના મિત્ર છો એવું મારા પતિદેવ એ કીધેલું.અને આ પાર્લર તમારું છે.અને ગઇ કાલે મે તમને જોયા હતા સરિતાના ઘરે ,મને મારા પતિએ કીધું આ ભાવિન છે.જ્યાં આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ..

ભાવિન યાર તમે તો ખૂબ પહોંચેલા છો.


સુજાતા કહે હું સરિતા જેવી ભોળી નથી.


ભાવિન કહે સાચી વાત,એક વાત કહું સુજાતા બેન આવતી કાલે સરિતા ને લઈ ને આવજો


સુજાતા કહે; કેમ


ભાવિન કહે; એવું કંઈ નથી.પણ મને એમની દયા આવે છે અને એમની જોડે મારે થોડીક વાત કરવી છે.

સુજાતા કહે પોસીબલ નથી પણ ટ્રાય કરીશ.

એક દિવસ શાકભાજી ના બહાને સરિતા અને સુજાતા બંને પાર્લર ગયા.



ભાવિન બંને ને જોઇને ખૂબ ખુશ થયી ગયો

સરિતા બોલી કેમ! તમે મને અહી બોલાવી છે.?


ભાવિન એ એક તસ્વીર બતાવી અને કહ્યું ભાભી આને ઓળખો


સરિતા એ તસ્વીર જોઈ રડી પડી અરે ભાવિનભાઈ આતો મારી મિત્ર રચના છે.


ભાવિન બોલ્યો એ હવે આ દુનિયા માં નથી.એને આત્મહત્યા કરી લીધી.એ મારી પત્ની હતી.હું એને સાચવી ના શક્યો

સરિતા બોલી શું તમે એજ ભાવિન જે મને રચના કહેતી કે મારો મિત્ર લાખોમાં એક છે.


ભાવિન બોલ્યો ભાભી હું કામ માટે થોડાક દિવસ બહાર ગયો અને મારા ઘરના સભ્યો થી કંટાળી આત્મહત્યા કરી.મ

અને જ્યારે હું તમારે ત્યાં આવ્યો તમને જોયા એટલે રચના જોડે તમારી ફોટો હતી તે તમે હતા.તે જોઈ નવાઈ લાગી પણ તમે એક દમ ચૂપ જોઈ મને થયું હું રચનાની જગ્યા લઈ અને તમને આ મુસીબત માંથી ઉગારી લવું.


સુજાતા કહે પણ તેના માટે છું ઉપાય!!!


ભાવિન કહે; પહેલા તો સરિતા ને જે કપડાં પહેરે છે.એ માં સુધારો લાવવો પડશે.
સુજાતા કહે પણ તે સાડી જપહેરે છે.


ભાવિન કહે ચાલી મારી સાથે


એક બ્યુટી પાર્લર માં લઇ જઇને સરિતા ને ત્યાં તૈયાર કરવા બ્યુટી પાર્લર વળી ને કહ્યું અને તેને સરસ તૈયાર કરી દીધી


સરિતા બહાર આવી તો એક દમ સરસ લાગે જાણે સ્વર્ગ ની પરી.હતી તો દેખાવડી પણ વધુ સરસ લાગી.


સરિતા ને પ્રથમ પોતાના રૂપનો અહેસાસ થયો તેને લાગ્યું હું હવે જીવું છું,એવું મનથી
થયું.


સુજાતા બોલી પણ ભાવિન આ રીતે કામ લાગશે.



ભાવિન બોલ્યો; સાચી વાત કહું છું કે સ્ત્રીઓને બાળકો થઈ જાય પછી પોતાની ઉમર થઈ ગયી એવું વિચારી લે છે અને ચાલશે,ફાવશે અને ગમશે. તેવો સરખી. રીતે રહેતા નથી.પોતાની જાત ને કેમ ઉતરતી મને છે.બસ આખો દિવસ ઘરની જવાબદારી પણ પોતાના માટે તૈયાર થવું જોઈએ.તમે જાતે થોડુક તમારા ખાતર જીવવાનું ચાલુ કરો.અને બાળકો થઈ જાય એટલે તમે કેમ એવું વિચારો છો કે હવે કોઈ શોખ ના થાય,અરે ફોરન માં સ્ત્રીઓ ઉંમર લાયક હોય પણ એમનોરૂઆબ સોળ વર્ષ ની સુંદર સ્ત્રીને શરમાવે તેવો હોયછે.

સુજાતા બોલી પણ હવે આગળ


ભાવિન કહે; સરિતા તારે ખોટું સહન નહિ કરવાનું સ્ત્રી અને પુરુષ સિક્કાની બે બાજુ છે અને બધાને હક અને ફરજ સરખી હોય છે.કોઈ ને તમે સત્ય નું ભાન નહિ કરાવો તો તમે તમારું સ્વાભિમાન નહિ સાચવી શકો.તમારા દિલ ની વેદના ના ડંખ ઓછા કરવા હોય તો હંમેશા સત્ય સાથે ચાલો અને જ્યાં જ્યાં તમારું અપમાન થાય ત્યાં ત્યાં સામે અવાજ ઉઠાવવાનું ભૂલો નહીં પછી ચાહે સામેની વ્યક્તિ કોઈ પણ હોય જે વ્યક્તિ સત્ય સાથે ચાલે છે તેનું અપમાન કરવાવાળા તો હોય છે પણ તમે જવાબ આપવા વાળા પણ એવા મજબૂત બનો.

સરિતા આ બધું સાંભળીને જાણે એના દિલ ની વેદના ઓછી થતી હોય એવું અનુભવી રહી હતી
સરિતાએકહ્યું ભાવિન મારી મિત્ર રચનાની તે પૂરી ફરજ નિભાવી હું હવે તમારા અને સુજાતાના કહેવા પ્રમાણે મારી નવી જિંદગીની શરૂઆત કરીશ ને મારા સ્વાભિમાનને ટકાવી રાખવા માટે હું એક સ્ત્રી અંદર જે મરી પરવારી છે એને જાગૃત કરીશ

હવે ત્રણેય જણા છૂટા પડીને પોતાના ઘરે નીકળી ગયા સરિતાને પ્રકાશ એ જોયું તો એકદમ સુંદર પરી જેવી લાગતી હતી એને કંઈ પણ જવાબ આપ્યા વિના કે ધમકાવ્યા વિના સરિતા ને પૂછ્યું તું ક્યાં ગઈ હતી
સરિતાએ કયું સુજાતા સાથે બહાર ગઈ હતી

પ્રકાશે કહ્યું આટલી સુંદર તૈયાર થઈને ક્યાંથી આવે છે
સરિતા એ કહ્યું સુંદર તો હતી જ પ્રકાશ પણ તમારી નજર આજે જ ગઈ છે મારી પર લગ્ન નહોતા કર્યા ત્યારે આપણે રોજ ફરતાં ત્યારે તમે મારી રૂપના વખાણ કરતા થાકતા નહોતા અને લગ્ન પછી પણ તમે એક દિવસ પણ તમે મારી નજર બરાબર જોયું પણ નથી અને આજે એકદમ અચાનક નજર કે ગઈ

પ્રકાશ બોલ્યો તું પહેલે થી આવી તૈયાર હોત તો મારી નજર ચોક્કસ જાત
સરિતા બોલી; પરંતુ હું ગાંડી છું કે તમારા બધાની સેવા કરવામાં હું મારી જાતને જ ભૂલી ગઈ .હું હક અને ફરજ માં મારા સ્વાભિમાનને ભૂલી ગઈ. મારી અંદરની સુતેલી સ્ત્રી ને ભૂલી ગઈ.

એટલામાં સરિતાના સાસુ આવ્યા અને બોલ્યા; મહારાણી તૈયાર થઈને કેમ ફરો છો. ઘરનું કામ કોણ કરશે ??સસરાજી પણ પાછળ બોલ્યા; તમને તો કોઈ ભાન જ નથી ક્યારના બહાર ગયા છો? આ ઘર નું કેટલું કામ છે? તમારા સાસુ એકલા ક્યારના કરે છે.

સરિતા બોલી; મે કામવાળી રાખી દીધી છે.
એ બધું જ કામ કરશે .હું રસોઈ બનાવી દઈશ .હવે હું મારા માટે થોડો ટાઇમ કાઢવા માગું છું .અને મે કંપનીમાં નોકરી ચાલુ કરી નાખી છે. અને સાસુજી ઘર ની જવાબદારી મારી એકલી નથી .ઘરમાં રહેતા તમામ સભ્યોને જવાબદારી છે .બાળકો મારી એકલી ના નથી તમામ સભ્યોને ફરજમાં આવે છે .બાળકો પ્રત્યેની ફરજ પૂરી કરવાની
પ્રકાશ સ્તબ્ધ થઇ ગયો. અને એના સાસુ સસરા પણ ....પરંતુ પ્રકાશ કંઈ બોલ્યો નહીં કારણકે અંદરખાને એને સરિતાની વાત સાચી લાગી.


પ્રકાશ સરિતાને કહ્યું સરિતા મારી ભૂલ થઈ ગઈ, હું પણ તને ટાઈમ ન આપી શક્યો અને તારું અપમાન કર્યું ,બાને પણ તારું અપમાન કરવા દીધું. અને પિતાજીને પણ મેં રોક્યા નહીં .તું આટલી સરસ રૂપાળી સુંદર પત્ની મને મળી. અમારી સેવા કરવામાં તારી જાતને ભૂલી ગઈ .તારા દિલની વેદના અમેં વાંચી ન શક્યા ,પણ આજે અમને ભાન થયું કે તારા અંદરની સ્ત્રી કેટલી બધી ઘાયલ થઈ ગઈ હશે.વારંવાર અપમાન થી તું કેટલી બધી તૂટી ગઈ હશે .પરંતુ હું દિલથી માફી માગું છું ,કે તું હવે તારા માટે જીવ.

એના સાસુ સસરાને પણ ભાન થયું કેવી બિચારી ઘણું બધું કામ કરતી હતી, છતાં પણ અમે એની કદર ન કરી.

સરીતા નોકરી કરવા લાગી .જોડે બાળકો સાથે ટાઈમ કાઢતી ,અને હવેતો ઘરના બધા સાથે મળીને ટીવી જોતાં અને પ્રકાશ આવે તે પહેલાં સરિતા ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને એના સ્વાગતની તૈયારી માટે તૈયાર હતી.
પ્રકાશને લાગ્યું ખરેખર મારે સરિતા જેવી પત્ની દુનિયામાં ન મળે ,એમ કહીને પ્રકાશ સરિતાને કહેવા લાગ્યો I am sorry.

સરિતા ની અંદરની સુતેલી સ્ત્રીને જગાડનાર તેના સ્વાભિમાનને ટેકો આપનાર સુજાતા અને ભાવિન ને ખૂબ જ આનંદ થયો કે હવે સરિતાનો જીવન ખૂબ સુંદર રીતે ચાલે છે

સરિતાને પણ અંદરથી થયું કે ખરેખર જીવનમાં સારા મિત્રો મળી જાય તો જિંદગીની વેદના હોય તે મિત્રો દ્વારા દૂર કરી શકાય છે એને દિલથી બધાનો આભાર પ્રગટ કર્યો.

સરિતાને આ દિલ ની વેદના આમ સ્વાભિમાન સાથે અને પ્રકાશના સાથ સાથે એક ખુશી માં પ્રવેશ કર્યો
સરિતાની દિલની વેદનાને સરિતાની ખુશીની લહેર એવું કહી શકાય..


આભાર