ચિરાગ અને સંજના બંન્ને નાનપણ થી એક બીજા ને પસંદ કરતા હતા.અને બાજુમાં જ રહેલા એટલે સાનિધ્ય માં પણ વઘુ રહેતા.ઘરના સભ્યોની હાજરીમાં વાત ચીત કરવા મળતી.જાય જવું હોય ત્યાં સાથે હોય જ.ધીમે ધીમે એક બીજા ને પસંદ કરવા લાગ્યા અને તેમની દોસ્તી પ્રેમ માં પરિણમી
ચિરાગ ની મમ્મીને ખબર પડતાં વિરોધ કર્યો કે ભલે આપણા પાડોશી છે.પણ તેમનો અને આપણો સમાજ એક સરખો નથી. અને જુદી નાત છે . આપણે રહ્યા હિંદુ અને એમનો ધર્મ છે જૈન એટલે રહેણી કરણી બધું અલગ હોય એટલે સંબધો ને આગળ ના વધારીશ.
ચિરાગ અને સંજના એકબીજા વગર બિલકુલ રહી શકતા નહોતા.હવે તો તેઓ કોલેજ માં હતા.એટલે ઘરે મળવાને બદલે બહાર મળવા લાગ્યા.
ઘણીવાર તો બગીચામાં પણ સવાર થી સાંજ સુધી એક બીજા માં ખોવાયેલા રહેતા.બગીચામાં મન ભરીને વાતો કરતા.
ચિરાગ અને સંજના એ હવે લગ્ન માટે ઘરે વાત કરવાનું નક્કી કર્યું.બંને ઘરે વાત કરી પણ કોઈના મમ્મી પપ્પા રહી ના થયા આખરે હવે તો સંજના ને ઘેર બેઠા કોલેજ કરવાનું નક્કી થયું
મોબાઈલ ફોન હતો .એટલે એક બીજા વાત કરી લેતા.પણ ઘરમાં એ ખબર પડી એટલે સંજના ની મમ્મી એ ફોન પણ લઈ લીધો અને એની મિત્ર નો ફોન આવે તો જ આપતા હતા.
અહી ચિરાગ પણ ખૂબ તડપતો હતો.આખરે એમની મિત્ર મિતાલી જોડે ચિરાગે કહેવડાવ્યું કે કૉલેજ પૂરી થતાં લગ્ન કરી લઈશું.
બંને કૉલેજ પૂરી કરી દીધી અને એક દિવસ આખરે તેમણે ભાગી જઈને લગ્ન કરી લીધા.ઘરના બધાએ ચિરાગ અને સંજના જોડે સંબંધ કાપી નાખ્યા
ચિરાગ અને સંજના બંને ત્યાંથી એક બીજી સિટીમાં આવી ગયા.એટલે કે મુંબઈ માં આવી ગયા.અને ત્યાં ચિરાગના મિત્ર ની મદદ થી એક રૂમ નું મકાન લીધું.અને બંને જણા એ નોકરી ચાલુ કરી.અને એક બીજા ને ખૂબ સાથ આપીને દિવસ ગુજારવા લાગ્યા
આખરે એક દિવસ તેમના મમ્મી અને પપ્પા એ સમાજનો ડર રાખ્યા વિના અપનાવી લીધા.અને સંજના અને ચિરાગ બંને ને ઘરે લઈ ગયા.
ચિરાગ અને સંજના બંને ખુશ હતા કે તેમના પરિવારે અપનાવી લીધા હતા. પરંતુ પ્રશ્ન એ હતો કે સંજના જેન હતી એટલે ચિરાગના હિન્દુ રિવાજ માં થોડીક ભૂલ થયી જતી.
હવે બંને ખૂબ સરસ રીતે જીવતા હતા.પણ ધીમે ધીમે બંને નો પ્રેમ કરતા જવાબદારી વધવા લાગી.એટલે વાતવાતમાં ગુસ્સે થવા લાગ્યા
સંજના કહેતી કે લગ્ન પહેલા તો તમે કેટલી બધી વાતો ફોન પર કરતા અને હવે તો જોડે છીએ તો પણ ટાઈમ નથી તમારી પાસે.
ચિરાગ કહેતો એ બધુ પહેલા ચાલતું હવે ના ચાલે એવો ટાઈમ મારી પાસે નથી એક કામ કર તું પણ જોબ શોધી લે ને?
સંજના કહેતી ના મારે જોબ નથી કરવી હું એક સિમ્પલ લાઇફ જીવવા માગું છું.એટલે ઘરના કામ અને તમને સાચવીશ.
ચિરાગ હવે પૈસા કમાવવામાં પડ્યો હતો.અને અહી સંજના નો પ્રેમ જાણે કાઈ ખૂટતું હોય તેવો અહેસાસ કરાવતો હતો.
હવેતો એમના જીવનમાં એક પરી એ જન્મ લઈ લીધો હતો. સંજના હવે બિલકુલ નવરી રહેતી નહોતી.અખો દિવસ થાકી જતી.એને ચિરાગને કહ્યું કે ચિરાગ થોડોક ટાઈમ મને આપો તો સારું.હું તમારી સાથે થોડોક થાક દૂર કરવા માગું છું
ચિરાગ બોલ્યો સંજના તું હવે પરીની માં છે.અને હવે. તો તારે સમજવાનું હોય કે
થાક હોય તો આરામ કરી લેવાનું,પણ મને આ બાબત ની ફરિયાદ નહીં કરવાની
ધીમે ધીમે સંજના દુઃખી રહેવા લાગી.એક દિવસ તેણે ચિરાગ ને કહ્યું ચાલોને થોડાક દિવસ બહાર ફરી આવીએ તો ચિરાગ બોલ્યો અત્યારે મારી નવી કંપની છે થોડું એમ નીકળી જવાય.
સંજના બોલી લગ્ન પહેલા તો ખૂબ કહેતા કે આપણે લગ્ન પછી ફરવા જઈશું.અહી તો લગ્ન થયાના ચાર વર્ષ થયી ગયા.એક સારી હોટલ માં જમવા પણ ગયા નથી.
ચિરાગ કહે ને વખતે કોઈ જવાબદારી નહોતી અત્યારે મારી પર આખા ઘરની જવાબદારી છે.અને તેને કોઈ તકલીફ તો નથી અપતોને? તું ખૂબ સરસ રીતે રહી શકે તે માટે મહેનત કરી છું
સંજનાબોલી ચિરાગ હું જાણું છું કે પ્રેમ થી પેટ ના ભરાય,પણ પ્રેમ વિના જીંદગી પણ ના જીવી શકાય.
એના કરતાં લગ્ન પહેલા કેટલી મજા કરતા. પાર્ટી કરતા.અને આખી દિવસ બગીચામાં ખૂબ વાતો કરતા,તો પણ ધરાતા નહોતા.જાણે હજી કેટલીય વાતો રહી ગઈ છે.અને ઘરે જઈને ફોન પર કલાકો વાતો કરતા એના કરતાં પ્રેમ જ રહયો હોત તો સારું.લગ્ન પછી તો પ્રેમ જાણે જ્ઞાન થયી ગઈ છે.
ચિરાગ અને સંજના વચ્ચે ઝગડા શરૂ થયા.જે એક બીજા વિના રહી નહોતા શકતા.એ મહિના સુધી બોલ્યા વિના એક રૂમ માં રહેવા લાગ્યા આખરે એક દિવસ સંજના કંટાળી ને પિયર જતી રહી.
સંજના ના મમ્મી ,પપ્પા બોલ્યા તે ખોટું. પગલું ભર્યું છે. તું તારી મેળે તો લગ્ન કર્યા છે તો પછી એવું કેમ?
સંજના બોલી મમ્મી ચિરાગ જે લગ્ન પહેલા હતો તેવો રહ્યો જ નથી,બસ અખો દિવસ બિઝનેસ,હું એકલી કંટાળી ગઈ છું.
અહી ચિરાગ ના મમ્મી કહેતા બેટા હું નહોતી કહેતી આપણા સમાજ ની છોકરી લાવાવનું પણ તું માન્યો જ નહિ
એટલામાં સંજના ના મમ્મી અને પપ્પા સંજના ને પાછી લઈને આવ્યા
બધા એક રૂમ માં બેઠા અને સંજના ના પપ્પાએ કહ્યું
ચિરાગ બેટા પતિ અને પત્ની સિક્કાની બે બાજુ છે પ્રેમ લગ્ન હોય કે સામાજિક રીતે લગ્ન હિયપં કહેવાય તો પતિ અને પત્ની
અમારા જમાનામાં અમે જાતે જોઈને લગ્ન નથી કર્યા પણ એક બીજા ની ભૂલો ને માફ કરીને આટલા વર્ષો સુંદર રીતે જીવી રહ્યા છીએ.
સંજના ની મમ્મી બોલી ચિરાગ દરેક પત્ની નો હક છે કે તેને થોડોક ટાઈમ આપો.જે સ્ત્રી અખો દિવસ તમારી ચિંતા કરતી હોય, તમારા ઘરના સભ્યોની દયાન રાખતી હોય તમારા છોકરા મોટા કરતી હોય.તમે કમાઈ જાણો,પણ ઘર એ ચલાવે તો પછી પુરુષ એકલો બધી જવાબદારી નિભાવનાર ક્યાંથી કહી શકાય?
સ્ત્રી અને પુરુષ થી આ સંસારરૂપી ગાડું ચકે છે.એક પૈડું નીકળી જાય તો ગાડું ના ચાલી શકે તેમ સંસારમાં જી પતિ અને પત્ની એક બીજા ને સાથ ના આપે તો એ સંસાર લાંબો ના ચાલી શકે.
આખરે ચિરાગ ને તેની ભૂલ સમજાઈ અને સંજના પણ થયું કે હું ચિરાગ પર ખોટી રીતે ગુસ્સો કરી ચાલી ગયી.આખરે એકબીજા ને sorry કહ્યું અને હવે નક્કી કર્યું કે અને હવે એક બીજા ને કોઈ ફરિયાદ નો મોકો નહિ આપીએ એમ કહીને એક બીજાની હાથ પકડી એમના રૂમમાં ચાલ્યા ગયા.અને અહી બંને ના માતા,પિતા ખુશ થઇને ચૂંટાય પડ્યા.
આભાર