Mrugjal - 14 books and stories free download online pdf in Gujarati

મૃગજળ. - ભાગ - ૧૪

આશરે એકાદ કલાક પછી કિન્નરી નો ફરી ફોન આવ્યો.

" હા બોલ, સ્ટેશન પર પહોંચી ગયા ?" મેં પૂછ્યું.
" હા પહોંચી ગઈ, બસ ટ્રેન આવે એટલી વાર," એણે કહ્યું.
" કઈ કહેવું હતું તમારે ?" મેં પૂછ્યું.
" હા કેમ ? તમને કઈ રીતે ખબર પડી?" એણે પૂછ્યું.
" તમારી વાત ઉપર થી મને લાગ્યું કે તમે મને કઈ કહેવા માંગો છો," મેં કહ્યું.
" કાલે લગ્ન માં હું અને દીપુ દીદી સાથે હતા. એમને મને કહ્યું કે તું અને નિખિલ બંને અલગ છો મતલબ કે તમારા બંન્ને નો નેચર અલગ છે માટે તમે બંને એકબીજા સાથે નહિ ભળો. માટે તમે બંને એકબીજા થી દુર જ રહો તો સારું આમ એમણે મને કહ્યું," કિન્નરી એ કહ્યું.
" તો આ વાત છે. પછી તમે શું કહ્યું ?" મેં પૂછ્યું.
" મેં કઈ જવાબ આપ્યો નહિ માત્ર એમને એટલું જ કહ્યું કે હું તમારી વાત નું ધ્યાન રાખીશ," કિન્નરી એ કહ્યું.
"ઓકે," મેં કહ્યું.
" અરે યાર તમે રોકાવ ના, કાલે કેટલી મઝા આવી મને એમ કે તમે રોકાવાના હશો એટલે મે તમને કઈ કહ્યું નહિ બાકી હું તમને રોકી લેતે અને કાલે કેટલી મઝા આવી તમને ખબર છે" કિન્નરી એ કહ્યું.
" સાંભળ્યું ," મે કઈ જવાબ ન આપતાં કિન્નરી એ કહ્યું.

" સાંભળ્યું " આં શબ્દ જ્યારે પણ કિન્નરી વાપરતી કસમ થી મને એક હસબન્ડ જેવી ફિલિંગ પેદા થતી.

" હા તો મારા વગર તમને મઝા જ આવે ને," મેં કહ્યું.
" એવું નય યાર, સાચે હું તમને સમય આપવા માંગતી હતી અને ખાસ તો એ માટે જ હું લગ્ન માં આવી હતી. અને એક તમે જે મારા થી દુર દુર ભાગી રહ્યા હતાં," એણે કહ્યું.
" દૂર હું રેહતો હતો કે તમે રેહતા હતા. લગ્નમાં આવતા પેહલા તમે મને શું વચન આપ્યું હતું એ તમને ખબર છે ને, વચન તો પડાયું નહિ ને ખાલી મોટી મોટી વાતો કરો છો ," મેં કહ્યું.
" હા હું તો લુચ્ચી અને જુઠ્ઠી જ છું બસ," કિન્નરી એ મોઢું બગાડતાં કહ્યું.
" ચાલો હવે છોડ એ બધી વાતો," મેં કહ્યું.
" કદાચ તમે રોકાયા હોત તો આજે આપણે બંને સાથે ટ્રેન માં મુસાફરી કરતા કેટલી બધું વાતો કરવા મળતે અને હું તમને મારી મજબૂરી જણાવતી," કિન્નરી એ કહ્યું.
" કેવી મજબૂરી," મેં પૂછ્યું.
" તમે તો કેવી બધી શરતો મૂકી યાર લગ્ન પછી જોબ નહિ કરવાની, વગેરે વગેરે," એણે કહ્યું.
" કમાવા માટે હું છું પછી તમારે નોકરી કરવાની શું જરૂર. હું તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે હું છું ને અને હું તમારી જરૂરિયાતો ન પૂરી કરી શકું તો તમારે મને કાઢવાનું," મેં કહ્યું.
" પણ બે વ્યક્તિ કમાય તો ઘર ચલાવવામાં સરળતા રહે અને બચત કરી હોય તો આગળ જતાં કામ લાગે," એણે કહ્યું.
" એ તો ભવિષ્ય ની વાત છે, એ તો આપને આગળ જતાં વિચારીશું આપણે શું કરવું અને શું ન કરવું," મે કહ્યું.
" તમે જ્યારે ફેમિલી સાથે લગ્ન માં આવ્યા ત્યારે મને એમ લાગ્યું હતું કે તમે મને પણ સાથે લઈ જવાના ઇરાદાથી જ આવ્યા છો," કિન્નરી એ કહ્યું.
"મારી ઈચ્છા પણ એવી જ હતી," મેં કહ્યું.
"પણ તમારી બહેનો ને હું ગમતી નથી, હવે તમારી બહેનો જ તમારા માટે કોઈ સારી છોકરી શોધશે," કિન્નરી એ મોઢું ચઢાવતાં કહ્યું.
" તમે ફાલતુ ની વાત ના કરો, તમને મને પજવવામાં મઝા આવે છે ?" મેં કહ્યું.
" ના યાર હું સાચું સહુ છું," એણે કહ્યું અમે એટલામાં ટ્રેન આવી ગઈ.
" ચાલો હવે ટ્રેન આવી ગઈ છે માટે હું જાઉં છું. હવે સમય મળશે ત્યારે વાત કરીશું પોતાનું ધ્યાન રાખજો,બાય," એણે કહ્યું.
" તમે પણ તમારું ધ્યાન રાખજો અને ઘરે પહોંચી ને મને મેસેજ કરી દેજો, બાય," મેં કહ્યું.
" ઓકે બાય," એણે કહ્યું.
મેં "બાય" કહ્યું અને ફોન મૂકી દીધો.


તેજસ અને કિન્નરી ની મુલાકાત

તેજસ કોલેજ થી ઘરે જઈ રહ્યો હતો ત્યારે કિન્નરી એ તેજસ ને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. તેજસે કિન્નરી નું આમંત્રણ સ્વીકારી લીધું.

તેજસ સાંજે અંકલેશ્વર પહોંચી ગયો. ઘરે પહોંચીને તેજસે સૌ વડીલોને જય શ્રી કૃષ્ણ કર્યા.

રાત્રે જમવાનું પતાવ્યા બાદ તેજસ અને કિન્નરી બહાર ફરવા નીકળ્યા. તેજસ અને કિન્નરી વચ્ચે જે વાતચીત થતી એ ઘરે થાય એમ ન હતી માટે એ બંન્ને એ બહાર જઈને વાતચીત કરવાનું વિચાર્યુ.

એક જગ્યાએ બંન્ને એ બેસીને વાતચીત કરવાનું વિચાર્યું.

" તું તો બેન ને ભૂલી જ ગયો છે યાદ પણ નથી કરતો, બેન કરતાં ભાઈ વધારે અગત્ય છે એમ લાગે છે મને," કિન્નરી એ કહ્યું.
"ભાઈ તો હંમેશા ખાસ રહેવાનો જ મારી માટે, તું તો હમણાં સંપર્ક આવી મારી સાથે ભાઈ તો પહેલેથી જ મારી સાથે છે, અને પહેલેથી મારું ધ્યાન રાખે છે," તેજસે કહ્યું.
" એ બધું છોદ, મને એ કહે કે નિખિલ કેમ છે ? શું કરે છે ? મારા વિશે શું કહે છે ? કિન્નરી એ સવાલો નો વરસાદ કર્યો.

" શાંતિ રાખ મારી માં, એક એક કરીને સવાલ પૂછ, હજી આપની પાસે ઘણો સમય છે," તેજસે કહ્યું.

" હવે છાનોમાનો તને જે પૂછ્યું એનો જવાબ આપ ને ," કિન્નરી એ તેજસ ને હડસેલો મારતા કહ્યું.

"નિખિલ હવે પહેલાં જેવો રહ્યો નથી બસ તારી જ વાતો કર્યા કરે છે. કિન્નરી આમ ને કિન્નરી તેમ, બસ ચોવીસ કલાક તારી જ વાતો કર્યા કરે છે. પાગલ થાય ગયો લાગે છે તારા ઉપર," તેજસે હસતાં હસતાં કહ્યું.

" એવું, સાચ્ચે એ કાયમ મારી જ વાતો કરે છે ?
" સાચું કહું ને તો મને પણ ચોવીસ કલાક એમના જ વિચાર આવ્યા કરે છે. ખબર નહિ પણ એમના વિશે વિચારવાનું ગમે છે મને અને પહેલી વાર બન્યું છે એવું કે કોઈના માટે વિચારવું ગમે છે મને," કિન્નરી ને દિલ ને ઠંડક આપતા કહ્યું.

"શું વાત છે, બંને તરફ સરખા જ હાલત છે એમ ને," તેજસે કહ્યું.

" કદાચ મારા લગ્ન કોઈ બીજા સાથે થયા તો નિખિલ તો એને મારી જ નાખશે," કિન્નરી એ ગભરાતા કહ્યું.

"પ્રાર્થનાં કર કે એ દિવસ કદી ના આવે બાકી ઘણાં બધા લોકો ને તકલીફ થશે. અને તું પણ મને હમેશા મને નિખિલ સાથે જ ઉભેલો જોઈશ," તેજસે ગંભીર થતાં કહ્યું.

" આ બધી દુઃખી વાતો છોદ યાર, કઈ સારી વાત કરીએ," કિન્નરી એ કહ્યું.

"તમારા બંનેના લગ્ન થશે પછી તો મઝા જ તમને બંને ને નઈ ? પછી તું તો મને ભૂલી જ જશે," તેજસે હસતાં હસતાં કહ્યું.
"નવા નવા લગ્ન હશે ને ત્યારે હું તો નિખિલ ને જલ્દી ઉઠવા પણ નહિ દઉં. સાસુ માં બૂમ મારશે તો કહીશ કે થોડો સમય હજી સુવા દો એમને એમ કહીશ," કિન્નરી એ તેજસ ને આંખ મારતા કહ્યું.

"તું તો બો આગળનું વિચારે છે ને, લગે રહો લગે રહો," તેજસે કહ્યું.

" અને તને તો રંગ માં ભાગ પાડવા ઘરે આવવા જ નહિ દઉં," કિન્નરી એ હસતાં હસતાં કહ્યું.

"ઠીક છે મારી માં, ના આવવા દેતી બસ," તેજસે કહ્યું.

"હું તો માત્ર મઝાક કરતી હતી. હું અને નિખિલ બધો તારો ભણતર નો ખર્ચો ઉઠાવી લઈશું મામી ઉપર ભાર નહિ આવવા દઈએ," કિન્નુું એ કહ્યું.

" તમે બંન્ને પહેલાં તમારું વિચારું, પછી મારું વિચારજો," તેજસે કહ્યું.

"ઘરે થી કિન્નરી ની મમ્મી નો ફોન આવતા બંને ઘરે પહોંચ્યા. ઘરે પણ મોડે સુધી વાતો કર્યા બાદ બંને સૂઈ ગયા.

સવારે તેજસ ગામડે જવા નીકળ્યો અને કિન્નરી નોકરી પર જવા નીકળી. બંને એકબીજાને અલવિદા કહી પોત પોતાના રસ્તે નીકળી ગયા.

( વધું આવતાં અંકે )