Mrugjal - 19 books and stories free download online pdf in Gujarati

મૃગજળ. - ભાગ - ૧૯


લગ્ન લેવામાં આવ્યા અને લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. ઘરના વડીલોએ નિર્ધારિત કર્યું કે દૂર થી આવેલા લોકો માટે એક બસ મોકલી આપવામાં આવે, બાકી રહેલા ઘરના ખાસ સભ્યો લગ્ન પત્યા બાદ જશે. મેં અને તેજસે પણ અત્યારે જતી બસમાં નીકળી જવાનું વિચાર્યું. અમે બંને બીજા જાનૈયાઓ સાથે બસ માં બેસી અંકલેશ્વર જવા માટે નીકળી ગયા. મોડી સાંજે અંકલેશ્વર પહોંચ્યા બાદ અમે બંને બાઇક લઈ મારા ઘરે ઝઘડિયા આવવા માટે નીકળ્યા.
અમે બંને ઘરે પહોંચવાના જે હતા એટલામાં કિન્નરી નો મારા ઉપર ફોન આવ્યો અને મે ફોન ઉપાડ્યો.

"ઘરે પહોંચી ગયા ?" કિન્નરી એ પૂછ્યું.
" રસ્તામાં છું થોડી વારમાં પહોંચી જઈશ અને આં જૂઠી હમદર્દી બતાવવાની જરૂર નથી, બરાબર." મેં કહ્યું.
"ઠીક છે, નહિ બતાવું બસ." કિન્નરી એ કહ્યું.
ત્યારબાદ મે ફોન કાપી નાખ્યો.

બોયફ્રેન્ડ

" તમે છે ને મને આમ ફોન મેસેજ ના કર્યા કરો, મને આં બધું નથી ગમતું." કિન્નરી એ મેસેજ કર્યો.
"ઓહ, હવે મારો ફોન મેસેજ આવે એ પણ નથી ગમતું તમને એમને." મેં કટાક્ષ માં મેસેજ કર્યો.
"જોવ મારે પહેલાં થી જ એક બોય ફ્રેન્ડ છે, માટે તમે મને ફોન મેસેજ ના કર્યા કરો નહિ તો મને તકલીફ થશે." કિન્નરી નો મેસેજ આવ્યો.
" ઓહ, એવું છે. શું નામ છે તમારા બોય ફ્રેન્ડ નું ?" મેં મેસેજ કર્યો.
" મીટ મકવાણા." એનો મેસેજ આવ્યો.
" એનો નંબર આપો, સત્ય શું છે હું એને પૂછું." મેં મેસેજ કર્યો.
કિન્નરી મને એક નંબર મોકલ્યો અને લખ્યું કે તમે એની સાથે જે પણ વાત કરવી હોઈ એ કરી શકો છો.
" ઠીક છે." મેં મેસેજ કર્યો.
મેં કિન્નરી ની આં વાત મઝાક માં લીધી અને વિચાર્યું કે કિન્નરી માં જીવનમાં એના સિવાય બીજું કોઈ ન હોય શકે.
ત્યારબાદ ૨-૩ દિવસ પછી વાતચીત માં કિન્નરી એ સ્વીકાર્યું કે બોય ફ્રેન્ડ વિશે જે મને વાત કહી હતી તે તદ્દન ખોટી હતી એ માત્ર મઝાક કરી રહી હતી. મેં કિન્નરી ને જણાવ્યું કે હું જાણતો હતો કે તમે માત્ર મઝાક કરી રહ્યા છો. કિન્નરી ની કબૂલાત સાંભળી મારા જીવમાં જીવ આવ્યો. કિન્નરી ની આવી મઝાકી વાતો અને એનો વિચિત્ર વ્યવહાર મારા મનમાં ઘણા સવાલો પેદા કરતો પણ કિન્નરી ઉપર નો મારો વિશ્વાસ એ બધા સવાલોને શાંત કરી દેતો.

હવે બધું કિન્નરી ની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું હતું એની જ્યારે મરજી થતી ત્યારે એ ફોન કે મેસેજ કરતી. મારી ઈચ્છાનો હવે કોઈ મતલબ રહ્યો ન હતો. મારી લાગણી નું હવે કોઈ અસ્તિત્વ રહ્યું ન હતું.

ના ( ૨૦૧૬ )

મેં ઘણા દિવસો થી કિન્નરી સાથે વાત કરવાની ઈચ્છા થતી હતી માટે મે કિન્નરી સાથે મેસેજ માં વાત કરવાનું વિચાર્યું.

મારો અને કિન્નરી નો વાત કરવાનો સમય રાત્રે જમ્યાં પછી નો એટલે કે રાત્રે ૮:૩૦ વાગ્યાં પછી નો હતો પણ મે થોડું જલ્દી વાત કરવાનું વિચાર્યું અને મે કિન્નરી ને ૭ વાગ્યાં ની આસપાસ મેસેજ કર્યો.
" હેલો, વાત થશે ?" મેં મેસેજ માં પૂછ્યું.
" હા થશે, બોલો શું કહેવું છે ?" કિન્નરી એ કહ્યું.
" મને લાગે છે તમને મારી સાથે વાત કરવાની કોઈ ઈચ્છા નથી." મેં મેસેજ કર્યો.
"ના એવું કઈ જ નથી, પણ તમે બધી જૂની વાતો કાઢીને બેસી જાઓ છો અને હું એ બધી વાતો યાદ કરવા નથી માંગતી, હું એ વીતેલી ક્ષણોને યાદ કરવા નથી માંગતી." કિન્નરી નો મેસેજ આવ્યો.
" તો શું તમે એ વીતેલી ક્ષણોને એક ખરાબ સ્વપ્ન સમાન સમજો છો." મેં મેસેજ કર્યો.
"હા એમ જ, કદાચ એ બધું ન બન્યું હોત તો સારું થાત, આપણે ન મળ્યાં હોત તો સારું થાત. હું એ બધું યાદ કરીને મારું મગજ બગડવા નથી માંગતી." કિન્નરી નો મેસેજ આવ્યો.
" મને તો એમ લાગતું હતી કે એ જેટ સમય હતો એ આપણા માટે ખૂબ અણમોલ હતો. જેમ એ પળો મારા માટે ખાસ છે એમ તમારા માટે પણ ખાસ હશે. પણ તમારા માટે તો એ દુઃખદ ઘટના સિવાય બીજું કંઈ નથી." મેં મેસેજ કર્યો.
" તમારે જે સમજવું હોઈ એ સમજજો, મે જે સાચું હતું એ બધું તમને કહી દીધું એમ પણ હું તો તમારી સાથે ખાલી ટાઇમપાસ કરી રહી હતી." કિન્નરી નો મેસેજ આવ્યો.
"સરસ, ઘણું સારું કહેવાય." મેં મેસેજ કર્યો.
"હા." કિન્નરી નો મેસેજ આવ્યો.
" એટલે તમને મારા માટે કોઈ જ ફિલિંગ નથી ?" મેં મેસેજ કર્યો.
" ના, જરા પણ નહિ. હું તમારા માટે એવું કઈ પણ વિચારતી નથી." કિન્નરી નો મેસેજ આવ્યો.
"ઠીક છે, ઠીક છે, ગુડ." મેં મેસેજ કર્યો.
" મારો પીછો કરવાનો છોડી દો અને મારી પાછળ ખોટો તમારા સમય ના બગાડો બરાબર." કિન્નરી નો મેસેજ આવ્યો.
"ઓકે, હું તમને છેલ્લી વાર એક સવાલ પૂછવા માંગુ છું." મેં મેસેજ કર્યો.
" હા પૂછો." કિન્નરી નો મેસેજ આવ્યો.
" મારી સાથે લગ્ન કરવા છે ?" મેં મેસેજ માં પ્રસ્તાવ મૂક્યો.
"ના, મને કોઈ લાગણી જ નથી તમારી માટે તો પછી લગ્ન કરવાનો તો કોઈ સવાલ જ નથી ઊભો થતો. લગ્ન એની સાથે કરાય જેના માટે આપણને લાગણી હોય, જેના માટે આપણને પ્રેમ હોઈ." કિન્નરી નો મેસેજ આવ્યો.
" શું આં તમારો અંતિમ નિર્ણય છે ?" મેં મેસેજ માં પૂછ્યું.
" હા આં મારો અંતિમ નિર્ણય છે જે કદી નહિ બદલાય." કિન્નરી નો મેસેજ આવ્યો.
" ઠીક છે." મેં મેસેજ કર્યો.
"જોવ હું તમને અંતિમ વાર કહું છું મારી લાઇફ તો સેટ છે, મારું બધું પહેલેથી જ સેટ છે. માટે તમે મારી પાછળ પાછળ ના ફરો અને મને આમ ફોન મેસેજ કરવાનું બંધ કરો. મને તમને બ્લોક કરવાનું નથી ગમતું માટે તમે મને સામે થી જ ફોન મેસેજ ના કરો તો સારું." કિન્નરી નો મેસેજ આવ્યો.
"ઠીક છે, આજ પછી એક પણ ફોન કે એક પણ મેસેજ નહિ આવે. હું મારી જાઉં તો પણ હવે ફોન મેસેજ ના કરું." મેં મેસેજ કર્યો.
આટલો મેસેજ કરતાં ની સાથે મારી આંખ માં ઝરઝરિયા આવી ગયા . હું ઘરની બહાર ઓટલા ઉપર બેસી રડી રહ્યો હતો અને ભૂતકાળ માં જે કઈ પણ બન્યું હતું એનું સ્મરણ કરી રહ્યો હતો.
એટલામાં ઘર માંથી અવાજ આવ્યો " નિખિલ, જમવાનું તૈયાર થઈ ગયું છે જમવા ચાલ".
" ના મારે નથી જમવું મને ભૂખ નથી. મને એસિડિટી થઈ ગઈ છે માટે મારા થી નહિ જમાય." મેં બહાનું કાઢતા કહ્યું.
" ઠીક છે." બાનો અવાજ આવ્યો.
મારું મૂડ ખરાબ થઈ ગયું હતું માટે મે ભૂખ હોવા છતાં પણ જમવાની ના પાડી દીધી. પછી મે ઘરમાં જઈ પોતાને એક રૂમ માં બંધ કરી દીધો.

( વધું આવતાં અંકે ).