jajbaat no jugar - 24 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 24

અતિતનાં ઓવારે ઓવાર્ણા લેતી રુમઝુમ ખુશી આવે તે પહેલા જ કલ્પનાનુ મન પહાડોનુ ભૂસ્ખલન થયું હોય એમ ભાંગી ભૂક્કો થઈ ગયું. વિરાજની આવી વાત થી મનને ધક્કો લાગ્યો કે ઉભા રહેવું મુશ્કેલ થઈ પડે. કલ્પનાએ ડૉક્ટરની સલાહ માની પોતાની જાતને શાંત રાખી બંને એટલું જલ્દી પ્રેગ્નન્સી રાખવા પ્રયાસ કર્યો.
વિરાજ પણ આવનાર સમયને સારો બનાવવા માટે કલ્પનાના દરેક સપનાંઓ સાકાર કરવા બને તે બધા પ્રયત્નો કરવા લાગ્યો. વિરાજને કલ્પનાના ઠાઠમાઠ, મોંઘાદાટ કપડાં, મોંઘી કોસ્મેટિક આ બધું જોઈ લાગતું હતું કે પોતાના થી કંઈક ને કંઈક ઉણપ રહેતી હોય. સતત આવા વિચારો થી વિરાજને લાઈફને શોર્ટકર્ટ્સ રસ્તો અપનાવ્યો
સ્ત્રીઓને ખુશ રાખવા પુરુષ પોતાના થી બનતા બધા પ્રયત્નો કરવા તૈયાર હોય છે છતાં ઘણીવાર સ્ત્રીઓ ખુશ નથી હોતી તો પુરુષ ગેરકાનૂની કામ પણ કરતા હોય છે.
વિરાજ પણ કંઈક આવું જ કામ કરવા લાગ્યો. શેરબજારમાં ગયેલા અઠી લાખ રૂપિયા તો પાછા ન આવ્યા તે તો પ્રકાશભાઈએ ભર્યા. વિરાજે કલ્પનાના દરેક સપનાંઓ અને સસરાના મદદના પૈસા પરત કરવા જુગાર રમવાનો રસ્તો અપનાવ્યો.
કલ્પનાને ઉઠી ત્યાર થી બેચૈની અને ચુસ્તી અનુભવતી હતી. ખાવું ભાવતું ન હતું શરીરમાં કળતર જેવું લાગતું હતું. વૈશાલીએ બૂમ પાડીને જમવા બોલાવી પણ કલ્પનાનો મૂડ ન હોવાથી કંઈ બોલી જ નહીં. વૈશાલીએ ફરી થી બૂમ પાડી. એટલામાં કલ્પના ફટાકે ઊભી થઈ સીધી વોશરૂમ તરફ દોડી ને ઉબડયા કરવા લાગી. કલ્પના કંઈ સમજે તે પહેલા જ વૈશાલી સમજી ગઈ. "ચાર મહિનામાં તો ચોકો લાગી ગયો" વૈશાલી રમૂજ કરતા બોલી. કલ્પના હજુ આ વાત સમજી ન શકી. કોઈએ ક્યારેય આવી ટીખળ કરી ન હતી ને સાંભળી પણ ન હતી. વૈશાલીએ વાતનો ખુલાસો કરતા પુછી લીધુ કે શું નવા મહેમાનનું આગમન થવાનું છે !? કલ્પનાને પહેલા તો કંઈ સમજાયું નહીં પણ તુરંત જ લાઈટ થઇ હોય એક ચમકારો થયો ઓહ.. હાં ફક્ત માથું ધુણાવી ને થોડું શરમાઇ નજર નીચી કરી હકારાત્મક જવાબ આપ્યો.
કલ્પના પોતાના પેટ પર હાથ ફેરવતી અલગ અહેસાસ થયો. નવા બાગમાં નવી કળી નવા સૂરજના નવા આગમનને વધાવવા નવી કિરણો સુખની નવી લ્હાણી કરી સુખની ઓટોમા તણાતી ઉદાસીનતા દૂર દૂર સુધી ન આંટો આવે એવી મદહોશીમાં પરોવાઈ ગઈ. માં બનવાના એંધાણથી જ કલ્પના ખીલી ઊઠી. રક્તવાહિનીમાં નવો સંચાર થયો હોય એવું અનુભવાતું હતું. આ ખુશીને પૂરી દુનિયાને બતાવવા જોરથીશોર કરવા માટે થનગનાટ કરું એવું મહેસુસ થતું હતું. આકાશના વાદળો પણ આમથી તેમ દોડાદોડી કરી ખુશી વ્યક્ત કરવા મશગુલ હોય તેમ ફંગોળાઈ રહ્યા હોય એવું અનુભવાતું હતું. આ ખુશીની પળોને સુખની ક્ષણોને કોઈની નજર ન લાગી જાય એમ વિચારોના વૃંદાવનમાં ખોવાયેલું રહેવું હતું.
આ ખુશ ખબર બધાની પહેલા વિરાજને કહીશ તો વિરાજ કેટલો ખુશ થઈ જશે. એવું વિચારીને કલ્પના પોતાના રૂમની બહાર આવી ને સાંભળે છે કે વૈશાલીએ તો આખાં ગામમાં ઢંઢેરો પીટાવી દીધો હતો. કલ્પનાનું મન અભાક બની ભાંગી ગયું. વૈશાલીએ તો તેનાં સાસુને, નણંદને સમાચાર આપી દીધા હતા. કલ્પનાના અરમાનો પર ટાઢું પાણી ફરી વળ્યુ. કલ્પના ટૂટીને ભુક્કો થાય તે પહેલાં જ આર્યનને જોતાં જ નવી ઉર્મિઓનો સંચાર થાયો હોય એમ પારણાં માં સૂતેલો જોઇ બધું ભાન ભૂલી ગઇ.
આર્યનને તેડીને ગોળ ગોળ ઘુમવા માંડી ત્યાં જ વૈશાલીએ અટકાવતાં કહ્યું હમ્મ હમ્મ... શાંતિ શાંતિ હવે તારે આમ નાના બાળકની જેમ નટખટ નખરાં નથી કરવાનાં. તારે, તારું અને આવનારા બાળકની સંભાળ રાખવાની છે. માઁ વગરની કલ્પના આજે માઁ તો બની ગઇ પણ માઁ બન્યા બાદ માઁના લક્ષણ શું હોય તે ખબર નથી રહી. "માઁ હોતતો આજે કેટલી ખુશ હોત કે હું આજ માઁ" આટલો જ વિચાર આવતા સૌધાર આંસુએ કલ્પના થી રડાય જવાયું. પોતાના આંસુ લૂછતાં પોતાના રૂમ તરફ જતી હતી ત્યાં વૈશાલીએ ટકોર કરી ધીમે ધીમે ચાલવાનું કહ્યું ને.
એટલામાં વિરાજ પણ આવી ગયો. પોતે બાપ બનવાનો છે એવા સમાચાર સાંભળતા જ એમની ખુશીનો પાર ન રહ્યો ને સીધો પોતાના રૂમમાં જઈ કલ્પના ને ઉસકી વધામણા આપી ને હરખપદુડો થઈ પેંડાનું બોક્સ લઇ આવ્યો. વૈશાલીને પેંડા ખવડાવતા બોલ્યો આર્યનને નાનો ભાઈ આવવાનો એમ કરી આર્યનને પારણાં માંથી ઉસકી લીધો.
કલ્પનાની તબિયત દિવસે ને દિવસે કથળી રહી હતી. ઉઠે ત્યાર થી સૂવે ત્યાં સુધી વોમીટ થાય. વૈશાલીને સાસુની મદદરૂપ થવા ગામ જવું પડ્યું. કલ્પનાથી હવે ઘરકામ માંડ માંડ થતું. એક અંડાશય ના હિસાબે કલ્પનાને સતત પેઠુંમાં દુખાવો થયા કરતો. આમને આમ સમય રેતની જેમ પસાર થઈ ગયો. સાત મહિને કલ્પનાનું બેબીશાવર ફંકશનની તૈયારી થવા લાગી. વૈશાલી પણ બીજી વખત માતા બનવાની હતી. આ સમાચાર સાંભળતા કલ્પના નવાઈ પામી ને ખુશી બેવડાઈ ગઈ. હવે તો માત્ર થોડા દિવસ જ પસાર કરવાના હતા પછી બેબી શાવર બાદ કલ્પનાને પીયરમા જવાનું હતું. રીતરિવાજ મુજબ કલ્પના અને વિરાજે અલગ અલગ રહેવાનું હતું. વૈશાલીની બીજી ડિલિવરી કોણ કરશે તે પ્રશ્ર પણ બધા ને સતાવતો હતો. વૈશાલીએ ગામમાં રહેવાનું નક્કી થયું.
બહેન સમાન જેઠાણી મારાં એકના એક લાસ્ટ ફંકશનમા નહીં આવે આ સાંભળી કલ્પનાની હરખની હેલી હતાશામાં ફેરવાઈ ગઈ. ઉદાસીનતાના વાદળો હરહંમેશ મારા માથે જ કેમ મંડાયેલા રહે એવાં નકારાત્મક વિચારો કરતી કરતી કલ્પના કલ્પનામાં ખોવાઈ ગઈ.


શું વૈશાલી કલ્પનાના બેબી શાવર ફંકશનમા આવશે...?
શું વિરાજ તેની મમ્મીને વૈશાલી માટે મનાવી શકશે...?કલ્પનાને ખુશ રાખી શકશે...


આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.


આપનો કિમતી સમય કાઢીને વાંચતા રહો અને પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરતા રહો
એજ આપ સહુની ઋણી બનાવી સહકાર બદલ ખુબ ખુબ આભારી છુ......