Premni Kshitij - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 12

દરેક વ્યક્તિના પોતાના મનનું આકાશ જેમાં ખીચોખીચ ભરેલા છે વિચારો, સપનાઓ, સ્મરણો અને ઘણું બધું..... અને એ મનના જ વિચારો સપનાઓ અને સ્મરણો જ્યારે આકાર લેવા માંડે ત્યારે તો જાણે આત્મા જ નાચી ઊઠે....

મૌસમ પોતાના આકાશમાં વિહરવા ઉત્સુક ,તો આલયને તો જાણે પોતાનું આકાશ જમીન પર ઉતરી આવ્યું. મૌસમને જોઇને આલય ખૂબ ખુશ .....ખુશીમાં ને ખુશીમાં એ મૌસમની પાછળ પાછળ I-card અને બીજી પ્રોસેસ માટેની લાઇનમાં છોકરીઓની પાછળ આવીને ઊભો રહી ગયો... ધ્યાન જ ન રહ્યું... નિલ આ જોઈ હસવું રોકી ન શક્યો અને તેના હસવાના અવાજે આલયની સાથે સાથે બધાનું ધ્યાન ખેંચ્યું....,આલય સોરી કહીને હટી ગયો અને બધો ગુસ્સો નિલ પર ઠાલવી દીધો....

આલય:-"નીલ શું છે? આટલું બધું હસવાનું ?હું મારા વિચારોમાં હતો એટલે બસ ધ્યાન ન હતું."

નિલ :-"હું પણ એ જ કહું છું કે આ પહેલા દિવસે વળી તું ક્યાં વિચારમાં ખોવાઈ ગયો?"
આલયને લાગ્યું કે નિલ વાત વધારે મજાકમાં લઈ લેશે એટલે ત્યાં જ વાત પૂરી કરી નાખવા ફટાફટ ફોર્મ ભરવા લાગ્યો.

અને અચાનક આલયનું ધ્યાન પાસેના વિન્ડો પર ઊભેલી મૌસમ પર ગયું .મૌસમને અત્યારે લેખા યાદ આવતી હતી. આવા ચીવટ માંગી લેતા બધા કામ લેખા જ કરતી. પરંતુ આ લેખાની ગેરહાજરી આલય માટે જાણે આશીર્વાદરૂપ બની ગઈ.

આલય :-"may i help you?

મૌસમ :-"સોરી બટ....

આલય :-" આઇ એમ આલય....આલય દેસાઈ...

મૌસમ :-"માય સેલ્ફ મૌસમ....મૌસમ દેશમુખ....

મૌસમ નામ સાંભળતા જ આલયના હૃદયની મૌસમ પણ ખીલી ગઈ. પ્રેમ કહો કે જાદુ પ્રિયજન નું નામ તો શુ ,પ્રિયપાત્ર ના નામનો આલ્ફાબેટ પણ હ્રદયમાં પોતાની કંઈક અલગ જગ્યા બનાવી રહેવા લાગે છે.

આલય:-" nice to meet you સરસ નામ છે. મને તમે કન્ફ્યુઝ લાગ્યા એટલે મને થયું કે કંઈક મદદની જરૂર છે."

મૌસમ :-"એક્ચ્યુલી આજે પહેલીવાર હું એકલી આવી છું. લગભગ મારા બધા જ આવા કામ મારી ફ્રેન્ડ જ કરતી હોય છે ,એટલે આજે થોડું નવું છે મારા માટે કંટાળાજનક પણ....

આલય :-"અને મને ગમતું કામ..... માનો તો હું પણ આજ થી તમારો ફ્રેન્ડ જ છું.,. હું કરી શકું??"

મૌસમ :-"ચોક્કસ તમે તો મારું ટેન્શન હળવું કરી દીધું."

આલય :-"આલય મારું નામ છે. તમે તમે કહેશો તો હું નહિ કરું તમારું કામ."

મૌસમ:-"સોરી આલય.... બસ?"

અને આલયની સરળતા જોઈ મૌસમને લેખા યાદ આવી ગઈ...મૌસમ કોલેજના ગાર્ડનને જોવામાં મસ્ત હતી તો આલય પોતાની પ્રિય મૌસમને. આલયે શક્ય તેટલી ધીમી ગતિએ કામ પણ કર્યું, અને અનિચ્છા છતાં મૌસમને ફોર્મ પરત કર્યું.

આલય :-"સાઈન પણ હું કરી દઉં કે તમારે કરવી?"

મૌસમ :-" ઓહ સોરી , હું તો આ નવી કોલેજને જોવામાં જ રહી ગઈ થેન્ક્યુ સો મચ....
બાય ધ વે.. મારું નામ પણ મે મૌસમ કહ્યું ..."

આલય:-"મૌસમ જોઈ લેજે ફોર્મ બરાબર ભર્યું ને?"

મૌસમ :-" sure, થેન્ક્સ once again..."

આલય :-"માય પ્લેઝર."

આલય તો નીકળી ગયો પણ મૌસમના મન માંથી નીકળી ન શક્યો. ત્યાં જ મૌસમનું ધ્યાન આલયના અક્ષરો ઉપર ગયું. ઓચિંતાની જ મોસમ ની નજર અટકી ગઈ થોડા દિવસો પહેલાં હૃદય પર પ્રેમના દસ્તક દેનારા હસ્તાક્ષર તો કેમ ભુલાય? આ અક્ષરો તો હૃદય પર કોતરાઈ ગયા હતા. આ એ જ અક્ષરો છે જેને જોઈને , ચોક્કસપણે એક વાર વાંચીને જ મૌસમ સપનાની નીંદરમાં સરી જતી હતી.

"પ્રકૃત્તિ ને માણતી ,નખશિખ સૌંદર્ય ખીલવતી,લેહરો સમી.......................પણ....
મારા માટે અજાણી એવી છોકરીને અનામી આ મિત્ર તરફથી પહેલી અને કદાચ છેલ્લી ભેંટ....

એજ અક્ષરોને ફોર્મ માં જોઈ મોસમ ખુશ થઈ ગઈ. મન નાચી ઉઠ્યું ..... મૌસમ મનમાં જ વિચારી રહી....આ એ જ આલય છે જેને મારા માટે ડિશ ઓર્ડર કરી હતી............
અને તરત જ આલયને મળવા પાછળ પાછળ ગઈ.... પરંતુ આલય નીકળી ગયો હતો. તેની બાઈક ગેટ પાસે પહોંચી ગઈ હતી. આટલે દૂરથી પણ મૌસમ તેને ઓળખી ગઈ. અને તેનું મન જાણે એની દુનિયામાં પહોંચી ગયું હૃદય તેની સાથે વાત કરવા આવતી કાલની રાહ જોવા લાગ્યું.




કાનમાં કહી જા સખા, મનગમતું સાંભળવું
કે રોમ રોમ ફૂટે શરમ....
કાનમાં કહી જા સખા, પ્રિતી નું કારણ
કે નાચે આનંદે સંતુષ્ટિ...
કાનમાં કહી જા સખા, સપનુ તારું,
કે ભીંજાઈ ઈચ્છાનું વન....
કાનમાં કહી જા કાના એક જ નામ,
એ હોય ભલે ને ફક્ત નામ
રાધા

તો આલયને જાણે આજે બધું મળી ગયું. સપનામાં વર્ષોથી દેખાતા અસ્પષ્ટ ચહેરાને સ્પષ્ટ થતા વાર લાગી. પરંતુ સાચી મૌસમને આટલી જલ્દી નજીકથી મળી શકાશે તે વિચારીને જ આલયને પોતાના નસીબ ઉપર વિશ્વાસ આવતો ન હતો. પહેલીવાર મૌસમને જોઈ તે સમય યાદ આવી ગયો અને એ વાત મૌસમને કહેવી કે નહીં તે વિચારવા લાગ્યો....

તો મૌસમને પણ એક વિચાર આવી ગયો... કે પહેલા આ મિસ્ટર આલય ને પારખી તો લઉં ક્યાંક બધાને ચિઠ્ઠી વેચતા તો નથી કરતા ને?

આપણે પણ આવતા ભાગમાં જોઇએ કે મૌસમ અને આલય સામસામે આવતા પોતાના હૃદયને શું સમજાવે છે?
ત્યાં સુધી...stay home....stay safe.....

(ક્રમશ)